Dil ka rishta - a love story - 32 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 32

ભાગ-32


(આગળ જોયું કે બધા તેજલ ને ગોતી રહ્યા હતા ત્યારે ચોકીદાર એ કહ્યું કે એ એક કામ માટે ગયા છે બધા એ રાહત નો શ્વાસ લીધો કે સવારે આવી જશે પણ તેજલ સવારે પણ ના આવી પૂજા ના લગ્ન વિધિ પુરી થઈ ગઈ એની વિદાય થઈ છતાંય એનો કોઈ પતો નથી એટલે રોહન ઉતાવળે પગલે એના ઘરે જાય છે પણ એના ચોકીદાર એ કહ્યું કે તેજલ તો અહીંયા આવી જ નથી હવે જોઈએ આગળ )ચોકીદાર એ કહ્યું કે તેજલ તો અહીંયા આવી જ નથી એ જાણી રોહન ના પગ નીચે થી જમીન સરકી ગઈ

શુ??? તેજલ અહીંયા આવી જ નથી તો તેજલ ગઈ ક્યાં ???

રોહન નો મગજ સુન્ન પડી ગયો કોઈ જ રસ્તો નહોતો દેખાઈ રહ્યો કે એ શું કરે એ ઉદાસ ચેહરે ગાડી માં બેસે છે ગાડી માં બેસી એ વિચારે કે હવે શું કરવું પણ કાઈ જ વિચારી નથી શકતો અને કહ્યું છે ને કે તમારો ગમે એટલો હોશિયાર મગજ બીજા ની તકલીફ દૂર કરી શકે પણ જ્યારે પોતાના પર આવે ત્યારે એ હોશિયાર મગજ પણ બંધ પડી જાય છે રોહન તેજલ ને કેટલો પ્રેમ કરતો હતો એ અહીંયા સાફ દેખાઈ રહ્યું હતું એ ગાડી કઈ બાજુ લઈ જવી એ પણ વિચારી નહોતો શકતો એને વિચાર્યું કદાચ રશ્મિ કાઈ મદદ કરી શકે એને રશ્મિ ને કૉલ કર્યો કે બહાર આવ

રશ્મિ- પણ એતો કે તેજલ ની ખબર પડી એ ક્યાં છે ???

રોહન - ના હું એના ઘરે જ આવ્યો હતો પણ એતો અહીંયા આવી જ નથી તું બહાર આવ હું તને લેવા આવું છું રૂબરૂ વાત કરીયે

રશ્મિ - ઓકે

રોહન એ ગાડી ઘર તરફ વાળી રશ્મિ બહાર એની વાટ જોઈ રહી હતી રોહન ની ગાડી આવતા જ એ આગળ ની સીટ માં બેસે છે રોહન ગાડી ચોપાટી તરફ હકારે છે

બન્ને ચોપાટી જઇ એકાંત વળી જગ્યા એ બેસે છે

રશ્મિ - શુ થયું રોહન સરખી વાત તો કર

રોહન - રશ્મિ તેજલ કાલે રાત્રે એના ઘરે ગઈ જ નથી તો એ ગઈ ક્યાં??? મને કંઈ જ સમજાતું નથી કે શું કરું હું કોઈ બીજા ને ઓળખતો પણ નથી પૂજા ઓળખતી હશે એના ફેમીલી ને પણ અત્યારે એ વિધિ માં હશે એ ખોટી ચિંતા કરશે એટલે એને અત્યારે ના પૂછી શકીએ તેજલ કાલ રાત થી ગાયબ છે એ એના પરિવાર ને ખબર પણ નહીં હોય ક્યાંય મારી તેજલ કોઈ મુસીબત માં તો.... આટલું બોલી રોહન ની આંખ માં આસું આવી જાય છે રોહન ની બેચેની અને તેજલ પ્રત્યે ના અઢળક પ્રેમ એ આંસુ નું સ્વારૂપ લઈ લીધું રોહન જેવો વ્યક્તિ રડી શકે એ રશ્મિ એ પહેલીવાર જોયું રશ્મિ રોહન ને દુઃખી જોઈ પોતે પણ દુઃખી થઈ ગઈ છતાં પણ હિંમત રાખી અને રોહન ને સાંત્વના આપે છે

રશ્મિ - રોહન તું ચિંતા ના કર તેજલ ને કઈ જ નહીં થયું હોય વિચાર કે એ ગાડી માં જાતે ગઈ એટલે એ પોતાની મરજી થી ગઈ છે જ્યાં ગઈ છે ત્યાં પણ હા એ પૂજા ના મેરેજ માં પણ કેમ ના આવી એ નથી સમજાતું પણ મને લાગે છે એ કોઈ એટલા જરૂરી કામે ગઈ કે જે પૂજા ના લગ્ન થી પણ જરૂરી હોય

રોહન - પણ એવું શું જરૂરી કામ હોય શકે હજી તો 10 મિનિટ પેલા મને મળી ને ગઈ મને તો ના લાગ્યું કઈ એવું. મને શું ખબર નહિ તો હું એને ત્યારે જવા જ ન દેત ખબર નહિ ક્યાં હશે એ ..કોઈ મુસીબત માં તો નહીં હોય ને ?? ઓહ ગોડ કઈ નથી સમજાતું કે શું કરું . શુ કરું કે તેજલ મળી જાય

રશ્મિ - રોહન ચિંતા ના કર મળી જશે

રોહન - હવે મળશે એટલે હાથકડી લગાવી દેવી છે એટલે મારા થી ક્યારેય દૂર ના જાય એમ કહી રોહનઆંસુ લૂછતાં હસી પડે છે

રશ્મિ - પાગલ , બસ હવે ચલ ઘરે જેટલું તું વિચારે એટલું કાઈ ના હોઈ અને એ સાચે જ કોઈ જરૂરી કામે ગઈ હોય એવુ પણ બને ને

રોહન - હા બને પણ તો એનો ફોન કેમ બંધ આવે છે અને પાગલ છોકરી કોઈ ને કહી ને તો જવાય અહીંયા કોઈ નો જીવ જઇ રહ્યો છે આટલું બોલે ત્યાં રશ્મિ રોહન ના મોઢે હાથ રાખી દે છે

રશ્મિ - ચૂપ એકદમ ચૂપ ક્યારેય એવું ના બોલતો સમજ્યો અને હવે ચાલ તું ઘરે આરામ કર મગજ શાંત કર તો સમજાશે કે શું કરવું ત્યાં પૂજા પણ ફ્રી થઈ જશે તો આપણે એને પુછીશું એના ફેમિલી વિશે એમને કદાચ જાણ હોઈ અથવા એવું જ બને કે તેજલ નો જ કોન્ટેક્ટ થઈ જાય

રશ્મિ આટલું બોલી ત્યાં રોહન ના ચેહરા પર ચમક આવી

રોહન - તો તો તારા મોઢા માં આટલી બધી ડેરીમિલ્ક .... કાશ તું કે એવું જ થાય

રશ્મિ - હા એમ જ થશે પણ તું અત્યારે ચાલ ઘરે

રોહન - ઓકે

બન્ને ગાડી માં બેસી અને ઘર તરફ પ્રયાણ કરે છે

ઘરે આવી બન્ને ઘર માં જાય ત્યાં જ જ્યોતિ બેન બોલ્યા તમેં બન્ને ક્યાં ચાલ્યા ગયા હતા હું ક્યાર ની શોધું છું અને રશ્મિ હું ક્યાર ની પૂછવાની હતી પણ કામ માં ભૂલી ગઈ આજ તેજલ કેમ ના આવી લગ્ન માં ?? રોહન અને રશ્મિ એ એકબીજા સામે જોયું જ્યોતિ બેન બોલ્યે જતા હતા કાલ કેવી રોનક હતી એના લીધે આજ સાવ લગ્ન ફિકા ફિકા લાગતા હતા કે તો ખરા કેમ ના દેખાણી એ ??

રશ્મિ - આંટી એ કોઈ જરૂરી કામ આવી ગયું એટલે એને જવુ પડ્યું ઘરે

એને થયું વરી બધા ચિંતા કરશે એટલે એને કાઈ જણાવ્યું નહિ એને જ્યોતિ બેન થોડું અજીબ લાગ્યું કે ફ્રેન્ડ ના લગ્ન થી વધારે શુ કામ આવી ગયું હશે ત્યાં કોઈ બોલાવે છે એટલે એ જાય છે

રશ્મિ એ રોહન ને કહ્યું તું આરામ કર થોડીવાર ..
રોહન એના રૂમ માં જાય છે પણ આવા સંજોગો માં આરામ તો બહુ દૂર ની વાત હતી એને સમજાતું નહોતું કે એ જેટલી ગંભીરતા થી લે છે એટલી વાત કદાચ ગંભીર ના પણ હોઈ તેજલ ખરેખર કોઈ કામ માં હોઈ અથવા પોતે આવું વિચારી ને કઈ નહિ કરે અને તેજલ ખરેખર મુસીબત માં હશે તો ?????
રોહન દિશાશૂન્ય થિગ્યો હતો

ત્યાં પૂજા નો ફોન આવે છે રોહન ફોન ઉપાડે છે

પૂજા - રોહન શુ થયું તેજલ ની ભાળ મળી ??

રોહન - ના પૂજા હું એના ઘરે પણ જઈ આવ્યો એ તો ત્યાં ગઈ જ નથી

પૂજા - હે ભગવાન સાચે જ આ છોકરી પાગલ છે કોઈ ને કહી ને તો જવાય. રોહન મને બહુ જ ચિંતા થાય છે

રોહન - હું પણ એજ વિચારું છું તારી પાસે એના કોઈ....

ત્યાં પૂજા ને કોઈ બોલાવે છે પૂજા એ કહ્યું રોહન હું તને હમણાં ફ્રી થઈ ને કોલ કરું છેલ્લી વિધિઓ બાકી છે એ પતાવી લવ તું ચિંતા ના કરતો ઓકે બધું ઠીક થઈ જશે

રોહન - હા ઠીક છે ટેક કેર

પૂજા ફોન મૂકે છે રોહન ફોન પોકેટ માં રાખી ફરી વિચારે ચડે છે

ત્યાં રશ્મિ રોહન ને જમવા માટે બોલાવવા આવે છે

રશ્મિ - રોહન આંટી ક્યાર ના બોલાવે છે તું જમવા ચાલ

રોહન - રશ્મિ તું જાણે તો છે અત્યાર ની પરિસ્થિતિ માં જમવાનું તો શું પાણી પણ ગળે થી નહિ ઉતરે

રશ્મિ રોહન ની બાજુ માં બેસી એનો હાથ પકડી અને સાંત્વના આપે છે - જાણું છું રોહન પણ તું નહિ આવીશ તો આંટી ઉપર આવશે એ લોકો ને ખબર પડશે તો નાહક ચિંતા કરશે એટલે કહું છું તું જે ભાવે એ થોડું ખાઈ લે

રોહન - ના રશ્મિ તું એ લોકો ને ગમે એમ કરી સમજાવી દેજે હવે તો તેજલ મળશે પછી જ હું ખાઈશ જા તું કૈક બહાનું કરી એને સમજાવી દે

રશ્મિ રોહન ને જોઈ રહી એનો તેજલ પ્રત્યે નો પ્રેમ જોઈ એની આંખો ભરાઈ આવી એ બહાર જઇ વિચારે છે કે કેટલી ભાગ્યશાળી છે તેજલ જેને આટલો અનહદ પ્રેમ કરનાર વ્યક્તિ મળ્યો અને પોતાના બદનસીબ વિશે વિચારી રડવું આવી ગયું એ છતાં મન મક્કમ કરી આશુ લૂછે છે અને નીચે જાય છે

રશ્મિ ના ગયા પછી રોહન વિચારે છે કે શું કરું હવે?? ત્યાં જ એના ફોન ની રિંગ વાગે છે એની ઈચ્છા નહોતી કે કોઈ સાથે વાત કરે એટલે એને પેલા તો ધ્યાન ના આપ્યું છતાં કોઈ જરૂરી કામ હશે વરી કોઈ ને એ માટે એ પોકેટ માંથી ફોન કાઢે છે પણ ફોન ની સ્ક્રીન જોતા એના મોઢા પર ની ઉદાસી પળવાર માં ગાયબ થઈ જાય છે અને દુનિયાભર ની ખુશી એના મોઢા પર ઉમટી પડે છે

કારણ કે ફોન સ્ક્રીન પર નામ ઝળહળી રહ્યું હતું

તેજલ


TO BE CONTINUE.........

( શુ એ ફોન ખરેખર તેજલ નો જ હતો ??? ક્યાં હતી તેજલ??? આવી રીતે અચાનક કોઈ ને કહ્યા વિના જવાનું શુ હતું કારણ ??? પૂજા ના લગ્ન માં કેમ ના આવી શકી ???? શા માટે એનો ફોન સતત સ્વીચઓફ હતો ???? શુ તેજલ કોઈ મુસીબત માં હતી ?????

એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED