લગભગ વિસ વરસ પહેલાંની વાત છે.એક ગામમાં એક નાનો પરિવાર શાંતીથી રહેતો હતો.ઘરમા પતિ પત્ની ને બે દિકરી રહેતા હતા.બંને બેેહનોમાં નિયા મોટી બેન અને નીતિ નાની.બંને બેહનની ઉમર વચ્ચે બે વર્ષ નો જ ફરક હતો. ગામથી લગભગ બે કિલોમીટર દૂર સ્કૂલ હતી.બંને સાથે સ્કૂલ જતી ને સાથે જ ઘરે પાછી આવતી.
રોજ બંને સ્કૂલથી આવતા જતા રસ્તામાં એક જુનું ઘર જોતા. ક્યારેક એમા એક ઘરડાં દાદી બેઠા હોય, દાદી રોજ છોકરીઓ ને જોતા ને હસતાં. છોકરીઓ તો રોજ જોઈને જતી રહેતી ક્યારેય હસ્તી નહી.
અજાણ્યા લોકો સાથે બોલવું નહી મમ્મી ઍ કહી રાખ્યું હતુ.
એક દિવસ રોજની જેમ પેલા દાદીના ઘર આગળથી નીકળી, અને દાદીએ એમને બોલાવતાં કીધું , "દીકરોઓ આવોને બેસો થોડી વાર" બંને બેનો સંકોચ સાથે ગયા, દાદી ખાટલાંમાં બેઠા હતા.ધીમેથી બંનેની પાસે જઈને ફરી દાદી એ કીધું "બેસો બેટા" ને બંને બેઠા.
બંને ને ઘણીવાર સવાલ થતો એ આજે પુછી લીધો "દાદી તમે એકલા જ રહો છો આ ઘરમાં? " દાદી સ્મિત સાથે કહ્યું" ના બેટા હું તો ઘરમાં આ યાદો અને આ ઝાડ સાથે રહું છું "
બંને હસતાં હસતાં બોલી" એ એકલા જ કહેવાય દાદી. દાદી કાઈ ના બોલ્યા ને બંને આવજો કહી ઘરે જવા નિકળી.
ઘરે જતાં જતા બંને બહેનો વિચારતી હતી કે દાદી કેવા એકલા રહે છે? એકલા કેવી રીતે ફાવતુ હશે ?એમને એકાલા ગમતું હશે? એમ વિચાર વાતો કરતી ને ઘરે પહોંચી ગઈ.
બીજા દિવસે સ્કૂલ ગઈ અને સ્કૂલથી ઘરે આવતી વખતે ફરી દાદીએ એમને બોલાવ્યા, ને નાસ્તો ખવડાવ્યો ને વાર્તા સંભળાવી, બંને બેનો ખુશી ખુશી થી ખાધું ને દાદી જોડે વાતો કરતી દાદી વાર્તા પણ કે'તાં ને બંને બહેનોને મજા આવતી.
આવી રીતે રોજ દાદી ના ઘરે જવા લાગી.
દાદી નું ઘર બોવ જૂનું હતું નડિયાવાળુ પણ સરસ મોટું અને આજુ બાજુ ઝાડ હતાં.ઘરની બંને બાજુ દરવાજા હતાં .
ઘર સરસ હતું પણ દાદી ના ઘરે ક્યારેય કોઈ આવતું જતું નતું.
શું ખબર કેમ કોઈ નતું આવતુ,? પણ આ બંને છોકરીયો રોજ દાદીના ઘરે જતી ને દાદી પણ એમની રાહ જોતા હતા.
એક દિવસ નિયા ને નીતિ બંને એ પૂછ્યું દાદી ને કે તમે કેમ એકલા રહો છો દાદી? દાદી બે ઘડી વિચાર કરીયો ને કીધું "મારું કોઈ નથી બેટા એટલે હું એકલી જ રહું છું"
નિયા બોલી "કોઈ ના હોય એવું થાય ખરી દાદી તમારા પતિ ને છોકરા ક્યાં છે ?
દાદી બોલ્યાં " પતિ નથી હવે આ દુનિયામા ને છોકરા......... આટલું બોલી મૌન થઈ ગયા ને વાત બદલી દીધી "ઘરે નથી જવાનું આજે તમારે, ચલો હવે જાવ ઘરે તમારે તો મમ્મી પપ્પા છે જ ને રાહ જોતા હશે !
નિયા ને નીતિ "થોડો વિચાર કરતા કહ્યું હાં જઈએ દાદી પણ અમે છીએ તમારી બે છોકરીયો" એમ કહી જતી રહી બંને બેહેનો ઘરે વાતો કરતી જતી કે દાદી કેમ છોકરાં બોલી અટકી ગયા શું રહસ્ય છે દાદી નું! અને ઘર આવી ગયું.
આજે વાતો વાતો માં ઘરે આવતા મોડું થઈ ગયું હતું, ઘરે આવીને જોયું તો મમ્મી પપ્પા ગુસ્સે હતા ને પૂછ્યું" કેમ આટલું મોડું થયું? ક્યાં ગયા હતા?
નિયા ને નીતિ થોડા ડરતા અવાજે ધીમે થી બોલીયાં રસ્તા માં રમતાં રમતાં આવ્યા એટલે મોડું થયું. હવેથી ધ્યાન રાખશુ. મમ્મી પપ્પા એ સમજાવતાં કહ્યું "અમને ચિંતા થાય ને કે ક્યા રહી ગયા હશે? કેમ મોડું થયું ?ઘરે આવીને રમાય ને બેટા.... બંને બેહનો લાડથી હસતાં હસતાં હા હા મમ્મી પપ્પા, હવે મોડું નહી થાય,"
ને બહાર જઈને ફરી રમવા લાગી.
રોજ દાદી ને મળતા રહેતા એટલે થોડા સમયમાં દાદી સાથે ગાઢ સબંધ બંધાય ગયો હતો. દાદી રોજ વાર્તા કહેતા ને બંને બેહનો બોવ ધ્યાન થી સાંભળે. દાદી નિયા ને નીતિ ને પોતાની છોકરીની જેમ જ રાખતા,પણ એમના છોકરા છોકરી ક્યાં હતાં એ સવાલ હતો??
આગળ શું થશે?દાદી કોણ છે?એમનુ શું રહસ્ય છે? જાણવા માટે બીજો ભાગ જરુર વાંચજો મિત્રો...
Parmar Kinjal_KB