Humanity died books and stories free download online pdf in Gujarati

માણસાઈ મરી ગઈ છે !

ભર બપોરના તડકમાં હું મારી વાડીના લીમડા નિચે શાંતિ થી સૂતો હતો અને તેવામાં મારા મોબાઇલની રિંગ વાગી, મે મોબાઇલ કાઢીને ને જોયું તો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન હતો, મે ફોન ઉપડયો.

હાલો

હાલો, કોણ બોલો છો,

હા, હું રમણ જ બોલું છું, બોલો

હા સર

ઓકે

હા સર મે પહોચ જાઉંગા સર

ઠીક હૈ સર

Thank you.

પેલા ગુજરાતી પછી હિન્દી અને છેલ્લે અંગ્રેજી પણ બોલાય ગયું, બન્યું એવું કે થોડા દિવસ પેલા મે સમાચારમાં મે એક જાહેરાત જોઈ હતી કે હિન્દી ફિલ્મોમાં કામ શકે એવા માણસોની જરૂર છે, તો મે એમાં આપેલા નંબર પર ફોન કરી ને મારી તૈયારી દર્શાવી હતી, એટલે આજે ફોન આવ્યો કે 2 દિવસ પછી મૂંબઈમાં તેનું Audition છે.

આમ તો હું 7 પાસ છું એટલે થોડું વચતા લખતા આવડે છે અને થોડું કાચું પાકું હિન્દી પણ આવડે જ છે પણ મુશ્કેલી એવી છે કે રમણભાઈ ગામના જાપાથી બહાર ક્યારેય ગયા જ નથી અને આ તો મુંબઈ જવાનું છે, પણ હવે થોડું આમ તેમ કરી ને પોજી જાશું, અને મુંબઈ પોગી ગયા પછી તો ત્યાં તો મારો એક જૂનો ભાઈબંધ ત્યાં છે, અમે બેય સાથે જ ભણતા પણ એ ભણીગણી ને મુંબઈ પોગી ગયો ને હું આયા જ રય ગયો, પણ આજે મને પણ મુંબઈ જવાનો મોકો મળ્યો છે તો જવા તો ના જ દેવાય.

બસ આવા વિચારે હું હોસે હોસે ઘરે આવ્યો અને મુંબઈ જવા માટેની તૈયારી સારું દીધી.

આજે રાત્રે 11 વાગ્યે અમદાવાદ થી ટ્રેનમાં બેસું એટ્લે કાલે વહેલી સાવરે મુંબઈ પોગી જાવ અને પછી એક દિવસ મારા ભાઈબંધ ગોવિંદ ને ત્યાં રોકાય જાવ, થોડો ઘણો ફરવાનો સમય મળે તો મુંબઈમાં ફરી લવ અને પછી બીજે દિવસે પોગી જાવ Audition દેવા. અને એનાથી આગળનું પછી વિચારીશું.

તો મારા આયોજન પ્રમાણે જ હું અમદાવાદ થી 11 વાગ્યા ની ટ્રેનમાં ચડી ગ્યો અને અને સોના જેવા સપના જોતો જોતો સપનાની નગરી મુંબઈ તરફ આગળ વધી રહ્યો હતો, ગોવિંદને સાંજે જ ફોન કરી ને કહી દિધુ હતું કે તારો ભાઈબંધ આવે છે મુંબઈમાં, એ પણ હરખાય ગયો, અને કેમ ના હરખાય આખરે 10 વર્ષ પછી અમે મળવાના હતા, એને મને સમજાવી દીધું કે મુંબઈના બાંદ્રા સ્ટેશન પર ઉતારી ને ત્યાથી એક બીજી લોકલ ટ્રેન પકડીને દાદર પોગવા નું છે, ગોવિંદના કહેવા મુજબ 2 5 મિનિટ માં જ બાંદ્રા થી દાદર પોગાડી દેશે અને ગોવિંદ મને લેવા દાદર સ્ટેશન આવશે, અને એમ પણ કીધું કે ધ્યાન રાખજે અને બીજી કોઈ મુશ્કેલી પડે તો તરત ફોન કરજે કેમ કે શહેર મારા માટે નવું છે, આમ તો બધા શહેર મારા માટે નવા જ છે અને આતો મુંબઈ છે.

સવારે સમયસર બાંદ્રા પોગી ગયો અને ટ્રેન માથી ઉતારીને સીધો ગિવિંદ ને ફોન કર્યો કે હું બાંદ્રા પોગી ગયો છું અને અહીથી દાદર આવવા માટે લોકલ ટ્રેનની ટિકિટની લાઇનમાં ઊભો છું, એટલે ગોવિંદ પણ મને લેવા માટે દાદર સ્ટેશન આવવા નીકળી ગ્યો. પણ આમ તો મને બાંદ્રા ઉતરીને ટિકેટબારી ગોટવામાં જ 20 મિનિટ થઈ અને હજુ હું 10 મિનિટથી ટિકિટની લાઇનમાં ઊભો છું, આખરે મને ટિકિટ મળી અને હું ટ્રેન આવવાની રાહ જોતો ઊભો હતો અને ત્યાં જ ટ્રેન આવી, પણ એમાં તો પગ મૂકવાની પણ જગ્યા નોતી, તોય ધકામુકી કરી ને અમુક ચડી ગયા અને મારા જેવા થોડાક રય ગયા, 10 મિનિટ પછી બીજી ટ્રેન આવી અને આમાં પણ પેલાની જેમ જ પગ મૂકવાની જગ્યા નોતી, પણ પછી આમ ક્યાં સુધી ઊભું રેવું એમ વિચારી ને હું પણ ધકામુકી કરી ને ચડી ગયો.

બટેલાની બોરીઓ ખડકી હોય એમ ટ્રેનમાં માણસો ખડકાયેલા હતા હું પણ સાકડ-મુકડ માં ઊભો રય ગયો અને આમેય મારે તો દાદર જ ઉતરવાનું હતું ને.

દાદર સ્ટેશન પર ટ્રેન ઊભી રય અને હું નીચે ઉતરી ગયો પણ ઉતરીને જોયું તો મારા ખિસ્સા ખાલી થય ગયા હતા, મારો મોબાઇલ અને પાકીટ બેય નોતા, મને એક કે સાકડ-મુકડ માં ક્યાક પડી ગયા હશે તો હું મોબાઇલ અને પાકીટ ગોતવા પાછો ટ્રેનમાં ચડી ગયો પણ માણસોની ભીડ હજુ એવી ને એવીજ હતી, હવે એમાં નીચે બધા ના પગ સિવાય કાય દેખાતું જ નોતું પણ તોય હું મળી જાય તો એમ વિચારીને ગોતવા લાગ્યો, અને એટલામાં ટ્રેન પાછી ચાલવા લાગી, હું ઉતારવા માટે ગયો પણ સામે થી એક માણસો નું જુન્ડ આવ્યું અને મને અંદર ધક્કો મારી દીધો, હું ઉતરી ના શક્યો. એટલે હવે હું પાછો મોબાઇલ ગોતવા લાગ્યો.

અંતે આખી ટ્રેન ખાલી થય ગઈ અને હું મોબાઇલ ગોતતો રહિયો. પણ મળ્યો જ નહીં. હવે જે થયું તે પણ ગોવિંદ બિચારો મને ગોતતો હશે. મારી પાસે ગોવિંદ નો નંબર પણ નોતો અને પૈસા પણ નોતા.

મને એ પણ ખબર નોતી કે હું ક્યાં છું, ક્યાં સ્ટેશન પર છું, હવે શું કરવું એ જ સમજાતું નોતું, હું સ્ટેશનની બહાર આવ્યો અને બસ ચાલવા માંડ્યો, ક્યાં જતો હતો એ મને પણ ખબર નોતી, રસ્તામાં પણ પેલી લોકલ ટ્રેન જેવી જ ભીડ હતી, એ એક ભાઈને પૂછ્યું કે અહી આટલામાં ક્યાય જાહેર શોચાલય છે, તો એને મને એક રસ્તા તરફ ઈશારો કરી દીધો, અને હું એ બાજુ ચાલવા લાગ્યો.

મારી પાસે મારા 2 જોડી કપડાની એક થેલી સિવાય કઈ જ નોતું, પાકીટમાં પૈસા તો બાવ જાજા નોતા પણ હવે અહી થી પૈસા વગર જવું ક્યાં એ કઈ સમજાતું નોતું અને ગોવિંદ બિચારો મને ફોન કરતો હશે પણ ખબર નઇ ફોન તો ક્યાં હોય. થોડું ચાલ્યા પછી હું શોચાલય પોગી ગયો ત્યાં ગયો બાર એક ભાઈ ખુરશી પર બેઠા હતા એને મારી પાસે 5 રૂપિયા માગ્યા પણ મારી પાસે તો અત્યારે ફૂટી કોડી પણ નહોતી.

મે એ ભાઈ ને બધી વાત કરી તો મારી મદદ કરવાને બદલે એણે મને રસ્તા તરફ આંગળી સિંધી ને જતાં રહેવા કહ્યું, હું શરમાયેલો અને નિરાશ થયેલો પાછો એ જ રસ્તા પર ચાલવા લાગ્યો, હવે તડકો એટલો વધી ગયો હતો કે ચાલવામાં પણ થાક લાગતો હતો અને ટ્રેનની સફરનો થાક તો હતો જ.

ચાલતા ચાલતા હું વિચારતો હતો કે કેવા સપના લઈ ને હું મુંબઈ આવ્યો હતો અને શું થય રહ્યું છે.

આ શહેરની માણસાઈ મારી ગઈ લાગે છે, પેલા શોચલય વાળા ભાઈનો ચહેરો મારી સામે તરવરે છે અને યાદ અપાવે છે કે માણસાઈ જેવુ આ શહેરમાં નથી, અહી કોઈ કોઈનું નથી. અંતે મે એવો નિર્ણય લીધો કે પાછો બાંદ્રા સ્ટેશન જાવ અને ત્યાથી અમદાવાદની ટ્રેન પકડી ને પાછો જતો રવ, ટિકિટના પૈસા નથી એટલે ટિકિટ લીધા વગર જ ટ્રેનમાં ચડી જઈશ અને ટીટી આવે તો જોયું જાય પછી. એટલે હું ચાલતો જ રહ્યો બાંદ્રા સ્ટેશન તરફ, હવે તો મને કોઈકને રસ્તો પૂછવામાં પણ લજ્જા આવતી હતી, પણ એક વડીલને પૂછી લીધું કે બાંદ્રા સ્ટેશન ક્યાથી જવાય તો એણે મને રસ્તો બતાવ્યો એટલે કઈજ મગજમારી કર્યા વિના હું બસ ચાલવા લાગ્યો.

તડકો એવો છે કે હવે ચાલતું જ નથી ક્યાક છાયો આવે તો થોડી વાર બેસી જાવ પણ છાયો જ નથી આવતો, તરસ પણ બાવ લાગી છે પણ કોઈ પાસે પાણી માંગવાની મારાંમાં હિમંત નથી બચી, મને બસ આ શહેર જ સ્વાર્થી લાગવા લાગ્યું છે, અહી કોઈ કોઈની મદદ નથી કરતું, અને બધા ઉતાવળમાં હોય એવું લાગે છે, ખરેખર અહી માણસાઈ મારી ગઈ છે.

થોડો જ આગળ ચાલી શક્યો, તરસ એટલી લાગી છે કે હવે અહી થીઓ એક પણ ડગલું ચલાય એમ નથી, હું ત્યાં જ સડક પર જ સાઈડમાં બેસી ગયો. આજુબાજુ નજર કરી તો સામે એક મોટું બિલ્ડીંગ હતું અને ત્યાં બાજુમાં એક નાનો એવો બગીચો હતો, ત્યાં થોડાક વડીલો બેઠા હતા, એવામાં મારી નજર એક એક વડીલ પર પડી એ ત્યાં આવેલા કબૂતરોને દાણા નાખતા હતા, આ જોઈ ને મને મનો મન બવ જ હસવું આવ્યું કે અહી માણસાઈ તો છે નહીં અને લોકો કબૂતરો ને દાણા નાખે છે, ખાલી દેખાવ કરવા જ ને.

થોડી વાર પછી એ સામેની બિલ્ડીંગમાં જ એક ભાઈ એના ઘરની બાલ્કનીમાં આવ્યા એની નજર મારા પર પડી અને મારી આવી હાલત જોઈને એ મને જોતાં જ રહ્યા અને જાણે મારી આંખમાં પાણીની તરસ એની વંચાઇ ગઈ હોય એમ મને એણે પાણી પીવા માટે ઈશારો કર્યો મે ખાલી માથું હલાવીણે હા પાડી, તો એણે એ પોતે પાણી લઈને નીચે આવે છે એવો ઈશારો કર્યો. હવે મારા મનમાં વિચારોએ પલટો માર્યો અને અચાનક જાણે કોઈ ભગવાન મળી ગયું હોય એમ લાગ્યું.

હરણને જાણે કસ્તુરી મળી ગઈ હોય એમ હું ખુશ થવા લાગ્યો. આગળ બનેલી બધી ખરાબ ઘટનાઓ મને જાણે ભૂલાય ગઈ કે કઈ બન્યું જ નથી, અત્યારે તો પાણી મળવાનો એટલો આનંદ છે કે સ્વર્ગ પણ તુચ્છ લાગે છે, હું પેલા ભાઈના આવવાની રાહ જોતો હજુ ત્યાં જ રસ્તાની બાજુમાં બેઠો છું, પાણી મળશે અને ફરી પાછો હું ચાલવા લાગીશ એટલે બાંદ્રા સ્ટેશન પોગી જઈશ અને ત્યાથી સીધો અમદાવાદ ની ટ્રેનમાં.

પણ પેલા ભાઈ ઘરની અંદર ગયાને 10 મિનિટ થઈ પણ હજુ તે પાણી લઈને આવ્યા નહીં, હું પાણીની રાહ જોતો એ ભાઈ ના ઘર તરફ અને બિલ્ડીંગ ના ગેટ તરફ નજર આમતેમ ફેરવતો બેઠો છું.

15 મિનિટ થઈ અને 20 મિનિટ થઈ પણ એ ભાઈ આવ્યા જ નહીં, હવે મારા મન માં ફરી વિચારો એ અળાંક લીધો, તરસ લાગી હોય અને પાણી મળવાની આશા જાગે પછી તરસ વધારે જાગે છે એમ મને તરસ વધતી જાય છે અને પાણી મળવાની આશા ઘટતી જાય છે, ફરી મને એમ થાવ લાગ્યું કે આ શહેરમાં માણસાઈ જ નથી અને અહી માણસો રહેતા જ નથી, હવે સમજાયું કે હું જે પાણીની રાહ જોઇને બેઠો છું એ તો મૃગજળ છે અને ક્યારેય પીવા નહીં મળે. આમ વિચારતો હું પેલા ભાઈની લુચ્ચાઈને ગાળો ભાંડતો હતો અને એ ભાઈ ને પણ મનમાં ને મન માં કેટલીયે ગાળો દઈ દીધી હતી, અને કેમ ના દાવ એક તરસ્યા માણસને પાણીની આશા જગાવીને પાણી છીનવી લેવા જેવુ કૃત્ય એ ભાઈએ કર્યું હતું.

ગાળો આપી આપી ને થકી ગયો અને હવે શરીરમાં ગાળો અપાય એટલી તાકાત પણ નથી બચી તેથી હું ત્યાં જ રસ્તા પર સૂઈ ગયો, તરસ નો માર્યો અને મારી હાલત પર અને આ શહેરના લોકોની લુચ્ચાઈ પર મને ગુસ્સો આવવા લાગ્યો, બસ રડી જાવ એટલી જ વાર હતી, આસુડાં પીને પણ તરસ માટી જાય તો !

થોડી વારમાં પેલા ભાઈ દોડતા મારી તરફ આવ્યા અને મને ઊભો કર્યો અને પાણી નો બાટલો મારા હાથમાં મુક્તા બોલ્યા કે

માફ કારના, મે પાની લા હી રહા થા, ઓર મેરી બીવી બોલી ધૂપ બહુત જ્યાદા હૈ રૂકો મે લીંબુ શરબત બના દેતી હું ! , ઇસીલીએ થોડા ટાઇમ લગ ગયા !

આટલું બોલીને એણે મને શરબત પિવા માટે ઈશારો કર્યો, હું થોડી વાર એની સામે જોતો રહ્યો અને પછી એક જ ઘૂટડામાં આખો બાટલો પીય ગયો.

અચાનક મને વિચાર આવ્યો કે માણસાઈ તો મારી મરી ગઈ છે!

આ વિચારે મારી આંખ ભીની કરી દીધી, પેલા ભાઈ મને કઈ પણ પૂછ્યા વિના પરાણે એના ઘરે લઈ ગયા અને થોડી વાર આરામ કરવા કહ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો