ઢીંગલી
(એક પપ્પા અને તેની પુત્રી ફોન પર વાતચીત કરી રહ્યા છે)
"️Hallo Papa! "
"️hi darling !"
"તમે મારા થી નારાજ તો નથી ને પાપા? "
" અરે ના મારી ઢીંગલી કાલ ની વાત ને ભુલી જા "
"Daddy એક વાત કહું તમને ?"
"હા બોલ my princess શું કહેવું છે ?"
" તમે સુપરસ્ટાર છો મારા "
" હા પણ મારી princess તો તુજ છે "
"️daddy તો તમારી princess એક ઢીંગલી જોઈએ છે. "
"️ઓહો અરે બેટા કાલે લઇ આવીશ."
"️પણ પપ્પા તમે મને કાલે એમ કહ્યું હતું કે હવે હું તારી સાથે ના બોલુ અને આજ થી હું તમારો daddy નહીં. ( રડતા રડતા) એમ કેમ બોલ્યા કે હવે હું કશું નહીં લાવુ તારી માટે એમ કેમ બોલ્યા હતા."
"અરે મારી દીકરી રડ નહીં પરંતુ તમે પણ મારી વાત કેમ માનતા નથી મે કહ્યુ હતું કે હવે થી તમારી જો સ્કુલ થી આવી તો હું નહીં બોલુ! "
"પણ શું થયું ડેડી મારી કયાં ફરિયાદ આવી ?"
" અરે મારી દીકરી તમે કાલે કોઈ છોકરી સાથે લડાઇ કરી હતી ને તમારા શિક્ષક નો ફોન આવેલો "
" હા સોરી પપ્પા મે લડાઈ કરી હતી પણ મે તમને કહ્યુ નથી "
"ચાલ હવે કંઈ નહીં, સૂઈ જા કાલે ઢીંગલી લાવીશ ,good night અને ફોન મુક રાધિકા "
" પણ ક્યારે આવશો તમે "
" હા હમણાંજ આવુ છે, રસ્તા માં છું "
" હા સોરી પપ્પા મે તમને કહ્યુ હતું ને કે ગાડી ચલાવતા ચલાવતા ફોન નહી ઉપાડો મારો પણ ડેડી "
" હા સોરી મારી ઢીંગલી પણ તને ખબર છે કે તારો ફોન તો ઉપાડવો જ પડે "
" એ બધું કઈ નહીં પણ હવે થી ફોન ના ઉપાડતા કેટલા અકસ્માત થાય છે તમને ખબર નથી પડતી "
" હા સોરી મારી દાદી માં હવે થી ભુલ ના થાય "
" આવો જલ્દી પાપા "
" વરુણ જલ્દી પહોંચી જવુ પડશે તારી princess રાહ જોઈ છે, ( રાધિકા ના પપ્પા વરુણ ફોન મૂકી ને મન માં વિચારે છે)
" ઘર ની બેલ વાગ્યો "
"અરે મમ્મી,,, હું ખોલુ છું દરવાજો મારા સુપરસ્ટાર હશે .આટલા નજીક હતા તો પણ ગાડી ચલાવતા ચલાવતા ફોન ઉપાડે છે આવવા દો તેઓ ને "(અંદર રૂમ માંથી રાધિકા તેની મમ્મી ને કહે છે)
" પાછો બેલ વાગ્યો "
" અરે રાઘિકા જલદીથી આવ જો ને ખૂબ બેલ વાગે છે તારા પપ્પા ખૂબ થાકી ગયા હશે "
" હા આવી મમ્મી "
" દરવાજો ખોલીને જોઈ છે તો રાધિકા ના પપ્પા વરુણ ઊભા નહતા પણ કોઈ અજાણી વ્યક્તિ હતી "
"તમે કોણ છો અંકલ "
" બેટા આ તમારા પપ્પા છે, તે માણસે વરૂણ નો ફોટો બતાવતા કહ્યુ "
" કેમ પપ્પા ને શું થયું છે "
"દરવાજા પર આવેલા માણસ કહે છે કે બેટા તારા પપ્પા નું અકસ્માત થયો છે અને તેમણે સીટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બાજું માં એક મોબાઈલ અને પાકીટ મળ્યુ હતું જેમાંથી ઘર નું સરનામું અને તેમનો ફોટો મળ્યો છે "
" મમ્મી જલ્દી થી પપ્પા પાસે લઈ જા પ્લીઝ જલ્દી ચાલ "
" હા બેટા "
" બંને જણા સીટી હોસ્પિટલમાં જાય છે "
" મમ્મી મારા પપ્પા ને સારુ થઈ જશે ને "
" તમે છો વરુણ ના પત્ની ( ડોક્ટર બોલ્યા)"
" ડોક્ટર કેવુ છે પપ્પા ને, સારુ થઈ જશે નથી અને પપ્પા ને કહ્યુ હતું કે ગાડી ચલાવતા ચલાવતા ફોન ઉપાડવા નું બંધ કરો પણ માનતા જ નથી હવે તેઓ ને થીક થવાડો ખુબ ખબર લેવ છું "
" અરે બેટા તમારુ નામ શું છે "
"ડોકટર મારુ નામ રાઘિકા છે "
" રાધિકા બેટા તારા પપ્પા ને સારુ થઈ જશે તુ ચિંતા ના કર "
" તમે છો વરુણ ના પત્ની જરા મારા કેબીન માં આવો "
" જુઓ તમે આ ફોમ ભરો અને ત્રણ લાખ રૂપિયા ભરો કારણે કે તેઓ ની હાલત ગંભીર છે "
" ડોક્ટર સારુ થઈ જશે ને! "
" હા પણ આ ફોમ ભરો એટલે ઓપરેશન ચાલુ કરી એ"
" વરુન ના પત્ની કાઉન્ટર ઉપર જાય છે અને ફોમ ભરે છે પણ તેઓ પાસે ત્રણ લાખ રૂપિયા હોતા નથી તેઓ પોતાનું સોનુ ગિરવી મુકે છે પણ એક લાખ બીજા ઘટે છે ,ત્યારે વરુણ ના પત્ની ખૂબ દુઃખી થઈ જાય છે અને માઠા પર હાથ મુકી ને ખૂબ રડે છે "
" ત્યારે અચાનક રાધિકા આવે છે "
" મમ્મી શું થયું ,રૂપિયા ઘટે છે ?"
" અરે ના બેટા "
" મમ્મી જૂઠી ના બોલો મે તમારી અને ડોક્ટર ની વાત સાંભળી પણ મમ્મી તું ચિંતા ના કર મે જે રુપિયા મારા ગલ્લા માં ભેગા કરીએ તો કદાચ થઈ જશે મમ્મી અને આપણે પપ્પા ને બચાવી લઈશું ,ચાલ ગલ્લો લઇ આવીએ "
" એમ કહેતા રાધિકા એ તેની મમ્મી ના આંસુ ગાલ ઉપર થી સાફ કયાં "
" અરે મારી princess ,થઇ જશે તારો ગલ્લો તોડવા ની જરૂર નથી અને થેકન્યુ બેટા તે અમારી હેલ્પ માટે કહ્યું "
" જો મમ્મી મારા પપ્પા સુપરસ્ટાર છે તો એમને બચાવવા એટલું ના થાય "
" તું તો વરુણ ની સુપરસ્ટાર દિકરી છે "
"હાલો રાધિકા! "
" ઓ હાલો ડોક્ટર તારા પપ્પા નું ઓપરેશન ચાલુ થઇ ગયુ છે અને હવે તો તે સારા થઈ અને તારે મને ચોકલેટ ખવડાવવી પડશે "
" પણ તમે અહી છો તો ઓપરેશન કોણ કરે છે "
"અરે બેટા બીજા ડોક્ટર છે "
"પણ ડોક્ટર એક લાખ ફી બાકી છે એમ રાધિકા ના મમ્મી બોલે છે "
" ફી ભરી દીધી છે બેન અને તમે ભરેલા બે લાખ આ લ્યો! "
" પણ કેમ તમે ભરી ડોક્ટર "
" એક વાત કહું તમને બેન - જ્યારે વરુન ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે મારી વાઈફ અચાનક રસ્તા વચ્ચે બેહોશ થઇ જાય છે અને તેઓ ને બચાવવા જાય છે વરુણ એટલે તેઓ ની ગાડી ઝાડ પર થોકાય છે "
" તો કેવુ છે તમારી વાઈફ ને "
" સારુ છે પણ વરુણ એક જીંદગી નહી પણ બે જિંદગી બચાવી છે કારણ કે મારી વાઈફ pregnant હતા અને બેહોશ થયા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને ઓ રાધિકા જેવી સુંદર princess નો જન્મ થાય છે "
" ઓહો! ડોક્ટર મારા જેવી ગુડિયા નો જન્મ થયો છે "
" હા બેટા! તારા પપ્પા ને કારણે જ તે ગુડિયા આજે શ્વાસ લઈ રહી છે "
"એટો હોય ને because my daddy is my super hero "
" હા એટલે આ ફી નથી લેવી કારણે કે મારી દીકરી નો જન્મ થયો છે આજે આખા હોસ્પિટલમાં મારા તરફ થી મીઠાઇ "
" અને હા રાધિકા બેટા તારા પપ્પા હાથ માં આ એક ઢીંગલી હતી "
" જોયુ મમ્મી, મારા ડેડી મારા માટે રાત્રે પણ ઢીંગલી લેવા ગયા, મારા સુપરસ્ટાર છે મારા પપ્પા "
" અને પછી વરુણ નું ઇલાજ થાય છે અને સહીસલામત ઘરે પરત ફરે છે અને રાધિકા અને તેની મમ્મી ને વરુણ પર ખૂબ ગવૅ થાય છે અને ડોક્ટર ના ઘરે એક લક્ષ્મી જન્મ લેય છે "
Richa Modi
o==[]::::::::::::::::> બેટી બચાવો
o==[]::::::::::::::::> આ એક કાલ્પનિક કહાની છે