Bootpolishwado udhyogpati - 3 books and stories free download online pdf in Gujarati

બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 3 

કેમ છો મિત્રો?
બધા મજામાં હશો તેવી આશા રાખું છું આપ સૌએ બીજા અંકમાં સુંદર પ્રતિભાવ આપ્યા જે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

આપ સૌના અમૂલ્ય પ્રતિભાવો મારી માટે ખૂબ પ્રોત્સાહન આપનારા રહ્યા છે માટે જ આજે બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ ભાગ 3 લઈને આવી છું.
આશા રાખું આ અંક વાંચી તમે ફરી તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશો.

તો જેમ આપણે બીજા અંકમાં જોયું કે વિજય ચ્હાની લારી ખોલે છે અને વર્ષો પછી પાછા ટોપીવાળા સાહેબ તેને મળવા આવે છે પરંતુ લાલચી મોન્ટુ રેખાને (વિજયની બહેન) મારી નાખવાની ધમકી આપી સાહેબને પ્લેટફોર્મ પાછળ સીડીઓ નીચે લૂંટવા બોલાવે છે પણ હાથાપાઈમાં સાહેબને ચપ્પુ વાગી જાય છે અને અંતે પોલીસ આવે છે.

હવે આગળ શરું કરું અંતિમ ભાગ....

બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ ભાગ 3

પોલીસ મોન્ટુ તેમજ તેના સાથીઓને ગિરફ્તાર કરી ફટાફટ સાહેબને દવાખાને પહોંચાડે છે. પછી સાહેબને હોંશ આવે છે એટલે સામે પોલીસ અને વિજયને જોઈને

સાહેબ ગુસ્સામાં બોલ્યા ઇન્સ્પેક્ટર સાહેબ આને પકડો આને જ બધું કરાયું છે. વિજય પગે લાગે છે અને કહે છે ના સાહેબ વિશ્વાસ રાખો મારી ભૂલ થઈ પણ મારું કરેલું ન હતું.

સાહેબ બોલ્યા તારા જેવા પર વિશ્વાસ જ ન રખાય મારી પહેલી ભૂલ એ જ થઈ અને પોલીસને ફરી કહે છે આ ગુંડાને ગિરફતાર કરો.

પોલીસ ટોપીવાળા સાહેબને કહે છે આનો વાંક નથી વાંક અમારો છે. આ છોકરો કાલે રાત્રે જ અમારી પાસે આવી આવું કંઈક થવાનું છે તેમ કહી ગયો હતો અને અમને અહીં આવવા કહ્યું જ હતું પણ તમને લોકોને શોધતા થોડી વાર થઈ ગઈ કારણ સ્ટેશનમાં આજે બહુ જ ભીડ હતી અને આટલું બધું થઈ ગયું. ખરેખર મોન્ટુએ એની બહેનને પણ મારવાનો પ્રયત્ન કર્યો છતાં આ તમને બચાવવા પડ્યો અને જો એ તમને ન લઈ જાત તો એ તેની બહેનને આજે ખોઈ દેત તેમજ છતાં એ તમને બચાવવા લાગ્યો હતો એટલે તેની બહેનને પણ ગળામાં કાપો માર્યો છે. છોકરામાં કોઇ ખામી નથી, વાંક અમારો છે.

ટોપીવાળા સાહેબ તો આમેય દયાળુ હતા તેમને વિજય પર ગર્વ થયો અને દયા આવી અને બોલ્યા માફ કર મને ખબર નહોતી.

વિજયે કીધું સાહેબ હું મજબૂર હતો બાકી આવું ન થવા દેતો અને તે છતાં પ્રયત્ન પણ કર્યો પણ તમને સંપૂર્ણપણે બચાવી ન શક્યો.

પોલીસ સાહેબને કહે છે તમે નિ:સંકોચ રહો મોન્ટુને અને તેના મિત્રોને અમે ગિરફતાર કર્યા છે. તમને લૂંટવા અને મારવાનો પ્રયત્ન કર્યો હોવાથી મોન્ટુને ૧૦ વર્ષની જેલ થઇ છે, તમે ધ્યાન રાખજો તેમ કહી પોલીસ ચાલી જાય છે.

સાહેબ ચૂપ થઈ ગયા પછી અચાનક જ બોલ્યા કોલેજ પતી ગઈ?

વિજય આશ્ચર્યથી બોલ્યો સાહેબ!!!હા !!!
સાહેબે પૂછ્યું નોકરી કરીશ?
વિજયને સમજાતું નથી વિજય કહે છે સાહેબ તમે આરામ કરો હુંએ તમારા દીકરાને ફોન કરી દીધો છે અને હું બહાર જ બેઠો છું એમ કહી બહાર જાય છે.
એટલામાં અર્જુન વિજયની માને લઈ દોડતો દોડતો આવ્યો અને બોલે છે વિજય !!વિજય!! આપણી રેખા ક્યાં છે?
વિજય એની માને બાજી પડી કહે છે તે ઠીક છે પેલા રૂમમાં છે. એટલામાં સાહેબનો છોકરો આવે છે.
(જે મુંબઈમાં રહે છે.)તે સાહેબને મળવા જાય છે.
ટોપીવાળા સાહેબ તેમના દીકરાને બધું જણાવે છે અને કહે છે વિજયને બોલાવ.
દીકરો વિજયને બોલાવે છે.
વિજય આવ્યો પછી સાહેબ ફરી બોલ્યા..
તું નોકરી કરીશ?
વિજય પગે લાગી બોલ્યો સાહેબ તમે આરામ કરો એટલામાં ડૉક્ટર આવ્યા અને કીધું એટલું સિરિયસ નથી બે ત્રણ દિવસમાં સાજા થઇ જશો.
દિકરો અને વિજય ડોક્ટરને ધન્યવાદ કહે છે.
સાહેબ તેમના દીકરાને કહે છે અજય તું આ વિજયને પેલા આપણા સંબંધીની ખાંડની ફેક્ટરીમાં નોકરીએ મુકાઈ દે એને મારો જીવ બચાવ્યો છે.
અજય કહે છે જરૂર. વિજય તું તારી બહેનની પરવા છોડી મારા પિતાને ના બચાવતો તો હું આજે તેમને ખોઈ દેતો.તારી નોકરી તો હવે પાક્કી.

વિજયને ખુશી તો થાય છે પણ ચહેરા પર દર્શાવી નથી શકતો.
( રેખાને તો એ જ દિવસે દવાખાનેથી રજા મળી ગઈ હતી અને સાહેબને પણ બે-ત્રણ દિવસ પછી રજા મળી ગઈ)

થોડા દિવસ પછી સાહેબનો દીકરો પ્લેટફોર્મ પર આવી વિજયને ફેક્ટરીએ લઈ જાય છે અને વિજયની નોકરી ચાલુ થાય છે.

( નસીબ કોઈ ના લખી શકે પણ ભગવાનની ઈચ્છા હોય તો નસીબ બદલાય જરૂર શકે.)

હવે તો વિજયભાઈની ખાંડની ફેક્ટરીમાં નોકરી ચાલુ થઈ. દિવસ દરમિયાન મા અને રેખા આજે પણ ચાની લારી ચલાવે અને સાંજે સાત વાગ્યા પછી વિજય પોતે ચલાવે. એક દિવસ અર્જુન આવીને બોલ્યો નસીબદાર તો તું છે વિજય. વિજય ખુશીથી બોલ્યો મને પણ એવું લાગે છે.
પછી બંને બેંચ પર બેસી ચ્હા પીતા પીતા વાતો કરે છે. વિજય કહે છે હવે ચ્હાની લારીની આવક, મારી નોકરીની આવક મળીને સારી એવી આવક થવા લાગી છે અને અમારું જીવનધોરણ પણ થોડું ઊંચું આવ્યું છે, બધીજ ટોપીવાળા સાહેબની મેહરબાની છે એજ અમને આટલું આગળ લાવ્યા છે.

અર્જુન હસીને બોલ્યો ના યાર ટોપીવાળા સાહેબની મેહરબાની ના કહેવાય.
વિજયે પૂછ્યું તો બીજા કોની?
અર્જુન બોલ્યો મોન્ટુડીયાની.
જો તે દિવસે એ તારા ૧૨૦રૂ. ચોરી ના ગયો હોત તો તું પૈસા કમાવવા પ્લેટફોર્મ પર બેસી ના રહ્યો હોત અને તને ટોપીવાળા સાહેબ પણ ના મળ્યા હોત.
વિજય હસીને કહે છે વાત તો તે બરાબર કરી.
બંને હસવા લાગ્યા.
પછી અર્જુને કીધું કોઈની દયા નથી, તારો સ્વભાવ, તારો ઉત્સાહ, તારી પ્રામાણિકતા જ તને આગળ લાવી છે. બંને ગળે મળે છે અને છૂટા પડી ઘરે જાય છે.

વિજયની નોકરીને બે-ત્રણ વર્ષ થઈ ગયા હોય છે.વિજયને બચપણથી જ બધું અવલોકન કરવાની, નવું નવું જાણવાની અને શીખવાની આદત હતી એટલે ખાંડની મિલમાં ખાંડ કેવી રીતે બને, કેવા યંત્રો હોય, ખાંડ બનાવવા શું શું સામગ્રી જોઈએ બધુજ શીખીને હોશિયાર થઈ ગયો હતો અને મિલમાં મેનેજર પદે આવી ગયો હતો.


(
એક બૂટપોલિશવાળો છોકરો આજે એક મિલમાં મેનેજર પદે જાણે એક સપના જેવું લાગે.)
પરંતુ વિજયનું આ અંતિમ સફળતાનું પગલું નહોતું.

થોડા મહિનાઓ પછી એક દિવસ વિજય નોકરીએથી છૂટી તેની લારીએ આવી ચ્હા બનાવતો હતો ત્યારે ભૂલથી તેના હાથમાંથી ખાંડનો ડબ્બો છટકી ગયો અને વિજય તેને ઉઠાવતો હતો ત્યારે તેના મનમાં વિચાર આવ્યો શું આ ખાંડ હું ન બનાવી શકું??
મને બધુ જ તો ખબર છે.
કેવા મશીન?
કેવી રીતે બનાવાય?
શું શું જોઈએ?
મારે આ જાતે બનાવવાનો પ્રયન્ત કરવો જોઈએ.
જેમ લોકો પોતાના વિચારોને દાબી દે વિજયે તેવું ન કર્યું અને પછી લારી બંધ કરીને બધી ખાંડ બનાવવાની સામગ્રી લઈ ફટાફટ ઘરે જાય છે અને ખાંડ બનાવવાનો પ્રયત્ન કરે છે પણ તે દિવસે બરાબર ખાંડ નથી બનતી. વિજય તેનો પ્રયાસ ચાલુ રાખે છે અને અંતે થોડા દિવસો પછી જે ખાંડ બનાવી જાણે બહારથી જ લાવ્યા હોય. વિજયની મા પણ બહુ ખુશ થાય છે.

વિજય નક્કી કરી લે છે કે હું નાના પાયે ખાંડ બનાવવાનો પ્રયત્ન કરી.

પછી વિજય નોકરી છોડીને એના ગામ જતો રહે છે. તે બધા યંત્રો ઇન્ટરનેટ પર જોઈ જોઈને બનાવવાનો પ્રયત્ન કરે છે અને ચ્હાની લારી હવે તેની મા અને રેખા ચલાવે છે. હવે લારીની આવક વધારેમાં તેની ૩-૪વર્ષની બચત અને હાલ તે યંત્રો બનાવવા સાથે ખેતી પણ ચાલુ કરી દે છે તેની આવક ભેગી કરી નાના પાયે ૩-૪ વર્ષ પછી જાતે સ્વદેશી, સ્વનિર્મિત ખાંડ બનાવવાના યંત્રો તૈયાર કરે છે અને ખાંડના ઉત્પાદનનો પ્રયત્ન કરે છે પણ એકવારમાં થોડી સફળતા મળી જાય પછી વારંવાર પ્રયત્નો ચાલુ રાખે છે. ગામવાળા પણ તેને મદદ કરે છે. પછી આખરે એક દિવસ તે ખૂબઉત્તમ ગુણવત્તાવાળી ખાંડ તૈયાર કરે છે વિજયને તો વિશ્વાસ જ નથી આવતો કે તેને આ ખાંડ તૈયાર કરી છે. વિજયે નાના પાયે જ ધંધો કરવાનું વિચાર્યું હતું પણ તે જાણે અજાણે થોડું મોટા પાયે થઈ ગયું અને જે માણસ પોતે કંઈજ નહોતો તે નાના ગૃહઉદ્યોગ જેવું શરુ કરી જુદા જુદા મશીન પર માણસો બેસાડી આજે રોજગારી આપતો થઈ ગયો.

પછી આખા ગામમાં લોકો તેની જ ખાંડ વાપરતા થઈ ગયા. હવે વિજયની મા અને રેખા પણ ચ્હાની લારી બંધ કરી ગામડે રહેવા આવી જાય છે.

પછી તો અમુક વર્ષો પછી વિજયને સ્ટાર્ટઅપ લોન મળે છે અને તે તેના જ ગામમાં એક ખાંડની મિલ નાંખે છે, પોતાની હોશિયારી અને અનુભવથી તેમજ અન્ય કારખાનાવાળાની મદદ લઈને સ્વદેશી યંત્રો તૈયાર કરાવી ઉત્પાદન શરુ કરે છે. અંતે ખાંડના પેકેટ પર નામ છાપે છે,


"વિજય ખાંડ"
(બૂટપોલિશવાળા)


પછી ફક્ત ગામમાં જ નહિ પણ અમુક શહેરોમાં પણ વિજયની ખાંડ વેચાવા લાગી. આજે વિજયની અલગ કેબીનમાં અલગ ખુરશી હતી જે તેને ખૂબ શાંતિનો અનુભવ કરાવતી જેવી બાળપણમાં અર્જુન જોડે પેલી સ્ટીલની બેંચ પર બેસી તે અનુભવતો હતો.

(હવે અર્જુનના લગ્ન થઈ ગયા હોય છે.)

પછી અમુક વર્ષો બાદવાત સરકારશ્રી સુધી પોહંચે છે કે એક ગામમાં એક છોકરાએ આવી રીતે જાતે સ્વદેશી યંત્રો બનાવી મિલ ચાલુ કરી અનેકને રોજગારી આપે છે. સરકાર વિજયને પ્રોત્સાહન આપવા દિલ્હી બોલાવે છે. વિજય, તેની મા અને રેખા દિલ્હી જાય છે. સરકાર તેને ૨૫, ૦૦૦ રૂ. રોકડા અને એક પ્રમાણપત્ર આપી વિજયનું સન્માન કરે છે. વિજયની માને તો ખુશીનો પારો નથી રહેતો અને તે વિજયને બાજીને રડી પડે છે. રેખા પણ ખુશીના આંસુએ રડે છે.

પછી ગામ પાછા જતા જતા વિજય અર્જુનને ફોન કરે છે અને કહે છે અર્જુન હું તને મળવા આવું છું.

વિજય હજી પ્લેટફોર્મ ૧૨ પર ઉતરે જ છે ત્યાંતો સામે અર્જુન અને એમની ચ્હાની લારીની આજુબાજુના ધંધાવાળા કહું તો આખા પ્લેટફોર્મવાળા બધા જ તેમના સ્વાગતમાં ઉભા હોય છે. વિજય ઉતરે છે અને અર્જુનની પત્ની આરતી ઉતારે છે. પછી અર્જુન વિજયને ગુલાબના ફૂલનો બુકે આપી કહે છે આ એક નાના ફુલવાળા તરફથી તેના એક બુટપોલીશવાળા મિત્રને સન્માન. બંનેની આંખોમાં પાણી આવી જાય છે અને બંને બાજી પડે છે.

બધા તાળીઓ પાડે છે.

વિજય તેની મા અને રેખા ભીની આંખોએ સદ્કાર સ્વીકારે છે.

પછી અર્જુન વિજયને પેલી બેંચ પર લઇ જાય છે અને બેસાડીને કહે છે આજે સમજાઈ ગયું તારું મન બાળપણમાં અહીં તને શું અનુભવ કરાવતું હતું અને તને ખરેખર આજે ત્યાં પહોંચાડી દીધો. વિજયે કીધું મને પણ નહોતી ખબર પણ હા, આજ હતું કદાચ મારી જિંદગીમાં જે મેં શોધી જ નાખ્યું અને એક બૂટપોલિશવાળાથી આજે એક ઉદ્યોગપતિ બની ગયો સાથે જ કહે છે જો પેલા ટોપીવાળા સાહેબ, મારી માં, રેખા અને તું તેમજ ક્યાંક ને ક્યાંક પેલો મોન્ટુ પણ તમે બધા જો મારી સાથે ન હોત તો કદાચ આજે હું કંઈજહોત. અર્જુન ધીમું ધીમું હસે છે. પછી બંને ચ્હા પીતા પીતા વાતો કરે છે.

આમ એક ગરીબ છોકરો તેની ધગશ, સાહસ, હિંમત, ઉત્સાહી સ્વભાવ અને નવીન વિચારોથી આખી ખાંડની મિલનો માલિક બની જાય છે.

(અર્જુન પણ આજે ફૂલનો હોલસેલર બની ગયો હોય છે અને તેજ પ્લેટફોર્મ પર દુકાન ખોલી હોય છે. મોન્ટુ પણ જેલમાંથી છૂટી જાય છે અને આજે પણ પ્લેટફોર્મ પર નાની મોટી ચોરી કર્યા કરે છે. )

તો બસ આજ હતી આખી વાર્તા,

જ્યાં એક બૂટપોલિશવાળો છોકરો ગરી હતો ત્યારે પણ લગન અને ઉત્સાહથી કામ કરતો તેમજ તેના એક પણ વિચારને મનમાં દબાવી નથી દેતો અને મોટો ઉદ્યોગપતિ બની જાય છે.


આપણે પણ હંમેશા ખુશ રહી ઉત્સાહથી કામ કરવું જોઈએ અને આગળ આવવાનો પ્રયત્ન સતત ચાલુ રાખવો જોઈએ.


આપના સમય બદલ આભાર.

લેખિકા

DJC
દિશા જે. ચૌહાણ
વડોદરા.

બીજા રસપ્રદ વિકલ્પો