bhootne jovani ichchha ketli bhayanak hoi shake ? - 1 books and stories free download online pdf in Gujarati

ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? ભાગ 1

તમે ક્યારેક ભૂતને જોયું છે? અચાનક તેની સાથે મેળાપ થઈ જવાના કિસ્સા તો અનેક વાર સાંભળી ચૂક્યાં છે પરંતુ ક્યારેક કોઈએ ભૂતને સામેથી આમંત્રણ આપ્યું હોવાના કિસ્સા સાંભળ્યા છે? નહીંને? તો પછી આજે તમને હું એક કિસ્સો કહ્યું છું જે માત્ર એક વાર્તા કે નવલકથા નથી પરંતુ હકીકતમાં બનેલી ભયાનક ઘટના છે. જો કે ઘટના બનીને અનેક દાયકા વીતી ગયાં છે છતાં તે વાત જ્યારે પણ સાંભળતી હતી ત્યારે રુંવાડા ઉભા થઇ જતાં હતાં. તો શરૂ કરીએ...
ઘણાં દાયકાઓ પૂર્વેની વાત છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીક એક ગામ આવેલું છે. આજે પણ આ ગામમાં આધુનિક સગવડ અને સુવિધાઓનો અભાવ છે તો પછી દાયકાઓ પૂર્વે અહીં કેવી પરિસ્થિતિ હશે તેની તો કલ્પના જ કરવા રહી. આ ગામમાં ત્યારે એક કુટુંબ રહેતું હતું. પહેલાં નો સમય હતો એટલે કુટુંબ પણ મોટું હતું. ઘરમાં માતા તેના છ સંતાન ની સાથે રહેતાં હતાં. આ સંતાનમાં તેમનો સૌથી મોટો પુત્ર જ્યંતી સૌથી હોશિયાર હતો. નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી દેનાર જ્યંતીએ ગરીબી અને લાચારી ખૂબ નજીકથી જોઈ હતી જેને લીધે તે નાનપણથી જ સ્વાવલંબી તો હતો સાથે સાથે નાના ભાઈ બહેનની જવાબદારી માથે હોવાથી ખૂબ જ હિંમતવાન અને મજબૂત પણ હતો.

જ્યંતીને બે ખાસ મિત્રો હતાં. છગન અને ઠાકોર. નાનપણથી તેઓ સાથે જ શાળામાં જતાં અને આવતાં તેમજ ક્યારેક સાંજે ગામની નજીક આવેલા દરિયા કિનારે લટાર પણ મારવા જતાં હતાં. આ વાત ત્યારની છે જ્યારે આ ત્રણે તેની યુવાનીના દિવસોમાં પ્રવેશ કરી રહ્યાં હતાં. દર વર્ષે શ્રાવણ મહિનામાં ગામમાં મેળો ભરાતો હતો. જેમાં ભાગ લેવા માટે આજુબાજુના ગામના લોકોની સાથે સાધુ, સંતો અને ભૂવાઓ પણ આવતાં હતાં. તે સમયે મેળો એટલે કોઈ ઉત્સવથી કંઈક ઓછું નહીં. ખિસ્સામાં ભલે એક આનો ન હોય પરંતુ મજા સેંકડો રૂપિયાની માણવાની. આ ત્રણે મિત્રો પણ દર વર્ષે મેળામાં જાય. પરંતુ આ વર્ષનો મેળો તેમને જીવનભરની એક મોટી યાદગીરી આપી જશે તેનો તેમને અંદાજ પણ નહતો.

ત્રણે મિત્રો મેળામાં ફરી રહ્યાં હતાં ત્યારે અનેક ભૂવાઓ અને સાધુઓને જોતાં હતાં અને તેમની વેશભૂષા અને તપ કરવાની રીત જોઈને આશ્ચર્ય પણ પામતાં હતાં. આમ જ મેળામાં ફરતાં ફરતાં આ ત્રણ મિત્રો કોઈ મુદ્દા પર વાતે ચઢ્યા. ત્યાં છગન બોલ્યો અરે અલ્યા જ્યંતી, 'આ ભૂવાઓ ભૂત પ્રેતથી ડરતાં નહીં હોય કે શું? તેઓ જ્યાં તપસ્યા કરે છે અને એવી જગ્યાએ એકલાં રહે છે જ્યાં કોઈને જવા નો વિચાર સુધ્ધાં કંપારી કરાવી મૂકે છે.' ત્યાં જ્યંતી બોલ્યો, ' અરે હા, ભાઈબંધ આ વસ્તુ જાણવી તો જોઈએ કે આ લોકો કેવી રીતે રહે છે. બીજું એ કે તેઓનો ક્યારેક ને ક્યારેક ભૂત પ્રેતની સાથે સામનો તો થયો જ હશેને. આપણે તો આજ લગી સાંભળતા જ આવ્યા છે કે ભૂતપ્રેત આવા હોય છે અને તેવા હોય છે વગેરે વગેરે પરંતુ હકીકતમાં કેવાં હોય તે જાણવું જોઈએ.' ઠાકોર બોલ્યો, ' ઓ, ભાઈ શું આ બધી વાતો ચાલુ કરી દીધી તમે લોકોએ મેળામાં આવ્યા છો તો તેની મજા લો ને શું કરવાનાં ભૂતપ્રેત વિશે જાણીને અને તેને જોઈને.' જ્યંતી બોલ્યો, ' કેમ ઠાકોર ડર લાગે છે કે? એમાં શું ડરવાનું જીવનમાં કોઈ વાતનો અફસોસ નહીં રહી જવો જોઈએ.'

આ ત્રણ મિત્રોની વાત ચાલતી હતી ત્યાં પાછળથી કોઈનો હસવાનો અવાજ આવે છે. આ ત્રણે મિત્રો પાછળ ફરીને જોઈ છે તો કોઈ ભયાનક દેખાતો ભુવો હસી રહ્યો હોય છે. તે જ્યંતી બાજુ જોઈને તેને સીધો પ્રશ્ન કરે છે, ' શું તને ખરેખર ભૂતપ્રેત થી ડર નથી લાગતો? શું તારે હકીકતમાં તેને જોવા છે? ' આ ભુવા ના મુખમાંથી નીકળેલા શબ્દોએ એક મિનિટ માટે તો બધાં ને અવાચક બનાવી દીધા. ઠાકોર બોલ્યો, ' ના..ના.. અમને આવું કંઈ જોવું નથી અમે તો એમજ વાત કરી રહ્યાં હતાં. માફ કરજો તમને કોઈ તકલીફ થઈ હોય તો બસ હવે અમે ઘરે જ જઈએ છીએ.' પરંતુ ભુવાની વાત સાંભળીને જ્યંતીને થોડું કુતુહલ થયું તેણે ભુવાને પૂછ્યું, ' બાબા, શું તમે ખરેખર ભૂતને મળી શકો છો એટલે કે મારો પૂછવાનો અર્થ એ કે શું તમે ખરેખર તેને જોઈ શકો છો ?' ભુવો બોલ્યો, ' હું તને અહીં વધારે કંઈ કહીશ નહીં જો તારે ખરેખર ભૂતને જોવો હોય તો આવતી કાલે સાંજે સૂર્યાસ્ત બાદ ગામના દરિયા કિનારે આવી જજે. તારા બધાં સવાલના જવાબ તને મળી જશે.'
ભુવાની વાત સાંભળીને ઠાકોરના તો પસીના છૂટી ગયાં અને છગન ના મનમાં થોડો ડર પરંતુ જ્યંતી એકદમ મકકમ થઈને બોલ્યો, ' અમે ચોક્કસ આવીશું કાલે સાંજે દરિયાકિનારે. હવે તો મારે જોઈને જ રહેવું છે.....

(ક્રમશ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED