DO YOU KNOW SHEIKHCHILLI books and stories free download online pdf in Gujarati

શેખચિલ્લી યાદ છે..?

વાંક તારો છે.


મારો.!!


હમમ., તારા ખોટા વિચારોનાં કારણે જ તારી આ સ્થિતિ છે.


મારા ખોટા વિચાર..!! તો તું પણ મારા વિચાર જ છે.!!


તારી આ સમજ એક ભૂલ છે.


શી ભૂલ.??

હું તારા વિચાર નથી,


તો.?


હું તારું મન છું.


હા, એટલે એ વિચાર જ થયુને.


ના જરા પણ નહીં.


તો.??


તારા વિચાર, તારી બુદ્ધિનું પરિણામ છે.


તો તું શું છે?


હું તારો અવાજ, જેને તું જાણતો હોવા છતાં..,


હું સમજ્યો નહીં.!! મારો અવાજ, એટલે મારો વિચાર જ થયોને ? એ મારી બુદ્ધિનું પરિણામ ન કહેવાય.?


ના, જરાપણ નહીં.!! તારી બુદ્ધિ અને તારી આત્મા એકજ ક્યાંથી થયા..?? બન્નેનાં સ્થાન અલગ, બન્નેનાં કાર્ય અલગ, સામાન્ય બંન્ને વચ્ચે એ છે, કે બન્નેને પોતાનો અલગ અવાજ છે.

અરે યાર..!! હું ગૂંચવાય ગયો..!! બુદ્ધિ, આત્મા,અલગ અવાજ..??

તું નથી ગૂંચવાયો..!! તારી બુદ્ધિએ તને ગૂંચવ્યો.


અરે યાર..!! જે કહેવું હોય એ સ્પષ્ટ કહે, વધારે કોયડા ના બનાવ.


બધું સ્પષ્ટ જ છે, ચોખા પાણીની જેમ તું સમજવા નથી માગતો.


ગજબ છે યાર.., હું કેમ સમજવા ન માગતો હોઉં.!!


કદાચ તું ડરથી ડરે છે, જે તારી બુદ્ધિએ તારા માટે બનાવેલો છે.


એ..


કોણ એ..??


બળદ હું છું, તારા વિચાર, તારી બુદ્ધિ..


હા તો હું પણ ક્યારનો એ જ કહું છું ને..!! તું ક્યારનું પોતાને મન ને બુદ્ધિ ને આત્મા ને અવાજ ને ફલાણું ને ઢીકણું કહી કહીને મને વધારે મૂંઝવે છે.


જનાવર.., હું તારી બુદ્ધિ છું, થોડીવાર પહેલા તું જેની સાથે ખપાવી રહ્યો હતો એ તારું મન હતું. તારી સામે ફિલૉસફી ઝાડી તને ન સમજાય એવું ભાષણ ઝીંકતું 'તું. જયારે હું બુદ્ધિ છું. વ્યવહારુ અને વિચારીને વાત કરવાવાળી તારી બુદ્ધિ.

અચ્છા બુદ્ધિ જેને કારણે મારી આ સ્થિતિ થઈ.? અને જેના વિષે મન મને સમજાવી રહ્યું હતું એ જ તું..!!

એ નપાવટ કઈ સમજાવી નહોતું રહ્યું, ઉલ્ટાનું તને અવડા રસ્તે ધકેલી રહ્યું છે..

એ વાત તું એને જ નક્કી કરવા દે. અવડો રસ્તો કે સિદ્ધો રસ્તો એ જ નક્કી કરશે જાતે ચાલીને.


એ તું બકવાસ બંધ કર નાલાયક.


જોયું આ તારી બુદ્ધિ છે, પોતાનાં વિરુદ્ધ કઈ જ ન સાંભળી શકે. તરત જ ઉકડી ઉઠે અને ગમે તેને જેમ તેમ બોલવા લાગે..


એ લબાડ તું તારું કામ કરને., તે શું ઉખાડી લીધું શાંત રહીને... ખાલી ખોટી તારી ફિલૉસફી મારી સામે ન ઝાડ..!!


શાંતિ રાખો બન્ને, અહીંયા હું મારી સમસ્યા લઈને બેઠો છું ને તમે બંન્ને..


સમસ્યા તે જ ઉભી કરી છે. બુદ્ધિનું માનીને..,


એ હલકટ, મારા ખોટા નામ આપીશ જ નહીં...!! મારુ માનીને એટલે?? મેં કંઈ એનો હાથ નહોતો પકડી રાખ્યો માનવા માટે..!!


તારા વિચારે એને ડરાવીને ધમકાવ્યો તો ખરી જ ને..!!


હા તો તું પણ શું લાલચ નહોતો આપતો..!!


એ લાલચ નહોતી.!! એ તો માન્યો હોત, અને એ રસ્તે ચાલ્યો હોત, તો એનું પરિણામ હતું.


હા તો મેં પણ એને ડરાવ્યો નહોતો..,સમજાવ્યો જ હતો...!! કે દુનિયા વ્યવહારુ છે. તારી પાસે શું છે ? દુનિયાને એનાથી મતલબ છે. નહીં કે તારી પાસે શું હશે.!! એટલે તારા આવા શેખચિલ્લીવેળા બંધ કર. હ્હ..,આવ્યું બહુ મોટું પરિણામ વાળું.!!

હા છું હું શેખચિલ્લી, દુનિયામાં ડાયાડમરા તો બહુ આવીને ગયા એ કોઈને યાદ નથી, પણ શેખચિલ્લી એટલે જ યાદ છે કેમકે એ શેખચિલ્લી હતો, એ શરૂઆતમાં શેખચિલ્લી હતો.., પછી એનું શું થયું એ કોઈને...


શું થયું..???


જે જે લોકોએ કંઈક અલગ કર્યું છે, એ શરૂઆતમાં બધા માટે એક શેખચિલ્લી જ હતા.... એને કંઈક અલગ કરવાનાં પોતાનાં મનને ક્યારેય માર્યું નથી... અને એને બુદ્ધિનો પણ યોગ્ય સમયે ઉપયોગ કરી શેખચિલ્લી મટી પોતાનાં નામને સફળ કર્યા છે.


તો હું જે છું.. એ..


તું શેખચિલ્લી છે, તો એ ગર્વ લેવાની વાત છે. કેમકે બધાં સામાન્ય લોકો જ હોય છે, પણ જે પોતાને જાણી શેખચિલ્લી બની કંઈક અલગ કરી નાખે છે એ અસામાન્ય બનીને ઝળકી ઉઠે છે. લોકો લોકોને યાદ નથી કરતાં, શેખચિલ્લીને યાદ રાખે છે. કેમકે લોકોતો ઘણાની સંખ્યામાં હોય છે, શેખચિલ્લી બહુ ઓછા બને છે. અને બહુ ઓછા શેખચિલ્લી મટી જે તે સફળ નામ બને છે, કેમકે માત્ર મોટી વાતો કરવાથી કે વિચારવાથી જ મોટું નથી થવાતું..!!

આભાર...., મને જણાવવા બદલ કે હું શું છું, મારી ભૂલ શું હતી..?? અને મારે હવે શું કરવાનું છે... મને સીધીરીતે તો જવાબ નથી મળ્યો, પણ હું સમજી ગયો.


હલ્લો..., કેમ બંન્ને શાંત થઈ ગયા..??? હલ્લો...


આભાર....

બીજા રસપ્રદ વિકલ્પો