મારો દીકરો આવું કરીજ ના શકે? હું મારા દીકરા ને સારી રીતે ઓળખું છું મારો દીકરો તો બહાદુર હતો ....
ડુસકા...ડુસકા..ડુસકા...
પંખા ઉપર લટકતા પોતાના એકના એક દીકરા ને જોઈ ને કોણ બાપ હિમ્મત રાખી શકે?
વિભુ ની માં હવે આપણું કોણ થશે?. વિભુ મારા લાલ, દીકરા તને અચાનક શુ થયું તને હહહહ....
હૈયાફાટ રુદન થી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું
પાડોશીઓ વૈભવ ના માતા પિતા ને શાંત કરાવાની ની કોશિશ કરી રહ્યા હતા તેમની આંખો પણ ભીની થઇ ગઇ હતી.
ઘર ના ખૂણા માં નિશબ્દ,આંખોમાં ચોધાર આસું એ વૈભવ ની પત્ની નિયતી રડી રહી હતી.
વૈભવ તમારા વગર મારુ કોણ થશે? મારા વિશે તો વિચારવું હતું.તમે તો જિંદગીભર નો સાથ નિભાવાનું કહ્યું હતું અને બસ આટલી જલ્દી છોડી ને ચાલ્યા ગયા.........
સાંજ ના 7 વાગી ગયા હતા .કોણ કોને છાનું રાખે બધાજ રડતા હતા ઘણા લોકો આંગણા માં (ઓસરી પછી નો ખુલ્લો ભાગ)ઉભા હતા થોડાક લોકો ઓસરી માં અને ઘરમાં.
લોકો માં અનેક તર્ક વિતર્ક હતા.કોઈક કહેતું હતું વૈભવ આત્મહત્યા કરી છે.તો કોઈકે કહ્યુ કોઈકે મારી નાખ્યો છે વગેરે વગેરે બધા પોતપોતાની રીતે અનુમાન લગાવી રહ્યા હતા.
થોડીકવાર માં વૈભવ કુમાર ને શું? થયુ, અવાજ સાંભળતા જ નિયતી દોડી ને તેના પિતા ને બાથ ભરી લિધી. જુઓને પપ્પા આ વૈભવ માટે મેં તમને છોડી ને આવી હતી. છતાં પણ મને એકલી મૂકી ને ચાલ્યો ગયો. દીકરી શાંત થઈ જા બાપ દીકરી બંને રડતા હતા. બેટા વૈભવ બેટા વૈભવ કરત વૈભવ જોડે જાય છે.
હાથ ના લગાડતા મારા દીકરા ને તમે જ માર્યો છે. હે ભગવાન મારા દીકરા ને મારી નાખ્યો, ના જીવવા દીધો હ.હહહહ
વિભુ ની માં શાંત થઈ જા ઉપરવાળો નહીં છોડે ,આપડા ઘડપણ નો સહારો છીનવ્યો છે. તે કદીય સુખી નહીં થાય...
થોડીક વાર માં પોલીસ આવી બધાને થોડીક જગ્યા કરવાનું કહ્યું પંખા ઉપર લટકતા વૈભવ ના જરૂરી ફોટાઓ લઇ ને ઘરની તલાશી લીધી ને વૈભવ ને નીચે ઉતાર્યો બીજા 2 પોલીસ વાળા આજુબાજુવાળા ને પુછપરછ કરવા લાગ્યા જરૂરી માહિતી લઈને વૈભવ ની બોડી ને પોસ્ટમોર્ટમ કરવા માટે ઉપાડી ત્યાં એકદમ વાતાવરણ આક્રંદ બની રોકકળ ચાલુ થઈ ગઇ. દીકરા વૈભવ વૈભવ કરતા તેના માતા પિતા બોડી ને વીંટળાઈ પડ્યા એકબાજુ વૈભવ ની પત્ની વૈભવ વૈભવ કરતી હતી .ઘણી કોશિશ કર્યા પછી પોલીસવાળા અને પાડોશીઓ થઈ ને વૈભવ ના માતાપિતા ને દૂર કર્યા અને બોડી એમ્બ્યુલન્સ માં લઇ ગયા.
દીકરા વૈભવ અરે મારો દિકરો તો ઈન્જેકશન પણ લેતા ડરે છે. અને આ ડૉક્ટર મારા દીકરા ને ચીરી નાખશે કરી ને વૈભવ ની માં રડી રહી હતી .પાડોશી અને સગાંવહાલાં બોડી નું પોસ્ટમોર્ટમ કરાવા લઇ ગયા હતા .વૈભવ ની માતા પિતા અને પત્ની ને ઘરે રાખ્યા હતા.
રડી રડી ને વૈભવ ના માતા પિતા ની આંખો સુજાઈ ગઈ હતી ખૂણા માં બેઠી નિયતી બે પગ વચ્ચે માથું રાખી રડી રહી હતી.
થોડીકવાર માં પાડોશી સવિતા બેન પાણી લઇ ને વૈભવ ની માં જોડે આવ્યા.જાગૃતિ બહેન થોડુંક પાણી પીવો એટલું સાંભળતા જ મારો વૈભવ કહી ને ફરી રડવા લાગ્યા .આમ રડવાથી જાગૃતિ બહેન વૈભવ થોડો પાછો આવશે હવે હિમ્મત રાખવી પડશે જુઓ શાંતિકાકા ની સુ હાલત થઈ છે અને તમે હિમ્મત નહીં રાખો તો તેમને કોણ હિમ્મત આપશે.અને તેઓ તો બીમાર પણ છે
જાગૃતિ બહેન પાણી લઇ ને શાંતિકાકા પાસે જઈ ને લો "થોડુંક પાણી પીવો. હવે વૈભવ પાણી પીવરાવવા નહીં આવે" કહી ને બંને પતિ પત્ની બાથ ભરી ને રડવા લાગ્યા વૈભવ ની માં હવે આપણું કોણ થાશે?
થોડીક વાર પછી સવિતાબેન પાણી લાઇ ને નિયતી જોડે ગયા બેટા વૈભવ ને લાવતા તો ઘણી વાર થશે થોડુંક પાણી પી. નિયતી રડવા લાગી સવિતાબેન માથા ઉપર હાથ ફેવરી પાણી પાયું
થોડીક વાર માં નિયતી આંખો બંધ કરે છે અને ભૂતકાળ માં સરી પડે છે.
કેટલો મજાનો હતો એ દિવસ
પપ્પા તમારી દીકરી યાની શેઠ મનસુખલાલ ની લાડકવાયી દીકરી નિયતી મનસુખલાલ પરેચા ને તેની મનગમતી કોલેજ માં બી.એસ.સી માં એડમિશન મળી ગયું છે .......
ક્રમશ.....