દિલ કા રિશ્તા - a love story તેજલ અલગારી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ કા રિશ્તા - a love story

વરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ હતી ખૂબ જ ખુશનુમા માહોલ હતો રોહન ની આંખો ખુલી બહાર વરસાદ ચાલુ જ હતો પુરી નીંદર અને ખુશનુમા માહોલ ને લીધે રોહન એકદમ તરોતાજા મહેસુસ કરતો હતો 

રોહન એક સમજદાર નેે શાાંત સ્વભાવ નો છોકરો હતો તે એક પ્રાઇવેટ કમ્પની માં  જૉબ કરતો રોહન ના પરિવાર માંં 4 વ્યક્તિ ઓ હતા રોહન નાનો ભાઈ  અજય અને એના મમી પાપા 

અત્યાર ના છોકરાઓ ને શોરબકોર ને ડાન્સિંગ સોન્ગ ગમે પણ રોહન બધા થઈ અલગ જ રોહન ને નારાયણ સ્વામી ના ભજન સાંભળવા  બહુ જ ગમે એને મોરારી બાપુ બહુ ગમે એને જોઈ એને ખુશી મળતી પોઝિટિવ વિચાર હસમુખો સ્વભાવ અને ડેસિંગ પર્સનાલિટી થી એ બધા નું દિલ જીતી લેતો ખાસ કરી ને છોકરીઓ નું હમેશા હસતો ચેહરો અને મસ્તી મજાક કરતું રેવું એ એનો સ્વભાવ તો આ હતો એનો પરિચય 


રોહન અમદાવાદ રહી ને જોબ કરતો એના મમી પાપા ને નાનો ભાઈ એના વતન માં રહેતા રોહન અત્યારે PG માં રહેતો  રોહન ઉઠી ને બારી માંથી બહાર નજર નાખી ચારે તરફ પાણી ને વરસાદ ના ધીમા છાંટા જોઈ રોહન મનોમન બોલ્યો आगाज़ ये है तो अंजाम होगा हसीं  આજ જરૂર કૈક સારું થશે  એટલી વાર માં યાદ આવ્યું કે જો જોબ પર મોડું થયું તો સારું તો થતા થશે બોસ નું સાંભળવું પડશે એવી વિચારી એ ફટાફટ નિત્યક્રમ માં લાગી ગયો  નાહી ને ભગવાન સામે હાથ જોડી પ્રાથના કરવા લાગ્યો કે મારા માતા પિતા અને મારા ભાઈ નું હમેશા ધ્યાન રાખજો અને મને એ કાબીલ બનવાની શક્તિ આપો કે હું મારા માતા પિતા ની દરેક ઈચ્છા પૂરી કરી શકું પછી કબાટ માંથી  વાઈટ શર્ટ ને બ્લુ જીન્સ કાઢ્યા તૈયાર થઈ ને અરીસા સામે ઉભે છે ને એનો મિત્ર આવે છે અને રોહન ની મજાક કરે છે વાહ બોસ આજ તો સામત આને વાલી હે લડકીયો પે રોહન હસી ને કહે ચૂપ બદમાશ ચલ ઉઠ તારી ટીના મીના ક્યાર ની ફોન કરે છે એવું કહી હસતા હસતા બાય કહી અને નીકળે છે 



ઓફિસે પહોંચી બધા ને મોર્નિંગ વિશ કરે છે ત્યાં જ રશ્મિ સામે મળે છે રશ્મિ બોસ ની PA છે
 રશ્મિ : મોર્નિંગ રોહન 
રોહન : મોર્નિંગ રશ્મિ 



રશ્મિ: લુકિંગ કિલર યાર 
થેન્ક યુ યુ ટુ



રશ્મિ અને રોહન ખૂબ જ સારા મિત્રો છે રશ્મિ ના મન માં રોહન માટે કૂણી લાગણી છે પણ રોહન એને ફક્ત મિત્ર જ સમજે છે માટે હમણાં કાઈ ના કહેવું યોગ્ય સમજી સાચા સમય ની વાત જોવે છે 


રશ્મિ અને રોહન ફટાફટ કામ પર લાગી જાયછે  સાંજ સુધી માં પ્રેઝન્ટેશન આપવાનું હોવા થી આજ કોઈ મજાક મસ્તી કરવા ને બદલે કામ પર જ ધ્યાન આપે છે  રોહન સાંજે કામ પુરી કરી ને હાશકારો અનુભવે છે ઓફિસ થી છૂટી ને પાર્કિંગ માં આવે છે તો રશ્મિ ત્યાં મળે છે 

રોહન : અરે શુ થયું રશ્મિ કેમ પરેશાન છે 
રશ્મિ : અરે સારું થયું તું મળી ગયો જો ને યાર વરસાદ આવવાની તૈયારી છે ને બાઇક બન્ધ પડી ગયું છે આજ રીક્ષા વાળા ની હડતાલ છે અને વરસાદ ને કારણે નેટવર્ક પ્રોબ્લેમ મિકેનિક ને ફોન પણ નથી લાગતો 

રોહન : અરે એમાં આટલી પરેશાન શા માટે થાય છે યે બંદા કિસ દિન કામ આયેગા ચલ હું તને તારા ઘર પર ડ્રોપ કરી દવ છું તારું બાઇક અહીંયા પાર્ક કરી દે સવારે કોઈ મિકેનિક ને બોલાવીશું વરસાદ આવે પેલા ચલ બેસ જલ્દી 


આકાશ માં કાળા વાદળાં ઘેરાય ગયા છે ક્યારે વરસાદ આવે નક્કી નહીં એટલે રશ્મિ એ ફટાફટ બાઇક પાર્ક કરી અને રોહન ની પાછળ બેસી જાય છે રશ્મિ પેલી વાર રોહન ની આટલી નજીક હોવાથી રોમાન્ચ અનુભવે છે ધીમા ધીમાં છાંટા ચાલુ થાય છે 

રોહન :  चलो अपनी कुर्सी की पेटी बांध लो हवाई जहाज उड़ने के लिए तैयार है 

અને બંને હસી પડે છે પણ ત્યાં જ અચાનક....