The wonder of the intellect books and stories free download online pdf in Gujarati

બુદ્ધિનો કમાલ


બુદ્ધિચાતુર્ય એ આં સૃષ્ટિ ના તમામ પ્રાણીઓમાં જુદું જુદું જોવા મળે છે. આમાં કોઈકની વિચારવાની પદ્ધતિ તીવ્ર હોય તો કોઈકની મંદ પરંતુ આં વિશ્વ ના સર્જન હાર એવા ભગવાને સમગ્ર પ્રાણીઓમાં કેવળ મનુષ્ય માત્રને જ ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપી છે. પરંતુ દરેક જીવ પોતાના ‌ક્ષેત્ર માં મહત્વનું યોગદાન દર્શાવે છે.

એક મોટું ગામ હતું તે ગામમાં તમામ પ્રકારના માણસો રહેતા હતા .તેમાં કેટલાક વ્યક્તિ ઓ ચાલાક અને કેટલાક મૂરખ હતા.તેમાં એક ઘરમાં બે ભાઈ હતા છગન અને મગન તેમાં નાનો ભાઈ છગન થો ડો વધારે હોશિયાર પણ મોટો ભાઈ મગન તે બહુ ઓછી બુદ્ધિ વારો. એક દિવસ મગન નોકરી શોધવા ગામમાં ગયો ત્યારે એને એક વાણિયો નો ભેટો થયો .વાણિયો ને ખબર હતી કે આં મૂરખને ઓછી ખબર પડે છે . તે વાણિયાએ સામેથી મગનને આવકાર આપ્યો અને કહ્યું ક્યાં ચાલ્યા મગન ભાઈ આવો આવો ચા પાણી કરિએ . ભાઈ તો ગયા ચા પાણી કર્યું અને વાણિયા એ પુછ્યું ક્યાં નીકરાર્યા હતા, તો મગન કહે ભાઈ નોકરી ની શોધમાં નીકળ્યો હતો તો વાણિયો તરત બોલ્યો અરે ભાઈ આવી જાવ કાલે સવારથી આપડે ત્યાં નોકરી.
સવાર પડી અને મગન તો નોકરી ગયો પણ તે વાણિયાએ એક શરત કરી કે જે પહેલા નોકરી છોડવાનું કહે તે 50 આનાં નો દંડ આપે, અડધી મૂછ કપાવે, માથે બોરું કરાવે અને ગધેડા પર બેસી ગામમાં ફરે બોલ આં તમામ શરતો મંજૂર હોય તો હું તને નોકરી રાખું. પણ મગન કાઇપણ વિચાર્યા વગર શરતે બંધાઈ ગયો. વાણિયાને પચાસ એકર જમીન હતી તેને મગન ને ગાડું જોડી આપ્યું અને સાથે એક કારુ કૂતરું આપ્યું અને કહ્યું કે આં કૂતરું જેટલું ચાલે તેટલું તારે ખેતર ખેડવાનું અને તે બેસે એટલે બેસી જવાનું પછી બપોરે ભાત આવે તે જમી લેવાનું બરાબર.પછી મગન ખેતરે ગયો પણ કૂતરું તો ચલ્યાજ કરે પછી બપોરે ભાત આવ્યું શેઠાની કહે આં મકાઈના રોટલા ની કોર ભાગવી નજોવે કઢીની બરણી માંથી કઢી એવી રીતે લેવાની જેથી બરણી નો કાનો બગાડવો ના જોવે અને પેટ ભરી જમી લે અને સાંજે લાકડા અને શાકભાજી લેતો આવજે .પછી તો શેઠાની ઘરે ગયા પણ મગન કેવી રીતે ખાય અને લાંબો નિસાસો નાખી પાછો તે કામે લાગી ગયો. સાંજ પડી જગલમાં લાકડા લેવા ગયો પણ મગન બહુજ થાકી ગયો પણ સુ કરે . પછી ઘરે આવી સૂઈ ગયો આમને આમ ગણા દિવસ ચાલુ રહ્યું પછી તો મગન સાવ મારવાની અણી ઉપર હતો.
એક દિવસ તેના નાનો ભાઇ કહે કેમ ભાઈ સાવ સુકાઈ ગયા પછી ભાઈએ તમામ વાત કરી ત્યારે છગન કહે ચિંતા ના કર ભાઈ જો વાણિયાને તારો બદલી ના વરુ તો ભાઈ લાજે .પછી મગનને બદલે છગન નોકરી ગયો ખેતરે ગયો અને કૂતરાને રોટલી ખવડાવી અને દોરડી થી બાંધી બાજુમાં મૂકી દીધું અને શાંતિ થી આરામ કર્યો ભાત આવ્યું એટલે રોટલાની કોર ભાગે નહી કેમ ચપ્પા વળે વચેથી રોટલા કાપી લઈ બરણી નીચે કાનું પાડી ધરાઈને ખાઈ લીધું અને સાંજે તેજ કૂતરાનું માંસ ઘરે આપ્યું પછી બધા જમી ને ઉભા થાય ત્યારે શેઢ પૂછે કૂતરું ક્યાછે તો કહે તેતો તમે ખાઈ ગયા શેઠ કેવી રીતે કંઈ બોલે શરતે બંધાઈ ગયા હતા .
પછી તો અનાજ વેચવા બજારે જવાનું આવ્યું તો શેઢે દસ બળદગાડા જોડ્યા અને છગનને સાથે લીધો સવારે પાંચ વાગ્યાના નીકળ્યા હતા પણ શેઠ ક્યાંય ઉભા ના રવા દે પછી છગન બુદ્ધિ ચાતુર્ય વાપરી ગાડા ઉભા રાખતા કહ્યું આં બળદગાડાને તાવ આવી ગયો છે ઉભા રહો તેમ કરી આરામ કર્યો પછી પાણી પીવા કૂવા પર ગયો અને મોટેથી અવાજ કર્યો એરે આપરા બળદ ના જોતર કૂવામાં પડી ગયા છે, શેઠ કહે ક્યાછે એટલામાં છગને ચાંદીનો હોકો કૂવામાં નાખી દીધો અને કહે પેલા રહ્યા, શેઠ બહુજ ગુસ્સે થાય અને કૂવામાં હોકો લેવા ઉતર્યા જેવા હોકો લેવા ગયા તેવો છગને અવાજ કર્યો આપડો ઘોડો દરમાં પેસી ગયો ત્યારે છગને ઘોડાની પૂછડું કાપી ઘોડાને જવા દીધો અને પૂછડું દરમાં મૂકી દીધું જેવા શેઠને બહાર નીકળતા આવતા જોઈ છગન ને પૂચડું ને દરમાં મૂકી દીધું અને કહે કે ઘોડો દરમાં જાતો રહ્યો પછી શેઠ હેરાન થઈ ગયા અને શરત પ્રમાણે છગનને પચાસ આનાં આપી અડધી મૂછ કપાવી બોરુ કરાવી ગધેડા ઉપર બેસી ગામમાં ફરી અને પોતાની હાર સ્વીકારી .

પછી છગન હસતે મુખે ગરે ગયો ને ભાઈનો બદલો લીધો .

આમ બધાની વિચારવાની પદ્ધતિ જુદી જુદી હોય છે .
જો છગનની જગ્યાએ મગન હોય તો જરૂર તે શરત હારી ગયો હોત.‼️ -sagar....‼️. 🙏🙏🙏.

બીજા રસપ્રદ વિકલ્પો