ખાટો મીઠો પ્રેમ - ભાગ - 3 Para Vaaria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાટો મીઠો પ્રેમ - ભાગ - 3

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે કઈ રીતે સત્યમ અને પ્રિયા ની મુલાકાત થઇ. હવે જોઈએ આગળ...

*****

પ્રિયા અને સત્યમ મોટા ભાગ નો સમય સાથે વિતાવવા લાાગ્યા. કલાસ માં પણ બંને એકબીજાની આજુ બાજુ માં જ બેસવાનું પસંદ કરતા હતા. પ્રિયા અને સત્યમ વચ્ચે ની નિકટતા ધીમે ધીમે વધવા લાગી હતી. હવે તો તેઓ રોજે રોજ મળવા ની સાથે સાથે કોલ અને ચેટિંગ દ્વારા પણ સતત એક બીજા ના સંપર્ક માં રહેવા લાગ્યા હતા. બંને ની મિત્રતા દિવસે ને દિવસે ખૂબ ગાઢ બનતી ગઈ. એક સમય એવો આવી ગયો કે બંને માંથી કોઈ પણ એક કૉલેજ ના આવ્યું હોય તો બીજા નો દિવસ અધ્ધર જીવે પસાર થાય.

એક દિવસ કૉલેજ માં એન્યુઅલ ટ્રીપ નું અનાઉન્સમેન્ટ થયું. કૉલેજ તરફ થી હિલ સ્ટેશન ની યાત્રા થવાની હતી. એવામાં પ્રિયા અને સત્યમ પ્રવાસ પર જવું કે નહીં તેની ચર્ચા કરી રહ્યા હતા.

પ્રિયા: સત્તુ, ચાલ ને આપણે પણ ટ્રીપ માટે આપણું નામ લખાવી દઈએ. પછી જો ઘરે થી ના પાડશે તો કેન્સલ કરાવી દઈશું પણ ત્યાં સુધી આપણી જગ્યા તો રિઝર્વ રહે. મને આ ટ્રીપ પર જવાની બહુ જ ઈચ્છા છે. પણ જો તું તૈયાર હોય તો જ ઈચ્છા પૂરી કરીશું.

સત્યમ: પ્રિયા, તારી વાત સમજું છું હું. પણ અત્યારે વાતાવરણ વરસાદી ચાલી રહ્યું છે અને આવા સમયે મને હિલ સ્ટેશન ની ટ્રીપ પર જવું યોગ્ય નથી લાગી રહ્યું. જોખમ વધુ હોય અત્યારે ત્યાં.

પ્રિયા: સત્તુ, પ્લીઝ માની જા ને યાર. કંઈ જ નહિ થાય આપણને. આપણે બંને સાથે જ હોઈશું ને એક બીજા નું ધ્યાન રાખવા. અને બને તેટલી સાવધાની રાખીશું. અને મને હિલ સ્ટેશન પર જવું ખૂબ જ ગમે છે. વાતાવરણ માં પણ જો ને કેટલી ઠંડક છે. ત્યાં ખૂબ મજા આવશે.

સત્યમ: સારું ચાલ હું વિચારી ને કહું તને. પરંતુ આજે જ નામ લખાવી રાખવાની કોઈ જરૂર નથી. એક અઠવડિયા નો ટાઇમ છે એના માટે. પહેલા આપણે આપણા ઘરે પૂછી લઈએ. પછી જો પરેન્ટ્સ એગ્રી હોય તો જઈશું.

પ્રિયા: (ખુશ થઈ ને સત્યમ ને ભેટી ને) યસ્સ.. થેંક યૂ વેરી મચ સત્તુ.

સત્યમ: (પ્રિયા ને ચીડવતા) હા હવે બહુ ખુશ ના થઈશ તું. નહિતર પછી રડવાનો વારો આવશે હો.

પ્રિયા: (રિસાવાનું નાટક કરતા) વેરી ફની મિસ્ટર અકડુ. વાત વાત માં બસ અકળાયા જ કરજે તું. પછી તારી મનપસંદ ચોકલેટ સેન્ડવીચ નહિ ખવડાવું તને હું.

સત્યમ: (રમૂજ માં) હા તો વેજીટેબલ સેન્ડવીચ ખવડાવજે ને મેં ક્યાં ના પાડી તને.

પ્રિયા: એ તો હવે તમારા નિર્ણય પર આધારિત છે કે તમે ચોકલેટ સેન્ડવીચ ખાવાના છો કે વેજિટેબલ. પણ વેજીટેબલ માં થોડું ચેન્જ હશે. કારેલા સેન્ડવીચ હશે તારા માટે.

સત્યમ: અરે લઈ ને તો આવજે તું. આપણે સાથે મળી ને ખાઈશું. હું ક્યારેય એકલો ખાઉં છું કંઈ પણ ??

આ રીતે પ્રિયા અને સત્યમ ની રોજ બરોજ ની હાસ્ય અને ટીખળ ચાલુ જ રહેતી. ક્યારેક ક્યારેક તો સત્યમ એવી મસ્તી કરતો કે પ્રિયા તેની સામે જીતી ના શકતી. અને છેવટે બધા હથિયાર હેઠા મૂકી ને પોતાનું બ્રહ્માસ્ત્ર વાપરતી. આ બ્રહ્માસ્ત્ર એટલે બીજું કંઈ નહીં પણ પ્રિયા ની આંખ માંથી ટપકતાં આંસુ. અને આમ એ રિસાઈ ને એક જગ્યા એ બેસી જતી.

સત્યમ ખૂબ જ સરળ સ્વભાવ નો વ્યક્તિ હતો પણ આની સાથે સાથે મજાક મસ્તી પણ એટલી જ કરતો. આખરે રિસાઈ ગયેલી પ્રિયા ને મનાવવા સત્યમ ને હાર માનવી જ પડતી. અને એ પ્રિયા ને ચોકલેટ આપી ને મનાવી લેતો. એ જોતાં જ પ્રિયા નાના બાળક ની જેમ ખુશ થઈ ને માની જતી.

સત્યમ ને પ્રિયા ની આ માસૂમિયત પર ખૂબ જ પ્રેમ આવતો. તે એ પણ જાણતો હતો કે પોતે પ્રિયા ને મનાવશે જ એ વિશ્વાસ સાથે પ્રિયા એના થી રિસાઈ જતી હતી.

*****

શું પ્રિયા અને સત્યમ બંનેના માતાપિતા તેમને ટ્રીપ માટે હા પાડશે ? શું એ બંને ટ્રીપ પર જઈ શકશે ? સત્યમ ની વરસાદી માહોલ માં હિલ સ્ટેશન પર જવાની વાત ને લઈ ને ચિંતા વ્યાજબી હશે ? આગળ શું થશે ? જાણવા માટે વાંચતા રહો ખાટો મીઠો પ્રેમ. જલ્દી મળીશું આવતા પ્રકરણ માં. જય શ્રી કૃષ્ણ....