માણસ રોનક જોષી. રાહગીર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માણસ


છે છેલ છબીલો રંગ રંગીલો જાતભાત નો માણસ.

નાત જાત ના વાડામાં ઉલઝી ગયો છે,
ક્યાંક ફરિયાદ કરે છે તો કરાવે છે ક્યાંક ફરી "યાદ".

"હું" થી સાચી વાતમાં હુંકાર નથી ભરતો,
પણ નાની નાની વાતમાં "હું" (ઈગો)જરૂર ભરે છે.

દેખાય છે જ્યાં સ્વાર્થ હાથ ત્યાં લાંબો કરે છે,
સલાહ તો આપે છે સાચી ને સારી પણ પોતે અમલ ક્યાં કરે છે.

નથી અભિનેતા કે નેતા તો પણ રોજ ખેલ નવા કરે છે,
સાંભળવી નથી વાત પોતાના સ્વજનોની ને દોષ નસીબને દેવો છે.

પોતે જીવે છે એકલવાયી જિંદગી ને બીજાને ભેગા રહેવાની સલાહ આપે છે,
કરે છે વાદ-વિવાદ ને મતભેદ ઉભા કરે છે.

કરે છે ધર્મ ના નામે ધતંગ અને ભય ની ભક્તિ કરે છે,
દેખાવની આ દુનિયામાં માણસ તું માણસાઈ ભુલ્યો છે.

છે છેલ છબીલો રંગ રંગીલો જાતભાત નો માણસ.



મિત્રો, માણસ ને ડરવાની જરૂર છે ખોટું બોલતા કે ખોટું કરતા પરંતુ શુ માણસ ડરે છે? ના જ્યાં પોતાને ફાયદો થતો હોય ત્યાં બધી સારી અને સાચી વાતોને ભુલાવી ફક્ત પોતોનો સ્વાર્થ તાકે છે.આજે અભણ કરતા શિક્ષીત લોકો વધુ ખોટું કરતા થયાં છે.આજે દરેક માં-બાપ ને પોતાના દીકરા ને કે દીકરી ને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, શિક્ષક,સિંગર, ડાન્સર, ક્રિકેટર, નેતા, અભિનેતા વગેરે... ક્ષેત્રોમા પારંગત બનાવા છે. પરંતુ શું કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ માણસ ઈમાનદારી સાથે સત્ય સાથે કામ કરે છે? અને કદાચ કોઈ સારો સાચો ઈમાનદાર માણસ સચ્ચાઈ સાથે પ્રામાણિકતાથી કામ કરે છે તો એને ગાંડો સમજવામાં આવે અથવા એની વિરુદ્ધમાં કોઈ ષડયંત્ર રચી એની હાકલપટ્ટી કરવામાં આવે છે.

મિત્રો ગમે તેટલા રૂપિયા કમાયી લેશો કે નામ કમાયી લેશો પણ જો તમારા જીવન દરમિયાન તમારા કર્મો સારા નઈ હોય તો તકલીફ પડશે પડશે ને પડશે જ. કદાચ તમારી પોસ્ટ કે પાવર ના કારણે તમને કોઈ બોલી નઈ શકે પણ એની આત્મા તો જરૂર બોલશે એટલે કોઈ પણ કામ કરો માનવતા જરૂર જીવતી રાખજો. તમારા કામ કરવાની જગ્યાના સી.સી.ટી.વી કેમેરામાં નઈ પકડવો પણ ભગવાન ના સી.સી.ટી.વી માં તો જરૂર પકડશો યાદ રાખ જો.
માટે જીવનમાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, સભ્યતા,શિસ્ત અને વાણી, વર્તન અને વ્યવહાર શીખવો. બાળકને તમે કોઈપણ વિષયમાં પારંગત કરો ડિગ્રી અપાવો એને ડૉક્ટર, શિક્ષક.. વગેરે બનાવો પણ સાથે માણસ બનાવજો. કેમકે માણસ આજે "માણસ" ત્યારે જ બને છે જ્યારે એને કોઈ તકલીફ પડે છે.

સચ્ચાઈ અને પ્રામાણિકતાથી જીવવામાં કદાચ ક્યાંક તકલીફ પડશે અને સહન પણ કરવું પડશે પણ જતા દિવસે જીત તમારી જ થશે. આજે માણસમાં સ્વાર્થ એટલી હદે વધી ગયો છે કે જો એનું કોઈ કામ અટકી પડ્યું હોય અને એણે કોઈ ભગવાન કે માતાજી ની બાધા રાખી હોય ને એ જો નિયત સમયે પુરી ના થાય તો એ તરત બીજા ભગવાન કે માતાજીની બાધા રાખી લેશે પણ એમ નઈ વિચારે કે ક્યાંક એની એ કામમાં ઉણપ છે.અને કદાચ કામ થઈ ગયું તો બાધા કરશે પણ ફરી યાદ તકલીફમાં જ કરશ અને એટલે જ કદાચ આપણા ગુજરાતી માં સારુ એવુ ભજન લખાયું છે કે,

"સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરુ,
એવી મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરુ".

મિત્રો ભય કે લાલચથી ભક્તિ કરશો ને તો ક્યારેય કોઈ કામ નઈ થાય.ભગવાનમાં નિસ્વાર્થ શ્રદ્ધા રાખો.કેમકે એ જાણે છે કોને ક્યારે અને કેટલું આપવું છે.દરેક સમયે પોતાના સારા કર્મ અને કુદરતમાં વિશ્વાસ રાખજો કેમકે કોઈ દિવસ તકલીફ જરૂર આવશે પણ એવા સમયે તમારું કામ અટકી નઈ પડે અને જીત તમારી જ થશે.

"આભાર".

લેખક :-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.