horror express - 28 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 28


તે તેના મિત્ર ને એટલા માટે મળવા માગતો હતો કારણ કે તેનો ડર ઓછો થાય અને ભૂતાવળ થી દુર થવા માટે તેનો મિત્ર મદદ કરે.
"બેટા ક્યાં જાય છે?"
મમ્મીએ બૂમ પાડી અને વિજય ત્યાં જ રોકાઈ ગયું.
હું કેતન ને મળવા જાઉં છું.
કયો કેતન?
પહેલા હું જ્યારે મારા કાકાના ત્યાં રહેવા આવ્યો ત્યારે મારે એક મિત્ર બની ગયો હતો કેતન તને મળવા જઉં છું.
વિજય તેના કાકા ના ઘર થી બે ત્રણ ઘર છોડીને જ કેતન નું ઘર આવેલું હતું. તે ઘરમાં તે ઘણો વખત રમેલો એકવાર તો હદ થઈ હતી વિજય અને કેતન તેના વાડામાં લાકડાનો ચાડિયો ઉભો કરવામાં આવેલો અને ત્યાં રમવા બેઠા આજુબાજુ કોઈ ન હતું ત્યારે તે વાડાના એક ખૂણે નાનકડી બાટલી જેવું કશું મૂક્યું હતું.
"વિજય અને કેતન બંને અવનવું કરવાની તાલાવેલી."
કેતન આ શું છે?
કંઈ પીવાની વસ્તુ લાગે છે.
પીવાય?
બિન્દાસ પીવાય.
કેતન નું પ્રોત્સાહન પામીને વિજય તે બાટલી ખાલી મોઢે અડાડે છે. તેના મોઢામાંથી ફીણ નીકળી ગયું. મનમાં ફાળ પડી અને ત્યાંજ કેતન નો બાપુ બંને ને જોઈ ગયેલો એ દિવસે બંને ને માર પડેલો.
"ભૂલથી તેઓ બાટલી ને જોઈ જતા અને ત્યાંથી નાસી જાય."
કહેવાની જરૂર એટલી હતી કે તે બાટલીમાં દેશી દારૂ હતો. આવી તો અનેક આ સ્મરણીય અનુભવમાંથી વિજય નું બાળપણ પસાર થયું હતું અને કેતન જેવો મિત્ર મળીને તે ખરેખર ધન્યતા અનુભવતો.
બે મિત્ર ને ફરી મળવું હતું એટલે તે તેના કાકાના ઘરે પરિવાર સાથે આવ્યો હતો.
વિજયના મનમાં ફાળ પડે છે ,આ શું થઈ રહ્યું હતું એની જોડે પેલી ભૂતાવળ ને મળવાનું કહી કેતન તો ત્યાંથી નાસી ગયો હતો અને હવે ત્યારે તેની સામે હું મળવા તેના ગામમાં આવ્યો છું ત્યારે તે પોતે જ ગાયબ હતો અને વળી પાછું સપનામાં તેની પડેલી વાત સાચી લાગતી હતી.
"વિજય કેટલા દિવસ રેવાના બેટા."
બે દિવસ રોકવા ના છીએ.
કેતન મમ્મી તે સાંભળીને ખુશ થઈ ગઈ કે વિજય પર હેત રાખતી હતી ઘણીવાર વિજય બાળપણ માં તેના ખોળા માં રમ્યો હતો.
ત્યાં જ બીજું કશુક અજુગતું થવા લાગે છે. માસી ઘરમાં એકલા હતા વિજય અને તે બંને ઘરમાં અવાવરું અંધારામાં અને માસી પણ 55 વર્ષ વટાવ્યા પછી એ આકર્ષક દેખાઇ રહ્યા હતા. વિજય ને તેમના ઉપર અતુટ માતૃપ્રેમ ઉભરાતો હતો. એટલી જ વારમાં વિજય ત્યાંથી કાકાના ઘરે જવા નીકળી છે.
"કેતન આવે તો સમાચાર મોકલાવજોને"
વિજય જવા લાગ્યો.
સારું હું પણ આવું છું તારી મમ્મીને મળવા. કેતનની મમ્મી પાછું વળીને જોતા વિજય એ ઘરની બહાર નીકળી ગયો.
પેલી ભૂતાવળ યાદ આવવા લાગી કેતન પર ગુસ્સો આવતો હતો કારણકે એ કયો ગયો હતો એ એની માને પણ ખબર ન હતી વિજય ને પહેલીવાર ગાળો બોલવાનું મન થઇ ગયું.
આ પડાવ ના અંતે વિજય બદલાઈ રહ્યો હતો તેનું મન અદ્રશ્ય બાબતોમાં જીવી રહ્યું હતું. જીવનની ચડ-ઊતર અને યુવાની માં પ્રવેશ......
વિજય હવે નવી દુનિયામાં જવાનું હતું તે જાણતો હતો કારણકે એની પાછળ ભૂતાવળ પડી ગઈ હતી.
મનજીત ભાઇ એ દરમિયાન તેને ભૂતોની વાતો કરેલી હતી તે તેને યાદ આવવા લાગી.

વિજય અને તેનો પરિવાર ઘર આવે છે અને ભયંકર સપનાઓ પણ બંધ થઈ ગયા હતા.
સપનાઓ પણ આવતા ન હતા.
વિજયને રાહત થઈ ગઈ.
કેમ શું થયું?
એ બધું તે ભૂલવા લાગે એટલે જ તેનું મન નોકરી ના વિચારો માં લાગી રહ્યું હતું. તે પાછું નોકરી જવાનું વિચારીને પોતાનું મન પ્રફલ્લિત કરી રહ્યો હતો.
વધુ આવતા અંકે.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED