Love Blood - 23 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-23

લવ બ્લડ
પ્રકરણ-23
બામ્બી અને ટોમ ડીસોઝાનાં દારૂ અને ડ્રગ્સનાં અડ્ડા પર બોઇદો આવેલો આવીને એને અહીં રીલેક્ષ થવુ હતુ. એણે લાર્જ પેગ ઓર્ડર કર્યો અને થોડીવારમાં સર્વિસ પણ થઇ ગઇ.
બોઇદો ડ્રીંક શરૂ કરે અને એની નજર દૂર પડી એ જયાં બેઠો હતો ત્યાંથી થોડે દૂર એણે રીપ્તાને કોઇકની સાથે વાત કરતી જોઇ થોડીવાર જોતો જ રહ્યો એ સાચું જ નહોતો માની રહ્યો કે રીપ્તા અહીંયા ? મને પીધાં પહેલાજ ચઢી ગઇ છે ? અને એ કોની સાથે વાત કરી રહી છે ?
આછાં અંધારામાં એને બે ઓળા દેખાતાં હતાં પણ કંઇ સ્પષ્ટ દેખાઇ નહોતું રહ્યું.. એ લોકો એકબીજાથી દૂર બેઠાં હતાં છતાં કંઇક ગંભીર વાત ચાલુ હતી.. આશ્ચર્યની વાત તો એ હતી કે એ લોકોનાં ટેબલ પર ના ડ્રીંક્સ કે કંઇ જ નહોતું એને કંઇ સમજ નહોતી પડી રહી.
બોઇદો પેગ પર પેગ ચઢાવવા લાગેલો એણે અત્યાર સુધી ત્રણ લાર્જ પેગ પી નાંખેલા હવે ખીસ્સાની ગરમીનું ધ્યાન રાખવાનું હતું એટલે ત્યાં શીંગ ચણાં ચગળતો બેસી રહ્યો હતો. એણે છેલ્લે પેગ પીધો અને જોયુ ત્યાં રીપ્તા કે બીજો માણસ કોઇ જ નહોતું. બોઇદો ઉભો થયો અને વેઇટરને વોલેટમાંથી બીલનાં પૈસા ચૂકવીને ઝડપથી બહાર નીકળ્યો. એણે બહાર આવીને ચારોતરફ જોયુ કોઇ નહોતું. એને હજી સમજ નહોતી પડી રહી કે રીપ્તા અહીં કેમ ? કોની સાથે હતી ?
પછી બોઇદો બેફીકરાઇથી મગજમાંથી બધાં વિચાર ખંખેરવા પ્રયત્ન કરવા લાગ્યો. એને થયું રીપ્તા સમજાતી નથી કઇ જાતની છોકરી છે.. અને પછી એણે બાઇક ચાલુ કરી અને જંગલ તરફ દોડાવી. એનાં પર નશો ચઢેલો અને બાઇક ખૂલ્લા અને વેરાન રસ્તા ઉપર દોડી રહી હતી બોઇદાનો નશો પવન લાગતાં વધી રહેલો એને હવે બીજો નશો કરવાનું મન થયું અને જંગલ આવતાં જ એ અંદર ગીચ વિસ્તારમાં કાચા રસ્તે બાઇક દોડાવી રહેલો.
અંધારુ ધીમે ધીમે ઘેરુ થઇ રહેલું અને બીજા નશાની તલપ બહુ ચઢી રહેલી અને એ એવી જગ્યાએ પહોંચી ગયો જ્યાં બધુ જ મળી જાય. એણે જોયું...
************
દેબાન્શુ અને શૈમીક કલાસરૂમમાં આવ્યાં. દેબુ નુપુરની બાજુમાં જે ગોઠવાઇ ગયો. નુપુરે કહ્યું "બાઇક પાર્ક કરીને આવતાં જાણે એટલી વાર કરી કે.. દેબાન્શુએ કહ્યું "શૌમીક સાથે વાત કરતાં અટવાયો હતો. પણ... તુ કહે છે કે એટલી વાર કરી કે જાણે... જાણે ? નુપુરે કહ્યું જાણે યુગો વીતી ગયાં.
દેવાન્શુને મજાક કરતાં કહ્યું "એટલાં યુગો વીતી ગયાં એ વિતેલાં યુગોમાં તમે શું કર્યું ?
નુપુરે કહ્યું "બસ તારી યાદોમાં સમય પસાર કર્યો વિતેલી માણેલી ક્ષણોને વાગોળી રહી હતી અને તારાં દર્શન થઇ ગયાં.
દેબાન્શુએ કહ્યું "વાહ,..... તો ચલને આજે ક્યાંક ફરી બહાર નીકળી જઇએ... એવી ક્ષણોનું સર્જન કરીએ કે જ્યારે એ ક્ષણો વિતી જઇને યાદ બને ત્યારે એક નવીજ અનૂભૂતિનું સર્જન થાય.
નુપુરે કહ્યું "એય ભણવાનું નથી ? બસ ફર્યાજ કરવાનું છે? દેબાન્શુ કહે હજી તો કોલેજ શરૂ થઇ છે કોઇક ભણેશ્રી પાસેથી નોટ્સ લઇ લઇશુ ચાલને અત્યારે જે સમય છે એવો સમય પણ ફરીથી નહીં મળે.. અત્યારે જે હાથમાં છે એ જીવી લઇએ આવતી કાલે કોણે જોઇ છે ? કેવી હશે ?
નુપુરે મસ્તીમાં કહ્યું "ઓકે ચલ બંક કરીયે કલાસ. સાયકલ અહીંજ ભલે રહી કોલેજમાં સમય પહેલાં પણ પાછાં આવી જઇશુ એટલે ચિંતા નહી.. મારી સાયકલની ચિંતા છે મને.
દેબાન્શુએ કહ્યું "ઓકે ડન. અને બન્ને જણાં બેન્ચ પર ઉભા થયાં અને પછી રીપ્તા અને શૌમીક બંન્નેને કહ્યું અમે આવીએ છીએ અને કંઇ જવાબને સાંભળ્યા વિનાજ બંન્ને કલાસરૂમમાંથી બહાર નીકળ્યાં અને પ્રોફેસરે કલાસમાં આવતાં એ બંન્નેને જતાં જોઇ રહ્યાં.
દેબુ અને નુપુર બંન્ને જણાં હસતા હસતાં હાથ પકડીને કોલેજ પાર્કીંગમાં આવ્યાં. દેબુએ બાઇક પાર્કીગમાંથી કાઢી અને બંને પ્રેમી પંખીડા બાઇક પર સવાર થઇને નીકળ્યાં.
આજનો દિવસ પણ નુપુર અને દેબાન્શુભારે કંઇક નવોજ હતો બંન્ને પ્રેમથી ઉભરાતાં હૈયાં એક થયાં હતાં અને જીવનની નવીજ ઉડાન માટે નીકળી પડ્યાં હતાં. બંન્ને જણાં એકબીજાને જાણવા સમજવા ઉત્તેજીત થઇ રહેલાં અને પ્રેમભર્યા ડેટીંગ માટે પ્રેમની પાંખો લગાવીને સ્વર્ગવિહાર કરવાં નીકળી પડ્યાં હતાં. આજે બંન્ને જણાં મળ્યા ત્યારથી જે એકબીજાની સાથે સમય વિતાવવા માટે વિહવળ હતાં. અને બાઇક કોલેજ કમ્પાઉન્ડમાંથી સડસડાટ રોડ પર બહાર નીકળી ગઇ.
***********
રીપ્તા દેબાન્શુ જોડે કોલેજ જવા માટે નીકળી ગઇ અને રીપ્તાનાં પાપા સુશાંધુ બોઝ તૈયાર થઇને ઓફીસ જવા માટે નીકળ્યાં. આજે શાલીની બોઝે જોયુ કે રોજ કરતાં આજે વધુ ફ્રેશ અને સ્વસ્થ લાગી રહ્યાં છે સુધાંશુ. એમને મનમાં હર્ષ થયો... હશે કારણ જે હશે એ પણ સુધાંશુ આજે ખૂબ સારાં અને સ્વસ્થ લાગે છે.
સુધાંશુબોઝે શાલિનીબોઝ સામે જોઇને સ્વસ્થ સ્મિત આપ્યુ અને કહ્યું "ઓફીસે જવા નીકળું છું કંઇ તમારે લાવવાનું છે. શાલિની બોઝની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યાં એમનાં ગળામાં ડૂમો ભરાઇ આવેલો એમનાંથી લાગણી ભીનાં અવાજે એટલુંજ બોલાયુ.. ના બસ તમે જલ્દી આવી જજો આમે ઘણાં સમય પછી તમારું સ્મિત જોયુ છે આજે તમારો વિરહ સાલસે મને... કંઇ નથી લાવવાનું અને એ ધુસ્કુ ખાતાં અંદર જતાં રહ્યાં.
સુધાંશુઘોષ પણ લાગણીભીનાં થયાં એમણે હાથરૂમાલથી આંખોનાં ખૂણાં લૂછ્યાં અને પોતાની સાયકલ લીધી અને ઓફીસ જવા નીકળ્યાં.
એમની સાયકલનાં દરેક પેંડલે અને ફરતાં સાયકલના પૈડાની સાથે સાથે જાણે વિતી ગયેલાં સમયની યાદો આજે તાજી થઇ રહી હતી એકએક ક્ષણ જાણે માણવાની આજે મજા આવી રહી હતી.
સુંધાશુ ઘોષે કોલેજ પુરી કરી અને એજ સમયે સમાચાર પત્રમાં આવેલી જાહેરાત- આકાશવાણી બંગલાની કે એનાં ઉદ્ઘોષક અને સહાયકની જરૂર છે.. હજી હમણાં જ તાજા કોલેજમાંથી નીકળેલો અને સાથે સાથે કવિહૃદય સુધાંશુ ઘોષ પહેલેથી કવિતાઓ લખતાં બાંગલા ભાષામાં ઘણી કવિતાઓ લખતાં અને સ્થાનિક સમાચાર પત્રોમાં આપતાં ક્યારેક પ્રકાશિત પણ થતી.
આકાશવાણી બાંગલામાં પ્રથમ પ્રયાસેજ એમને રાખી લેવામાં આવ્યાં ખૂબ ખુશ થઇ ગયાં હતાં એમને હતું ચાલો નોકરી મળી એ પણ સરકારી અને કવિતાઓ - ગીતો પણ રજૂ કરવા માટે તક મળી રહેશે. કવિ જીવ ખૂબ ખુશ હતો અને ઘરે આવીને સમાચાર આપ્યાં. માતા-પિતા અને એકનો એક ભાઇ સુજોય બધાં ખૂબ ખુશ થઇ ગયાં.
સુજોયને તો આર્મીમાં જવાનું નક્કી જ હતું એ પ્રમાણે શરીર સૌષ્ઠવ બનાવેલું એનાં માટે પણ કસોટી આવતાં મહિને હતી એને સંપૂર્ણ આત્મવિશ્વાસ હતો જ કે મારી નિમણૂંક પાકી જ છે.
ઘરમાં આજે જાણે આનંદ ઉત્સવ હતો. માતાપિતાનાં બંન્ને દિકરા ટૂંક સમયમાં સ્થિર જગ્યાએ નોકરી લાગી જવાનાં જીવનમાં સ્થિર થઇ જવાનાં. પિતાજી ખેડૂત હતાં એમની ડાંગરની મોટી ખેતી હતી ઘર ખાધેપીધે સુખી હતું.
સુજોયની નોકરીને 3-4 મહિના જોઇ ગયાં હતાં એનો કવિતાઓ લખવાનો ઉત્સાહ બમણો થઇ ગયેલો. સુજોયનું સીલેકશન આર્મીમાં થઇ ગયુ હતું. અને એને ટ્રેઇનીંગ માટે હરિયાણા જવાનું હતું એ એનાં માટે નીકળી ગયેલો હવે અહીં સુધાંશુ જ હતો.
સુધાંશુ રોજ સવારે વહેલો ઉઠી ખેતરે જતાં પિતાને મદદ કરતો અને પછી પોતાની કચેરી જવા નીકળી જતો પાછાં આવતાં માં એ મંગાવેલી વસ્તુઓ બજારમાંથી લેતો આવતો એનું જીવન એકદમ સરળ અને આનંદમય હતું
એક સવારે સુધાંશુએ કવિતા લખી એમાં લાગણીથી ભરપુર કાવ્યરસ હતો પ્રેમનું વર્ણન- પરાકાષ્ઠા એવું વર્ણન કરેલું કે સાંભળતાં જ પ્રેમનાં પડી જવાય.
સુધાંશુને કચેરી જઇને પોતાનાં ઉપરી સાહેબ પાસે કવિતાના કાગળ મૂક્યાં. ઉપરી સાહેબે કહ્યું આજે એક નવી એપોઇન્ટમેન્ટ થયેલી છે અને તેઓ કલકત્તાથી પસંદગી પામીને આવેલાં છે એમને રજૂ કરો. હવે એમણે સંભાળવાનુ છે ઉદઘોષક તરીકે તમારે એમની મંજૂરી લેવાની છે. સુધાંશુએ કહ્યું ઓકે સર કોણ છે એ મહાનુભાવ. સાહેબે કહ્યું મહાનુભાવ નથી મહામાનુંની છે...
વધુ આવતા અંકે - પ્રકરણ-24

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED