Ajnabi Humsafar - 18 books and stories free download online pdf in Gujarati

અજનબી હમસફર - ૧૮

"પપ્પા ?" આ સાંભળી દિયા રાકેશથી દૂર ખસી ગઈ

"હા હું ..તે તો કંઈ ફોન ના કર્યો કે તુ તકલીફમાં છે. એ તો સવારે તને ફોન લગાવ્યો, લાગ્યો નહીં એટલે તારી ઓફિસે ફોન કર્યો ત્યાંથી ખબર પડી કે તને એડમીટ કર્યો છે .એટલે હું તરત જ ગાડી લઈને અહીં આવી ગયો. તારી મમ્મી પણ આવવા માંગતી હતી પણ મેં ના પાડી. તારા દાદાએ તો તને ત્યાં જ લઈ જવાનું કહ્યું છે "કહી રાકેશ ના પપ્પા રાકેશ પાસે આવ્યા.

"સોરી પપ્પા પણ મારો ફોન હજી મેં હાથમાં જ નથી લીધો . પણ સારું થયું ને એ બહાને તમે મને અહીંયા મળવા તો આવ્યા. કેટલા સમયથી તમને આમોદ આવવાનુ કહું છું તો કઈ ને કઈ કામના લીધે આવતા જ ના હતા અને હા.. મને કઈ નથી થયું . કાલે તો રજા મળી જશે " રાકેશે કહ્યું.

" તો પણ ચિંતા તો થાય જ ને બેટા, આ છોકરી કોણ છે" રાકેશના પપ્પાએ દિયા તરફ જોઈ પૂછ્યું.

"પપ્પા આ દિયા છે .મારી સાથે જ જોબમાં લાગેલી તે આમોદમાં છે , મેં ધનજી દાદાની વાત કરેલી ને ? તેના ઘરે જ રહે છે "

રાકેશે તેની ફેમિલીને પોતાના વિશે કશું જણાવ્યું ન હતું એ વાત દિયાને ખુંચી પણ તરત જ તેણે રાકેશના પપ્પાને નમસ્તે અંકલ કહીને અભિવાદન કર્યું. રાકેશના પપ્પાએ પણ હસતા ચહેરે દિયાને નમસ્તે કહ્યું .

તેને થયું કે બાપ-દીકરાને થોડો સમય આપવો જોઈએ. એટલે તે પાણી પીવાના બહાને બહાર નીકળી ગઈ.

"તે તો મને ક્યારેય આ છોકરી વિશે જણાવ્યું નહીં. ઘણી કાળજી રાખે છે ને કઈ? ગર્લફ્રેન્ડ છે?"

"પપ્પા એ મારી દોસ્ત છે " રાકેશે કહ્યું.

"બરાબર"

"હું સવારે એટલા માટે તને ફોન કરતો હતો કે તારા માટે સંબંધની વાત આવી છે. છોકરી દેખાવે ખૂબ જ સુંદર છે .આ દિયા છે ને એવી જ અને સંસ્કારી પણ. તેના ખાનદાનનુ આપણી નાતમા ખૂબ મોટું નામ છે .એક વાર જોઈ લે એટલે આપણે સંબંધ નક્કી કરી નાખીએ " રાકેશના પપ્પાએ કહ્યું .

"પપ્પા તમને ખબર તો છે કે હજુ મારે આઈએએસની એકઝામ ક્લીયર કરવાની છે પછી જ લગ્ન વિશે વિચારીશ ."

"મને કોઈ વાંધો નથી પણ તારા દાદા ની તબિયત હવે સારી નથી રહેતી એટલે તેમની ઇચ્છા છે કે મરતા પહેલા તારું ઘર વસાવેલું જોવે .બને એટલા જલ્દી તું લગ્ન કરી લે. "

દિયાના કાને રાકેશના પપ્પાના છેલ્લા શબ્દો સભળાયા ‌રાકેશના લગ્ન? તેના પગ દરવાજે જ અટકી ગયા .

"અરે આવ બેટા આવ ..તુ જ રાકેશ ને સમજાવ કે હવે લગ્ન કરી લે. અમે છોકરી જોઈ રાખી છે આને ખાલી હા જ પાડવાની છે ." રાકેશના પપ્પાએ દિયાને દરવાજે ઊભેલી જોઈ કહ્યું.

તે મોસંબીનો જ્યૂસ લઈને અંદર આવી . ગ્લાસમાં ભરી તેણે રાકેશના પપ્પાને અને રાકેશને આપ્યું. તેના મોં માંથી પરાણે થોડા શબ્દો નીકળ્યા અને કહ્યું,

"હા રાકેશ તારે લગ્ન કરી લેવા જોઈએ"

દિયા ની વાત સાંભળી રાકેશે તેની સામે જોયું . દિયાની આંખો માં તેને એક અનકહી નારાજગી દેખાઈ.

રાકેશના પપ્પાએ દિયા ને તેના ઘર પરિવાર ,તેના પપ્પાના કામ વિશે પૂછ્યું .દિયાએ પોતાના પરિવારની બધી માહિતી આપી .

અચ્છા તો તમે બ્રાહ્મણ છો એમ ને . દિયાએ હકારમા માથું હલાવ્યું. રાકેશના પપ્પાનો સવાલ દિયાના મનમાં પ્રશ્ન છોડી ગયો . શું રાકેશના પપ્પા પોતાના અને રાકેશના સંબંધ અંગે શંકા કરતા હશે ? એ પણ જ્ઞાતિ ના ભેદભાવમાં માનતા હશે ? પોતાના મનના સવાલો ખંખેરી રાકેશના પપ્પાને કહ્યું ,

" અંકલ તમે અહીં છો તો હું ઘરે જઈને સાંજનું જમવાનું લઈ આવું" તેનુ મન રાકેશના પપ્પાની વાત સાંભળી બેચેન થતુ હતું . તે ત્યાં થી દુર જવા માંગતી હતી એટલે ટીફીનનુ બહાનું કાઢીને ત્યાંથી નીકળી ગઈ.

"હા બેટા હું અહીં જ છું . તુ જા "

ઘરે પહોંચી દિયાએ બા દાદાને રાકેશની તબિયત વિષે જણાવ્યું અને તેના પપ્પા વિશે પણ કહ્યું .
ધનજી દાદાએ દિયાને જ્યાં સુધી રાકેશ ઠીક ના થાય ત્યાં સુધી તે બંનેની રહેવા જમવાની વ્યવસ્થા અહીં જ ગોઠવવા કહ્યું . આ સાંભળી દિયાએ મહારાજને રાકેશ માટે ખીચડી અને તેના પપ્પા માટે જમવાનું બનાવવા માટે કહ્યું અને તે ઉપર પોતાના રૂમમાં ગઈ. ફ્રેશ થઈને એ બહાર ટેરેસ ગાર્ડનમાં આવી . ત્યાં સમીર બેઠેલો હતો. તેના હાથમાં કંઇક હતું . દિયા તેની પાસે ગઈ તો તેણે એ મુઠ્ઠી માં છુપાવી દીધું.

"શું છુપાવે છે સમીર ?" દિયા એ પૂછ્યું.

"કંઈ ખાસ નથી તું બોલ રાકેશની તબિયત કેમ છે?

સારી છે પણ તું શું છુપાવે છે બતાવ તો ?"એમ કહી દિયાએ તેનો હાથ પકડ્યો અને મુઠ્ઠી ખોલી .

તેમાં એક સુંદર રિંગ હતી જેમાં વચ્ચે એક ડાયમંડ લગાવેલો હતો.

"રિંગ? તુ આ છુપાવતો કેમ હતો .?કોની છે આ રિંગ?"દિયાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"દિયા મને ફેરવી ફેરવીને વાત કરતા નથી આવડતી એટલે સીધું જ કહુ છુ.આઈ લવ યુ દિયા અને આ‌ રિંગ તારા માટે જ છે."

સમીર ની વાત સાંભળી દિયાનુ હ્દય ધબકારો ચૂકી ગયું.


ક્રમશઃ...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED