શું? આજ પ્રેમ - ભાગ ૨ Kiran Metiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

શું? આજ પ્રેમ - ભાગ ૨

કેટલો મજાનો એ દિવસ હતો.
પપ્પા તમારી દીકરી યાની શેઠ મનસુખલાલ ની લાડકવાયી દીકરી નિયતી મનસુખલાલ પરેચા ને તેની મનગમતી કોલેજ માં બી.એસ.સી માં એડમિશન મળી ગયું છે.
પપ્પા આજે હું બહુ ખુશ છું કે જે કોલેજ ના મેં સપના જોયા હતા તેજ કોલેજ માં મારુ એડમિશન થયું અને પપ્પા એ પણ પાછું તમારી ઓળખાન વગર. કહી ને નિયતી તેના પપ્પા ને ભેટી ને હસી પડી. મનસુખલાલ પણ તેની દીકરી ના માથે હાથ ફેવરી ને તું ખુશ તો હું ખુશ બોલ કંઈ જોઈએ છે.
નિયતી કહ્યું હા પપ્પા મારે ઓડી ગાડી જોઈએ છે.આમ કોલેજ માં લઇ ને જાઉં તો લાગવું જોઈએ કે શેઠ મનસુખલાલ ની દીકરી આવી રહી છે ને પપ્પા વટ તો પડવો જોઈએ ને ..મનસુખલાલ પણ હસી પડ્યા કે ઓહહ ખાલી કોલેજ માં વટ પાડવા ગાડી જોઈએ છે.નિયતી કહ્યુ ના પપ્પા વટ પાડવા નહીં પણ શેઠમનસુખલાલ ની એકની એક લાડકી દીકરી એકટીવા લઇ ને જાય સારું તો ના લાગે ને કહી ને હસી પડી ....મનસુખલાલ પણ હસી પડ્યા.અને કહ્યું
જેવી તારી ઈચ્છા મારી માં પણ મને સું મળશે નિયતી કહ્યું તમને કોફી મળશે એ પણ મારા હાથ ની કહી ને નિયતી રસોડા માં કોફી બનાવા ગઈ..
મનસુખલાલ એટલે શહેર ના સૌથી ધનાઢય વ્યક્તિ હીરા ના નિકાસ માં ભારત માં પહેલા સ્થાને જ રહેતા પત્ની ના મૃત્યુ પછી તેમેન બીજા લગ્ન નહોતા કરયા બસ તેમની એકની એક દીકરી ને લાડકોડ થી ઉછેરી હતી.નિયતી જે પણ માંગતી તે વસ્તુ તે સાંજે હાજર જ હોય અમુક સમયે તો નિયતી ના મોઢા માંથી શબ્દ નીકળ્યો ના હોય અને વસ્તુ હાજર થઈ જતી આમ તેમને નિયતી ને કોઈજ વાતે કંમી આવવા દીધી ના હતી.

આચાનક નિયતી દીકરા થોડું જમી લીધું હોત તો? જાણે નિયતી સફાળી જાગી હોય બસ તેને માથું હલાવી ને ના પાડી તેને ઊંચે નજર કરી તો કેટલાય પાડોશી સગા તેમના ઘરે આવ્યા હતા બેસવા માટે. થોડીકવાર પછી બકુલા બહેન, સીતા માસી પણ નિયતી ને કહ્યું જે થવાનું હતું તે થઈ ગયું બેટા તારા નહી જમવા થી વૈભવ થોડો પાછો આવવા નો છે.અને ફરી નિયતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.થોડીકવાર પછી સીતા માસી એ પાણી આપી ને વૈભવ ના માતા પિતા જોડે ગયા તેમને આશ્વાસન આપવા લાગ્યા.

કેટલો મજાનો દિવસ હતો. જ્યારે પહેલીવાર નિયતિ એ વૈભવ ને જોયો હતો. એ દિવસે અસાઈનમેન્ટ જમા કરાવાની તારીખ વીતી ગયા પછી કૃપા ના કહેવાથી નિયતિ અને વૈભવ ની મુલાકાત થઈ. અને વૈભવે નિયતિ ના અસાઈનમેન્ટ જમા કરવા વૈભવ પોતે ગયો હતો. તે દિવસે વૈભવ ની પ્રોફેસર પણ મજાક કરી હતી. નિયતિ જ્યારે પહેલીવાર વૈભવ જોડ ફ્રેઇન્ડશિપ માટે કહ્યું. ત્યારે વૈભવે કહેલું અમારા જેવા ગરીબ માણસો સાથે દોસ્તી ના સારી ત્યારે નિયતિ હસી પડેલ.ત્યાર પછી બંને વચ્ચે મુલાકાતો વધી ગઈ. ત્યારબાદ ટેક્સ્ટ મેસજ દ્વારા પણ વાતો થતી અને વાતો મને વાતો માં ક્યારે રાત્રી ના 2 વાગી જતા બંને માંથી કોઈને ખબર ના રહેતી.
અચાનક ફોન રણક્યો અને જાણે નિયતિ ને ધક્કો લાગ્યો હોય તેમ સામે તેના સસરા વૈભવ ના પિતાએ ફોન ઉપાડ્યો રડતા રડતા હલ્લો સામે છેડે વૈભવ ના કાકાનો દીકરો બોલી રહ્યો હતો રાત્રી નો સમય થઈ ગયો હોવાથી વૈભવ ભાઈ નું પોસ્ટમોર્ટમ સવારે થશે. જાણે વૈભવ ના પિતા ના મગજ માં કોઈએ હથોડી મારી હોય તેમ જોસ થી ચીસ પડાઈ ગઈ ના મારા દીકરાને ચીરસો નહીં તેને તો ઇન્જેક્શન પણ લેતો નથી તે યાદ કરી રડવા લાગ્યા. આજુ બાજુ ના સગાઓ એ વૈભવ ના પિતાને છાના રાખવાનો પ્રયત્ન કર્યો. વૈભવ ના માતા પિતાની આખો સુજી ગઈ હતી.
વૈભવ ક્યાં છે . મારે તને કંઈક કહેવું છે. હા બોલ નિયતી આજે રાત્રે ડીનર કરવા જઈએ આપડે બંને વૈભવ ના કહેલી ત્યારે નિયતિ પોતાની કસમ આપીને રાત્રે 8 વાગે તૈયાર રહેવા કહ્યું. નિયતિ કહ્યું હું ઘરે લેવા આવીશ. વૈભવ ના કહી હું હાઇવે આવી જઇસ ત્યાંથી તું મને પિક ઉપ કરી લેજે. નિયતિ કહ્યું ઘરે થી કેમ નહીં ના અમે મિડલકલાસ લોકો છોકરી અમારા ઘરે આવે તો વાતો થાય એટલે નહીં . નિયતિ ઓકે કહ્યું. તે સાંજે 8 વાગે બંને ગામડું હોટેલ માં મળ્યા. નિયતિ ઓરેંજ ડ્રેસ માં વાળ ખુલ્લા રાખી ને માથે સિમ્પલ ઓરેન્જ બિંદી લગાવી હતી. બંને જમવાનો ઓર્ડર આપ્યો. અને નિયતિ વાતો માં ને વાતો માં કહ્યું. વૈભવ તું મને બહુ ગમે છે. વૈભવ કહ્યું એમ સુ તું પણ મને બહુ ગમે છે. ત્યારે ધીરેક થી નિયતિ એ વૈભવ નો હાથ પકડી ને કહ્યું હું બાકી ની જિંદગી તારી સાથે વિતાવા માંગુ લવ યુ વૈભવ.
વૈભવ કહ્યું એ શક્ય નથી. નિયતિ કહ્યું કેમ વૈભવે કહ્યું અમારી મહિના ની આવક 12000 હજાર છે અને હું ઘણી ગરીબ પરિસ્થિતિ માથી આવું છું અને તું નહીં રહી શકે અમારી સાથે તને ફાવશે જ નહીં. નિયતિ કહ્યું તું સાથે હોઇસ તો રહી લઇસ તું કહીશ તેમ રહીશ પણ મારે તારી સાથે જીવવું છે. વૈભવે કહ્યું આ બધું વાતો માં સારું લાગે બાકી હકીકત જુદી છે. તું એકજેસ નહીં કરી શકે. મારુ માંન તો અપડે સારા ફ્રેઇન્ડ રહી શકીએ.બસ એટલું કહી વૈભવ ચાલતો થયો. નિયતિ ઘરે ગઈ ને ખુબજ રડી તેને ઘણા ફોન કર્યા પરંતુ વૈભવ નો એકજ જવાબ હતો અપડે ફક્ત સારા મિત્ર રહી શકીએ લગ્ન શક્ય નથી .કેમ કે કયા રાજા ભોજ ને ક્યાં ગાંગુ તૈલી. ક્યાં તું રાજકુમારી ના જેમ ઉછરેલી અને અમારે ત્યાં તો કદાચ એક દિવસ ખાવાના પણ પ્રોબ્લેમ હોય. અને કોલેજ પણ સ્કોલરશીપ દ્વારા કરું છું. નિયતિ થોડી ઊંઘી ગઈ હોત તો વૈભવ ને લાવતા તો સવાર પડી જશે .નિયતિ ને કાને અવાજ આવતા જ જાણે તંદ્રા માંથી ઉભી થઇ હોય તેમ ફક્ત એટલું કહ્યું ના ચાલશે...
ક્રમશ.....