હોરર એક્સપ્રેસ - 25 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

હોરર એક્સપ્રેસ - 25

વિજય ધીમા પગલે આગળ વધે છે અને તે જાણવા માગે છે કે આ અવાવરું જગ્યા નું કરવાનું શું છે. તે જોવા માંગતો હતો કે કોણ હતું અને જે તેને બોલાવી રહ્યું છે.
તેના શરીરમાં વીજળીની જેમ વિદ્યુતની ઉર્મિઓ દોડી રહી હતી શરીરમાં જેટલી ઊર્જા હતી એટલી ભેગી કરીને તે જવા લાગ્યો કોઈની તાકાત ની જરૂર ન હતી. કોઈ હથિયાર વગર અલગ દુનિયામાં પ્રવેશ્યો.
આવ આવ ......
"સીસકારા ભરતા તો અવાજ વિજયના કાને અથડાય છે." અને વિજયના હદયમાં ફાળ પડી. તે ચોક્કસ ઘરમાંથી આવેલો અવાજ હતો વિજય ને હવે ખાતરી થઇ કે કેતન ની વાતો સાચી હતી તે મન કાઠું કરી ને ચાલવા લાગ્યો થોડુક ચાલતા હતા ઘર નું દ્રશ્ય સ્પષ્ટ થવા લાગ્યું.
તે વર્ષો જૂનું અને અંગ્રેજોના સમયનું લાગતું હતું. તેમજ પણ નલીયા નો ઉપયોગ કરવામાં આવેલો અને ઘરની આછા લાલ રંગથી રંગવામાં આવેલું વિજય ખૂબ ધીમેથી ઘરના આગળના ભાગે પ્રવેશ છે. તેના મનમાં ફાળ પડી તેનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું.કોઈ બોલવા વાળું તો હતું જ નહીં અને જે નીરવ શાંતિનો ભંગ કરીને ડર ના જોર થી તે ઘરમાં પ્રવેશ્યો.......
ઘરની હાલત એટલી બધી તો ખરાબ ન હતી પણ છતાં ઘર જુનુ હોવાથી કોઈ અલગ અને વિચિત્ર એહસાસ આપી રહ્યું હતું.
તે ઘરની આગળ રેલવેના પાટા હતા. આ એજ પાટા ની બાજુમાં આ અવાવરૂ ઘર હતું ઘરની અંદર કરોળિયાના જાળા ઠેર ઠેર બંધાયેલા હતા અને ઘર માંથી દુર્ગંધ આવી રહી હતી, તે ગંધ અસહ્ય હતી વિજય નાક દબાવીને ઉભો રહે છે, જ્યાંથી દુર્ગંધ આવી રહી હતી તે રૂમમાં તે જવા માગતો ન હતો. તેને રૂમ જોવાની ઈચ્છા તો થઈ પણ પેલી ભૂતાવળ ની બીક લાગતી.
"વિજય હવે આગળ વધ્યો."
અંધારાને લીધે આગળનું કોઈ દૃશ્ય દેખાતું ન હતું તે ખૂબ જ ધીમા ધીમા પગલે આગળ વધી રહ્યો હતો......
આગળ જતા પહેલા તેણે પાછળ વળીને જોયા કરતો હતો કે તેનો દોસ્ત કેતન તેને બચાવવા પાછો આવી ગયો હોય..... એજ આશાએ પાછળ વળીને જોઈ લીધું પણ તે આશા ઢગારી નીવડી. પાછળ કોઈ જ હતું નહીં પાછળ એકદમ બધું સૂમસામ હતું જાણે ઝાડપાન અને બધું જ વિજયની તાકી તાકીને જોઇ રહ્યા હતા.
ખાઈ જવાનું એકાંતનું ડર.
વિજય ને તેમાં રહેલી ધીરજ વિજયની પરીક્ષા લીધી.
વિજય પણ એવી તક જોઈ ને ઊભો રહેલો.
તેની ચારે બાજુ અનંત અનંત અંતર સુધી અંધારું છવાયેલું હતું અને વળી પાછી પેલી ચેતવણી કે તને આપેલી કે શરત મુજબ વાત કર્યા વગર વિજય તારે નીકળવાનું નથી, અને પેલા રેલ્વે પાટા એવા ભયંકર હતા કે જાણે આગંતુકોને ડરાવવા મુકેલા ના હોય......
પવન ફુંકાવાની સાથે ઘરનો દરવાજો મજાગરા માંથી ચક....ચક..... અવાજ કરવા લાગ્યો.
વિજયના મનમાં ફાળ પડી તે જાણતો હતો કે આજ તો તેનું આવી બન્યું, તેના કપાળે પરસેવો નિકળતો હતો તે લગભગ પરસેવાથી નાહી ગયો હતો, જોકે વાતાવરણ એકદમ ગરમી વાળું હતું,આગળ વધવું એટલું સરળ હોઈ શકે અને જોખમી પણ સાબિત થઈ શકે.
જોખમની શક્યતા થોડી વધારે હતી.
એકદમ અંધારું હતું જેથી એક એક પગ જોઈને મૂકવો પડતો હતો ક્યાંક કશું અથડાઈ અને વાગે.
અંદરથી આવી રહેલો અવાજ વિજય ના મનને પજવી રહ્યો હતું.
કોણ હશે?
કેવું હશે?
તેના મનમાં અનેક પ્રશ્નો થવા લાગ્યો.
તેણે જોયેલી પેલી હોરર સીરીયલ ના પાત્ર જેવું તો નહીં હોય ને એ તો મોત ની પરાકાષ્ટા જેવું હતું તેના મોં અને શાક્ષાત મોતમાં કોઈ ફરક ન હતો. વિજય ધીમેથી આગળ વધે છે.
દરવાજો ખુલ્લો હોવાને લીધે કોઈ ઉતાવળ કરવી યોગ્ય નહોતી અંદર કંઈ પણ હોઈ શકે છે.
કોઈ હુમલો કરી દે તો શું કરવું એ વિજય મનમાં સતત વિચારી રહ્યો હતો.
વધુ આવતા અંકે.......