horror express - 31 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 31

તેના મા-બાપ બહાર હતા.
શું થશે પેલી ભૂતાવળ જેણે દરવાજા અંદર આવવાની મનાઈ ફરમાવી દીધી ના હોય. ભૂત વિજયને પલંગમાં જોઈને ગુસ્સે થઈ.
શું કરી નાખશે તે કોઈને ખબર નથી. વિજય તો નિર્દોષ ભાવે અંદર જઈ સૂઈ ગયો તેનું મન હળવું થયું. બાળપણનો તે અનુભવ લગભગ ભૂલાઈ ગયાં પણ હવે એક તાજો જ અનુભવ કરવા જઈ રહ્યો હતો.
રાતના બારેક વાગ્યા હશે ગામડામાં તો બધું સુમસામ થઈ ગયેલું હોય અને એટલે જ રાત ની ભયાનકતા જો વધારે અનુભવાતી હોય તો ગામમાં.
શહેરમાં રાત્રે ઝાકમઝોળ અને વાહનોની અવરજવરને લીધે ભયાનક ઓછા લાગે.
કશું જ વિચારવાનો સમય ન હતો અને વાતાવરણ પણ એટલું ગંભીર હતું.
ઓશિકાની નીચે પોતાનો હાથ રાખીને વિજય આરામથી સુઈ ગયો હતો તેને ખબર નથી કે તે બહાર નહીં પણ ઓરડામાં જ સુઈ ગયો જો સુવાની તેની હિંમત તો છોડો વિચાર કરવાની પણ તેનામાં હિંમત ન હતી.
જો તે ભૂલથી એ જાગી ગયો તો આવી બન્યું ત્રણ વાગે ઘડિયાળ નો અવાજ અચાનક બંધ થયો.
વિજય ની આંખો ચકળવકળ થતી કશાક આભાસ સાથે બંધ પડી રહી.
તેનું મન જાગૃત અવસ્થામાં આવી પહોંચ્યું પણ આભાસ સંદેશાની લીધે તે ભુલવા માંગતો ન હતો તે જાણતો હતો કે ભૂત હશે અને તેને ન જોવાનું જોડાવાનું તે ભૂતો ની આદત હોય છે અને એટલે જ એકદમ શાંતિ વિજયના ડર માં વધારો કરી રહી હતી, દિવસનો થાક જાણે અસ્તિત્વ મોજ ન હતો.
અચાનક કશુંક ખોટું થયું વિજય ની ઊંઘ ઉડી ગઈ.આંખ ખુલવાની સાથે જ ઉપર પંખો દેખાયો.
આજે ફરી રહ્યો હતો પંખા ના પંખીયા વિચિત્ર લાગી રહ્યા હતા.વિજય પંખાથી પોતાની નજર હટાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ તેની નજર તો પંખાની સાથે ચીપકી રહી હતી તેને કશું અજૂગતું લાગતું હતું.
તેને પેલા પલંગમાં સુઈ આવેલો હતો.થોડી બેજવાબદારી અને ખેલ ખતમ......
આંખો પહોળી કરીને વિજય તાકી રહ્યો અને ઊંધો સુઈ ગયો. સહેજ પણ હલચલ કરી નહીં એ વિચાર સાથે રસોડામાં કદાચ બિલાડી કે ઉંદર હોઈ શકે છે.
જેણે વાસણ ખખડાવ્યું એ તો બસ પથારીમાં સૂનમૂન પડી રહ્યો હતો થોડીક વારમાં ગ્લાસ નીચે પડ્યો વિજય ને એમ કે તે મોટા અવાજને લીધે બહાર બધા જાગી જશે પણ તેની આશા ઠગારી નીવડી બધા ઉંઘમાં હતા તેનો દરવાજો બંધ હતો.
તેણે આંખો ખુલ્લી કરી જોવા માટે .....
વિજય પોતાની આંખો બંધ કરી તે સાથે જ તેના શરીરમાંથી કંપારી છૂટી ગઈ કેમકે તે દરવાજો બંધ હતો.
શા માટે તેના માં બાપે તે દરવાજો બંધ કર્યો હતો......
ઘેર ગામડામાં દરવાજા ખુલ્લા રાખવામાં કશી તકલીફ હોતી નથી. શહેરમાં બધા સવારના અજવાળામાં બધું બંધ કરીને રહેતા હોય છે જેનું કારણ ચોર અને બીજી અવરજવરને ટાળવા નું હોય છે શહેરમાં એ હિસાબે ગામડા કરતો જોખમ વધારે......
વિજયને જોખમ તો પેલા ઓરડા માં એકલા પલંગ પર સુવાનું હતું તે બોલવા માગતો હતો.
ચીસ પાડવી હતી તેને પણ તેના મોઢામાંથી કોઈ અવાજ નીકળતો નહોતો તે અસમંજસ માં હતો કે શું થઈ રહ્યું છે.
તે અદૃશ્ય તાકાત એ તેના અવાજને પણ જાણે બાંધી રાખેલો.
પેલો દરવાજો કેમ બંધ હતો.
વિજય બહાર નીકળવા માંગતો હતો તે ત્રાંસી આંખે જોઈ રહ્યો જાણે કશુંક અદ્રશ્ય તેની પાસે ઊભું ન હોય તે જાણતો હતો કે તેના શરીરના રૂવાટા ઉભા થવા લાગે એવી તાકાત તેના શરીર ને હચમચાવી નાખી. તેને અસહ્ય અનુભવ થયા હતા અને એટલે જ જે પ્રત્યાઘાત આપ્યા વગર પડી મન પડ્યું રહ્યું. તે પોતાનું નામ પણ ભૂલી જાય છે.
નામ શું હતું...... તેને બોલવું હતું તે રડી રહ્યો હતો.
વધુ આવતા અંકે......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED