ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૨ Para Vaaria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૨

આગલા પ્રકરણ માં આપડે જોયું કે પ્રિયા અને સત્યમ એક સાથે ભણતા હોય છે. એક દિવસ એ બંને સાથે બેસી ને જૂની યાદો વાગોળી રહ્યા હોય છે અને અચાનક પ્રિયા રિસાઈ જાય છે. હવે જોઈએ આગળ..

*****

આમ અચાનક રિસાઈ ગયેલી પ્રિયા ને મનાવવું સત્યમ માટે લોઢા ના ચણા ચાવવા જેવું કઠિન હતું કારણ કે પ્રિયા પોતાના ઈગો માં સાવ નાની નાની વાતો માં રિસાઈ જતી. પણ આજે સત્યમ એની પાસે જ હતો એટલે સત્યમ એ એક પણ ક્ષણ વ્યર્થ કર્યા વિના તેને પ્રેમ ભર્યું હગ કરી લીધું. આ સાથે જ પ્રિયા નો ગુસ્સો પળવાર માં શાંત થઈ ગયો.. પ્રિયા ને એમની પહેલી મુલાકાત થી માંડી ને અત્યાર સુધી ની બધી જ ક્ષણો યાદ આવી ગઈ જે બંને એ સાથે જીવી હતી.. આ સાથે જ બંને એ વાતો ને ફરીથી વાગોળવાનું શરુ કર્યું..

******

કૉલેજ ના એ શરૂઆત ના દિવસો હતા. પ્રિયા ને ભણવાનુ અઘરું લાગતું હોવા થી તેણે કોચિંગ ક્લાસ જોઈન કરી લીધા. પ્રથમ દિવસે એને બધા જ અજાણ્યા લાગતા માણસો વચ્ચે બેસી ને ભણવા માં થોડું મન અચકાતુ હતું. એવા માં એક યુવાન આવ્યો અને તેની બાજુ ની ખુરશી પર બેગ લઈ ને બેઠો. તે સત્યમ જ હતો. પ્રિયા ની નજર તેના પર પડી. બંને એ એક બીજા સામે જોયું પણ ઓળખાણ ના અભાવે ફક્ત એક સ્મિત સાથે બંને એ એક બીજા સાથે નજર મેળવી. બંને ને એક બીજા નું નામ સુદ્ધાં ખબર ના હતું. પ્રિયા અને સત્યમ ની કૉલેજ પણ એક જ હતી જેની બંને ને ખબર ના હતી. સત્યમ એ પ્રિયા ને પહેલી વાર જોઈ અને મનોમન જ એને પસંદ કરવા લાગ્યો હતો. પ્રિયા ને પણ સત્યમ સાથે પોતાનાપણુ લાગ્યું. પછીના બીજા દિવસે જ્યારે બંને જણ કૉલેજ પહોંચ્યા તો નસીબજોગે બંને નો ગેટ પાસે જ આમનો સામનો થઈ ગયો.. "અરે તમે અહીંયા???" ચહેરા પર આશ્ચર્ય અને ઉત્સાહ ની લાગણી સાથે પ્રિયા એ પૂછ્યું.. "હા, હું અહીં આ કૉલેજ માં જ ભણું છું" સત્યમ એ જવાબ આપ્યો. બંને વચ્ચે થોડી વાત ચીત થઈ અને વાત વાત માં સત્યમ એ પૂછ્યું, "તમારું નામ શું છે ?" પ્રિયા એ પોતાનું નામ પ્રીતિ કહ્યું. કારણ કે એ તેનું હુલામણું નામ હતું અને તેની ઈચ્છા હતી કે કોલેજમાં થનારા તેના નવા મિત્રો તેને તેના હુલામણા નામ થી ઓળખે કારણ કે તે તેને ખૂબ પસંદ હતું. પણ પ્રીતિ ને હજુ સુધી સત્યમ નું નામ ખબર જ ના હતું. ત્યાર બાદ બાય કહી ને તેઓ છૂટા પડ્યા. આમ તેમની પહેલી વાતચીત થઈ. આમ દિવસો જતા ગયા અને બંને આમ જ એક બીજા ને મળતા રહ્યા. તેમનું નવું મિત્રો નું એક ટોળું બની ગયું. એક દિવસ વાત વાત માં પ્રિયા ને ખબર પડી કે તેનું નામ સત્યમ છે. અને સત્યમને પ્રિયા ના સાચા નામ ની જાણ થઈ. સત્યમ ખૂબ સરળ સ્વભાવ નો હોવાથી તેને મન થી આવું થવા લાગ્યું કે પ્રિયા એ તેની સામે પોતાનું ખોટું નામ કેમ કીધું હશે ? તેણે પ્રિયા ને આ બાબતે પૂછ્યું અને પ્રિયા એ હુલામણા નામ વાળી વાત સ્પષ્ટ કરી... ધીમે ધીમે બંને વચે ગાઢ મિત્રતા થવા લાગી...

આગળ શું થશે ? પ્રિયા અને સત્યમ ની મિત્રતા પરિણય માં કઈ રીતે ફેરવાશે ? શું હશે બંને ના મળવા નો સંજોગ ? જાણવા માટે મળીશું આવતા પ્રકરણ માં. જો આપ ને આ વાર્તા પસંદ આવી હોય તો આપના અમૂલ્ય સૂચન જરૂર થી આપજો. જય શ્રી કૃષ્ણ..