નિર્દોષ - તલાશ સત્યની - 1 Urmi Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિર્દોષ - તલાશ સત્યની - 1


રાત્રી નો સમય હતો. વિજય કુમાર પોતાની ઓફિસે માં બેઠા બેઠા પુસ્તક વાંચી રહ્યા હતા. ત્યાં તેમને એક કોલ આવવા છે. વિજય કોલ ઉપાડે છે.

વિજય : Hello ....કોણ..?

unknown person : Hy sir.. મને તમારી મદદ ની જરૂર છે..

વિજય : હા ..જણાવો હું કઈ રીતે તમારી મદદ કરી શકું છું..?

unknown person : હું સોનલ મારા ભાઈ નો કેસ તમે લડશો.. મારો
ભાઈ બિલકુલ નિર્દોષ છે એને ફસવામાં આવ્યો છે. તમે હમેશા સત્ય માટે લડો છો અને નિર્દોષ ને સજા મુક્ત કરો છો.. please sir.. મારા ભાઈ નો કેસ તમે લઈ લો.. please

વિજય : ok.. ok. શાંત કાલે ઓફિસે આવજો..


અત્યાર સુધી તમે જાણી ગયા હશો કે વિજય એક વકીલ છે..વિજય એ પોતાના જીવન માં ઘણા બધા કેસ લડ્યા છે અને હજુ સુધી એક પણ એક હર્યા નથી..વિજય કુમાર ખૂબ ઈમાનદાર વ્યક્તિ છે.. પૈસા કે અન્ય કોઈ લાલચ માં કેસ લડતા નથી..હંમેશા પ્રયત્ન કરે છે કે સત્ય અને નિર્દોષ ની રક્ષા કરી શકે છે...વિજય ની આવી જ કેટલીક ખાસિયત થી તેઓ શહેર ના પ્રસિદ્ધ અને નામી વકીલ બન્યા છે..


વિજય અને તેમનો આસિસ્ટન્ટ રાજ ઑફિસમાં કામ કરી રહ્યા હતા ત્યાં એક સ્ત્રી આવે છે..બંને નું ધ્યાન તેની તરફ જાય છે..

વિજય તેને જોઈ ને- "સોનલ..રાતે ફોન કર્યો હતો તે."

સોનલ : હા હું એ જ છું..તમે મારા ભાઈ કિશોર નો કેસ લડશો..

વિજય : હા.. પેહલા સંપૂર્ણ ઘટના ક્રમ કહો ..

સોનલ : કિશોર મારા મોટા ભાઈ છે..તેના ઉપર તેમના જ friend રવિ મેં મારવનો આરોપ મુકવામાં આવ્યો છે.. પણ તે નિર્દોષ છે.. કિશોર ભાઈ અને ખૂની...એવું ક્યારેય બની જ ન શકે..એ નિર્દોષ છે.
please મારો વિશ્વાસ કરો..

વિજય : ok...હું તમારાં ભાઈ નો કેસ લડવા તૈયાર છું..
વિજય હવે સોનલ ને ઘરે જવા કહે છે..કઈ પણ કામ હશે તો બોલાવશે એમ કહી તેને જવા કહે છે..વિજય હવે પોલીસ સ્ટેશન જાય છે
જ્યાં કિશોર ને કેદ કરવામાં આવ્યો છે..


વિજય પોલીસ પાસે થી વિજય મેં મળવા માટે મંજુર માંગે છે.. અને આખા ઘટનાક્રમની જાણકારી પોલીસ પાસે થી મેળવે છે. પોલીસ વિજય ને કિશોર પાસે લઈ જાય છે..વિજય કિશોર ને જેલ માં જોવે છે..જોતા જ લાગે છે કે તે આ ઘટના થી બહુ ડરી ગયો હોય.. કોટરી ના એક ખૂણા માં ચુપચાપ બેસી રહ્યો છે..વિજય કિશોર ની પાસે આવી ને.."કિશોર.."


ત્યાં તો કિશોર ખૂબ ડરી ને.. મેં કઇ નહિ કરીયું.. please મને મારશો નહિ..મેં કોઈ નું ખૂન નથી કર્યું..


વિજય : કિશોર ...just cool down... હું વિજય તમને બચવા આવ્યો છું.. હું વકીલ છું સોનલે મને તમારો કેસ લડવા કહ્યું છે..તો શાંત થઈ જાવ અને મને પુરી હકીકત જવાનો એ રાત્રે શું થયું હતું..

કિશોર : મને કંઈ ખબર નથી. મને એ સમયે શુ થયું તે અંગે કઈ ભાન નથી..મને કઈ જ યાદ નથી..બસ એટલુ યાદ છે કે જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે પોલીસ મારી આજુબાજુ હતી ને મારા હાથ માં ચપ્પુ હતું જે ખૂન વાળું હતું ને બાજુમાં રવિ ની લાશ...પણ મને નહિ ખબર આ કઇ રીતે થયુ ..

વિજય : રવિને તમે ઓળખો છો.?

કિશોર : હા અમે કોલેજ ટાઈમ ના ફ્રેન્ડ છીએ..અને એક સાથે એક કંપની માં કામ કરીએ છીએ..

વિજય : તમે રવિ ના મુત્યુ સમય ત્યાં શુ કરી રહ્યા હતા..?

કિશોર : મને નહિ ખબર હું ત્યાં કઈ રીતે ગયો...સાચું મને નહિ ખબર મને just એટલું યાદ છે કે હું મારા લેપટોપ પર ઑફિસ નું કામ કરી રહ્યો હતો ને અચાનક આંખ ખુલતા નું અહીં આવી ગયા...મને કંઈ ખબર નહિ પડતી મારી સાથે શુ થઈ રહ્યું છે ને કેમ...?


કેસ ઘણો જટિલ છે..બધા સાબૂત કિશોર ની તરફ છે..કઈ પણ એવું નથી જડતું કે જેના થી તે બચી શકે..પણ વિજય ને કઈ તો ગડબડ લાગે છે..એને લાગે છે કે જે દેખાય છે તે છે નહીં.. વાત કઇ ઓર જ છે..ફિલહાલ તો કઈ સમજાતું નથી મારે વધારે સમય ની જરૂર છે..પણ આજ થી ત્રણ દિવસ બાદ કોર્ટ માં સુનવાઈ છે..મારે કઇ તો કરવું પડશે જેથી હું કેસ ની તાપસ માટે વધુ સમય મેળવી શકુ.વિજય ઓફિસ માં બેઠા બેઠા રવિ અને કિશોર ની માહિતી વાંચતા વાંચતા વિચારે છે..


★★★★★★★◆★★★★★★★★


વિજય કિશોર ને બચાવી શકશે..પણ એની પેહલા કિશોર ખરેખર માં નિર્દોષ છે..? અત્યાર ની સ્થિતિ માં તો બધા જ સાબૂત આરોપી કિશોરને બનાવે છે..કિશોર ખરેખર નિર્દોષ છે કે કે પછી આરોપી..આ બધા પ્રશ્નો જવાબ જાણવા વાંચતા રહો...

Thank you