Dil ka rishta - a love story - 31 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 31

ભાગ - 31

(આગળ જોયું કે રોહન પૂજા અને રશ્મિ ને જણાવે છે કે એ તેજલ ને પ્રેમ કરે છે રશ્મિ તકલીફ જરૂર થાય છે પણ રોહન ની ખુશી માટે એ સહર્ષ સ્વીકારે છે બન્ને ના પ્રેમ ને પણ તેજલ ગાયબ છે બધા ખૂબ શોધે છે પણ તેજલ મળી નથી રહી હવે જોઈએ આગળ )

રોહન પૂજા અને રશ્મિ બધે ફરી વળ્યાં પણ તેજલ ક્યાંય નથી રોહન પરેશાન થઈ જાય છે કે તેજલ ગઈ ક્યાં પૂજા ઉપરાઉપરી ફોન લગાવે છે પણ તેજલ નો ફોન હજી પણ સ્વીચઓફ જ બતાવે છે ખબર નહિ આટલી વાર માં ક્યાં ચાલી ગઈ રોહન ને શાંતિ નથી થતી એ દોડી અને બહાર પાર્કિંગ માં જોવા જાય છે પણ તેજલ ક્યાંય નથી રોહન નો મગજ સુન્ન થઈ ગયો ત્યાં ચોકીદાર એની પાસે આવે છે રોહન ને પરેશાન જોઈ પૂછે છે

ચોકીદાર - સર કેમ આટલા પરેશાન છો શુ કાઈ ખોવાઈ ગયુ??

રોહન -(મન માં) "હા મારો જીવ ખોવાઈ ગયો છે "
(ચોકીદાર ને ) હા તે તેજલ ને જોઈ ક્યાંય અમે એને શોધી રહ્યા છે

ચોકીદાર - તેજલ મેડમ એ જ ને જેની સાથે તમે કોમ્પિટિશન કરી હતી ???

રોહન - હા એજ , એને જોઈ તે ક્યાંય???

ચોકીદાર - હા, એને તો હમણાં ગાડી લેવા માટે આવી હતી ખૂબ જ ઉતાવળ માં ગયા એટલું કહ્યું કે પૂજા ને કેજો હું જરૂરી કામ માટે જાવ છું હું પૂજા બેન ને એ કેવા જ જતો હતો પણ તમને જોયા એટલે અહીંયા આવી ગયો

આટલું સાંભળી રોહન ના જીવ માં જીવ આવ્યો એને ચોકીદાર ને ગળે લગાવી લીધો પેલા ને કઈ સમજાયું નહીં એતો જોવા લાગ્યો કે રોહન સાહેબ આમાં ખુશ થઈ ને કેમ ગળે મળ્યા પણ એ રોહન જ જાણતો હતો કે એના મન માં થી કેવળો બોજ એને હટાવ્યો હતો એ પૂજા પાસે જાય છે

રોહન - પૂજા , રશ્મિ તેજલ નો પતો લાગી ગયો ચોકીદાર એ કહ્યું કે તેજલ ને ગાડી લેવા માટે આવી હતી ને કહ્યું કે કે કોઈ કામ માટે જાય છે

પૂજા - ઓહ ગોડ આ છોકરી પણ ગજબ છે ઘડીક તો જીવ તાળવે ચોંટી ગયો. એ કૈક ભૂલી ગઈ હશે ઘરે એટલે ગઈ હશે હવે આટલી મોડી રાતે તો પછી આવે એવુ લાગતું નથી સ્ટુપીડ ગર્લ.. (નિસાસો નાખતા) મેં વિચાર્યું તું કે આજ અહીંયા મારી છેલ્લી રાત છે તો બધા બેસી ને વાતો કરીશું પછી તો ક્યારે ભેગા થઈએ

રોહન - આમ પણ વેલું ઉઠવાનું તો સુઈ જ જઈએ

પૂજા - અરે આપણે તો બેસીએ

રોહન - તમે બેસો મને ઊંઘ આવે છે

પૂજા - ઓહ જોયું રશ્મિ ? આપણી પાસે બેસવાનું છે તો ઊંઘ આવે અને તેજલ હોત તો?? તો તો સવાર સુધી ઊંઘ ન આવત. બધા સાચું જ કેતા હોઈ ને તું પણ તેજલ મળ્યો એટલે અમારા બધા થી અલગ થઈ ગયો હવે તો તને એજ દેખાશે

રોહન (હસી ને) - ચૂપ કર નાટક બાજ સાચે જ ઊંઘ આવે ને તમે પણ આરામ કરો સવારે વેલું ઉઠવાનું ગુડ નાઈટ
એમ કહી રોહન એના રૂમ માં ચાલ્યો જાય છે પૂજા અને રશ્મિ પણ આરામ કરવાનું જ વિચારે છે અને એના રૂમ માં જાય છે


રોહન પોતાના રૂમ માં જઇ વિચારે છે કે પાગલ છોકરી , કેતિ પણ નથી કે હું આ કામ માટે જાવ છું હું લઈ જાત ને એકલી ચાલી ગઈ અને ફોન પણ બંધ છે મેડમ નો ઊંઘ તો એમ આવવાની નથી પણ કોશિશ કરું જલ્દી ઊંઘવાની એટલે જલ્દી સવાર પડે અને સવારે તો એ આવી જ જશે એમ વિચારી લાઇટ્સ ઓફ કરી આખો બંધ કરે છે અને તેજલ ના વિચારો માં જ ક્યારે નિંદ્રાધીન થઈ ગયો એને જ ખબર ના પડી


સવારે બધા 5 વાગે ઉઠી ગયા કારણ કે જાન ના સ્વાગત ની તૈયારી કરવાની હતી રોહન ઉઠી ફ્રેશ થઈ ફોર્મલ કપડાં પેરી અને મંડપ માં તૈયારી ઓ પર નજર નાખે છે ઇવેન્ટમેનજર ને મળી બધું રેડી છે કે નહીં એ જાણે છે અજય પૂજા અને રશ્મિ ને પાર્લર એ મુકવા જાય છે રોહન ઘડી ઘફી ગેટ પર નજર નાખે છે હજી તેજલ ના કોઈ જ અતોપતો ના હતો રોહન એ વિચાર્યું કદાચ ડાયરેક્ટ પાર્લર પર ગઈ હશે એ ફરી કામ માં પરોવાઈ ગયો

બધા મહેમાનો આવવા લાગ્યા રોહન બ્લેઝર સૂટ માં રેડી થઈ જાય છે ચા નાસ્તા ની વ્યવસ્થા કરાવી રોહન એ અજય ને ફોન કર્યો કે ક્યારે આવો છો

અજય- બસ થોડીવાર માં આવીએ છે

રોહન - અચ્છા તેજલ ત્યાં જ આવી ગઈ છે ને ?

અજય - ખબર નથી હું એ લોકો ને મૂકી અને મામા એ એક કામ સોંપ્યું તું એ કરવા આવ્યો છું હમણાં ત્યાં પહોંચીશ

રોહન - ઠીક છે જલ્દી આવજો મહેમાનો આવી ગયા છે એમ કહી ફોન ક્ટ કરે છે અને વિચારે છે કે ત્યાં જ ગઈ હશે અને હમણાં આવી અને મારા હોશ ઉડાડશે એમ વિચારી મન માં જ પોતાના પર જ હસવા લાગ્યો


થોડીવાર માં અજય ની ગાડી નું હોર્ન સંભળાય છે રોહન લગભગ દોડી અને ત્યાં જાય છે ગાડી માંથી ફક્ત પૂજા અને રશ્મિ જ ઉતરે છે રોહન આશ્ચર્ય પામે છે એને પૂજા ને પૂછ્યું

રોહન - કેમ તમે બે જ ??? તેજલ ક્યાં ???

પૂજા - તેજલ ત્યાં નથી આવી મને એમ કે અહીંયા આવી ગઈ હશે એ હજી નથી આવી ???

રોહન - ના મને એમ કે એ ત્યાં આવી હશે

પૂજા - આ મહારાણી નું શુ કરવું એને કૉલ કરું છું વેઇટ

પૂજા કોલ કરે છે પણ હજી સ્વીચઓફ જ આવે છે

પૂજા ને નવાઈ લાગી કારણ કે તેજલ નો ફોન ક્યારેય સ્વીચઓફ હોઈ જ નહીં કાલ રાત થી અત્યાર સુધી ના જ હોઈ અને એને તો એમ હતું કે અમે પહોંચસુ તો એ અમારું સ્વાગત કરશે પણ હોય તો એના જ અતાપતા નથી પૂજા ને હવે ચિંતા થવા લાગી હતી એને પણ થયું કે કઈ થયું તો નહીં હોય પણ રોહન ચિંતા કરશે એટલે એને બહુ બહાર જણાવા ના દીધું રોહન ને ફરી ચિંતા થવા લાગી પણ ત્યાં જ ફટાકડા ની આતશ બાજી સંભળાય છે જાન આવી ગઈ હતી રોહન એ કહ્યું પૂજા જાવ તમે અંદર જાન આવી ગઈ છે પૂજા ને રશ્મિ એના રૂમ માં જાય છે પૂજા સતત અંદર જઇ ને પણ ફોન કરી રહી હતી અને હજી સ્વીચઓફ જ હતો હવે પૂજા ને ડર લાગી રહ્યો હતો કારણ કે હજી એ આવી નહિ ફોન બંધ રાતે કાઈ કીધા વિના ચાલ્યું જવું એ એને નોર્મલ લાગતું નહોતું પણ અત્યારે એ કઈ કરી શકે એમ નહોતી સંજય નું સ્વાગત કરવા પણ એને જ જવાનું હતું ગોતિડો લઈ ને પૂજા ના મમ્મી આવ્યા પૂછવા લાગ્યા " પૂજા તેજલ ક્યાં છે જાન આવી ગઈ છે" પૂજા એ કહ્યું મમ્મી એને મોડું થશે તો અત્યારે કોઈ બીજા ને કહો " પણ એ હતી નહિ એટલે એના મમ્મી એ રશ્મિ ને કહ્યું રશ્મિ સ્વાગત કરવા જાય છે

જાન માંડવે આવી ગઈ પૂજા ની એન્ટ્રી થવાની હતી રોહન ને બોલાવ્યો રોહન કમને જાય છે કારણ કે અત્યારે એનું ધ્યાન ફક્ત તેજલ માં છે કે એ કેમ હજી આવી નહિ પૂજા ની એન્ટ્રી ડોલી માં કરવાની હોવા થી રોહન આવે છે અને ડોલી ઉપાડે છે પૂજા નું ધ્યાન રોહન પર પડે છે એની બેચેની પરેશાની સાફ એના ચહેરા પર છલકતી હતી એન્ટ્રી થઈ અને કન્યાદાન થઈ રહ્યું હતું રોહન ફરી ગેટ પર જઈ નજર સતત રસ્તા પર અને સતત તેજલ ને ફોન કરે છે પણ પરિણામ શૂન્ય......

કન્યાદાન થઈ ગયું હસ્તમેળાપ થઈ ગયો મતલબ અડધી લગ્નવિધિ પૂર્ણ થઈ ગઈ હતી હવે ફેરા માટે સંજય અને પૂજા ને જવાનું હતું સંજય માંડવા માં પહોંચી ગયો પૂજા જતા જતા પણ ફોન લગાડી રહી હતી એ પાક્કું હતું કે કૈક તો થયું જ છે નહી તો તેજલ એના લગ્ન માં ના આવે એવું બને જ નહી કેટલાય પ્લાન કરી રાખ્યા હતા એને મેરેજ માટે તો...

ગોર મહારાજ ફેરા માટે બોલાવે છે હવે જવું જ પડશે પૂજા માંડવા માં જાય છે જ્યોતિબેન જુવે છે કે આજ રોહન ક્યાંય નથી દેખાતો પણ એને એમ કે જમણવાર ની તૈયારી માં કે હશે એ અજય ને મોકલે છે જવતલ માટે રોહન ને બોલાવવા
રોહન આવે છે ફેરા ચાલુ થાય છે રોહન નું શરીર અહીંયા છે પણ મન તેજલ પાસે છે બસ દિલ માં એક જ ચિંતા કે તેજલ છે ક્યાં કેમ નથી આવી કાઈ થયું તો નહીં હોય ફેરા પુરા થાય છે કંસાર જમી સંજય પૂજા ને મંગળસૂત્ર પહેરાવે છે બધા તાળીઓ થી વધાવે છે હવે બધા જમવા જાય છે બધા મહેમાનો એ જમી લીધું છે હવે ઘર ના જ બાકી છે પૂજા દુલહન રૂમ માં જાય છે રોહન એની પાસે જાય છે અને બેચેની સાથે કહે છે

રોહન - પૂજા તેજલ નો કોન્ટેક્ટ થયો ???

પૂજા - ના હું ક્યાર ની વચ્ચે વચ્ચે ફોન કરું જ છું પણ હજી સ્વીચઓફ જ આવે છે

રોહન - (એકદમ બેચેન થઈ ) પૂજા હું તેજલ ના ઘરે જાવ છું હવે મારી લિમિટ પુરી થઈ ગઈ

પૂજા - રોહન પ્લીઝ થોડીવાર રોકાઈ જા હમણાં મારી વિદાય થઈ જશે હું ચાલી જઈશ એટલું બોલે ત્યાં એની આંખો ઉભરાઈ જાય છે

રોહન એને ગળે લગાડી લે છે

રોહન - અરે મારી લાડકી બહેન એમ રડવાનું થોડું હોઈ તું જ્યાં જઈશ ત્યાં આખું ઘર ખીલી ઉઠશે ચાલ રડવાનું બંધ કર નહીં તો મેકઅપ વિખાઈ જશે ને ભૂત લાગીશ જે તું ઓલરેડી છો જ પણ લોકો ને ખબર પડી જશે એમ કહી એની મજાક કરે છે પૂજા મજાક માં ધબો મારે છે અને ફરી રોહન ને ગળે મળે છે

પૂજા - રોહન તેજલ ઠીક તો હશે ને મને એની ખૂબચિંતા થાય છે

રોહન - અરે હા ઠીક જ હશે એ કોઈ મુસીબત માં ફસાઈ તારા વાવાજોડા થી તો મુસીબત પણ ડરી ને ભાગી જાય

પણ મન માં તો રોહન ને પણ ડર હતો કે શું થયું હશે પણ હવે એ અત્યારે તો ના જ જઇ શકે કારણ કે પૂજા ની વિદાય નો ટાઈમ થઈ ગયો હતો એને વિચાર્યું કે પૂજા ની વિદાય થાય એટલે તરત એ તેજલ ના ઘરે જશે બધા જમવા જાય છે રોહન અને અજય પોતાના હાથે પૂજા ને ખવડાવે છે પૂજા એ જોયું રોહન કાઈ ખાઈ રહ્યો નહોતો એને રશ્મિ સામે જોયું ને ઈશારા થી પૂછયુ કે જમયુ રોહન એ ?? રશ્મિ એ નિરાશ થઈ નકાર માં ડોકું હલાવ્યું

પૂજા - રોહન તું પણ ખા ચલ

રોહન - હું પછી ખાઈ લઈશ મને ભૂખ નથી મેં થોડું જમી લીધું હતું એટલે પણ પૂજા જાણતી હતી કે સવાર નું જમવાનું તો દૂર પાણી પણ નહીં પીધું હોઈ એને સમ આપી ધરાર થોડું રોહન ને પણ જમાડે છે રોહન ની ઈચ્છા ના હોવા છતાં આજ પૂજા ની વાત નકારવી એને ઠીક ના લાગી એટલે કમને થોડું ખાઈ લીધું


હવે પૂજા ની વિદાય નો સમય આવી ગયો હતો બધા પરિવાર ના સભ્યો ત્યાં હાજર હતા બધા ની આંખ માં પૂજા ના જવાનું દુઃખ હતું કારણ કે દીકરી એ આખા ઘર ની રોનક હોઇ છે એના માતા પિતા ફઇ ફુવા ફ્રેન્ડ ને વારાફરતી મળે છે અજય ખૂબ રોઈ રહ્યો હતો કારણ કે રોહન ના અમદાવાદ ગયા પછી પૂજા જ એની મિત્ર હતી પૂજા એ એને ચૂપ કરાવ્યો અને કહ્યું કે મને હસી ને વિદાય આપ મારો પાર્ટનર આમ રડે એ મને નહિ ગમે એમ કહી એ પણ અજય ને વળગી ને રડવા લાગે છે પૂજા રોહન પાસે આવે છે રોહન ભલે અમદાવાદ હતો પણ એ ભાઈ બહેન ની ટયુનિગ હજી પણ એટલી જ હતી પૂજા રોહન ને વળગી પડે છે અને રડવા લાગે છે રોહન એના આંસુ લૂછે છે અને ઈશારા થી જ રડવાની ના કહે છે પણ રોહન ની આંખ માં પણ આશું આવી જાય છે કારણ કે એની લાડકી બહેન કાયમ માટે આ ઘર છોડી ને જઇ રહી હતી પૂજા હજી પણ આશા ભરી નજરે ગેટ સામે જુવે છે કે હજી તેજલ આવી જાય અને એ પોતાની બેસ્ટ ફ્રેન્ડ ને મળી ને જાય પણ એને નિરાશા મળે છે એ રોહન સામે જુવે છે રોહન પણ નિસાસો નાખી નકાર માં ડોકું ધુણાવે છે પૂજા ફરી રડવા લાગે છે રોહન એના આંસુ લૂછી અને કહે છે તું ચિંતા ના કર હું હમણાં જ એના ઘરે જઈ અને તપાસ કરું છું અને એને તશ્રી સાથે વાત કરવું છું પૂજા એ કહ્યું જલ્દી જાજે ભૂલતો નહિ એ મળે એટલે સૌ થી પેલા મને જાણ કરજે રોહન એ કહ્યું ઓકે અને એનો હાથ સંજય ના હાથ માં આપે છે અને કહે છે દોસ્ત અમારા ઘર ની રોનક તને સોપીએ છે એનું ધ્યાન રાખજે સંજય એ પણ હસી અને હકાર માં ડોકું હલાવ્યું બધા ભારે હૃદયે પૂજા ને વિદાય આપે છે પૂજા ને લઈ અને જાન એના ઘર તરફ પ્રયાણ કરે છે

પૂજા ની વિદાય થતા જ રોહન લગભગ દોડી અને ગાડી પાસે જાય છે ફટાફટ ગાડી સ્ટાર્ટ કરી અને ગાડી તેજલ ના ઘર તરફ ભગાવે છે તેજલ ના ઘર નો રસ્તો માંડ 10 મિનિટ નો હતો પણ અત્યારે એક એક પળ એને એક એક કલાક લાગી રહી હતી એને ઓવરસ્પીડ માં ગાડી ભગાવી જો કે ભગાવી નહિ પણ ઉડાડી એમ કહી શકાય તેજલ નું ઘર આવતા જ એને જોર થી બ્રેક મારી અને દોડી અને એના ગેટ પાસે જાય છે ગેટ પર ચોકીદાર ને પૂછ્યું

રોહન - તેજલ નું કામ છે પ્લીઝ એને બોલાવી આપશો??

ચોકીદાર - તેજલ મેડમ તો એની ફ્રેન્ડ ના મેરેજ માં ગયા છે

રોહન - હા હું એની ફ્રેન્ડ નો ભાઈ જ છું પણ એ રાત્રે અહીંયા આવી ગઈ હતી

ચોકીદાર - ના તેજલ મેડમ તો અહીંયા આવ્યા જ નથી

આટલું સાંભળતા જ રોહન ના પગ નીચે થી જમીન સરકી ગઈ શુ તેજલ અહીંયા આવી જ નથી ???? તો તેજલ ગઈ ક્યાં????

TO BE CONTINUE......


(તેજલ એના ઘરે નથી આવી તો તેજલ ગઈ ક્યાં?????? શુ તેજલ કોઈ મુસીબત માં ફસાઈ ગઈ હશે???? કોઈ ને પણ જણાવ્યા વિના તેજલ કોની સાથે મોડી રાતે ગઈ હશે ?????? તેજલ ને ફોન કોને કર્યા હતા ????? રોહન હવે તેજલ ને કઈ રીતે શોધશે??????

એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED