મિત્રતા ,
એક ખૂબ જ સુંદર શબ્દ છે. મિત્રતા શું છે અને કેવી હોવી જોઈએ એ કદાચ આપડે બધા જાણીએ જ છીએ . કૃષ્ણ સુદામા, દુર્યોધન અને કર્ણ એ સિવાય અનેક એવા ઉદાહરણ છે જે મિત્રતા શું એ સમજાવે છે .
આજે હું એક 3 મિત્ર ની વાત રજૂ કરવા જઈ રહી છું, જેની મિત્રતા સમાજના નીતિ નિયમો , દુનિયાના બંધનો અને સ્વાર્થ થી પરેહ છે . સ્કૂલ લાઈફ થી શરૂ થયેલી આ સફર જીવનની અંતિમ સફર સુધી સાથ આપવાનો એ કોલ અને એ અનબ્રેકેબલ બોન્ડિંગ
મોજ મસ્તી અને ધમાલ વાળી યારી ! ચા ના કપ થી લઇ ને મરતી વખતે ના ગંગાજળ સુધી ....Tribute to 3 Idiots ..crazy tales of weird Crazy friends...
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
April 2014,
હું આજે બહું જ ગુસ્સામાં હતી . નવા શહેરમાં અને નવી સ્કૂલ માં આવ્યા ને 10 દિવસ થયા હતાં પણ આવું વર્તન મારી જોડે કોઈએ ન્હોતું કર્યું .
ગામડે થી શહેરમાં આવ્યાં પછી એક એક પળ એવું જ લાગતું હતું કે સપનાઓ , આશાઓ અને ઈરાદાઓ બાજુમાં રાખી ને પાછી ઘરે જતી રહું , પરંતુ હોસ્ટેલ માં મુકવા આવ્યાં ત્યારે પપ્પાએ કહેલા એ શબ્દો મને નવું શહેર અને નવી સ્કૂલ માં ટકી રહેવાની હિંમત પૂરી પાડતા. પણ આજે મગજ થોડો વધુ જ ગરમ થઇ ગયો હતો.
ઘરે થી નીકળ્યા ત્યારે દીદી એ સલાહ આપી હતી કે શહેર ની છોકરીઓ એટલી ભોળી નથી હોતી એટલે થોડી સાવધ રેહજે , અને આજે અનુભવ પણ થઇ ગયો .
મને પેહલે થી જ માથાભારે છોકરીઓ થી આઘા રેહવાની આદત એટલે મારી એક જ ફ્રેન્ડ હતી જે મારી સાથે હોસ્ટેલમાં રેહતી , એને બધા પ્રેમ થી ધમું કહેતા. અને એક હતી સોનાલી જે એકદમ સીધી સાદી રહેતી.
સોનાલી પૂર્વી ની પણ ફ્રેન્ડ હતી , એટલે આજે પૂર્વી એ મારી સાથે જગડો કર્યો કે નીતિ તું મારી ફ્રેન્ડ ની બેંચમાં બેસી જાય છે અને અમને જુદા પાડી દે છે. પરંતુ હકીકત કૈક એવી હતી કે સોનાલી એ સામે થી મને અને ધમુને ત્યાં બેસવાનું કહ્યું હતું . પરંતુ પૂર્વી એ વાત સાંભળવા તૈયાર જ નાં હતી.
પૂર્વી દલીલો કરતી રહી અને હું સાંભળતી રહી, મને રંજ એ જ વાતનો હતો કે મે એને સમો જવાબ કેમ નો આપ્યો !... પરંતુ એ દિવસે મે નક્કી કરી લીધું ગમે એ થઇ જાઈ આજ પછી આ છોકરી ને હું કોઈ દિવસ નહિ બોલવું .પણ ખબર નઈ કેમ કુદરત મને એ જ આપે છે જેનાથી હું દુર ભાગતી હોઉં.....
એક તો મારું રૂપાળું ગામડું છોડી ને આવ્યાની તકલીફ , હોસ્ટેલમાં મન ન્હોતું લાગતું અને બીજી બાજુ આ પૂર્વી ... સ્કૂલ થી છૂટીને સીધી મોબાઈલ બુથ પર...અને આખી રામાયણ મમ્મીને કહી અને છેલ્લે રડતાં રડતાં એમ પણ કહી દીધું કે મારે નથી રેવું આવા ગંદા શહેરમાં મને લઈ જા ...
આજે આ વાત યાદ કરીને ખૂબ જ હસવું આવે , 7 વર્ષ પેહલા જ્યારે હું ગામ છોડીને આગળ અભ્યાસ માટે શહેર આવી..કદાચ ત્યારે વિચારો એટલા પરિપક્વ ન હતાં. પરંતુ જીંદગી એકદમ મસ્ત હતી. બાય ધ વે..આઇ એમ નીતિ...એન્ડ આઇ વિલ ટેલ યું અબાવુટ..3 idiots... નીતિની જિંદગી ની સૌથી મોટી મૂડી ....
તો જલદી જ મુલાકાત થશે નીતિ નાં 3 ઇડીએટ્સ સાથે ..ત્યાં સુધી , સુરક્ષિત રહો અને હસતાં રહો.
keep smile and being alive ..
- Minii દવે