એક વાર ની પ્રાર્થના... ગુલાબ ની કલમ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક વાર ની પ્રાર્થના...

એક વાર ની પ્રાથના
બીના બેન ને દરરોજ સવાર માં ઘરકામ હોય અને દીપક ભાઈ ને ભગવાન ના ભજન કરવા જોઇ. દરરોજ ની કંકાસ, લગ્ન જીવનને દસ દસ વર્ષ થયાં હોવા છતાં સંતાન માં કંઈ જ નહિ. દીપક ભાઈ આખો દિવસ બસ ભક્તિ-ભજન કર્યા કરે ને ભગવાન માં પોતાનું મન પરોવ્યા કરે. બીના બેન સવાર માં જ બધું કામ પતાવી અને પછી જોબ પર જાય બાજુ માં જ નાની એવી શાળા માં એક ટીચર તરીકે. આમ જોવો તો પૈસાદાર ઘર કશું જ કમી નહી, અને રાજગઢ જેવા ગામ માં આટ આટલી જમીન મકાન બધું પણ કોના કામ નું...

શરૂ શરૂ માં તો ઘણા ડૉક્ટર ને બતાવ્યું, ઘણા રૂપિયા પણ ખર્ચી નાખ્યા. તેમના કેસ ને અમદાવાદ મુંબઈ જેવા શહેરો માં પણ મોકલ્યા...
રિઝલ્ટ કંઈ નહિ, અંતે તો નિષ્ફળતા જ મળી બધી બાજુ એ થી. કોઈ પણ અણસાર નહોતો આવતો બીના બેન ને ગર્ભ રહેવાનો.

એક વાર તો ડોકટરો ની મહેનત ને લીધે ગર્ભ રહી ગયો અને દીપક ભાઈ બીના બેન ની ખુશી નો પાર નહિ. દીપક ભાઈ તો એટલા ખુશ થઈ ગયા કે આખા ગામ ને ધુવાડા બંધ જમાડ્યું પણ ખરા... પણ કહેવાય ને કે સારા કાર્ય માં સો વિઘન એમ એવી જ રીતે છ કે સાત મહિના પછી બાળક નો વિકાસ અટકી ગયો અને બીના બેન ના જીવ પર આવી ગયું બધું... બીના બેન જીવી શકે યા તો તેનું બાળક, દીપક ભાઈ એ વગર વિચાર્યે બીના ને બચાવવા નું કહ્યું. આખરે બધા હતા ત્યાં ને ત્યાં આવી અને અટકી ગયા બધા ની નિરાશા નો પાર નહિ...
બંને એટલા ભણેલા ગણેલા હોવા છતાં એક હદ પર એવું પણ કર્યું દોરા ધાગા ને બાધા માનતા પણ કરી લીધું જ્યોતિષ ને પણ બતાવ્યું ને મોટા મોટા ઘરડા બધા કહેતા હોય એવા ભુવા ને એમને પણ બતાવ્યું આખરે બધે થી નિષ્ફળતા જ હાથ લાગી ને પોતે હારી ગયા આ બધા માંથી...

હવે બંને એ આટ આટલા પ્રયત્નો બાદ પોતાનું મન વળી લીધું કે જો એક બીજા માટે આપણે હશું તો કોઈ ના સહારા ની જરૂર નહિ પાડે.. સંતાન વગર પણ જીવાઈ જશે... દુનિયા ને તો આમ બતાવી દીધું પણ મન માં ક્યાંક ને ક્યાંક એક ખૂણા માં બંને ને એવું થતું જ કે એક સંતાન તો હોવું જ જોઈએ. બીના બેન એ તો આ વાત ને પોતાના મગજ માં ના લાવી શકાય એટલે એક નાની એવી જોબ શરૂ કરી અને દીપક ભાઈ ભજન કીર્તન માં સમય કાઢતા..

એક સંતાન ની જરૂર ક્યારે પાડે જ્યારે તેના માતા પિતા એકલા હોય એને સહારા ની જરૂર પડે અને તેને જીવન ના અંત સુધી સાચવે તેનો સહારો બને... આવું જ બધું ને.

દીપક ભાઈ અને બીના બેન ની પ્રાથના અને તેમના તપ નો અંત આવ્યો હવે. તેને જીવન માં જે કમી ખૂટતી હતી તેને પૂરું કરવા વાળું કોઈ આવ્યું, તેનો સહારો બનવા તેનો સાથ આપવા કોઈ આવ્યું... ના ના જો તમે એમ સમજતા હોય કે બીના બેન ગર્ભવતી બન્યા કે એવું કંઈ... જી નહિ એક દિવસ ની વાત છે દીપક ભાઈ સવારે પ્રાથના કરી અને મંદિરે જવા નીકળે છે અને બીના બેન દરરોજ ની જેમ આજે પણ તેને ટોકે છે કે જો એણે આપણા સામું જોયું જ હોત તો આજે આ દિવસ ના આવત. કોઈ હોત આપણી સાથે પણ અને એ ના તો મને આવી બે પૈસા ની નોકરી કરાવત કે તમને આમ મંદિર ના ચક્કર લગાવવા મજબૂર કરત.... આવું તો ઘણું બધું બોલ્યા પણ દિપકભાઈ કંઈ ધ્યાન ના આપતા મંદિર જવા નીકળ્યા..

મંદિરે જવાનો એક જ રસ્તો બધા સામે મળવા વાળા પણ એક જ અને મંદિર માં જેના દર્શન કરવા ના છે એ ભગવાન પણ એક જ અને આ દીપક ભાઈ ની પ્રાથના પણ એક જ કે જીવન ના અંત સુધી કોઈ હોય કે ના હોય પણ એને એની બીના સાથે જોઈએ... આજે પ્રાથના કરી અને નીકળ્યા મંદિર માંથી ત્યાં જ સામે એક મેલા ઘેલા કપડાં માં એક છોકરો હતો પણ તેનું તેજ કંઇક અલગ જ હતું તેના મો પર અલગ જ પ્રકારની ચમક હતી.... આ જોઇ અને દીપક ભાઈ પ્રભાવિત થઈ ગયા તેને તરત જ તેનું નામ પૂછ્યું શ્યામ નામ હતું છોકરા નું અને તેના મો પર એટલું આકર્ષક સ્મિત હતું કે દીપક ભાઈ ભાન ભૂલી ગયા અને તેને વાત માં ને વાત માં ઘરે લઈ આવ્યા પછી ધ્યાન પડ્યું કે કોનો છોકરો હશે શું કરતો હશે આમ કોઈ ના છોકરા ને ઘરે ના લઈ આવાય...

પછી પૂછ્યું બધું તો તેને જણાવ્યું કે તેના માતા પિતા તેને જન્મ પછી તરત જ બીજે રાખી આવ્યા હતા ત્યાં જ ભણ્યો ને મોટો થયો ને એવું બધું કીધું તેનું આકર્ષણ જ એટલું હતું કે જો તે એમ કહે કે હું પોતે જ સ્વયં ભગવાન છું તો દીપક ભાઈ ને બીના બેન માની જાય તરત જ... પછી બીના બેન એ પૂછ્યું કે તું ક્યાં રે છે તો શ્યામ કહે કે રહેવાનું બસ જ્યાં મન ને ગમે ત્યાં અને જમવાનું જે કોઈ ભાવ પૂર્વક જમાડે તે...

બીના આખરે તો સ્ત્રી જ હતી મમતા તેના માં પણ હોય જ ને તેને ખાલી પૂછ્યું કે તું અમારી સાથે રહીશ ?? તો શ્યામ એ કહ્યું કે એમ કેમ રહેવું મારે આ થોડું મારું ઘર છે. દીપક ભાઈ કહે તારુ ઘર નથી તો ઘર માન અને જો તને ગમે તો તું અમને તારા માતા પિતા પણ માની શકે અમે તને તારે જોઈએ તે બધી જ ખુશી પૂરી પાડીશું જે રીતે કૃષ્ણ ને નંદ

બાબા અને જશોદા માતા એ પાળી ને મોટો કર્યો એ રીતે શું તું અમને તારા પાલક માતા પિતા બનવાની પરવાનગી આપી શકે ??

આ તો ભગવાન હતા તે આ લોકો ના જપ તપ જોઇ ને એટલા તો પ્રસન્ન થયા કે ખુદ પોતે જ તેમની સેવા માં આવી ગયા... આ બસ બધું એ લોકો ની પ્રાથના અને તેના તપ ને કારણે જ થયું... પતિ પત્ની વચ્ચે ભલે કંકાસ હોય જગડાઓ હોય પરંતુ તે જ એક બીજા ની સાથે રહેતા હોય છે ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય પરંતુ અંત માં તો એક બીજા જ સાથ નિભાવે છે...

કહેવાય છે ને કે ક્યારેક વારસો ના તપ પણ નઠારા જાય છે ખાલી એક જ વાર ની પ્રાથના થી અને એક વાર ની પ્રાથના થી શું થાય એ તો એમને જ ખબર હોય છે જે ભગવાન માં ના માનતા હોવા છતાં એક વાર પૂરી શ્રદ્ધા થી ભગવાન ને યાદ કરે તો ભગવાન ને પોતે ધરતી પર આવી ને તેના કાર્ય પૂરા કરવા પડે છે.....