દિલ કા રિશ્તા A LOVE STORY - 33 તેજલ અલગારી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

દિલ કા રિશ્તા A LOVE STORY - 33

ભાગ - 33

( આગળ જોયું કે તેજલ ના ઘરે પણ તેજલ ગઈ નથી તો ક્યાં હશે રોહન એની ચિંતા માં છે પણ રશ્મિ એને સમજાવે છે કે તેજલ ઠીક હશે રોહન ઘરે આવી અને વિચારે છે કે શું કરું ત્યાં એના ફોન પર કોલ આવે છે હવે જોઈએ આગળ )


રોહન ના ફોન ની રિંગ વાગે છે રોહન ની ઈચ્છા નહોતી છતા કોઈ ને જરૂરી કામ હોય શકે એટલે પોકેટ માંથી ફોન કાઢે છે પણ સ્ક્રિન જોતા જ એની ઉદાસી ખુશી માં પલટાય જાય છે કારણ કે ફોન સ્ક્રીન પર લખ્યું હતું

તેજલ

મતલબ કે એ તેજલ નો ફોન હતો રોહન જલ્દી થી ફોન ઉપાડે છે અને કહે છે

રોહન - હેલ્લો તેજલ???

સામે થી અવાજ આવ્યો - હા રોહન

આટલું સાંભળતા જ રોહન ના જીવ માં જીવ આવ્યો

રોહન - તેજલ ક્યાં છે તું ??? ક્યાં ચાલી ગઈ ??? મને કીધું પણ નહીં ??? અને પછી આવી પણ નહીં ??? તું કોઈ મુસીબત માં તો નથી ને ???? બોલ તો ખરા ક્યાં છે તું ????
એને સવાલો નો પુલ ખડકી દીધો

તેજલ - હા રોહન કહું છું રિલેક્સ તું મને બોલવા દે તો બોલું ને અને આટલો ટેન્સન માં કેમ આવી ગયો તું ???

રોહન - અરે પાગલ ટેન્સન ની ક્યાં વાત કરે છે અત્યારે તારો અવાજ સાંભળ્યા પછી જીવ માં જીવ આવ્યો અમે બધા ગોતી ગોતી ને થાકી ગયા અને તું કાઈ પણ કહ્યા વિના ચાલી ગઈ ખબર છે કેટલો પરેશાન થઈ ગયો હતો હું મતલબ.. અમે બધા.. એ બધું છોડ તું ક્યાં છે એ કહે પેલા મને ???

તેજલ ને રોહન ની પોતાના પ્રત્યે ની આટલી ફિકર ગમી રહી હતી પણ પોતાને જે પરિસ્થિતિ માં થી ત્યાં થી આમ ભાગવું પડ્યું એ યાદ આવતા જ એની આંખ માં આંસુ આવી ગયા

રોહન - તેજલ તું ચૂપ કેમ છે બોલ કઈક ???

હેલ્લો તેજલ ....તેજલ..

તેજલ ઝબકી ગઈ - હમ્મ... હા ... રોહન... આટલું કહી એ રડવા લાગે છે

રોહન તેજલ ને રડતા જોઈ બેબાકળો થઈ ગયો

રોહન - તેજલ તું રડે છે કેમ ??? શુ થયું ??? ક્યાં છે તું મને કે હું હમણાં જ તને લેવા આવું છું

તેજલ - (રડતા રડતા) રોહન હું અત્યારે મુંબઈ છું

રોહન - શુ મુંબઈ ??? તું અચાનક મુંબઈ કેમ ??? શુ થયું તેજલ ? શુ વાત છે ? મને કંઈ સમજાતું નથી કૈક સમજાય એમ કહે

તેજલ - હા તો સાંભળ ! રોહન આપણે બન્ને અલગ પડ્યા પછી હું મારા રૂમ માં ચેન્જ કરવા ગઈ મારો ફોન માં બેટરી પુરી થઈ ગઈ હોવા થિ સ્વીચઓફ થઇ ગયો હતો મેં ફોન ચાર્જ પર લગાવી ચેન્જ કર્યું પછી ચેન્જ કર્યા પછી ફોન ઘણો ખરો ચાર્જ થઈ ગયો હતો એટલે ફોન ચાલુ કર્યો તો એમાં નોટિફિકેશન હતું ફોન બંધ થયો એ પેલા 20 22 મિસકોલ અને એટલા જ ફોન સ્વીચઓફ થયો એ પછી પણ..
આપણે કોમ્પિટિશન ના મૂડ માં જ હતા એટલે ગરબા દરમિયાન મેં મારો ફોન હાથ માં જ નહોતો લીધો અને ભૂલ થી એ સાયલન્ટ મોડ પર રહી ગયો હતો તો ફોન આવ્યા એ ધ્યાન જ ન રહ્યું એ નમ્બર જોઈ મને ધ્રાસકો પડ્યો કારણ કે એ નમ્બર મારા પપ્પા ના હતા આટલા ફોન એ એક સાથે ક્યારેય ના કરે એટલે મેં એને ફોન લગાડ્યો મારા પપ્પા અને મમ્મી મારા નાની ને ત્યાં ગયેલા એક વિક માટે એટલે મને ડર લાગ્યો કે કંઈક તો થયું જ છે નહીં તો પપ્પા આટલા કૉલ ના કરે ક્યાંક નેની તો... મારા વિચારો ના વમળ વચ્ચે પપ્પા ને રિંગ જઇ રહી હતી પપ્પા એ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તેજલ બેટા ક્યા હતી તુ? ક્યાર નો ફોન કરું છું બેટા જલ્દી આવી જા અહીંયા તારા મમ્મી ને એટેક આવ્યો છે મેજર. બહુ સિરિયસ હાલત છે ના કરે નારાયણ પણ દીકરી અત્યારે એવી નાજુક હાલત છે કે કદાચ આપણે તારા મમ્મી ને કાયમી માટે ગુમાવી બેસીએ આટલું સાંભળતા જ મારા હોશ ઉડી ગયા મારા હાથ માં થી ફોન નીચે પડી ગયો અને તૂટી ગયો ત્યાં જ અમારા ડ્રાઈવર અંકલ મને લેવા માટે આવ્યા કારણ કે કોન્ટેક્ટ થતો નહોતો એટલે એને મને તેડવા એને મોકલ્યા હું તમને ઈંફોર્મ પણ કરી શકું એવી હાલત ના હતી મારી.. ફોન પણ પડ્યો એટલે તૂટી ગયો મેં જતા જતા ચોકીદાર ને જોયો અને એને કહ્યું કે પૂજા ને કહી દેજો કે એક કામ માટે જાવ છું કેમ કે વરી સાચું કહું અને તમે બધા ચિંતા કરો એટલે..

પોરબંદર થી કોઈ ફ્લાઇટ ના હોવા થી રાતે જ ત્યાં થી સીધા અમે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યાં થી ફ્લાઇટ માં હું મુંબઈ આવી અને સીધી હોસ્પિટલ આવી ત્યારે મમ્મી ની હાલત ખૂબ નાજુક હતી પણ ડોકટર ઓ ઘણી કોશિશ કરી અને મમ્મી ને ખતરા માંથી તો બહાર કાઢી લીધા પણ... આટલું કહી એ ફરી રડવા લાગે છે

તેજલ નું રડવું રોહન ને દર્દ આપી રહ્યું હતું એને તેજલ ને હિંમત આપી કે તેજલ ચિંતા ના કર બધું ઠીક થઈ જશે હવે કેમ છે આંટી ની તબિયત ???

તેજલ - હવે એ ખતરા માંથી તો બહાર છે પણ એનો હાથ અને એક પગ પેરેલાઈઝ થઈ ગયા છે એટલું કહી તેજલ ફરી રડવા લાગે છે

રોહન - તેજલ તું ચિંતા ના કર હું ત્યાં આવું છું

તેજલ - ના રોહન અહીંયા ના આવ હવે ઘણી રાહત છે ડોક્ટર એની સ્થિતિ સુધરતા જ ઘરે આવવાની છૂટ આપશે અમે હમણાં જ વાત કરી અને આવ્યા હવે ટેન્સન જેવુ નથી બસ કેર કરવી પડશે તો એ થોડા ટાઈમ માં સજા થઈ જશે એટેક મેજર હતો છતાં પણ ઈશ્વર ની કૃપા કે એ સલામત છે હમણાં જ ડોકટર સાથે વાત કરી ને બહાર આવ્યા પછી યાદ આવ્યું કે તમે લોકો ચિંતા કરતા હશો ડ્રાઈવર અંકલ ને ફોન રીપેર કરવા આપ્યો હતો તો જસ્ટ સ્ટાર્ટ કર્યો જોયું કે પૂજા ના અને તારા નમ્બર પર થી ઘણા મિસકોલ હતા હું સમજી ગઈ કે આ નમ્બર તારો જ હશે
પૂજા ના પણ ઘણા હતા છતાં ઈચ્છા થઈ કે પેલા તારી સાથે વાત કરું.

રોહન - અરે યાર શુ કહું તને બસ અત્યારે તારી સાથે વાત કરી પછી લાગ્યું કે રોહન રોહન માં હજી છે યાર તારા વિના તો.... (મારા શ્વાસ રોકાઈ ગયા હતા એ રોહન બોલવા જતો હતો પણ મન માં બોલ્યો )

તેજલ - મારા વિના??? શુ મારા વિના ???

રોહન - કઈ નહિ પાગલ તારા વિના તો આજ લગ્ન માં કાઈ રોનક નહોતી બધા તને યાદ કરી રહ્યા હતા અને સૌ થી વધુ પૂજા...

તેજલ - અને તું ??? તને મારી યાદ ન આવી ??

રોહન - યાદ તો એની આવે જેને ભૂલ્યા હોઈ .. મતલબ ... કાલ રાત નો નશો હજી મગજ માં ફરે છે (રોહન એ પોતાની ફીલિંગ્સ ને છુપાવવા ની કોશિશ કરી )

તેજલ - અચ્છા પૂજા શુ કરે ?? બિચારી એ પણ ચિંતા કરતી હશે ને ? મને તો ખૂબ ઈચ્છા હતી પણ પરિસ્થિતિ જ એવી હતી કે....

રોહન - ચિંતા ના કર હું સમજુ છું કે માં ની જિંદગી થી વધુ કાઈ ના હોઈ શકે અને તારે કઈ પરિસ્થિતિ માં જવું પડ્યું . પૂજા બહુ ચિંતા કરતી હતી પણ હવે નો પ્રોબ્લેમ હું એને કોલ કરી ને જણાવી દઈશ બસ અમને એજ ટેન્સન હતું કે આ રીતે અચાનક ક્યાં ચાલી ગઈ અને કોઈ મુસીબત માં તો નથી ને ..

તેજલ - થેન્ક્સ રોહન

રોહન - કેમ થેન્ક્સ ?? શુ તારા મમ્મી એ મારા મમ્મી જેવા નથી ? તું ચિંતા ના કર બધું ઠીક થઈ જશે અને હવે રડવા નું બંધ કરજે જરાય સારી નહિ લાગતી હોય તું રડતી ચલ સ્માઈલ કર

તેજલ ના મોઢા પર સાચે જ સ્માઈલ આવી જાય છે

રોહન - ધેટ્સ લાઈક માય ગુડ ગર્લ ચલ ચિંતા ના કરતી અને ધ્યાન રાખજે તારું ઓકે

તેજલ - હમ્મ ઓકે

રોહન - તે જમયુ કે નહીં

તેજલ - ના કઈ ઈચ્છા જ ન થઈ

રોહન - ઓહ સવાર થી જ કઈ નહિ જમયુ હોઈ જો તો કરમાઈ ગઈ એટલે જ એમ કહી હસવા લાગે છે એ મજાક કરી તેજલ નો મૂડ ઠીક કરવા ની કોશિશ કરે છે

તેજલ હસવા લાગે છે

રોહન - ચલ પેલા જમી લે પછી વાત કરીએ ઓકે કેમકે હું પણ કરમાઈ ગયો છું

તેજલ - કેમ તે પણ નથી જમયુ ??

રોહન - અરે મારા પાર્ટનર એ મતલબ ગરબા પાર્ટનર એ ના જમયુ હોઈ એ તકલીફ માં હોઈ અને હું જમી લઉં એવું બને ??? ચલ તું જમી લે પછી જ હું જમીશ અને જલ્દી જમજે કેમકે મને બહુ ભૂખ લાગી છે હો આટલું કહી ફરી હસવા લાગે છે

તેજલ પણ હસી પડે છે અને કહે છે - હા હવે જમવાનું ભાવશે મને ચાલ હું પણ જમી લઉં અને તું પણ જમી લે ઓકે પછી વાત કરીયે

રોહન - ઓકે મેડમ ચાલ બાય ધ્યાન રાખજે તારું ઓકે

ધ્યાન રાખજે તારું

એ શબ્દો જાણે આજ પેલી વાર એને ગમવા લાગ્યા હતા આજ રોહન એને દુનિયા માં બધા થી વધારે પોતાનો લાગી રહ્યો હતો

રોહન સાથે વાત કરી તેજલ બધું દર્દ ભૂલી ગઈ ખબર નહિ શુ હતું એવું રોહન માં તેજલ રોહન સાથે વાત કરી ઘણું સારું મહેસુસ કરી રહી હતી જાણે એના દર્દ ની દવા નું કામ રોહન કરી રહ્યો હતો તેજલ ને થયું રોહન સામે હોત તો એને વળગી પડત એટલું વિચારી એ આંખો બંધ કરી મહેસુસ કરે છે રોહન ને......

રોહન ની લવ સ્ટોરી માં આજ પેલી વખત પ્રાણ પુરાણા હતા

કારણકે રોહન ને તો પ્રેમ હતો જ પણ હવે તેજલ ના દિલ માં પણ રોહન પ્રત્યે ના પ્રેમ ના અંકુર ફૂટ્યા હતા જેનો અહેસાસ હવે કદાચ તેજલ ને પણ થઈ રહ્યો હતો

તારા અહીં હોવા નો આભાસ થયો મને
આજે અનુભવ ખાસ થયો મને
આજ સુધી તો હતા બધા પોતાના
પણ આટલી હદે પણ કોઈ પોતાનું થઈ શકે
અહેસાસ થયો મને...

હવે આ લવ સ્ટોરી કઈ ઉંચાઈઓ આંબશે એતો ભવિષ્ય ના ગર્ભ માં છે

તો આપ પણ જાણવા માંગો છો કે તેજલ અને રોહન ની પ્રેમ કહાની ની રોમાંચક સફર માં શુ થશે આગળ ???

તો વાંચતા રહો દિલ કા રિશ્તા.....

NEW beginning.........