બીજા ભાગ માં જોયું દાદી જોડે સારો સમય વિતાવ્યો પછી ઘરે ગઈ નીતિ અને નિયા... હવે આગળ જોઈએ શું થાય છે.
નિયા નીતિ ઘરે પહોંચી ગયા.આજે તો બંને બહુ ખુશ હતી. દાદી સાથે વધારે સમય વિતાવ્યો. થોડા સમયથી બંને બહુ ખુશ હતી એટલે એના મમ્મી પપ્પા બહુ ખુશ હતા પણ વિચારતા હતા કે કારણ શું છે આમની આટલી ખુશ થવાનું ? એની મમ્મી એ પપ્પા કહ્યું કે થોડા સમયથી નીયા નીતિ બહુ મોડી પણ આવે છે સ્કૂલથી. પહેલા તો સ્કૂલ છૂટે એટલે તરત ઘરે આવી જાય. હું પણ એ જ વિચારતો હતો એક કામ કાર કર તુ માં છે એટલે તને બધુ કેશે. તુજ પૂછજે.
મમ્મી એ કીધું : હા સાંજે પૂછીશ..
સાંજનો સમય થઈ ગયો. બંને સ્કૂલથી પાછી આવી ગઈ . મમ્મી એ બંનેને જમવા બેસાડી અને વાતો કરતા કરતા પૂછ્યું , "થોડા દિવસ તમે બંને બહુ ખુશ છો, શું થયું છે?મને તો કે ? પહેલાં તો સ્કૂલ જવાની વાતે જ રડતી હતી અને નથી જવું કે'તિ ને બહાના કરતી. હવે તો ખુશી ખુશી વહેલા ઉઠી તૈયાર થઈ જાવ છો...એવું કેમ?
બંને બેનો ના મોં પર થી થોડીક ક્ષણ માટે હસી જાણે ગાયબ થઈ ગઈ. પછી નિયા તરત હસ્તી હસ્તી બોલી" ના મમ્મી કઈ નથી હવે અમને ભણવાનું ગમે છે, નીતિ ને પણ હું સમજાવું છું કે ભણવાનું! અને મને હવે ટીચર બધું સારું શીખવે છે મમ્મી...
મમ્મી :એવું છે! મોડા કેમ આવો છો ઘરે? પેહલા તો સ્કૂલ છૂટી નથી ને દોડા દોડ આવી જતાં ઘરે..
નિયા :અરે મમ્મી અમે બંને સ્કૂલ થી શાંતી થી આવીએ છીએ એટલે હવે થોડી નાના છીએ તો દોડા દોડ આવી જઈએ કઈ.
મમ્મી :સારું.. સૂઈ જાવ. ધ્યાન રાખજો બંને પોતાનું મને ચિંતા થાય છે.
બને ચૂપચાપ સૂઈ ગઈ ને સવારે વહેલા ઊઠી તૈયાર થઈ સ્કૂલ જતી વખતે ગઈ કાલની વાત પર ચિંતા કરે છે..
નિયા બોલી : નીતિ "તારું મોં જોઈ મને તો લાગ્યું તું કહી દઈશ મમ્મી ને દાદી નું..
નીતિ : હા પણ કેમ નથી કેતાં મમ્મી ને?
નિયા : મમ્મી બોલેશે કે અજાણ્યાના ઘરે ના જવાય એટલે. દાદી તો કેટલા સારા છે મમ્મી થોડી એમને ઓળખે છે. એમને ખબર પડશે તો નઇ મળવા દેય તો દાદી ને ! એટલે આપણે નઇ કેવાનું કશું.
નીતિ :સાચી વાત છે તારી.
બંને સ્કૂલ પહોંચી ગયા અને પછી છૂટીને દાદી ને મળવા ગયા.
દાદી રોજ ની જેમ બારે ખાટલામાં બેઠા હતા. બંને બહેનો ને આવતા જોઈને ખુશ થઈ ગયા. બંને બહેનોએ દાદી સાથે થોડી વાર બેસીને વાતો કરી પછી ઘરે પરત ફરી.
અહી મમ્મીને મળવા થોડા દૂર રહેતા એક માસી આવ્યા હતા. ઘરે આવીને એમને કીધું કે બે દિવસ પહેલા તો છોકરા સ્કૂલ થી વહેલા છૂટી ગયા હતા. કેવું વાતાવરણ હતું એ દિવસે તો !
નિયા નીતિ મમ્મી :વરસાદ જેવું હતું ત્યારે ને હા..
થોડી વાર વાત કરીને એમને તો જતાં રહ્યા પણ નીતિની મમ્મીના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય કે આ બંને કેમ ઘરે સમય પર આવતી નથી . આજે આવા દે બંને ને...
બંને બહેનો ઘરે આવી થોડી વાર બેઠી ત્યાં તો મમ્મીએ ગુસ્સાથી પૂછ્યું કયા જાવ છો રોજ ? કશું કહેતા કેમ નથી? પણ બંને કશું બોલી નહીં ,
પછી સાંજે નિયા નીતિની મમ્મી એ એના પપ્પાને બધી વાત કરી.પપ્પા એ ગુસ્સાથી કામ લેવા કરતાં શાંતિથી વિચાર કરી પ્લાન બનાવ્યો. રોજની જેમ બંને સ્કૂલ જશે ત્યારે હું પણ એમની પાછળ જઈશ. એ બંને શું કરે છે ? ક્યાં જાય છે હવે જાણવું જ પડશે .
સવારે બંને સ્કૂલ ગઈ એના પપ્પા પણ ચોરી છુંપે બંનેની પાછળ ગયા. જતી વખતે તો સ્કૂલ જ ગઈ બંને. સ્કૂલ પત્યા પછી બંને ઘરે પરત આવતી હતી. પપ્પા પણ પાછળ જ હતા એ એમને ખબર નતી.
હવે રસ્તામાં દાદી નું ઘર આવ્યું, દાદી તો બહાર દેખાયાં નહીં એટલે બંને દાદી દાદી કરતાં ઘરમાં ગયા. નિયા નીતિના પપ્પા દૂરથી બધુ જોઈ રહ્યા હતા. આ ઘરમાં અંદર કેમ જાય છે ? સાવ જૂના ખંડેર જેવા ઘરમાં કે જ્યાં જતાં પણ બીક લાગે . અહી તો વરસોથી કોઈ રહેતું નહીં હોય.ઘરની આજુ બાજુ સુકાય ગયેલા ને બળી ગયેલા વૃક્ષ એની જૂના હોવાની સાબિતી હતી,ચારે બાજુ બધે કારોળિયાના જાળા વચ્ચે બંને ઘરમાં ગઈ જ કેમ ?આવું વિચારતા વિચારતા એના પપ્પા ગેટ ખોલી અંદર જાય છે.
પુત્રી અને પિતાની નજરમાં એક જ ઘરના બે દ્રશ્ય ! કઈક તો છે રહસ્ય !!!! જે છુપાયું છે ઘરમાં.
હવે શું થશે જાણવા આગળનો ભાગ અવસ્ય વાંચશો. . આગળના ભાગ માં જોશું શું છે દાદી નું રહસ્ય...
Parmar Kinjal_kb