Ek allad chhokri books and stories free download online pdf in Gujarati

એક અલ્લડ છોકરી...

તેને કોઈ સાથે દુશ્મની નોતી કે તે કોઈ ને બોલાવે જ નહીં પરંતુ તેની હકીકત કંઇક અલગ જ હતી. તેને કોઈ અભિમાન પણ નહિ કે જેના લીધે તે બધા થી દૂર ભાગે. એક આખું અલગ જ વ્યક્તિત્વ ધરાવતી આ છોકરી હજારો સપનાઓ આંખ માં આંજી ને એક અલગ દુનિયા માં પ્રવેશ કરવા જાય છે. તેની સામે બસ તાજેતર ની જ એક ઘટના આંખ સામે થી ખસતી નથી.

આશરે સાત થી આઠ મહિના પહેલા ની જ વાત છે. શર્મિલી નામ ની આ છોકરી નામે પ્રમાણે જ ગુણ, ખૂબ જ શરમાળ પ્રકૃતિ અને નિખાલસ સ્વભાવ. મમ્મી પપ્પા ની પણ લાડકી અને ક્યારેય ઉંચા અવાજ થી કોઈ ને ના બોલે કંઈ. સંસ્કાર માં પણ કહેવું ના પડે કંઈ એવી આ છોકરી. ભણવા માં પણ ખૂબ જ હોશિયાર અને સમજદાર. અને એવું કહી દઈએ ને તો ચાલે કે ભગવાને બનાવતી વખતે આંખ બંધ કરી ને રૂપ આપી દીધું હશે. આંખ જોવો તો જાણે સાતેય દરિયા ની ઊંડાઈ, વાળ માં મોગરા ની વેણી સજાવે, કપાળ પર એક નાનો ચાંલ્લો આંખ માં કાજળ બસ આ જ એનો મેકઅપ કહો તો મેકઅપ અને કુદરતી નિખાર કહો તો એ. બધું જ આવી ગયું આમાં. એવું નથી કે તે ગામડા ની જેમ મોગરા ની વેણી નાખે અને એવી રીતે તૈયાર થાય પણ આ તો મોર્ડન રીતે ત્યાર થાય જિન્સ ટી શર્ટ અને કમર સુધી પહોંચતા ખુલ્લા વાળ માં મોગરા ની વેણી ને સજાવી ને રાખે. જોવા વાળા પણ ને ઘડી વિચારતા થઇ જાય કે આ તો છોકરી છે કે કોઈ અપ્સરા.


કોલેજ માં આવી અને તેની આખી અલગ જ સ્ટાઈલ ને લીધે છોકરાઓ ફિદા થઇ જતાં તેના રૂપ પર કેમ કે મોર્ડન જિન્સ ટી શર્ટ સાથે વેણી અને ચાંલ્લો કોઈ છોકરી ના કરે. પરંતુ આ તો શર્મીલી હતી. પણ ક્યારેય પોતાના રૂપ પર અભિમાન નોતું કર્યું. પોતાના રૂપ ને લીધે જ તેના જીવન ની સૌ થી મોટી ઘટના થવાની છે તેને અંદાજ સુદ્ધા નથી. તે તો બસ પોતાની મસ્તી માં જીંદગી નો આનંદ માણે છે.


તેની જ કોલેજ માં એક પૈસાદાર બાપ નો બગડેલો છોકરો પણ હતો તેની નજર શર્મિલી પર પડી અને તેને નજર બગડી તેના રૂપ પર. દિવસ વાત છે, તે સીધો શર્મીલી ના ઘરે જ પહોંચ્યો અને તેના માતા પિતા ને કહેવા લાગ્યો કે મારે તમારી છોકરી જોડે લગ્ન કરવા છે. તે નશામાં ચૂર હતો. તેના માતા પિતા એ પોલીસ કેસ કરી અને તેને જેલ ભેગો કર્યો. પૈસાદાર બાપ ની એક ના એક સંતાન ને લીધે તે બીજે જ દિવસે જમીન પર છૂટી ગયો. અને બદલા ની આગ માં સળગવા લાગ્યો.


પોતાના ત્રણ ચાર લુખ્ખા મિત્રો ને લઇ અને કોલેજ બંધ થઈ ત્યાર સુધી રાહ જોઈ. શર્મિલી બસ હવે નીકળવાની તૈયારી માં જ હતી ત્યારે તેની પાસે ગયો અને બહુ ખરાબ રીતે પેલી ને સ્પર્શ કરવાની કોશિશ કરી. પેલી ધ્રુજી ગઈ એક રાડ પણ ના નાખી શકી ત્યાં જ સેક્યોરીટી ગાર્ડ આવી ગયો અને પેલી છોકરી ને જવાનું કહ્યું. પેલી તો જતી રહી અને તેને લાગ્યું કે ગાર્ડ તેને મદદ કરવા માટે જ આવ્યો છે. પરંતુ તેને તે બધા ના નાપાક ઈરાદા ની ખબર જ નથી.


બીજે દિવસે જે રસ્તા માં થી પસાર થાય છે ત્યાં જ તે છોકરો આવી જાય છે અને તેની સાથે તેના બીજા સાત મિત્રો પણ હોય છે અને તેની સાથે તે ગાર્ડ પણ આ બધું છોકરી સમજી ના શકી પણ તેને કંઇક ખરાબ થવાનો અહેસાસ થયો. તે પોતાની સ્કુટી વધારે ઝડપ થી ચલાવવા લાગી ત્યાં જ તેનું ટાયર માં કૈક અવાજ આવ્યો અને સ્કુટી સ્લીપ થઇ ગયું.


તે ભય ની મારી ધ્રુજવા લાગી. પેલા બધા તેની નજીક આવી અને ઊભા રહી ગયા. તેના પર તાકી તાકી ને જોતા હતા. તે છોકરો આગળ આવ્યો અને પેલી નું ટી શર્ટ ખેંચી ને ફાડી નાખ્યું અને બીજા મિત્રો એ છોકરી ને પકડી રાખી.....


તે આઠ રાક્ષસો એ પેલી ની ઇજ્જત લૂટી લીધી... ત્રણ કલાક સતત... તેની હાલત શું હશે તે કદાચ શબ્દો નહિ બોલી શકે. તે બધા જ છોકરી ની સાથે બળાત્કાર કરી અને જતાં રહ્યા તે છોકરી ત્યાં સૂમસામ રસ્તા પર એક પણ કપડાં પહેરેલા નહિ અને પાંચ કલાક પડી રહી. એવું નથી કે રસ્તા પર કોઈ આવતું જતું નહોતું આવવા વાળા અને જવા વાળા ની તો સંખ્યા પણ ગણાય નહી... પણ મદદ કોણ કરે પોલીસે કેસ માં કોણ પડે !!!


છ કલાક ને અંતે છોકરી હિમ્મત કરી અને ઊભી થઇ ત્યાં આજુ બાજુ માં જોયું પોતાની સ્કુટી પર એક સ્કાર્ફ હતો તે ઉઠાવ્યો અને પોતાના શરીર પર જેમ તેમ વિટ્યો હવે તે ઘર તરફ જવાની હિમ્મત કરતી હતી પણ બહુ દૂર હતું ચાલી શકાય તેમ હતું નહિ. તેને યાદ હતું કે પોતાની સ્કુટી માં પોતાનો મોબાઇલ છે. મોબાઈલ કાઢ્યો અને પોતાના પપ્પા ને ફોન કર્યો બંધ આવતો હતો મમ્મી ને કર્યો તો પણ બંધ આવતો હતો બધા તેને શોધવા જ નીકળ્યા હતા. ઘરે થી નીકળી અને આટલી વાત છતાં કોઈ ફોન કોલ નહિ અને પછી પણ નથી આવી ચિંતા કરતા એ લોકો તેના માટે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવા ગયા... અને આ બાજુ છોકરી એ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. પોલીસ વાળા ત્યાં પહોંચતા જ તેને હોસ્પિટલ લઈ ગયા અને તેની પાસે થી બધી હકીકત જાણી.


પેલી છોકરી હિમ્મત હારી અને બેસી રહી અને પોતાના પરિવાર ની બદનામી ને લીધે તે રાક્ષસો પર કેસ ના કર્યો.... તો ના થયું કઇંક ઊંધું જ તે જેવી સાજી થઈ કે તેને સૌ થી પહેલા જે છોકરો હતો તેના ઘરે ગઈ અને તેણે તે દિવસે જે કામ અધૂરું રહી ગયું હતું તે પૂરું કર્યું. મતલબ એણે પેલા છોકરા ના પ્રાઇવેટ પોર્ટ પર જ ઘા કર્યો અને પછી પોલીસ ને બોલાવ્યા પોલીસે બધા જ તેના મિત્રો ને પકડ્યા અને બધા ને ફાંસી ની સજા થાય તે રીતે કેસ ને મજબૂત કર્યો પરંતુ જ્યાં સુધી સજા થાય ત્યાં સુધી તો આ લોકો જામીન આરામ થી છૂટી શકે એટલે તેમને સૌ થી પહેલા તેના પ્રાઇવેટ બોડી પાર્ટ પર જ વાર કર્યો... અને અંતે તે બધા ને ફાંસી ની સજા થઈ....


બેટા તારું સ્ટેશન આવી ગયું.... બાજુ માં જ બેસેલા એક દાદી એ તેને કહ્યું. તે બધું જ ભૂલી અને એક નવી જ વ્યક્તિત્વ ધરાવતી છોકરી બની ગઈ હતી પહેલા કરતાં તદ્દન ઉલટું જરા પણ શરમાળ સ્વભાવ નહિ અને પોતાની અક્કડ માં જ રહેતી. ઈંટ નો જવાબ પથ્થર થી આપતા શીખી ગઈ હતી એ. આ એક ઘટના થી જો તે ડરી અને બેસી રહી હોત તો કદાચ તે આજે છે ત્યાં પહોંચી ના શકી હોત. આજે તેની પર્સનાલટી અને તેની ચમક કંઇક અલગ જ છે. તે ભલે અક્કડ હોય પણ તેની અક્કડતા ને લીધે કોઈ તેનો ઉપયોગ નહિ કરી જાય. તેની આ જ અક્કડતાં અને અલ્લડતા જો બધી જ છોકરીઓ પોતાના જીવન માં અપનાવી લે તો આવા બળાત્કાર ના કિસ્સાઓ જ ના થાય....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED