ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૪ Para Vaaria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૪

નમસ્કાર... ઘણા સમય પછી હું મારી વાર્તા નું નવું પ્રકરણ લઈ ને આવી છું. વ્યક્તિગત કારણોસર મારા થી નવા પ્રકરણ નહોતા લખી શકાયા તે માટે હું ખૂબ જ દિલગીર છું. પણ આજે આપના માટે હું આ ધારાવાહિક નું ચોથું પ્રકરણ લઈ ને આવી છું. આશા રાખું છું કે આપને એ પસંદ આવશે..

*****

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે પ્રિયા અને સત્યમ કૉલેજ ટ્રીપ માટે નામ લખાવતા પહેલા ઘરે તેમના માતા પિતા ની પરવાનગી લેવાનું નક્કી કરે છે. સત્યમ ના મન માં વરસાદી માહોલ યોજાયેલી હિલ સ્ટશનની ટ્રીપ ના કારણે એક ચિંતા છે. આવો જોઈએ આગળ શું થાય છે.

*****

પ્રિયા અને સત્યમ બંને એ નક્કી કર્યા મુજબ ઘરે જઈ ને ફ્રેશ થયા પછી જમવા સમયે પોત પોતાના માતાપિતા સાથે કૉલેજ ટ્રીપ અંગે વાતચીત કરી.

પ્રિયા ના માતાપિતા પહેલા તો માન્યા જ નહિ કારણ કે પ્રિયા તેમની એકમાત્ર સંતાન હતી અને એમને હંમેશા એની ચિંતા સતાવ્યા કરતી. અને આજ સુધી ક્યારેય પ્રિયા ને કોઈ પણ દૂર આવેલી જગ્યા એ એકલી નહોતી મોકલી. આ સાથે એના માટે પિતા એ પણ એજ ચિંતા વ્યક્ત કરી જે સત્યમ એ એને કહ્યું હતું.

પ્રિયા ના પિતા : જો પ્રિયા અત્યારે વાતાવરણ સારું નથી. અવારનવાર સમાચાર પણ આવ્યા કરે છે આ બાબતે. અને હિલ સ્ટેશન પર જવું અત્યારે ખતરા થી ખાલી નથી. તું આ બાબતે જીદ ના કરે તો સારું રહેશે.

પ્રિયા : મમ્મી, જુઓ ને પપ્પા મને ટ્રીપ પર જવાની ના પાડે છે. પ્લીઝ તમે એમને કંઇક કહો ને. હું ક્યારેય કોઈ જગ્યા એ જવાની જીદ નથી કરતી. બસ મને મારા મિત્રો સાથે ફરવું છે આ કૉલેજ ના દિવસો માં.

પ્રિયા ના મમ્મી : જો બેટા તારા પપ્પા સાચું કહી રહ્યા છે. ભગવાન ના કરે ને કંઇક અકસ્માત સર્જાય તો......!!!!! ના ભઈ ના. ક્યાંય જવાની જરૂર નથી. હમણાં ઘરે રહે. પછી વાતાવરણ સારું થતા જ હું અને તારા પપ્પા તને લઈ જઈશું તારી મનપસંદ જગ્યા એ.

પણ પ્રિયા તો કંઈ માનતી હશે. આમ પ્રિયા તેના માતા પિતા ની ખૂબ જ આજ્ઞાકારી દીકરી હતી. પણ જો કોઈ વાત પૂરી કરવાની જીદ પકડી બેસે તો કોઈ નું માનતી નહિ. બસ..!! પછી તો શું હતું. પ્રિયા એ બ્રહ્માસ્ત્ર અપનાવ્યું. અને બે કલાક ઝરણું વહાવ્યા બાદ આખરે પોતાના માતાપિતા પાસે હા પડાવી ને જ માની. પરંતુ પોતાનું ખૂબ જ ધ્યાન રાખવા અને સાવચેતી પૂર્વક મુસાફરી કરવા ની શરતે.


આ બાજુ સત્યમ નું એના ઘર માં પણ વ્યક્તિત્વ કંઇક અલગ જ હતું. તેઓ જાણતા હતા કે સત્યમ જે પણ કરશે એ સમજી વિચારી ને જ કરશે અને તેનો નિર્ણય વ્યાજબી જ હશે. આ ઉપરાંત ઘર ના અગત્ય ના નિર્ણય પણ તે જ લેતો હતો. આથી જેવું તેણે પોતાના પરિવાર સાથે આ વાત કરી તો તેના માતાપિતા એ ખાલી આટલું j કહ્યું.

"બેટા તને જે યોગ્ય લાગે એ કર. તારી ટ્રીપ પર જવાની ઈચ્છા છે તો તું જઈ આવ."

હકીકત માં સત્યમ ની કોઈ જ ઈચ્છા ન હતી આ માટે. પણ તેણે ફક્ત પ્રિયા ની ખુશી માટે આ નિર્ણય લીધો.

બીજા દિવસે બંને કૉલેજ માં મળ્યા ત્યારે પ્રિયા ની ખુશી નો કોઈ પાર જ ના હતો. જ્યારે બીજી બાજુ સત્યમ સંતુલિત હતો. બંને એ ઓફિસ માં જઈ ને પોતાના નામ નોંધાવ્યા તેમજ પ્રવાસ માટે ની ફીસ ભરી ને રસીદ લીધી.

*****

શું પ્રિયા અને સત્યમ ની આ ટ્રીપ સુખદ અનુભવ આપવા વાળી હશે...!? કે પછી જે ચિંતા સત્યમ ને સતાવી રહી છે તેવું કંઈક બનશે.!? શું આ ટ્રીપ પ્રિયા અને સત્યમ ના પ્રેમ ને નવો વળાંક આપશે..? જાણવા માટે વાંચતા રહો ખાટો મીઠો પ્રેમ. હવે જલ્દી મળીશું આવતા પ્રકરણ માં. રાધેક્રિષ્ના.....