kathin rasta books and stories free download online pdf in Gujarati

કઠિન રાસ્તા

હિરેન અભ્યાસમાં બહુ હોશિયાર આવડત અને સ્કિલ પણ ખૂબ હતી.એન્જિનિયર બનવાનું સપનું હતું.ઘોર કળિયુગમાં વધુ પૈસા હોય ત્યારે સમાજ,પરિવાર,કુટુંબમાં માન સન્માન જળવાઈ રહે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મોજ શોખની વસ્તુઓ આસાનીથી ખરીદી શકાય એટલે વધુ પગારની નોકરી કરવી હતી.

એકનો એક દીકરો એટલે મમ્મી પપ્પા નો પણ છેલ્લે સુધી સાથ સહકાર મળ્યો.હિરેન આવડત અને ત્રેવડ થી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી લીધી હતી.વધુ અનુભવ અને પ્રેક્ટિકલ માટે ઑવન બનાવતી કંપનીમાં 20,000 ના પગાર ધોરણે નોકરી સ્વીકારી.એક વર્ષ ખૂબ મહેનત કર્યા બાદ બારડોલી આઈ.ટી.આઈ માં શિક્ષક તરીકે 25,000 ના પગાર ધોરણે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી મળી ગઈ.

હિરેન આઈ.ટી.આઈ ફીટર ટ્રેડમાં શિક્ષકની ફરજ બજાવતો. વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે પ્રેક્ટીકલ કુશળતા પૂર્વક શીખવતો.

'હિરેનને એક દિવસ સેમિનારમાં જવાનું થયું.

સેમિનાર હોલ માં એન્જિનિયર,પ્રોફેસર પ્રિન્સિપલ,શિક્ષક લોખંડ પોલાદ પાઈપ ના ઉત્પાદન કરતા શેઠ પણ હાજર હતા. પ્લમ્બર વિષય સાથે સેમિનાર શરૂ થઈ ગયો હતો.

'૬૫ વર્ષનો કાનજી સેમિનારમાં પોતાની જીવનની કથા વ્યક્ત કહી રહ્યો હતો.
'હિરેન સેમિનારમાં પાંચ મિનિટ મોડો પહોંચ્યો.પાછળની સીટ પર ઊભા રહીને સેમિનાર સાંભળવાની સજા કરાઈ.હિરેન કોઈપણ અભિમાન વગર સજાને સ્વીકારતા સેમિનાર સાંભળવાનું ઉચિત સમજ્યૌ.


'શરીર ને શોભે તેવા સાદા કપડા કસાઈ ગયેલા શરીરને શોભી રહ્યા હતા,પગમાં પગના કલર સાથે કોલ્હાપુરી ચપ્પલ એક સરખા દેખાઈ રહ્યા હતા, કાળા કલરના વાળ સરખી રીતે વ્યવસ્થિત જગ્યા પર ઉમરના હિસાબે શોભી રહ્યા હતા,હાથની ઘડિયાળ પરની ખુશી સફળતા નો સમય બતાવી રહ્યો હતો.

'કાનજી સ્ટેજ પરથી પોતાને મળેલી સફળતાની સફર વિશે વાતો કરી રહ્યો હતો.બધા એક ધ્યાન મગ્ન કરી સેમિનારને સાંભળી રહ્યા હતા.

નાન પણથી બાપાનો માથા પરથી હાથ ઊઠી ગયો હતો,નાની બહેન ભીખ માંગવામાં કાર એક્સિડન્ટ માં નાની ઉંમરે બાળપણની ખુશી લઈને ગઈ હતી,નાનકડું પરિવાર ચંદ્રની જેમ ક્યારેક વાદળ આવતા ક્યારે ખૂલતાં એમ જીવનમાં પ્રકાશ થોડો-થોડો પડી રહ્યો હતો. ક્યારેક ગાયોને આપેલી રોટલી મોઢામાં લઈને ખાવી, ઉપવાસ સાથે ક્યારેક સુરજના દર્શન પણ થતા, ઠંડીમાં 'માં' સાથે માના ગોદમાં પેપર ઓડી ને રેતીના ઢગલા પર ઊંઘી જવું ,મા દીકરાનો એવો કપરો સમય-પરિસ્થિતિ ચાલી રહી હતી.

સમય વહેતો ગયો. આવા સમયે ટેકનોલોજીનો વધુ ઉત્કૃષ્ટ થઈ રહ્યો હતો. જ્યારે નેટવર્કના જમીનમાં કેબલ નંખાતા,પાણીની પાઈપ લાઈનનું કામ ચાલતું.

પંદર વર્ષ પછી પેટની ભરપાઈ કરવા એક નાનકડા કામ સાથે મજૂરી કરતો થયો.
ત્રીસ રૂપિયા મજુરી!નાનો બાળક સમજી ચૂકવાતા,ધીરે ધીરે પાઈપ લાઈનનું કામ શીખવા લાગ્યો,ગટરની પાઈપ લાઈન સમારવી તૂટેલા નળ રીપેર કરવા,ગટરના પંપના પાઇપ રીપેર કરવા.

ધીરે-ધીરે સમય સાથે કામ મજબુત થતું ગયું સમય સાથે કુશળ પ્લમ્બરનો કારીગર બની ગયો,પચ્ચીસ વર્ષની ઉંમરમાં એક સ્કીલ ડેવલોપ થઈ ગઈ હતી,જમીનમાં દટાયેલું સોનું મળી ગયું હતું,યોગ્ય સમયે પ્રકાશ સાથે મહેનતનું સોનું ચમકી ઉઠ્યું હતું.શ્રોતાઓ શાંત અવાજે સાંભળી રહ્યા હતા.

'કાનજી પ્લમ્બરિંગની..જે પણ માહિતી,પ્લાન્ટ, મટીરીયલ્સ વિશે ની દરેક માહિતી વ્યવસ્થિત ક્રમ બંધ સમજાવી રહ્યો હતો.

' કાનજીએ દરેક ઉપસ્થિત મહાનુભાવો નો આભાર વ્યક્ત કરતા સેમિનારને પૂર્ણવિરામ કર્યું!..

તાળીના ગળ ગળાટથી કાનજી ને વધાવી લીધો. મહેમાનો ચૂપચાપ સેમિનારના હોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. હિરેનના મગજ પર વિમાન ગોળ-ગોળ ફરી રહ્યો હતો. હિરેનને સેમિનારમાં ઘણી વાતો સમજ પડી ન હતી. એક કારણ એ પણ હોઈ શકે કે હિરેન પાંચ મિનિટે સેમિનારમાં મોડો પહોંચ્યો હતો. હિરેન ચિંતામાં વ્યક્ત કરે છે.

'સેમિનાર સફળ રહ્યો ન હતો પાંચ દિવસ પછી હિરેન કાનજી ને રૂબરૂ મળવા માટે તાલાવેલી થયો.કાનજીએ સેમિનારમાં આપેલા સરનામે પહોંચ્યો એક અગિયાર માળની મોટી બિલ્ડીંગ નું સરનામું હતું.

એક ગાર્ડ ને કાર્ડ બતાવતા કાનજીને મળવાની વિનંતી સ્વીકારાય.

'ગાર્ડ સાથે હિરેન બિલ્ડિંગ માં પ્રવેશ્યો કાચ ની સામે ઊભા રહેતાં જ દરવાજાની કાજ ખૂલી ગઈ, દરવાજાની અંદર કઈ પણ પર્સ કર્યા વગર પ્રવેશી શકાતું,ખુબ સુંદર ચિત્રકલાના ચિત્રો દિવાલ પર લટકતા હતા,દાદર ની આસપાસ લાઈટ અને પાણીના ફુવારા આંખો ને મોહી રહ્યા હતા, થોડે થોડે અંતરે પર્ફ્યુમની સુગંધ રેલાઈ રહી હતી,દરવાજાની સામે ઉભા રહેતા આખી બોડી મશીન સ્કેન કરી લેતું,સૂર્ય પ્રકાશનો તડકો ફૂલ-છોડ પર સીધો પડતો એવી રીતે જાત-જાતના ફૂલો વાવેલા હતા, ચંદનના લાકડા દિવાલ પર AC.ની જેમ ઠંડક આપી રહ્યા હતા.

'હોલમાં હિરેનને પાંચ મિનિટ રાહ જોવા કહેવાયું.

પાંચ મિનિટ પછી કાનજી અને હિરેનની મુલાકાત થઇ ચા નાસ્તા સાથે વાતો શરૂ થઈ માત્ર વીસ મિનિટની મુલાકાત કર્યા બાદ હિરેન ઘરે આવ્યો.

રૂમનો દરવાજાનો આકડો બંધ કરી રૂમમાં પોતે પૂરી લીધો.એન્જિનિયરની ડિગ્રી અને માર્કશીટ આંખોની સામે કરીને ખુબ રડવા લાગ્યો,હતાશા અનુભવી રહ્યો હતો,એન્જીનીયર ડિગ્રી સતા શિક્ષક થઇ ને મનથી તૂટી ગયો,મોટા અરીસા સામે ઊભો રહીને જોર જોરથી મોટા અવાજે બોલી રહ્યો હતો.

'નિરક્ષર અંગૂઠાછાપ માણસ પાસે અગિયાર માળની લક્સરિયા બિલ્ડીંગ! હું! એન્જિનિયર પેરાગોન ચંપલ ના બોક્સ જેવું નાનકડું ઘર! મોટા મોટા કોન્ટ્રાક્ટ લઈને હજારોને રોજગારી આપવી,હિસાબ કરવા રાખેલા માણસને દિવસના પાંચ હજાર ચૂકવવા અને હું! મહિનામાં પાંચ હજાર બચાવી શકતો નથી.

મારી પાસે એન્જિનિયરની ડિગ્રી!કાનજી અંગૂઠાછાપ!

નિરક્ષર અને સાક્ષરનો તફાવત શોધવા હિરેન કડી તપસ્યા શરૂ કરે છે.

દસ્તુર ચૌધરી....

બીજા રસપ્રદ વિકલ્પો