થેંક્યું નિરાલી - 1 Malu Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

થેંક્યું નિરાલી - 1

સુરજપુર નામના નગરમાં આકાશ નામનો છોકરો રહે છે તે તેના જ ગામ ની અને તેની સાથે અભ્યાસ કરતી અશ્વિની ને મનોમન ખૂબ ચાહે છે.તેઓ બંને ૧૨ પાસ કરીને સરસ્વતી કોલેજ માં એડમીશન લે છે.કોલેજ માં બંને આકાશ અને અશ્વિની ખાસ મિત્ર બની જાય છે અને તેઓ ની મિત્રતા ખાસ થઈ જાય છે.આકાશ અને અશ્વિની સાથે બીજા કોલેજ ના મિત્રો કોલેજ લાઈફ ઇન્જોય કરે છે.
તેઓ કોલેજ ની બધી પ્રવુતિઓ મા ભાગ લે છે અને અનેકવિધ નવા નવા પ્રોગ્રામ ગોઠવે છે.અશ્વિની બધી પ્રવૃતિમાં રસસભર ભાગ લે છે અને કેટલાય ઇનામો પ્રાપ્ત કરે છે.
અશ્વિની આજે ખૂબ ખુશ છે કારણ કે અસેમ્બ્લી હોલમાં તેને આજે નૃત્યમાં પ્રથમ નંબરનો પ્રાઈઝ અને મેડલ પ્રિન્સીપાલ ના હસ્તે મળવાનો છે.
કાર્યકમ ની તૈયારી થઈ રહી છે ત્યારે અશ્વિની તેની બીજી બહેનપણી જોડે વાત કરી રહી છે કૉલેજમાં લેડી ડોન જેવી દેખાતી અને સ્વભાવ થી ડોન જેવા પહાડી અવાજ ધરાવતી જેને બોલવાની ચાલવાની ભાન ના હોય તેવી તેને જોતા જ સૌ કોઈ નું ધ્યાન તેના કર્લી હેર પર પડે છે અને તેની આખો પર હમેંશા કાજલ જોવા મળે છે. આવી લેડી ડોન એટલે અંકિતા તે અશ્વિની પાસે આવીને કહે છે કે એય અશ્વિની તને આજે જે મેડલ મળવાનો છે તેની હકદાર તું જરાય નથી.કમનસીબે હું સ્પર્ધા માં ભાગ ન લઈ શકી એટલે તારો નંબર આવ્યો છે! હવે પછી ની સ્પર્ધા માં હું તારી સ્પર્ધક છું નંબર લઇ ને બતાવ તો તને સાચી માનું !

ઇનામ વિતરણ કાર્યક્રમ પત્યા પછી અંકિતા અશ્વિનીના હાથ માં મેડલ જોયને કહે છે હુ પણ જોવ છું હવે પછી સ્પર્ધા માં મેડલ કેમ મળે છે.
અંકિતા અશ્વિની થી ગુસ્સે છે અશ્વિનીને દુશ્મનાવટ ભર્યા ભાવ થી જુવે છે પરંતુ અશ્વિની ને એ નથી સમજાતું કે અંકિતા તેની સાથે આવું કેમ કરી રહી છે શા માટે તે અશ્વિની થી ગુસ્સે છે? તે અશ્વિનીને સમજાતું નથી.
અંકિતા અશ્વિની ના ઘરે જઈ પહોંચે છે ! ત્યારે અશ્વિની તેના ઘરે નથી હોતી તે કોચિંગ ક્લાસ માં ગઈ હોય છે અશ્વિનીની ગેરહાજરીમાં અંકિતા અશ્વિનીના માતા-પિતા એટલે કે સાગરભાઈ અને મમ્મી પારૂલબેન ને અશ્વિની અને આકાશ ના મિત્રતા ભર્યા સંબંધ ને તુચ્છ રીતે તેઓની સામે પ્રગટ કરી મનોમન અંકિતા ખુશ થાય છે.આ વાત સાંભળી સાગરભાઈ અશ્વિનીને કોલેજ બંધ કરાવી દેવાનું પારૂલબેનને કહે છે.

અંકિતા ત્યાંથી તેના ઘરે ચાલી નીકળે છે અને બહાર ગલી મા અશ્વિની ને આવતા જોય તે છુપાય જાય છે.અશ્વિની ઘરે પ્રવેશતા ની સાથે સાગરભાઈ તેને પૂછે છે આકાશ કોણ છે ?અશ્વિની કહે છે કોઈ નહીં પપ્પા કોલેજ માં સાથે ભણે છે.આકાશ સારો છોકરો છે તે મને અભ્યાસમાં પણ મદદ કરે છે.
આ સાંભળી સાગરભાઈ ખૂબ ગુસ્સે થઈ જાય છે તેના મગજ માં અત્યારે માત્ર અંકિતા ના શબ્દો વારંવાર ગુંજે છે.સાગરભાઈ અશ્વિનીનો ઉછેર ખૂબ લાડ થી કર્યો છે અને તે તેનું એકમાત્ર સંતાન છે.પણ હવે સાગરભાઈ ને સમજાતું નથી કે અશ્વિની આવું કઇ રીતે કરી શકે તેના મગજ માં અત્યારે કેટલાય વિચારો ચાલી રહ્યા છે.ગુસ્સે ભર્યા સ્વર માં સાગરભાઈ બોલે છે આવી તુચ્છ મિત્રતા કોના જોડેથી શીખી છે? એમ કહી અશ્વિનીના ગાલ પર જોર થી થપ્પડ મારે છે.અશ્વિની કશુ બોલ્યા વગર આંખમાં ઝરઝરીયા લઇ તેના રૂમ માં ચાલી જાય છે અને રૂમનો દરવાજો બંધ કરી ખૂબ રહે રડે છે.

ભાગ-1 પૂર્ણ

મિત્રો ભાગ-2 માં આપડે જોશુ કે અંકિતા અશ્વિની ના જીવન માં શા માટે મુશ્કેલીઓ ઊભી કરે છે? અને તે કેટલી હદ સુધી તેના જીવન માં કાંટો બનીને રહે છે.