Bootpolishwado udhyogpati - 2 books and stories free download online pdf in Gujarati

બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 2

કેમ છો મિત્રો?
બધાં મજામાં હશો તેવી આશા રાખું છું. આપ સૌએ પ્રથમ અંકમાં ખૂબ જ સુંદર પ્રતિભાવ આપ્યા જે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
આપ સૌના અમૂલ્ય પ્રતિભાવો મારી માટે ખૂબ પ્રોત્સાહન આપનારા રહ્યા છે માટે જ આજે બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ ભાગ 2 લઈને આવી છું.
આશા રાખું આ અંક વાંચી તમે ફરી તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશો.

તો જેમ આપણે પેહલા અંકમાં વાત કરી હતી કે વિજય બૂટપોલિશ કરી(આપણું મહત્વનું પાત્ર), અર્જુન ગુલાબ વેંચી (વિજયનો ખાસ મિત્ર) પોતાના ઘર ચલાવવામાં મદદ કરતા અને મોન્ટુભાઈ કેમના ભૂલાય પેલા બૈસાખીવાળા ચોરી ચક્કા કરતા,
બાકી કોણ?
વિજયને મળ્યા હતાં તે સાહેબ...
ટોપીવાળા સાહેબ.
યાદ છેને?
ચાલો આગળ શરું કરું બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ
ભાગ 2.

વિજય બહુ દિલથી પોલીશ કરી આપતો અને સ્વભાવે પણ બહુ સારો હતો એટલે જેટલા લોકો પોલીશ કરાવે તે બધા એની જોડે વાતો કરે અને તેના આશીર્વાદ આપીને જાય.

થોડા દિવસો જાય છે અને એક દિવસ વિજયની બહેન તેની સાથે આવી હતી. નાનકડી અને ખૂબ સુંદર હતી રેખા. હજી તે બંને પ્લેટફોર્મ પર આવીને બેઠા હોય છે અને મોન્ટુની નજર તેમના પર જાય છે. તે રેખાને જોઈને વિચારમાં પડી જાય છે અને વિજયની બાજુમાં આવી બેસી જાય છે.(મોન્ટુ નાના છોકરા-છોકરીઓને વેંચી દઈ ભીખ મંગાવવાવાળી ગેંગમાં શામેલ હતો સાથે જ ડ્રગ્સની ડિલિવરી કરતો અને જાતે પણ લેતો.)વિજય કંઈજ બોલતો નથી પછી મોન્ટુ કહે છે છોડને કાલની વાતો હવેથી એવું નહીં કરું યાર અને પૂછે છે તારી બહેન સરસ છે નઈ? વિજય ગુસ્સે થઈ ગ્યો અને મોન્ટુની ફેટ પકડી લીધી છતાં મોન્ટુ બોલતો રહ્યો કેટલા વર્ષની છે? વિજયે આંખો કાઢીને મોન્ટુને ધક્કો માર્યો અને કીધું ખબરદાર મારી બહેનને કંઈ કર્યું જોઈ લેજે નહિ છોડું. મોન્ટુ બોલ્યો રાખ તારી જોડે સાચવજે અને ચાલ્યો ગ્યો. પછી અર્જુન આવે છે અને વિજય બધી વાત કરે છે. અર્જુન બોલ્યો આ મોન્ટુડીયાનો ધંધો જાણવો પડશે.

સાંજ પડતા વિજયની મા આવે છે અને રેખાને લઈ ઘરે જાય છે. વિજય હજુ કામ કરવા બેઠો જ હતો સાથે અર્જુન પણ હતો. બેઠા બેઠા બંને વાતો કરતા હતાં.થોડી વારમાં ટ્રેન આવી અને પેલા ટોપીવાળા સાહેબ ઉતર્યાં અને તેમની નજર વિજય પર ગઈ.

(કોણ જાણે તેમને વિજય માટે અંતઃ લાગણી ઉદ્દભવી ગઈ હતી તેની ગરીબી અને ઉત્સાહ જોઈ.)

તે વિજય પાસે આવ્યા અને બોલ્યા પોલિશ થશે? વિજય જોઈને ખુશ થઈ ગયો અને અર્જુનને કીધું આતો ટોપીવાળા સાહેબ છે મેં તને વાત કરી હતીને.અર્જુન હસીને ડોકી હલાવે છે, સાહેબ પણ ડોકી હલાવે છે. વિજય બ્રશ લેતો જ હોય છે અને સાહેબ તેને અટકાવી બોલે છે રહેવા દે આજે પોલિશ નથી કરાવવી.

વિજય બોલ્યો સાહેબ તમે મને મળવા આવ્યા? સાહેબ બોલ્યા હા, આતો ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ મારી નજર તારા પર ગઈ એટલે આવ્યો. વિજય ખુશ થઈ બોલ્યો આભાર સાહેબ. પછી પેલા તેમના ૫૦ રૂ.થી વડાપાઉં ખરીદ્યાની વાત કરી.

પછી અર્જુનથી રહેવાતું નથી અને તે સાહેબને પૂછે છે, ખોટું ના લગાડો તો કંઈક પૂછું? એટલે સાહેબ બોલ્યા હા, પૂછ.
અર્જુને પૂછ્યું તમે કેમ થોડા થોડા દિવસે મુંબઈ આવો છો?
સાહેબ હસવા લાગ્યા અને બોલ્યા હજી આ પ્રશ્ન આ દીકરાએય (વિજયે)નથી કર્યો. સાહેબ કહે છે પહેલાં તમારું નામ તો કહો.

વિજયે કીધું હું વિજય અને આ મારો મિત્ર અર્જુન. સાહેબ બોલ્યા સરસ નામ છે બંનેના અને કહે છે, મારું નામ શેઠ ઝવેરચંદ છે અને ધીમેથી કહ્યું હું હીરાનો વ્યાપારી છું.અર્જુન તરત જ બોલ્યો હીરા તો સુરતના સાંભળ્યા છે તમે ત્યાંના?વિજયે પણ હામી પુરાવી. સાહેબ ધીમે રહીને બોલ્યા હા, બંને હોશિયાર છો. પછી સાહેબ વિજયને પૂછે છે શું હું તને ભણાવું તો તારે ભણવું છે? ભણવું જરૂરી છે, અર્જુન બાજુ નજર ગઈ તો તેને પણ પૂછ્યું તમારા બંનેને ભણવું હોય તો હું ખર્ચો ઉપાડીશ કારણ ભગવાને આપેલું બધું છે, આ થોડી મદદ કરું તમારી તો દુઆ મળે અને તમારો પરિવાર પણ ઉપર આવે.

બંને ચૂપચાપ જોયા કરે છે.

પછી અર્જુન બોલ્યો ના સાહેબ મેં તો નક્કી કરી લીધું છે એ જ કરીશ પણ આભાર તમારો.એટલામાં સાહેબને ફોન આવે છે એટલે સાહેબ વિજયને કાર્ડ આપે છે અને કહે છે કે જો ભણવું હોય તો આ મારા દીકરાનો નંબર છે, તે મુંબઈમાં જ રહે છે તે બધું કરાવી આપશે. હું મારા દીકરાને કહી રાખીશ તે અહીં બોમ્બેમાંજ રહે છે પછી હસીને ફોન પર વાતો કરતા કરતા જતા રહે છે. બંને જોયા કરે છે અર્જુને કીધું તારી મા ને પૂછી જો પછી ફોન કરજે.

(મોન્ટુ દૂરથી આ બધું સાંભળતો હતો.)

ઘરે જઈ વિજય મા ને જણાવે છે માતા ખુશ થઇ ગઈ અને બોલી ૭ થી ૧૨ની જ તો સ્કૂલ હોય છે આપણી પાસે પૈસા નહોતા એટલે નહોતી ભણાવતી પણ સાહેબ કહે છે તો હા જ પાડવી હતીને અને કહે છે જો તું ભણીશ તોઆગળ આવીશ, આપણું ઘર પણ ઉપર આવશે.

વિજય નક્કી કરે છે કે ભણવું છે અને બીજા દિવસે અર્જુન સાથે મળી પેલા કાર્ડવાળા નંબર પર પીસીઓ પરથી ફોન કરે છે.

સાહેબનો દીકરો ફોન પર સ્કૂલનું નામ અને બધું કહી દે છે અને વિજયને કહે છે તું ત્યાં જઈશ એટલે બધું મળી જશે મન લગાવીને દિલથી ભણજે. વિજય ભીના અવાજે ધન્યવાદ બોલી ફોન મૂકે છે.(આ કળિયુગમાં પણ ૧૦૦ એ ૧ ટકા માણસ આવા હોય જ.)

(આ બધુ મોન્ટુ પીસીઓ પાછળ ઉભો ઉભો સાંભળે છે )
ફોન પત્યો એટલે મોન્ટુ આગળ આવી બોલ્યો કોણ ભણાવવાનું તને?
વિજય કંઈજ બોલતો નથી.
અર્જુન મોન્ટુને ધક્કો મારે છે અને મોન્ટુના ખીસામાંથી ૧૦-૧૫ ચોકલેટો પડે છે. (ડ્રગ્સવાળી)અર્જુન કહે છે તારા ધંધા બરાબર નથી. આ ચોકલેટો પેલી છેને?મોન્ટુ અર્જુનને બૈસાખી મારી કહે છે ખબર છે તો પૂછે છે શું કામ? અને બોલે છે આપણા જેવા ગરીબો માટે ભણવાનું નથી તમે કેહતા હોય તો તમારી વાત કરું મારાં બોસ જોડે.
જોડાવું છે તમારે મારી જોડે?પેલા બંને તેને ફરી ધક્કો મારી દોડી જાય છે.(મોન્ટુ ચાહે તો બંનેને મારી શકતો, ઉપાડી શકતો પણ બાળપણથી એક પ્લેટફોર્મ પર જીવે છે એટલે જતા કરે છે.)


પછી વિજયની સ્કૂલ ચાલુ થાય છે. ૧૨ વાગ્યા પછી છૂટી પ્લેટફોર્મ પર જાય, પોલીશ કરે અને રાત્રે ઘરે જાય. થોડા વર્ષો ગયા પછી વિજય અને તેની માની થોડી થોડી બચત ખાસી એવી ભેગી થઈ હતી.
તેથી તે લોકો પ્લેટફોર્મ પર જ ચાની લારી ખોલે છે. થોડા વર્ષો થાય છે અને વિજયની સ્કૂલ પણ પતી જાય છે.
(એવર્ષોમાં સાહેબ ક્યારેય દેખાતાનથી પણ વિજય
મનોમન હંમેશા યાદ કરતો રહે છે.)

હવે ચ્હાની લારી હતી એટલે પહેલાં કરતાં સારી આવક થતી હતી તેથી વિજય કોલેજ પણ શરૂ કરે છે. અર્જુનના માતા પિતા હવે સ્ટેશનની બહાર નહીં પણ પ્લેટફોર્મ પર જ કેબીન જમાવે છે.
મોન્ટુ હવે વધારે ખરાબ થઈ ગયો હતો
અને મોટા ગુંડાઓ સાથે ફરતો હતો. જ્યારે પણ વિજય અને અર્જુન પેલી બેંચ પર બેસી વાતો કરે ત્યારે વિજય એકવાર અચૂક ટોપીવાળાસાહેબને યાદ કરે
વિજય અર્જુનને કહે છે જો સાહેબ મને ના ભણાવતા તો હું આજે પણ બૂટપોલિશ કરતો હોત. અર્જુન બોલ્યો તને સાચું કહું તો તને ભણતો જોઈને મને એવું લાગે છે તું એક દિવસ સાહેબ બનીશ અને આ બેંચ પર બેસી તારા મનને જે સારું લાગે છે એ વાત આપણને યાદ આવશે.
વિજય બોલ્યો જોઈએ એ તો સમય જ કહેશે.
બંને ધીમે ધીમે હસવા લાગે છે. એટલામાં મોન્ટુ આવે છે અને વિજયને કહે છે લાવ એક ચ્હા આપ. વિજય બોલ્યો આજે નહીં મળે રોજ રોજ મારે ખોટનાં ધંધા ના પોસાય. મોન્ટુ વિજયની નજીક આવી ધીમેથી ધમકી આપે છે, તારી બહેન મોટી થઈ ગઈ નઈ?? વિજય ગભરાઈ જાય છે અને તેની માને ચ્હા આપવા કહે છે.પછી અર્જુન મોન્ટુને કહે છે તું એક દિવસ જેલમાં જવાનો જલદી જ જોજે.
મોન્ટુ ગાડ દઈને બોલે છે હા, તારી જ હત્યાના કેસમાં.
તું બહુ બબાલ કરે છે મારી જોડે.અર્જુન બોલ્યો ચાલતો થા તારાથી નથી ડરતો.મોન્ટુ બોલ્યો વર્ષોથી ઓળખું છું વર્ષોથી એટલે છોડી દઉં છું બાકી તને તો.. વિજય કહે છે મારી બહેનને કંઈ કરતો ના હોને.મોન્ટુ કહે છે તું બહુ ડરે યાર નહીં કરું કશું અને જતો રહે છે.

પછી એક દિવસ વિજય ચ્હા ઉકળતો હોય છે અને કોઈ આવીને બોલે છે બેટા પોલીશ થશે? વિજય સામે જોવે છે અને ટોપી જોઈ ઓળખી જાય છે કે આ તો ટોપીવાળા સાહેબ. વિજય ખુશ ખુશ થઈ જાય છે અને બહાર આવી સાહેબને પગે લાગે છે અને કહે છે તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ તમે એક બૂટપોલિશવાળાની દયા ના ખાધી હોત તો આજે કદાચ હું આટલો આગળ ન આવ્યો હોત. સાહેબ હસીને કહે છે બેટા તું લાયક છે અને હજુ આગળ વધે તેવી શુભકામનાઓ. વિજય તેમને બાજી પડ્યો અને બોલ્યો સાહેબ કોઈએ ભગવાન જોયા ન જોયા હોય મેં તમારામાં જોયા છે, તમારા દીકરાને પણ ધન્યવાદ કહેજો. સાહેબ પૂછે છે કોલેજ કરે?
વિજય બોલ્યો હા, બસ પતવા જ આવી. સાહેબ બોલ્યા સરસ સરસ.
વિજયે પૂછ્યું તમે કેમ આટલાં વર્ષોથી નહોતા આવતા? સાહેબે કીધુ હુંએ બધો ધંધો હવે સુરત જ કરી દીધો છે. મુંબઈમાં બંધ કરી દીધું હતું એટલે નહોતો આવતો. હમણાં બે દિવસ કામથી આવ્યો છું.
વિજય બોલ્યો આવતા રહેજો સાહેબ તમને મળીને સારું લાગે છે. સાહેબે કીધુ ચોક્કસ કાલે હજી ફરી આવવાનું થશે જ. વિજયે પૂછ્યું સાહેબ કાલે કેટલા વાગે આવશો? હું કઈ નાસ્તા-પાણીનો ઇંતજામ કરી રાખું. સાહેબ બોલ્યા ના બેટા ટ્રેનમાં જ જમવાનું છે ૧૨ વાગે તો મારે જતું રહેવાનું છે. વિજયે તેમને ચ્હા આપી પછી આમ તેમની વાતો કરી સાહેબ ચ્હા પીને નીકળી ગયા.
આજે પણ વિજય પાછળથી સાહેબના સૂટ, ટોપી, બુટ બધું જોતો હતો એટલામાં પાછળથી અર્જુને આવીને ટપલી મારી અને બોલ્યો અલા તું કેમ પેલા કાકાને જોયા કરે છે? વિજયે કીધું ગાંડા એ પેલા ટોપીવાળા સાહેબ હતા. હમણાં જ મને મળીને ગયા. અર્જુન બોલ્યો વાહ આખરે આટલા વર્ષો પછી આવ્યા ખરા અને પછી સાહેબની ટ્રેન ઉપડી જાય છે.( આજે પણ આ બધું મોન્ટુ દૂરથી ઉભો ઉભો જોતો જ હતો.)
તે જ દિવસે સાંજે વિજયની બહેન રેખા સ્ટેશનની બહાર ફરવા નીકળી હતી ત્યારે ખોવાઈ જાય છે. ત્યારે મોન્ટુ પણ ત્યાં બહાર જ હતો એટલે તે રેખાને જોઈ જાય છે અને તેને સાથે લઈને પ્લેટફોર્મ પર આવતો જ હોય છે ત્યાં વિજય સુધી અફવા પહોંચી કે મોન્ટુ રેખાને ઉપાડી ગયો છે. વિજય અને અર્જુન પોલીસને જાણ કરવા જ જતાં હોય છે ત્યારે મોન્ટુ રેખાને લઈને આવે છે. વિજય કંઈ કરે તે પહેલાં જ અર્જુન મોન્ટુને લાત મારે છે અને બંને વચ્ચે હાથાપાઈ થઇ જાય છે. વિજય પણ મારવા લાગે છે અને એટલામાં મોન્ટુ બૈસાખીમાંથી ચપ્પુ કાઢી અર્જુનના હાથે મારી દે છે. બધા ગભરાઈ જાય છે અને પછી રેખા બૂમ પાડી બોલે છે હું ખોવાઈ ગઈ હતી એટલે મોન્ટુભાઈ મને પાછા મુકવા આવ્યા છે. વિજય અને અર્જુન મોન્ટુને મારવાનું બંધ કરે છે. મોન્ટુ અર્જુનને ગાળ દઈને કહે છે તું તો છે જ મવાલી પણ વિજય તું તો કંઈ તો સાંભળ રેખા તારી બેન છે તેવી હું મારી પણ બહેન જ ગણું છું. વિજય અને અર્જુન માફી માંગે છે.
પછી બધા ચાલ્યા જાય છે.
પણ વિજય અને અર્જુનને મોન્ટુ પર વિશ્વાસ નથી આવતો કે તે રેખાને બહેન માને. મોન્ટુ હતો જ એવો કે કોઈ સંબંધમાં ન માને. પછી વિજય અર્જુનને પાટો બાંધી આપે છે. મોન્ટુને ખબર હતી કે સવારે તેને જે સાહેબને વિજય સાથે વાત કરતાં જોયો હતો તે હીરાનો વેપારી છે. એટલે તે જ રાત્રે વિજય અને રેખા ચ્હાની લારી બંધ કરતા હોય છે ત્યારે જ તે આવે છે અને કહે છે પેલો ટોપીવાળો સાહેબ હીરાવાળો છે ને? તારો સાહેબ કાલે પાછો આવવાનોને?વિજય અચંબાથી બોલે છે શું?તારે શું લેવાદેવા મારા સાહેબથી અને તને કોણે કીધું કે તેહીરાના સાહેબ છે અને કાલે આવવાના છે? મોન્ટુ પાછળથી રેખાના ગળા પર ચપ્પુ મૂકી બોલે છે કાલે તારો સાહેબ આવે એટલે હું જ્યાં કહું ત્યાં લઈને આવજે બાકી તારી બહેનનું મોઢું યાદ કરી લેજે. વિજય ગભરાઈ જાય છે અને કહે છે આવું ના કર છોડ મારી બહેનને પછી રેખાની ચીસો નથી સંભળાતી એટલે વિજય મોન્ટુને કહે છે સારું લઈ આવીશ પણ આવું ના કર તે બહુ સારા માણસ છે મારાથી તેમને આવું ન કરાય. મોન્ટુ કહે છે તને કહું એટલું કર. વિજય કહે છે તું રેખાને બહેન માનતો હોત તો આવું કદી ન કરતો. મોન્ટુ રેખાને વિજય તરફ ધક્કો મારી બોલે છે ભાઈ આ પેટ છે હું ખોટા રસ્તે ચાલી ખાવ છું તું તારા રસ્તે આપણામાં કોઈ ફર્ક નથી. વિજય કટાક્ષથી બોલે છે ખોટા રસ્તે જાણે કોઈ બીજાએ ચડાવ્યા એટલે માસુમ લોકોને આવું કરે છે. પછી મોન્ટુ વિજયને બૈસાખી ઊંચી કરી પૂછે છે તારો સાહેબ કાલે કેટલા વાગે આવશે એ બોલ?વિજયે કીધું તું મારી ચ્હાની લારી લઈ લે પણ એમને કંઈ ના કર સમજી જા હજી. મોન્ટુ ગુસ્સામાં બોલ્યો તું ખાલી સમય બોલ બાકી રેખા... વિજયે કીધું કાલે ૧૨વાગે. મોન્ટુ બોલ્યો એ જેવો આવે એટલે પ્લેટફોર્મ પાછળ સીડીઓ નીચે લઈને આવજે બાકી રેખા ગઈ.
વિજય ગભરાઈને કહે છે હા સારું.
બીજો દિવસ થાય છે અને ટોપીવાળા સાહેબ ૧૧ વાગ્યાના આવી વિજયની લારીએ બેસે છે. વિજય પગે લાગે છે. ( મોન્ટુ દૂરથી બે ગુંડા બતાવી રેખા તરફ ઇશારો કરે છે.)
વિજય સાહેબને કહે છે, સાહેબ મારો મિત્ર અર્જુન તમને યાદ હોય તો નાનો હતો ત્યારે ગુલાબ વેચતો હતો તેને ફૂલની દુકાન ખોલી છે. સાહેબ કહે છે હા યાદ છે.
મને ફૂલોનો બહુ શોખ છે ચાલ ટ્રેનને હજી વાર છે તો આંટો મારતા આવીએ.


(વિજયને જોઈતું હતું તે મળ્યું અને લાગે છે આજે મોન્ટુનો દિવસ હતો.)
વિજય પ્લેટફોર્મ પાછળ સીડીઓ નીચે સાહેબને લઈ જાય છે ત્યાં તો મોન્ટુ પાછળથી તેમના મોઢે કોથળો પહેરાવી ટોપીવાળા સાહેબને લૂંટવાનો પ્રયત્ન કરે છે સાહેબ વિજય વિજય બૂમો પાડે છે પણ વિજય કંઈ જ નથી કરી શકતો કારણ બીજી બાજુ રેખાને લઈને બે ગુંડા ઉભા હોય છે.
હવે સાહેબ અને મોન્ટુ વચ્ચે હાથાપાઈ ચાલુ થાય છે ત્યારે વિજય રેખાની પરવા કર્યા વિના સાહેબને બચાવવા આગળ આવે છે એટલામાં તો સાહેબને ચપ્પુ વાગી જાય છે. ત્યારે જ રેખાને પણ ગળામાં પેલા ગુંડાઓ ચીરો પાડી દે છે. અંતે પોલીસ આવે છે.

વધુ આવતા અંતિમ ભાગમાં...
તમારા સમય બદલ આભાર 😇

લેખિકા :
દિશા જે. ચૌહાણ
DJC✌️
વડોદરા.


બીજા રસપ્રદ વિકલ્પો