વિજયએ રામુ ને પોતની જ્ગ્યાએ જવાનું કહે છે...કેસ ને આગળ વધારતા વિજય એક ફાઇલ ન્યાયાધીશ ને આપતા કહે છે કે રોનક નું ખૂન ગોળી વાગવાથી નથી થયું એને ઝેર આપવા માં આવ્યું છે આ સાંભળતા બધે જ ચકિત થઈ જાય છે.
રણજિત: આ શું કહી રહિયા છો... કોઈ સાબિત છે આ વાત ની...
વિજય : ન્યાયાધીશ તમારી હાથમાં જે ફાઇલ છે એ રોનક ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે જેમાં તેના શરીર ના ઝેર મળી આવ્યું છે ને એના કારણે જ તેનું મોત થયું છે...
ન્યાયાધીશ ફાઇલ ધ્યાન થી જોવે છે અને ખરેખર મોત ઝેર થી થઈ હોય છે એ વાત રિપોર્ટ માં હોય છે
રણજિત : તો તેના થી શુ ફરક પડે છે..નિખિલે જ રોનક ને ઝેર આપ્યું હશે...
વિજય : બની શકે છે...પણ નિખિલે રોનકને ઝેર નથી આપ્યું...આ ઝેર ની અસર ધીમી છે તે 12 કલાક ની અંદર ઘાતક અસર કરે છે..એનો અર્થ એ છે કે કોઈએ રોનક ને તેના મોત ના 12 કલાક પહેલાં ઝેર આપ્યું હતું..અને નિખિલ આ સમયે રોનક ને મળ્યો નથી..
રણજિત : તો હવે એ પણ કહી દો કે ઝેર નિખિલ એ નહિ આપ્યું તો કોણે આપ્યું...?
વિજય : રોનક નું મોત જે ઝેર ના કારણે થયું તે એક ખાસ પ્રકાર નું ઝેર છે...અને આ ઝેર શરીર માં પ્રવેશ કરી ને નુકશાન કરે છે પરંતુ આ ઝેર જો કોઈ હાથ પર લાગી ગયું હોય તો તેના હાથ પર ભુરા રંગ નો દાગ પડી જાય છે અને તે હાથ પરથી 15 દિવસ સુધી જતો નથી...અને ખૂની પણ આપણી વચ્ચે અહીં જ છે
રણજિત : કોણ છે એ...?
વિજય : રિયા.....!!
રિયા રોનક ની પ્રેમિકા છે આ સાંભળતા બધા રિયા ની બાજુમાં જોવા લાગે છે...ને રિયા ગભરાહટ સાથે વિજય સામે જોવે છે..
વિજય : ન્યાયાધીશ હું રિયા ને કટઘેરા માં બોલવા માંગીશ...
ન્યાયાધીશ : બોલાવી શકો છો...
રિયા ડરતી ડરતી ધીમા પગે કટઘેરા સુધી આવે છે અને કહે છે
રિયા : મેં ખૂન નથી કર્યું....
વિજય : ok... ચાલો માની લઈએ તમે કઇ નથી કર્યું...તો દિવસે તમે ક્યાં હતા જયારે રવિ નું ખૂન થયું હતું...?
રિયા : એ દિવસે હું શહેર ની બહાર હતી...
વિજય : ઓક...આ ઝૂમખુ તમારું છે ને...
રિયા :ના
વિજય : તમારા હાથ આગળ કરો તો..આ હાથ પર ભુરા દાગ શાના છે...?
રિયા : એ....પેલા....
વિજય : ન્યાયાધીશ રિયા એ બધા જ પ્રશ્નો ના જવાબ ખોટા આપ્યા છે.. જે દિવસે રોનક નું ખૂન થયું એ દિવસે રિયા આ શહેર માં જ હતી એ પણ રોનક ઘરેમાં....તેના ફોન નું લોકેશન ત્યાં મળી આવ્યું છે....આ સિવાય આ ઝૂમકું પણ રિયા નું છે...આની બીજી જોડ તેના ઘરે થી મળી આવી છે...અને સૌથી અગત્યની ની વાત આ જે દાગ છે...એ ઝેર ના છે...જે ઝેર રોનક જે આપવા આવ્યું હતું...અને જેના કારણે તેનું મોત થયું....
રિયા : હા.... મેં કર્યું છે એનું ખૂન.... કારણ કે મને લાગ્યું તે મારી સાથે વિશ્વાસઘાત કરી રહીયો છે...તે મને અધારાં માં રાખી મેં મારી જ ફ્રેન્ડ સાથે પ્રેમ માં પડી ગયો છે....પણ એ ફક્ત મારો ભ્રમ હતો એવી કોઈ વાત ન હતી...રોનક ને મારી ફ્રેન્ડ બંને સારા મિત્ર હતા....મને આ બધુ ખબર પડી એટલે મને આ વાત નો ખુબ પછતાવો થયો....પણ એ સમયે મારા ઉપર ગુસ્સો સવાર હતો અને એ ગુસ્સા માં ને ગુસ્સા માં મેં પુરી હકીકત જાણીયા વગર રોનક નું ખૂન કરી દીધું...
રણજિત : તો પછી નિખિલ એ ગોળી મારી એ....???
રિયા :નિખિલ નિર્દોષ છે...એ ગોળી પણ મેં જ મારી હતી...રોનક ના મોત ના 12 કલાક પહેલા હું એના ઘરે ગઈ હતી...બુંદી ના લાડુ આપવા...જેમાં ઝેર હતું...જે મેં રોનક ને ખવડાવ્યા... અને એ કોઈ પણ શંકા વગર ખાઈ ગયો...છતાં પણ મને એમ હતું કે એ નહિ મરે એટલે હું સાંજે પોહચી ગઈ એના ઘરે બંદૂક સાથે અને એને મારી દીધી..એટલામાં મને લાગ્યું કે કોઈ આવું રહ્યું છે તો હું ત્યાંથી બારી માંથી ભાગી ગઈ...
વિજય : અને ત્યાં નિખિલ આવ્યો અને તેને આ જોયુ અને કઈ ખબર ના પડતા બંદૂક પોતના હાથ લીધી ત્યાં રોનક નો નોકર આવ્યો ને તેને નિખિલ ને આ રીતે જોયો અને તેને ખુની સમજી લીધો પણ નિખિલ નિર્દોષ છે..તો ન્યાયાધીશ આમ નિખિલ નિર્દોષ છે..
ન્યાયાધીશ :આ કેસ માં બંને પક્ષ ને સારી રીતે સાંભળતા અને બધા જ સાબૂત સાથે રિયા આરોપી સિઘ્ધ થાય છે તેને આજીવન કેદ ની સજા કરવામાં આવે છે...આ સાથે નિખિલ અહીં નિર્દોષ સાબિત થાય છે ને એને મુક્ત કરવામાં આવે છે....
◆◆◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆◆
મિત્રો....આમ આ બીજા કેસ નો પણ અહીં ઉકેલ આવે છે અને
આપણે આરોપી મળી જાય છે...અને વિજય પોતાનો વિજય રેકોર્ડ જાળવી રાખવામાં સફળતા મેળવે છે ને નિર્દોષને ન્યાય અપાવે છે..
હું આશા રાખું છું કે તમને આ બંન્ને કેસ ગમ્યા હશે..અને કોઈ ભૂલ હોય તો માફ કરવા વિનંતી... તો ફરી મળી છું... કોઈ નવા કેસ સાથે...ત્યાં સુધી વાંચતા રહો...ખુશ રહો... અને હા...સ્વસ્થ રહો...🤗🤗🤗
Thank you🙏🙏🙏🙏🙏🙏🙏