Love is Life books and stories free download online pdf in Gujarati

પ્રેમ એ જ જીવન !!!

રાજીવ લંડનમાં રહેતા બિઝનેસમેનનો એકનો એક પુત્ર છે. તેના પપ્પા ધીરજલાલ લંડનમાં ફાસ્ટફૂડનો બિઝનેસ કરે છે. England માં તેની fast food restaurant ની ચેઈન છે. રાજીવ ભારતમાં જન્મેલો અને લંડનમાં ભણેલો એક સંસ્કારી પરિવારનો છોકરો છે જે ભારતીય સભ્યતાને માન આપે છે તેની સાથે સાથે જ રાજીવ modern વિચારોને પણ અપનાવે છે. તે જાણે છે કે બધાએ પોતપોતાની સમજણથી આગળ વધીને એકબીજાને સપોર્ટ કરતા રહેવું જોઈએ. જો તમે કોઈકને ખુશી આપશો તો તેના બદલામાં તમને પણ ખુશી મળશે.

રાજીવ પોતાના એમબીએનો અભ્યાસ પૂરો કરીને તેના પપ્પા સાથે તેના બિઝનેસમાં જોઈન્ટ થઇ જાય છે. રાજીવ પોતાના ફાસ્ટફૂડના બિઝનેસને international level સુધી પહોંચાડવા માંગે છે તેથી તે પોતાના fast food restaurant ની ચેઈન દુનિયાના મોટા શહેરોમાં સ્થાપવા માંગે છે અને તે પોતાની પહેલી બ્રાન્ચ અમદાવાદમાં open કરવા માંગે છે તદ્દઉપરાંત branch શરૂ કરવાનું બધું જ કામ પોતે સંભાળવામાં માંગે છે કારણ કે અમદાવાદ તેનું મૂળ વતન છે. તેના પપ્પા ધીરજલાલને તે પોતાનો નિર્ણય જણાવે છે. તેના પપ્પા ધીરજલાલ તેના આ નિર્ણયથી ખૂબ ખુશ થાય છે, તેને વિશ્વાસ છે કે તેનો દીકરો એક દિવસ જરૂર successful businessman બનશે કારણ કે તેમનામાં આત્મવિશ્વાસ, કાબેલિયત અને ક્ષમતા છે.

રાજીવના પિતાજી ધીરજલાલ ઉર્ફે ધીરુભાઈ લંડનમાં 20 વર્ષોથી રહે છે પરંતુ તે ભારતીય પરંપરાને માનતા રહેલા છે તેથી તે ભારતમાં ચાલતી ખાનગી સંસ્થાઓને દાન કરતા રહે છે. તેમાંથી એક સંસ્થા અમદાવાદની નજીક છે જેમાં અનાથ બાળકો રહે છે. ધીરુભાઈ દર વર્ષે તે સંસ્થાને cheque મોકલે છે આ વખતે તે રાજીવને ત્યાં રૂબરૂ cheque આપવા માટે અને સંસ્થાનું કામકાજ કઈ રીતે ચાલી છે તે જોવા માટે જણાવે છે.

રાજીવ પોતાના fast food restaurant ની ઓફિસ open કરવા માટે અમદાવાદ આવી પહોંચે છે. રાજીવ સૌપ્રથમ પોતાના પિતાજીનું કામ પૂરું કરવા માગે છે કે તેથી તે અમદાવાદથી નજીક આવેલી સંસ્થાને cheque આપવા માટે પોતે રૂબરૂ જાય છે. તે સંસ્થા અમદાવાદથી 25 કિલોમીટર દૂર હોય છે. કુદરતી હરિયાળી અને ગામની એક ટેકરી પાસે તે સંસ્થા હોય છે. રાજીવ સવારના પહોરમાં ત્યાં પહોચી જાય છે અને જુએ છે તો રમતગમતના મેદાનમાં અનાથ બાળકો રમતા હોય છે. રાજીવ સંસ્થામાં દાખલ થઇ છે ને સંચાલકની ઓફિસ તરફ જાય છે અને દરવાજો nock કરે છે ત્યારે અંદરથી અવાજ આવે છે "come in". રાજીવ ઓફિસની અંદર જાય છે ત્યારે તે દંગ રહી જાય છે.

તેની મુલાકાત રશ્મિ સાથે થાય છે જે સંસ્થાની સંચાલક છે. રશ્મિ તેને બેસવા માટે જણાવે છે અને આવવાનું કારણ પૂછે છે. રાજીવ રશ્મિને પોતાનો પરિચય આપે છે અને અમદાવાદમાં પોતાના બિઝનેસ વિશે પણ જણાવે છે અને તેને દાનનો cheque આપે છે. રાજીવ રશ્મિને સંસ્થા વિશે જણાવવાનું કહે છે તમે સંસ્થા કઈ રીતે ચલાવો છો? આ સંસ્થા શું શું કાર્ય કરે છે? સંસ્થામાં દાન કઈ રીતે આવે છે? તેનો ઉપયોગ કઈ રીતે થાય છે? વગેરે વગેરે (actually રાજીવને રશ્મિને જોતા જ પ્રથમ નજરે પ્રેમ થઈ જાય છે તેથી તે વધારેમાં વધારે સમય ગાળવા માટે આ બધા પ્રશ્નો પૂછે છે. તેને સંસ્થામાં કોઈ interest નથી પણ તે વધુમાં વધુ સમય રશ્મિ સાથે રહેવા માગે છે અને તેના વિશે જાણવા માગે છે)

રશ્મિ તેને સંસ્થા વિશે જણાવે છે કે તેના પિતાજીએ આ સંસ્થા શરૂ કરેલ હતી તેના મરણ પછી તેનું અધુરું સ્વપ્ન પૂરું કરવા માટે તેણે સંસ્થાની જવાબદારી ઉપાડી લીધી છે. અહી દાતાઓની સંખ્યા બહુ ઓછી છે અને અનાથ બાળકોની સંખ્યા બહુ વધારે છે તો પણ આ સંસ્થા એક પ્રેમના તાંતણે બંધાઈને ચાલે છે અને હવે આ સંસ્થા જ તેનું સઘળું છે.

રશ્મિ રાજીવને દાતાની નજરે જ જોવે છે અને દાતાની જેમ જ સંસ્થા વિશે બધું જણાવે છે પરંતુ રાજીવ તો બીજા જ સ્વપ્નોમાં ખોવાયેલો છે. આવા સંઘર્ષના સમયમાં પણ એક એકલી છોકરી આ પ્રકારની સંસ્થાની જવાબદારી સંભાળે છે તે જાણીને તેને નવાઈ લાગે છે અને તેનો રશ્મિ પ્રત્યેનો આદર વધી જાય છે.

રશ્મિ રાજીવને ફોર્માલિટી માટે જમવાનું કહે છે. રાજીવને તો ગમે તેવી રીતે રશ્મિ સાથે સમય વિતાવવો હોય છે તેથી તે કોઈપણ આનાકાની કર્યા વગર જમવાનું આમંત્રણ સ્વીકારી છે. રશ્મિ સંસ્થાના અનાથ બાળકો સાથે જમવા બેસે છે પરંતુ રાજીવને આ ગમતું નથી તેને એક special trite ની અપેક્ષા હોય છે પરંતુ રશ્મિ એવું કઈ કરતી નથી તેથી તેને સંસ્થાના અનાથ બાળકો સાથે જ જમવા બેસવું પડે છે.

સંસ્થાનું વાતાવરણ એટલું naturally હોય છે કે રાજીવને ત્યાંથી જવાનું મન થતું નથી. તે રશ્મિ સાથે ગાળેલા દરેક પળોને માણવા માંગે છે. જમ્યા બાદ તે સંસ્થાના બાળકો સાથે ક્રિકેટ રમે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે અનાથ બાળકોને જોશ અને ઉત્સાહથી ક્રિકેટ રમતા જોઇને રશ્મિને પણ આનંદ થાય છે. બાળકો સાથે રમત રમીને પછી તે અમદાવાદ જવા નીકળે છે પરંતુ આખા રસ્તે તે રશ્મિ વિશે જ વિચારે છે અને તેના સપનાઓમાં ખોવાઈ જાય છે.

રશ્મિ એક સમજદાર અને modern છોકરી છે જે પોતાના પિતાજીનું અધૂરું સ્વપ્ન પૂરું કરવા માટે સંસ્થાને ચલાવવાની જવાબદારી સંભાળે છે. અંદરથી તે એકલી અને પોતાના સપનાઓમાં જ જીવનારી છોકરી છે. તે છોકરાઓની સાથે બહુ દોસ્તી કરતી નથી કારણકે કોલેજકાળ દરમિયાન તેને મોટા બાપના છેલબટાઉ છોકરાઓ દ્રારા છેડતીના ઘણા અનુભવ થઈ ચૂક્યા હોય છે તેથી રશ્મિને પૂર્વગ્રહ હોય છે કે મોટા બાપના પૈસાવાળાના છોકરાઓ સ્વછંદી, નિકમ્મા અને ઉડાઉ હોય છે. તેને બીજાની લાગણીની પરવાહ હોતી નથી તેઓ ફક્ત બીજાની લાગણીઓ સાથે રમત રમતા હોય છે તેથી રશ્મિનો સ્વભાવ પણ તેના પ્રત્યે rude હોય છે.

રશ્મિનો એક મોટો ભાઈ પણ છે જે પોતાનું ભણતર અને marriage કરીને પોતાનો એક અલગ જ સંસાર બનાવી ચુક્યો હોય છે. તે રશ્મિને ક્યારેય મળવા આવતો નથી કે તેની પરવાહ પણ કરતો નથી.

રાજીવ જ્યારે અમદાવાદ પાછો આવે છે ત્યારે સાથે સપનાઓની બારાત સાથે લઈને આવ્યો હોય છે. તે કોઈ પણ રીતે રશ્મિનું દિલ જીતવા માગતો હોય છે તે પોતાના હોટલ રેસ્ટોરન્ટના પ્રોજેક્ટ વિશે વિચારે છે ત્યારે પણ તેને ફક્ત રશ્મિના જ વિચાર આવે છે. ૨-૩ દિવસ પછી તે સંસ્થામાં રશ્મિને ફોન કરે છે અને સંસ્થામાં કોઈ વસ્તુની જરૂર હોય તો તે મદદ કરવા માટે તૈયાર છે એમ કહે છે ત્યારે રશ્મિ આ ઓફરનો સહર્ષ અસ્વીકાર કરે છે.

રશ્મિ વિશે વધુ વિગત જાણવા માટે એક મહિના પછી રાજીવ પાછો તે સંસ્થામાં પહોચી જાય છે ત્યારે રશ્મિ સંસ્થા માટેનો જરૂરી સામાન લેવા માટે અમદાવાદ ગઈ હોય છે. રાજીવ સંસ્થાના બીજા કર્મચારી, ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ પાસે બેસીને રશ્મિ વિશે પૂછપરછ કરે છે ત્યારે તેને ખબર પડે છે કે રશ્મિને છોકરાઓ સાથે વધારે વાત કરવી ગમતી નથી કારણ કે કોલેજમાં તેને બે ત્રણ છોકરાઓ દ્વારા છેડતીના ખરાબ અનુભવો થઇ ચુક્યા હોય છે પછી તે રશ્મિના પરિવાર વિશે પૃછા કરે છે અને રશ્મિ વિશે બધું જાણે છે ત્યારે રાજીવને રશ્મિનું જીવન બ્લેક એન્ડ વાઈટ લાગે છે. રાજીવ સંકલ્પ લે છે કે તે રશ્મિના જીવનમાં રંગ ભરી દેશે ત્યારબાદ તે અમદાવાદ પાછો આવવા નીકળે છે.

અમદાવાદ આવીને તે પ્રથમ પોતાના પપ્પાને લંડનમાં ફોન કરીને બધી માહિતી આપે છે ત્યારે ધીરુભાઈને પોતાના દીકરા પ્રત્યે ગર્વ થાય છે અને તે જણાવે છે કે restaurant નું કામકાજ તો ચાલ્યા જ કરશે અત્યારે રશ્મિને અને સંસ્થાને તેની જરૂર છે તો તે સંસ્થામાં રહીને રશ્મિને સંસ્થા ચલાવવામાં તેની મદદ કરે એવી સલાહ આપે છે.

બીજે દિવસે રાજીવ પોતાનો સામાન લઈને સંસ્થામાં દાખલ થાય છે અને રશ્મિ પાસે સંસ્થામાં રહેવા માટેની પરવાનગી માગે છે પરંતુ રશ્મિ રાજીવને કહે છે કે સંસ્થાના કર્મચારીઓ સિવાય સંસ્થામાં બીજું કોઈ રહી ન શકે ત્યારે રાજીવ કહે છે કે “હું બાળકોનો teacher બનીને તેને education આપીશ એ પ્રમાણે હું સંસ્થાનો કર્મચારી થઈને જ રહીશ” પરંતુ રશ્મિને રાજીવના ઈરાદા પ્રત્યે શંકા જાય છે અને તે રાજીવને સવિનય કહે છે કે “અત્યારે સંસ્થાને teacher ની જરૂર નથી, જરૂર હશે તો તેમનો કોન્ટેક્ટ કરશે”. પરંતુ આ બાજુ રાજીવ પણ દ્રઢ નિશ્ચય કરીને આવ્યો હતો કે જ્યાં સુધી રશ્મિ તેને સંસ્થામાં રહેવાની પરવાનગી ન આપે ત્યાં સુધી તે અહીંથી નહી જાય. તે સંસ્થાની gate ની બહાર tent બનાવીને રહેવા લાગે છે અને દિવસ દરમિયાન બાળકો સાથે મેદાનમાં રમતો રમે છે. રશ્મિ આ વિશે કોઈ પ્રતિભાવ આવતી નથી. સંસ્થાના કર્મચારીઓ રાજીવને સમજાવે છે કે તે પોતાની જીદ છોડી દે પરંતુ રાજીવ એકનો બે થતો નથી. આવી રીતે એક અઠવાડિયું પસાર થઈ જાય છે. ત્યારબાદ સંસ્થાના કર્મચારીઓ રશ્મિને સમજાવે છે કે તે રાજીવને સંસ્થામાં રહેવાની પરવાનગી આપે કારણ કે તે બાળકો સાથે ઘણો હળી મળી ગયો છે અને બાળકો પણ રાજીવને ખૂબ પસંદ કરે છે. સંસ્થાના બાળકો પણ રાજીવને પોતાના teacher તરીકે લેવાની રશ્મિને અરજ કરે છે. બાળકોની અરજ સાંભળીને રશ્મિનું દિલ પીગળી જાય છે તેથી પોતાની ઇચ્છા ના હોવા છતાં રશ્મિ રાજીવને સંસ્થામાં રહેવાની પરવાનગી આપે છે. રશ્મિ રાજીવને સંસ્થાના નિયમો વિશે જણાવે છે અને તેનું પાલન કરવાની સલાહ આપે છે સાથે સાથે એ પણ સલાહ આપે છે કે બાળકોને ભણાવવા સિવાય તેને બીજું કંઈ વિચારવાની જરૂર નથી અને બાળકોને ભણાવવા માટે તેને વેતન પણ લેવું પડશે. રાજીવને તો રશ્મિ સાથે રહેવું હોય છે તેથી તે બધી શરતો પાલન કરવાની બાંયધરી આપે છે. હવે રાજીવને રશ્મિ સાથે વધારેમાં વધારે સમય મળવા લાગ્યો જ્યારે પણ સમય મળે ત્યારે તે રશ્મિ સાથે મજાક-મસ્તી અને વાતો કરતો પરંતુ રશ્મિને રાજીવની વાતોમાં બહુ interest હોતો નથી, તેને તો સંસ્થાના હિતોમાં જ interest હોય છે તેથી રશ્મિને ખુશ કરવા માટે રાજીવ પોતાના idea દ્વારા સંસ્થાની કાયાપલટ કરવામાં લાગી જાય છે. તે સોશિયલ મીડિયા દ્વારા સંસ્થાની વેબસાઇટ બનાવીને સંસ્થાના ફોટો અને વિડીયો અપલોડ કરે છે અને લોકોને સંસ્થાની જાણકારી આપે છે તેથી ઇન્ટરનેટના માધ્યમથી સંસ્થામાં દાનની આવકનો ધોધ શરૂ થાય છે. સંસ્થામાં દાનની આવકને લીધે સંસ્થાનું renovation થાય છે. સંસ્થામાં બાળકો માટે નવા નવા સંસાધનો અને રમત ગમતના સાધનો આવે છે. રાજીવ પોતાના innovative idea દ્વારા સંસ્થાના બાળકોને રમતા રમતા ભણાવે છે. સંસ્થાનું કાયાપલટ જોઈને રશ્મિ ખૂબ ખુશ થાય છે.

રશ્મિને ખુશ જોઈને રાજીવ એક દિવસ વાતો વાતોમાં પોતાના દિલની વાત રશ્મિને કરે છે અને તે રશ્મિ પ્રત્યેના પોતાના પ્રેમનો એકરાર કરે છે અને તેના માટે જ તે આ સંસ્થામાં આવ્યો હતો તે રશ્મિને જણાવે છે ત્યારે રશ્મિ નારાજ થઈને રાજીવને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તેને સંસ્થાના હિતો સિવાય બીજા કશામાં રસ નથી. રાજીવ રશ્મિને સમજાવાની અને મનાવવાની કોશિશ કરે છે પરંતુ રશ્મિ એકની બે થતી નથી. વાત આગળ વધતા સંસ્થાના કર્મચારીઓને બધી વાતની ખબર પડે છે. રાજીવ રશ્મિને કહે છે કે તેણે સંસ્થા માટે ઘણું બધું કર્યું છે ત્યારે રશ્મિ ગુસ્સે થઈને રાજીવને સંસ્થામાંથી નીકળી જવાનું કહે છે. રાજીવનું દિલ તૂટી જાય છે તેને ઘણું લાગી આવે છે. તે રશ્મિને અહંકારી અને ઘમંડી ગણાવે છે અને હવે તે સંસ્થામાં કોઈ દિવસ પાછો નહી આવે તેમ જણાવીને તે સંસ્થામાંથી અમદાવાદ પાછો ચાલ્યો જાય છે અને તે પોતાના હોટલના પ્રોજેક્ટ તરફ ધ્યાન આપવા લાગે છે પરંતુ તેનું ધ્યાન કામ તરફ જતું નથી તે હંમેશા રશ્મિના વિચારોમાં જ ખોવાયેલો રહે છે. રશ્મિએ શા માટે તેની સાથે આવું વર્તન કર્યું?? તે વિચારે તેને બેચેન કરી મૂક્યો અને તેના મનમાં ગડમથલ થાય છે. શું કરવું તે તેને સુજતું નથી ત્યારે અચાનક તેને તેના પપ્પાની યાદ આવે છે. તે તેના પપ્પાને લંડન હાલચાલ પૂછવા માટે ફોન કરે છે અને વાતો વાતોમાં અચાનક તેનો અવાજ રડમસ થઇ જાય છે. ધીરજલાલને કઈક અજુગતું થયાનો આભાસ થાય છે, તે રાજીવને સાંત્વના આપે છે અને શાંતિથી બધી વાત કરવાનું કહે છે ત્યારે રાજીવ સંસ્થામાં શું બન્યું તેની બધી માહિતી ધીરજલાલને આપે છે. ત્યારે ધીરજલાલ તેને સમજાવે છે કે પ્રેમમાં અધીરાઈ કરવી યોગ્ય નથી અને કડવા વચનો સંબંધોમાં હંમેશાં તિરાડ પાડે છે. રશ્મિ શા માટે આવું કરે છે? પુરુષો પ્રત્યે શા માટે ઉપેક્ષા રાખે છે તેનું તેને નિરીક્ષણ કરવું જોઈએ અને રશ્મિના જીવનમાં ભૂતકાળમાં કદાચ કોઇ દુર્ઘટના બની ગઈ હોય તો તેને જાણીને તેનો ડર દૂર કરવા માટે તેની મદદ કરવી જોઈએ. તે પરિવારથી દૂર એકલી જીવન જીવી રહી છે તેને લીધે પણ કદાચ તે એવું વર્તન કરી રહી હોય. જો તેનો પરિવાર તેને મળી જાય તો તેનું હૃદય પરિવર્તન થઇ જશે તેમ ધીરજલાલ વિશ્વાસપૂર્વક જણાવે છે. ધીરજલાલની વાતો સાંભળીને રાજીવને અચાનક રશ્મિના ભૂતકાળમાં બનેલી કોલેજની ઘટનાઓ યાદ આવે છે જે તેના સંસ્થાના કર્મચારીઓ તેને જણાવેલ હોય છે. ધીરજલાલની વાતોથી રાજીવને જાણે નવો આત્મવિશ્વાસ અને ઉત્સાહ મળે છે. ધીરજલાલનો આભાર માની અને તેને જણાવે છે કે તે રશ્મિની ચોક્કસ મદદ કરશે. ધીરજલાલ તેને best of luck કહે છે.

આ તરફ, રાજીવના સંસ્થા છોડ્યા બાદ રશ્મિને ચેન પડતું ન હતું. રાજીવ સંસ્થા અને તેની સાથે એટલો બધો હળી મળી ગયો હતો કે રશ્મિને રાજીવે ગાળેલા સંસ્થાના દરેક પળોની યાદ તેની સામે આવીને ઊભી રહી જતી. તેને અંદરખાને એહસાસ થતો હતો કે રાજીવ વિના તેની સંસ્થા અધૂરી છે અને તેને રાજીવની આદત પડી ગઈ છે પરંતુ પોતાના પૂર્વગ્રહને કારણે તેણે રાજીવને ભૂલવાનું નક્કી કર્યું. સંસ્થાના બાળકો અને કર્મચારીઓને પણ રાજીવની યાદ સતાવતી હતી પરંતુ તે રશ્મિને કંઈ કહી શકે તેમ ન હતા.

આ તરફ, રાજીવ રશ્મિના કોલેજમાં જાય છે અને તેના પ્રિન્સિપાલને મળે છે અને સઘળી હકીકત પ્રિન્સિપાલને વિસ્તારથી કહે છે તેથી પ્રિન્સિપાલ પણ રાજીવને સહયોગ આપવા માટે તૈયાર થઈ જાય છે. રશ્મિ જે વર્ષમાં કોલેજમાં ભણતી તેની details અને તેના ફ્રેન્ડ્સની details લઈને તે તેઓને મળવા પહોચી જાય છે અને રશ્મિ સાથે શું બન્યું તે વિગતવાર જાણે છે અને તેની છેડતી કરનારાઓના એડ્રેસ લઈ તેઓ બધાને મળવા જાય છે. તેમાંથી કોઈ બિઝનેસમૅન, તો કોઈ એન્જિનિયર, તો કોઈ જોબ કરે છે. રાજીવ તે બધા લોકોને મળીને રશ્મિ વિશે ડિટેલમાં ચર્ચા કરે છે અને તેને અહેસાસ કરાવે છે કે તમારી નાદાનીને લીધે રશ્મિને બધા પુરુષો પ્રત્યે નફરત પેદા થઈ ગઈ છે તમારે તેમની માફી માગવી જોઇએ. ત્યારે એક પછી એક એમ બધા લોકો પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને રશ્મિને ફોન કરીને પોતાના ભૂલની માફી માંગે છે અને પસ્તાવો કરે છે. રશ્મિને એ ખબર નથી પડતી કે આટલા વર્ષો પછી બધાને એક સાથે કઈ રીતે તેની ભૂલનો અહેસાસ થયો પરંતુ અંદરખાને તેને એક પ્રકારના સંતોષ અને ખુશીની લાગણી થાય છે. રશ્મિ આ બાબતે વધુ વિચારતી નથી અને બધાને માફી આપીને, બધું ભૂલીને પાછા સંસ્થાના કામમાં લાગી જાય છે.

આ તરફ, રાજીવ રશ્મિના ભાઈનું એડ્રેસ લઇને સુરત તેના ઘરે પહોંચી જાય છે. સૌપ્રથમ રાજીવ પોતાનો પરિચય આપે છે અને પછી રાજીવ પોતે તેના ઘરે આવવાનું કારણ બતાવે છે કે તે રશ્મિનો ફ્રેન્ડ છે અને તેનું દુઃખ દર્દ દૂર કરવા અને તેને અને તેના પરિવારને પાછો એક કરવા માટે અહી આવ્યો છે. રશ્મિનો ભાઈ મયંક જણાવે છે કે તેના પિતાશ્રીએ તેની સગાઈ તેને પૂછ્યા વિના બીજી છોકરી સાથે નક્કી કરી હતી પરંતુ તે બીજી છોકરી વૃંદાને પ્રેમ કરતો હતો અને તે વૃંદા સાથે જ લગ્ન કરવા માંગતો હતો તેથી તેણે પિતાજીનું ઘર છોડી દીધું હતું અને વૃંદા સાથે લગ્ન કર્યા હતા ત્યારે રશ્મિએ તેના પિતાજીનો સાથ આપ્યો હતો તેથી તેણે રશ્મિ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા.

હાલમાં, મયંક સુરતની એક પ્રખ્યાત કંપનીમાં નોકરી કરતો હતો. તેના બે સંતાન હતા જેમાં એક મોટો દીકરો અખિલેશ અને એક નાની દીકરી સ્વીટી હતી. તેનો એક નાનો અને સુખી પરિવાર હતો હવે તે બીજી કોઈ ઝંઝટમાં પડવા માગતા નહોતો. રાજીવે મયંકને સમજાવતા કહ્યું કે "તારા પિતાશ્રી હવે આ દુનિયામાં નથી તો રશ્મિ ઉપર શા માટે નારાજ છો અત્યારે તારી નાની બેન એકલી છે તેને તારા પરિવારની જરૂર છે". મયંક અને વૃંદા રાજીવની વાતોને ગંભીરતાથી લેતા નથી ત્યારે રાજીવ તેઓને સમજાવતા કહે છે કે, "તમારા બંને સંતાનો જ્યારે ઝઘડો કરે છે ત્યારે શું કાયમી માટે તે લોકો એકબીજાથી નારાજ રહે છે ??, શું ભાઈ બહેનને એકબીજા સાથે ઝઘડો કરવાનો કે નારાજ રહેવાનો અધિકાર નથી??, શું નાની બહેનને એકલી અટૂલી છોડી દેવાની??, શું રશ્મિ દર રક્ષાબંધને તારા માટે રાખડી નથી મોકલતી??". રાજીવના આવા સવાલો સાંભળીને મયંક અને વૃંદાને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તેને પસ્તાવો થાય છે. રાજીવ તેને કહે છે કે “જે થયું તે ભૂલી જાઓ અને તમારી બહેનને મળો અને પછી જુઓ તમારૂ જીવન કેટલી ખુશીઓથી ભરાઈ જાય છે”.

રાજીવની વાત સાંભળીને મયંક અને વૃંદાને તેનો પરિવાર રાજીવ સાથે રશ્મિને મળવા અમદાવાદ આવવા રાજી થઇ જાય છે. રાજીવની કારમાં મયંક અને તેનો પરિવાર ગોઠવાઈ જાય છે. રસ્તામાં મયંક રાજીવને પૂછે છે કે “તું આ બધું શા માટે કરે છે?? ફક્ત દોસ્તીને લીધે કોઈ આટલું બધું કોઈ માટે ન કરે” ત્યારે રાજીવે તેને જવાબ આપે છે કે “તે રશ્મિને પ્રેમ કરે છે” પછી રાજીવ કઈ રીતે રશ્મિને સંસ્થામાં મળ્યો તેની અથથી ઇતિ સુધીની બધી વાતો મયંક અને વૃંદાને કરે છે. રાજીવની વાતો સાંભળીને મયંક અને વૃંદાને રાજીવ પ્રત્યે ખૂબ જ સન્માનની લાગણી ઉભી થાય છે કારણ કે જે માણસનું અપમાન કરીને રશ્મિએ તેની સંસ્થામાંથી તેને કાઢ્યો હતો તે જ માણસ આજે તેના પરિવારને એક કરવા માટે પ્રયત્નો કરી રહ્યો હતો. મયંકને રાજીવ પ્રત્યે ગર્વની લાગણી થાય છે અને રાજીવને કહે છે કે “મારા પ્રેમ કરતા પણ તારો પ્રેમ સાચો છે જેમાં બદલાની અપેક્ષા વગર ફક્ત પ્રેમ જ પ્રેમ છે”.

રાજીવ મયંક, વૃંદાને અને તેના પરિવારને સંસ્થાના ગેટ પાસે ઉતારે છે. મયંક તેને સંસ્થાની અંદર આવવા માટે કહે છે ત્યારે રાજીવ તેને જણાવે છે કે રશ્મિ તેને પસંદ નથી કરતી તેથી તે સંસ્થાની અંદર આવી તેને નારાજ કરવા નથી માગતો અને તમે પણ રશ્મિને કોઈ વાત જણાવતા નહીં, નહીં તો મારે કારણે તેને દુઃખ થશે, તમને મારી કસમ છે.

મયંક વૃંદા અને તેના બે kids સંસ્થાની અંદર દાખલ થાય છે અને રશ્મિને મળવા માટે તેની ઓફિસ તરફ જાય છે. મયંકના પગ ભારે થતા જાય છે, તેને માથા પર પરસેવો વળે છે અને તેના મનમાં ગડમથલ ચાલે છે કે તે રશ્મિને મળીને તેને શું કહેશે? શું રશ્મિની નજર સામે તે નજર મિલાવી શકશે? શું રશ્મિ તેને માફ કરશે?

જ્યારે મયંક, વૃંદા અને તેનો પરિવાર ઓફિસમાં દાખલ થાય છે ત્યારે રશ્મિ અવાચક નજરે મયંકને નિહાળે છે. રશ્મિનું ગળું સુકાવા માંડે છે, તે બોલવા માટે જાય છે પરંતુ તેના ગળામાં ડૂમો ભરાઈ જાય છે, તેની આંખોમાંથી દળ દળ આંસુઓ વહેવા માંડે છે. તેને રડતી જોઈને મયંક અને વૃંદાની આખોમાં પણ આંસુઓ વહેવા માંડે છે. રશ્મિ મયંકને ગળે લગાવીને ખૂબ જ રડે છે અને ફરિયાદ કરે છે કે તે નાની બહેનને મળવા માટે અત્યાર સુધી કેમ ના આવ્યો?? વૃંદા રશ્મિને શાંત કરે છે, તેના આંસુઓ લૂંછે છે અને તેને સાંત્વના આપે છે પછી મયંક અને વૃંદા રશ્મિની માફી માંગે છે અને પોતાની ભૂલનો પસ્તાવો કરે છે. ત્યાર બાદ રશ્મિ વૃંદા અને તેના બાળકોને ગળે લગાડે છે અને રડે છે જાણે કે કોઈએ વર્ષોથી તેઓની આંખોમાં આંસુનો દરિયો દબાવી રાખ્યો હોય તેમ આજ બધાની આંખોમાંથી તે વહી રહ્યો હતો. તે આંસુઓના દરિયાની સાથે સાથે બધી ફરિયાદો અને શિકાયતો પણ વહી ગઈ હતી.

ત્યારબાદ રશ્મિ બધાને તેની સંસ્થા બતાવે છે અને તે સંસ્થામાં કામ કઈ રીતે થાય છે તે જણાવે છે અને સંસ્થાના બાળકો અને કર્મચારીઓ સાથે તેનો પરિચય કરાવે છે. રશ્મિને એવું જ લાગતું હતું મયંકને પોતાની ભૂલ સમજાઈ છે તેથી તે તેને મળવા આવ્યો છે. તેથી તે ખૂબ જ ખુશ હતી જાણે કે તેને પરિવારના રૂપમાં જન્નત મળી ગઈ હોય. આજે ઘણા વર્ષો બાદ આખો પરિવાર એક સાથે ભોજન લે છે. બધા ખુશ જણાય છે.

બીજે દિવસે મયંક અને વૃંદા રશ્મિ પાસે રજા લેવા જાય છે ત્યારે રશ્મિ મયંકને થોડા દિવસો વધારે રોકાવાનો આગ્રહ કરે છે. મયંક તેને જણાવે છે કે તે ઓફિસમાં રજા લીધા વગર આવ્યો છે અને ઓફિસમાં કામ હોવાથી તેને સુરત જવું પડશે પરંતુ તે બાળકોના વેકેશનમાં જરૂર પાછો આવશે અને અહી વધારે સમય ગાળશે તેનું પ્રોમિસ કરે છે ત્યારે રશ્મિએ તેને ખુશી ખુશી જવાની પરવાનગી આપે છે. રશ્મિ મયંક અને તેના પરિવારને બસ સ્ટોપ પર છોડવા માટે જાય છે ત્યારે રશ્મિ મયંકને જણાવે છે કે આ week તેના માટે ખૂબ જ યાદગાર બની ગયું છે કારણ કે એક તો તેને તેનો પરિવાર પાછો મળી ગયો અને બીજું કારણ એ હતું કે કોલેજમાં જે જે છોકરાઓએ તેની છેડતી કરી હતી તે બધા છોકરાઓએ તેને ફોન કરી અને તેની માફી માગી હતી.

હવે મયંકનો ધીરજનો બાંધ તૂટી જાય છે તે રશ્મિને સમજાવતા કહે છે કે “દુનિયામાં કશું જ અચાનક અને યાદગાર બનતું નથી. તેને યાદગાર બનાવવા માટે તેના પાયામાં કોઈના પ્રેમનું ખાતર હોય છે”. રશ્મિને કશું સમજમાં નથી આવતું કે મયંક શું બોલે છે?? રશ્મિની આ સ્થિતિ જોઈને મયંક તેને જણાવે છે કે “તું તારા મનથી વિચાર કર કે કોઇ અચાનક જ તારા ઉપર ફોન કરીને આટલા વર્ષો પછી પોતાની ભૂલનો પસ્તાવો કરીને માફી માંગે?? તારો ભાઈ જે વર્ષોથી તારાથી દૂર હતો તે અચાનક જ તારી પાસે આવીને માફી માંગે?? તારા ભાભી બંને બાળકોને લઈને અચાનક જ તારી સંસ્થામાં આવે?? કોઈ પણ વસ્તુ અચાનક નથી થઈ જતી રશ્મિ તેની પાછળ કોઈનો સાચા દિલથી પ્રયત્ન હોય છે. આપણો અહંકાર અને ઘમંડ જ તેની અસલિયત ઓળખી શકતા નથી”. મયંકના અચાનક આવા સવાલોથી રશ્મિ અવાચક બની જાય છે તેને ખબર નથી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે?? તે મયંકને સાચી હકીકત જણાવવા માટે કહે છે ત્યારે મયંક તેને રાજીવની બધી વાતો કહે છે કે કેવી રીતે રાજીવ તેની પાસે તેના ઘરે સૂરત મળવા આવ્યો અને કેવી રીતે તેણે અમને અહી આવવા માટે convince કર્યા. કદાચ એવી રીતે જ તેણે છેડતી કરનારા બધા છોકરાઓને પણ માફી માગવા માટે convince કર્યા હશે તેથી તેઓ બધાએ તને માફી માગવા માટે ફોન કર્યો હશે. મયંકે રશ્મિને જણાવ્યું કે રાજીવને તને ખરા દિલથી પ્રેમ કરે છે.

રશ્મિનું હૃદય એક પલ માટે થડકારો ચૂકી ગયું, અચાનક flashback ની બધી યાદો તેની સામે આવી ગઈ, કેવી રીતે રાજીવ સંસ્થામાં આવ્યો હતો, રાજીવનો હસમુખો સ્વભાવ, તેનું બાળક જેવું વર્તન, તેના innovative idea, કેવી રીતે રાજીવ રમત-રમતમાં બાળકોને education આપતો, તેની સાથે હસી મજાક કરતો, સંસ્થા માટે દાતાઓ શોધીને લાવતો, સંસ્થા પ્રત્યેની તેની મહેનત અને સમર્પણ. રાજીવે તેના જીવનને ખુશીયોથી ભરી દીધું અને આ બધાના બદલામાં તેણે રાજીવને શું આપ્યું?? અપમાનના કડવા ઘૂંટ??. પોતાના પૂર્વગ્રહને કારણે તેણે સંસ્થાના બધા લોકો વચ્ચે રાજીવનું અપમાન કર્યું હતું આ અહેસાસ થતાં રશ્મિના શરીરમાં એક ધ્રુજારી ઉપડી ગઈ અને તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી. વૃંદાએ તેને માંડ માંડ સંભાળી. મયંક અને વૃંદાએ તેને સાંત્વના આપી પરંતુ રશ્મિનું રડવાનું ચાલુ જ હતું અને તે સતત રટણ કરવા માંડી કે રાજીવે મને પ્રેમ કર્યો અને બદલામાં મે તેનું અપમાન કર્યું. આજે તેને પ્રથમ વખત રાજીવના પ્રેમનો અહેસાસ થતો હતો. તે રડતા રડતા રાજીવના ઘર તરફ જવા માટે દોડવા જવા લાગી ત્યારે મયંક અને વૃંદાએ તેને રોકી અને કહ્યું કે આપણે બધા સાથે તેના ઘરે જઈશું.

મયંક, વૃંદા, રશ્મિ બધા રાજીવના ઘરે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે રાજીવ હંમેશા માટે લંડન જવા માટે ઍરપોર્ટ તરફ નીકળી ચૂક્યો છે. મયંક, વૃંદા, રશ્મિ બધા ઍરપોર્ટ તરફ જવા માટે નીકળ્યા. રસ્તામાં મયંકે રાજીવને ફોન કરવાની ટ્રાય કરી પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. એરપોર્ટ પહોંચીને રશ્મિ લંડન જતા પ્લેનની લોબી તરફ દોડી તેની પાછળ મયંક અને વૃંદા પણ દોડ્યા. સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવવાની કોશિશ કરી પરંતુ આજે રશ્મિને કોઈ રોકી શકે તેમ ન હતું. મયંકે સિક્યુરિટી ગાર્ડને બધી માહિતી આપી અંતે સિક્યુરિટી વાળાએ તેઓને અંદર જવાની પરવાનગી આપી. રશ્મિ દોડતી દોડતી લંડન તરફ જતાં પ્લેનની લોબીમાં જઈ ચડી. રાજીવ પ્લેનમાં જવા માટે લાઈનમાં ઉભો હતો. રાજીવને જોતા જ રશ્મિએ બૂમ પાડી "રાજીવ". રાજીવ તથા આજુબાજુના લોકોએ રશ્મિને જોઈ, રશ્મિની આંખોમાંથી આંસુઓની અવિરત ધારા વહી રહી હતી. રશ્મિ રડતા રડતા ત્યાં જ ઢગલો થઈ ગઈ. રાજીવ લાઈનમાંથી દોડતો દોડતો આવ્યો અને રશ્મિને પોતાના ગળે વળગાડી દીધી. રશ્મિ પણ આ ક્ષણ માટે જાણે આતુર હોય તેમ તેને રાજીવને ગળે વળગાડી લીધો. બંનેની આંખમાં હર્ષના આંસુ હતાં. બધા મુસાફરોએ તેના પ્રેમને તાળીઓથી વધાવી લીધો. દૂર ઉભેલા મયંક અને વૃંદાની આખોમાં પણ હરખનાં આંસુ વહી રહ્યા હતા. હવે ખરા અર્થમાં, આજનો દિવસ તેમના માટે યાદગાર બની રહ્યો હતો.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો