વસવસો - 1 Pratik Varia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસવસો - 1

હાલ : ૧૮- ૦૮- ૨૦૧૯


જીવન ઘણી વખત, એક નાની અમથી વાત શીખવવા આપણાં પર બહુ મોટો પ્રહાર કરે છે. એ પ્રહાર એવો તો આકરો ઉઝરડો આપે છે, કે આજીવન રુઝાતો નથી. એ વાતનો વસવસો સતત થયા કરે છે. એક રંજ રહી જાય છે મનમાં, કે કેમ આવું થયું.?? મારી પાસે મોકો હતો..!! કેમ હું સમજ્યો નહીં જીવનનો એ ઈશારો...??? પણ આ વાત જયારે સમજાય છે, ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય છે. ત્યારે પસ્તાવો કરવા અને પોતાને ભાંડ્યા સિવાય આપણી પાસે કશું નથી રહેતું.!!!

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


૧૮-૦૮ -૨૦૧૮


હું સૂતો હતો, મારો ફોન રણક્યો. મહાપરાણે આંખો ખોલી , ફોન હાથમાં લઈ જોયું તો દીપા માસીનો ફોન હતો. આંખને બંધ કરી મેં ફોન ઉપાડ્યો. હલ્લો...

બેટાં, મંથન અને તારા કાકા હજી લગણ ગર નથ આયવા.! અને ઉપરથી ઈ લોકોનો ફોનય બંધ આવે છે. દીકરા તપાસ કરીને મને કે'ને ક્યાં પોયગા ઈ લોકો. મને બૌ ચિંતા થાય છે.

મારા ફોન ઉપાડતાની સાથે જ દીપા માસી એકીશ્વાસે બધું બોલી ગયાં.

આ સાંભળી મારી બંધ આંખોમાંથી ઊંઘ અચાનક જતી રહી. દીવાલમાં ઘડિયાળ ઉપર નજર કરી જોયું તો સવારના નવ વાગ્યા હતા. મનમાં તરત જ વિચાર આવ્યો કે રાત્રે અગિયાર વાગ્યાની બસ, પાંચ કલાકનો રસ્તો, તો પાંચ અને નહીં તો મોડામાં મોડું છ વાગ્યે પહોંચી જવી જોઈએ. પણ નવ વાગ્યા તો પણ હજુ મંથન અને વિનોદ કાકા ઘરે નથી પહોંચ્યા..!! તો કદાચ બસ બગડી હશે. પણ તો બંનેના ફોન કેમ બંધ આવે છે..????

આ વિચારે મને સફાળો બેઠો કરી મુક્યો..!!!

મારા મગજમાં ચમકારો થયો, આગલા દિવસે વાંચેલા ઘંટાલ ટ્રાવેલ્સ વિષેના રિવ્યુસ મગજમાં ઘુમવા લાગ્યાં.

"ડ્રાઈવર આડેધડ બસ ચલાવે છે અને બસ રસ્તામાં બંધ પડી જાય છે."

તમે ચિંતા ન કરો,બસ બગડી હશે એટલે મંથન અને કાકા હજુ સુધી નહીં આવ્યા હોય. મેં માસીને કહ્યું, પણ પોતાની જાતને સમજાવતો હોઉં એવું લાગ્યું.

માસીનો ફોન મૂકી તરત જ મેં મંથન અને વિનોદ કાકા એમ બન્નેના ફોનમાં એક પછી એક એમ ચાર પાંચ વખત ફોન કર્યા. પણ બન્નેનાં ફોન બંધ જ આવી રહ્યા હતાં. હું થોડો વધારે મૂંઝાયો, પણ મનમાં આવતાં ખોટા વિચારોને અવગણીને મેં મારા પ્રયત્નો ચાલુ રાખ્યા. તરત જ મને વિચાર આવ્યો, કે બસ ઓપરેટર કંપનીને ફોન કરું. મેં તરત જ કંપનીમાં ફોન લગાડ્યો, એક આખી રીંગ પૂરી થઈ ગઈ. પણ કોઈએ ફોન ન ઉપાડ્યો..!! આવા સમયે જો કોઈ મારો ફોન ન ઉપાડે તો હું મનમાં એને બહુ ગાળો ભાંડુ છું.., અથવા સામે હોય તો મારી મારીને લાલચોળ કરી મુકું એટલો ગુસ્સામાં હોઉં છું...

ખબર નહીં કેમ પણ ઓચિંતાનો હું ગળગળો થઈ ગયો અને મારા હાથ ધ્રુજવા લાગ્યાં.

મને ગઈકાલે મંથન સાથે થયેલી વાત યાદ આવી...

"ભાઈ, પપ્પા હાયરે છે. તો અમે બેય જણા હુતા હુતા મોરબી લગણ પોગી જાય એવી કોઈ હારી બસમાં ટિકટુ કરાવજે. એટલે હવારે ગેરે પોગીને ફ્રેસ રઇયે.", "તમ તારે પૈસાની ચિંતા ન કરતો હો.., જે થાય ઈ કે'જે હું આપતો જાયસ."

મેં આ બધા વિચારોને અવગણી મારા મનને શાંત કરી, ફરી બસ ઓપરેટર કંપનીમાં ફોન કર્યો. હાશ.. કોઈએ ફોન ઉપાડ્યો...

ઘંટાલ ટ્રાવેલ્સ..,

હલ્લો ગઈકાલે રાતની તમારી બસ જે અગિયાર વાગ્યે વડોદરાથી મોરબી જવાની હતી એ ક્યાં પહોંચી છે ???

તમે કોણ બોલો છો ???

અરે હું જે પણ બોલતો હોઉં, તમે મને ખાલી એ કહો બસ ક્યાં પહોંચી છે.? અને હજુ સુધી એ મોરબી કેમ નથી પહોંચી .????

પાંચ કલાકનો રસ્તો છે, નવ કલાક થયા..!!! હું થોડો હડબડાટમાં અને ગુસ્સામાં એકીશ્વાસે બોલી ગયો.

સર એક્ચ્યુલી, એ બસનું એક્સિડન્ટ થયું છે.. અને.........

શું..!!!!!!! એ પછી ટેલિફોન ઑપરેટર જે કંઈ બોલ્યો, એ મને સંભળાયું જ નહીં...

હું એકદમ જ સ્તબ્ધ બની ગયો..!!! મારી અંદરથી એક ધ્રુજારી છૂટી ગઈ.!!!

મને ફરી ગઈકાલે મંથન સાથે થયેલી વાત યાદ આવી...

"પૈસાનો તો સવાલ જ નથી.!! એવા સો-બસ્સો રૂપિયા બચાવા હાટુ જીવ થોડી જોખમમાં નખાતા હોય ભલા માણા..??"

"ભાઈ, પપ્પા હાયરે છે. તો અમે બેય જણા હુતા હુતા મોરબી લગણ પોગી જાય એવી કોઈ હારી બસમાં ટિકટુ કરાવજે. એટલે હવારે ગેરે પોગીને ફ્રેસ રઇયે.", "તમ તારે પૈસાની ચિંતા ન કરતો હો.., જે થાય ઈ કે'જે હું આપતો જાયસ."

tv પાસે ૧૦૦૦ રૂપિયા રિમોટ નીચે રાખેલા હતા..

હા.......................................................... સંકલ્પે ઝોરથી ફોન ફેંક્યો..., અને રડતા રડતા પોતાને જ મારવા લાગ્યો......