પ્રિયતમ - 2 Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિયતમ - 2

' પ્રિયતમ ' પાર્ટ - 2

🌺🌹🌺🌹🌺

ગામડેથી નીકળ્યા બાદ શહેર તરફ જવા માટે હાઈ વે પરથી બસ મળી ગઈ .
બસની બારીમાંથી વરસાદી વાછંટની બુંદો મધુના ઓઢણાંને ભીનો કરી રહી હતી . આવા ભીના વરસાદી મૌસમમાં નવ પરિણીત યુગલ પોતાના વિચારોમાં જુદી જુદી દિશાઓમાં ખોવાયેલા હતા .
ભીના મૌસમની સાથે મધુનું મન પણ ભૂતકાળની યાદોમાં ભીંજાય રહ્યું હતું .
હજુ તો ગામના સીમાડો વટાવ્યાને હજુ ક્યાં ટાઈમ જ થયો હતો .
છતાં ધીરે ધીરે બધુ દૂર દૂર નીકળી ગયું હોય એવું લાગતું હતું . જેની સાથે જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું હતું . એને પણ એક જાટકે છોડીને આવી ગઈ હતી . ખેર બાપુની જિંદગી હવે શાંતિથી વિતે બસ...

બારીમાંથી આવતી હવાને કારણે મધુના ઓઢણાનો છેડો ઉડીને રામજીના હાથ ઉપર પથરાય ગયો . મધુનું ધ્યાન ન જાય એમ રામજીએ ધીરેથી ઓઢણાને સ્પર્શ કર્યો .
સ્પર્શ કરતા જ રોમ રોમમાં એક ધ્રુજારી ઉઠી ગઈ ... ઘડીભર ઈચ્છા થઈ ગઈ . બસ ...કોઈ એને પ્રેમથી વળગી પડે , ખૂબ પ્રેમ આપે...
ખેર... મધુનુ ધ્યાન જાય એ પહેલાં જ ઓઢણાં પરથી પોતાનો હાથ હટાવી લીધો .એમ પણ મધુનું ધ્યાન કોઈ બીજી દિશામાં જ હતું .

બાળપણનું વ્હાલ , મસ્તી , આઝાદી , મમતા ... જુવાનીમાં પણ કોઈ મને પ્રેમ કરે એ બધું મારા નસીબમાં ક્યાં... એ પણ એકતરફી પ્રેમ....
રામજી પોતાના નસીબને કોસતો ચૂપચાપ બેઠો રહ્યો .

🌺🌹🌺🌹🌺

પોતાના શહેરમાં બસનું આગમન થઈ ચૂક્યું હતું . સ્ટેશન આવતા જ મધુ સાથે ઉતરીને રિક્ષામાં રવાના થઈ ગયા ..... મધુને ખૂબ નવાઈ લાગી , આટલી જાહોજલાલી હોવા છતાં ન કોઈ ગાડી લઈને લેવા આવ્યું કે પછી આગમન માટે કોઈ આવ્યું ...
ખેર ,..... પૈસા વાળા માણસોનું ભલું પૂછવું , કેવી રીતે સ્વાગત કરે , શુ ખબર...

ઘરની બહાર રીક્ષા ઉભી રહી . ખરા અર્થમાં તો એ ઘર હતું જ નહીં . બહારથી તો ભવ્ય હવેલી જેવુ દેખાય રહ્યું હતું . ...થોડા થોડા અંતરે આસોપાલવના ઝાડથી શણગારેલું ફળિયું ... , જુદી જુદી જાતના કોતરણી કામ કરેલા હીંચકા.. , દિવાલો પર ભાતભાતના બનેલા ગામઠી ચિત્રો... , આ બધું જોઈને મધુ તો પાગલ બની ગઈ .
અ....હાહાહા આવો રાજસી ઠાઠ... બાપ..રે... હવેલી છે હવેલી ...
બહારથી અટલુ સુંદર તો....
અંદર તો કેવુ હશે.....પણ.... પુરા ફળિયામાં કોઈ માણસની અવરજવર દેખાણી નહીં...

રામજી પોતે પોતાના જ ઘરના આંગણે ચહેરા પર એક ડર સાથે ચૂપચાપ ઉભો હતો .

થોડીવારમાં એમનો ચોકીદાર હાજર થયો . અને રામજીના હાથમાં ચાવી આપતા બોલ્યો . ' શેઠે કહ્યું છે કે ફેક્ટરીની બાજુમાં આવેલ ઘરની ચાવી છે . અને આ થોડાઘણા પૈસા...
તમે લોકો આજથી તમારો સંસાર એ ઘરથી શરૂ કરજો ... સમય મળશે ત્યારે શેઠ-શેઠાણી મળવા આવી જશે ..

રામજીના અકળામણ ભરેલા ચહેરાને જોતા મધુને હમણાં કંઈ પૂછવું ઠીક ન લાગ્યું . એની સાથે એ પણ ચૂપચાપ ચાલી નીકળી .

ઘર આવતા જ રીક્ષા ઉભી રહી . મધુએ ઉતરતા જ જોયું આસપાસ ક્યાંય કોઈ ઘર જેવું દેખાયું નહિ .
એક વાદળી કલરના દરવાજા પર તાળું લાગેલું જોયું . રામજીને એ તરફ જતા જોઈ એના ડગલે ચાલી નીકળી .
તાળું ખોલતા જ ધૂળધાણી થયેલો ઓરડો , ઓરડાના એક ખૂણામાં જ રસોડાનો પથ્થર .. એક ખૂણામાં સંડાસ-બાથરૂમ.. , અને એક નાનકડી બારી.....
મધુને તો કાપો તોય લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ...
આજ ઘર હશે મારુ ? સ્તબ્ધ બનીને ઉભી રહી ..પોતાની નજર રામજી તરફ કરતા જોયું તો રામજી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો ...
મધુની આગળ બે હાથ જોડી ઉભો રહ્યો ... અને બોલ્યો... ' મને માફ કરી દેજો , મારા માઁ-બાપુ અટલો ખરાબ વ્યવહાર કરશે એવી તો ખબર જ ન્હોતી . રડતા રડતા ધપ્પ દઈને રૂમના ખૂણે બેસી પડ્યો . આવા ઘરમાં તમારું આગમન થશે એવી ધારણા તો કરી જ ન્હોતી .
મધુ એની બાજુમાં બેસતા બોલી ' તમારી સાથે અટલો ખરાબ વ્યવહાર ? શુ વાત છે ? જે હકીકત હોય એ મને શાંતિથી જણાવો ...

રસોડામાં રહેલ માટલામાં કોઈએ તાજું જ પાણી ભર્યું હશે એવું લાગ્યું . મધુએ પાણીનો ગ્લાસ ભરીને રામજી સામે ધર્યો ...
પાણી પીને સ્વસ્થ થતા રામજી બોલ્યો ' મારા માઁ-બાપુ એ નાનપણથી મારી સાથે ઓરમાયું વર્તન કર્યું છે . ફેકટરીમાં પણ મારો કોઈ ભાગ છે જ નહીં . મારા બે મોટાભાઈ છે એ જ ફેકટરી સંભાળે છે .

મને પગની તકલીફ હોવાથી મને કોઈપણ જગ્યાએ આવવા-જવા ઉપર પાબંદી લગાવી રાખી હતી .
ઘરમાં પણ કંઈ સારો પ્રસંગ હોયતો મને બીજે મોકલી દેવામાં આવતો . અને કડક શબ્દોમાં કહેવામાં આવતું બધાની વચ્ચે ભૂલમાં પણ આવતો નહિ . તારો આવો દેખાવ જોઈ અમારુ ખરાબ લાગશે .

રામજીની વાત પરથી મધુને પુરી પરિસ્થિતિ સમજાઈ ગઈ . એણે રામજીને આશ્વાસન આપતા કહ્યું
' અરે ..કાંઈ વાંધો નહિ , આપણી માટે તો રહેવા માટે આ છત પણ પૂરતી છે . એનાથી વધારે આપણે શું જોઈએ . ? '
તમે એક કામ કરો રસોડામાં જરૂરી વસ્તુઓ છે જ , તમે જઈને દૂધ લઈ આવો . પછી આપણે ગરમાગરમ ચા પી ને થાક ઉતારી લઈએ . ત્યાં સુધી હું ઓરડામાં થોડુંઘણું ઠીકઠાક કરી નાખું .

રામજી મધુની સામે જોતો રહ્યો હજુ તો નવી પરણેલી પહેલી જ વાર ઘરમાં પગ મૂક્યો અને છતાં આવી પરિસ્થિતિને કેટલી સરળતાથી લઈ લીધી . જાણે કંઈ બન્યું જ નથી .

રામજીને દૂધ લઈને આવવામાં થોડીવાર લાગી પરંતુ આવીને જોયું ત્યાંતો ઓરડાના રંગ-ઢંગ બદલાઈ ચુક્યા હતા . ઓરડો એકદમ સાફસુથરો થઈ ચૂક્યો હતો . તાજા સાફ થયેલા ઓરડામાંથી ભીની ભીની સુગંધ આવી રહી હતી .

રામજીએ વિચાર્યું આમ તો આજની રાત ...સુહાગરાત ..પણ પોતાના પ્રત્યે મધુને ખાસ કોઈ આકર્ષણ હોય એવું લાગ્યું નહિ . રામજીને પણ લાગ્યું એની ઈચ્છા વિરુદ્ધ તો કાંઈ આગળ વધવું યોગ્ય ન ગણાય . ખેર એણે મારી સાથે જિંદગી વિતાવવા આવી પરિસ્થિતિને સ્વીકારી લીધી એ પણ ઘણું છે ...

★રામજી અને મધુનું લગ્નજીવન એમના જીવનનિર્વાહને ક્યાં રસ્તે લઈ જશે ?

★રામજીના હૃદયના કોરાકાગળ પર પ્રેમના હસ્તાક્ષર મંડાશે કે નહીં ???

To be continue....
ફરી મળીશું આવતા અંકમાં .....

રામજી , મધુ અને ????