જીવન એક નદી ના પ્રવાહ સમાન હોય છે.અને એમાં ગામડાની સ્ત્રી અને શહેર ની સ્ત્રી નું જીવનમાં ઘણી ભિન્નતા જોવામળે છે. ધોરણ 9 માં અભ્યાસ કરતી ત્યારથી એને હું ઓળખતી હતી. એના જીવનને ઘણું નજીક થી નિહાળવા મળ્યું હતું. અમે બને પાક્કી દોસ્ત હતી. નાની હતી ત્યારથી ભણવાની સાથે એને રમવાનો ઘણો શોખ હતો દરરોજ સાંજે શાળા છૂટે એટલે રમવા જતી રહેતી . અને જાણે પાપા ના હાથ ની માર ખાવી એનો નિત્યક્રમ બની ગયો હતો. પૂછ્યા વગર કશે પણ જતી રહેતી . ના સમજ હતી એ. એકવાર તો કીધા વગર મંદિર જતી રહી અને રાત્રે 8સુધી પણ ઘરે ના પોહચી. એ દિવસે પડેલી માર આજ સુધી નથી ભૂલી છતાં પણ એને અવનવા કામો કરવા ઘણા ગમે. અને બહાદુર પણ એટલી જ. એકવાર વીજળી ના કડાકા સાથે વરસાદ ધોધમાર વરસતો હતો. અને એ ઘર થી થોડે દૂર ટ્રેક્ટર ના ટોલા નીચે બધા જોડે રમતી હતી. જેવો વરસાદ શરૂ થયો બધા ઘર તરફ ભાગ્યા પણ એને ત્યાંથી ખસવાની પણ ખબર ના પડી. આખો બંધ કરી જેમ જેમ વીજળી થાય તેમ એમ એ ડરતી -રડતી હતી. એકમાત્ર જો એ ડરતી હોય તો આ વીજળી ના અવાજથી અને તેના ગડગડાટ થી. પણ એ જ સમયે બકરી ઓ ગાડા નીચે બાંધેલી હતી. અને એ પણ છૂટવા આમ તેમ કૂદી રહી હતી. એયે ઘણી બૂમો પાડી આજુબાજુ પણ કોઈ નહોતું. કદાચ વીજળી ના અવાજ માં એનો અવાજ ગાયબ જ થઇ ગયો હશે. હવે એને જાતે પ્રયત્ન કર્યા વગર છૂટકો જ નહોતો પોતે એ બકરી ઓ ને એકલી મૂકી ભાગી જવામાં એનું મન માનતું જ નહોતું. ઘણી હિંમત કરી આખો બંધ કરી ટ્રેક્ટર ના તોલા નીચે થી સીધી બકરી ઓના ટોળાં તરફ દોટ મૂકી અને લપસી પણ.... ઉભી થઇ એક પછી એક બધી બકરીઓ છોડી અને છેલ્લી બકરી છોડતાં ની સાથે જ વીજળી નો જોરદાર ગડગડાટ થયો કે એ ત્યાં જ ફસડાઈ ગઈ.. એ મનોમન એ જ પ્રાર્થના કરતી હતી કે ગમે તેમ કરી આ વીજળી બંધ થાય ને પોતે સહી સલામત ઘરે પોહચે. કલાક સુધી તે ત્યાં જ વરસાદ માં ઉભી રહી... પછી એની મમ્મી એને લેવા આવી ને ઘરે લઇ ગઈ. બધા એના પર હસતા હતા કહે કે વરસાદ થી ડરે? વાહ... હવે એમને કોણ સમજાવે કે નીવા ને કોનાથી ડર લાગે.....
આમ ને આમ મોટા થઇ ગયા. દોસ્તો ની સાથે મસ્તી, રમવાનું ઓછું થતું ગયું. કદી કોઈ જોડે વાત ના કરતી. કેવળ એ અને શાળા અને ખેતર આજ એની દુનિયા. કદી બહાર ભણવા જવાનાં સપના પણ નહોતી જોતી. 10 માં સારા ટકા આવ્યા. અને એને સાયન્સ માં એડમિશન લેવા ની ઈચ્છા હતી પણ કહી ના શકી. ઘરની પરિસ્થિતિ જોતા બધું ચલાવી લેતી. ક્યારેય નવું વસ્તુ લેતા પહેલા મમ્મી ને યાદ કરતી અને આજે પણ એ એજ કરે છે. એનું બસ એક જ સપનું ભણી ગણી ને નોકરી કરવી. આર્ટસ માં એડમિશન લીધું. બધા દોસ્તો બહાર ભણવા જતા રહ્યા ને પોતે એકલી રહી ગઈ... એ વાત એને અંદરો અંદર કોરી ખાતી હતી. એમ ને એમ 12 સુધી ભણી... બધા મસ્તી, ફરવા માં વ્યસ્ત હતા ને એ ભણતી, કામ કરતી. ઘરનું વલણ જ ઘણું કડક હતું કે મોજ શોખ નું વિચારી જ ના શકાય.... 12માં સારા ટકા એ પાસ થઈ. હવે સવાલ એ કે આગળ શુ કરીશ? કૉલેજ માં એડમિશન લીધું. પણ કૉલેજ 18 k.m દૂર હોવાથી જવાની ના પાડતી. ઘણું સમજાવ્યા પછી ફોઈ ના ઘરે રહી કૉલેજ કરવા તૈયાર થઇ. હવે બીજા ના ઘરે અભ્યાસ કરવો એના માટે કઠિન હતું. ઘરે ખુલ્લી હવામાં રહેવા ટેવાયેલી છોકરી ને ચાર દીવાલ ની વચ્ચે તો કઈ રીતે ફાવે. દરેક શનિ-રવિ ઘરે જતી. પણ ધીમે ધીમે ઓછું થતું ગયું. એવુ પણ નથી કે એણે જાતે બંધ કર્યું, હવે ફોઈ - ફુવા એના જોડે વાત કરવા લાગ્યા અને એ પણ બોલતી થઇ. હવે એને ત્યાં ગમવા લાગ્યું હતું. કોલેજ માં એક જ દોસ્ત હતી વંદના. પણ એ છોકરી ને બોલવા બવ જોઈએ એટલે કોલેજ સુધી નો રસ્તો કપાઈ જતો. અને જે દિવસે કોઈ જોડે ના હોય ત્યારે કોલેજ માં ચલાવે તે ટોપિક યાદ કરતી જતી. કોલેજ માં કોઈ પણ દિવસ છોકરા ઓ જોડે વાતો કરતી કે મસ્તી કરતી ક્યારેય જોવા ના મળે. એને ઘણા અજીબ શોખ જેમકે કૉલેજ ના બંધારણ ને જોવે, લાયબ્રેરી ને લઇ ને એને ઘણી મુશ્કેલી હતી. કેમકે કોઈ પણ પુસ્તકો ગ્રંથાલય માંથી વાંચવા આપતા નહીં, બીજું કે એને ncc માં જોડાવા ની ઘણી ઈછા હતી પણ છોકરી ઓ માટે મનાઈ કરાઈ હતી... જે તેને ઘણું ખૂંચતુ. અને nss માં જોડાઈ ગઈ. એના માં વિચાર કરવાની શક્તિ ની શરૂઆત અહીં થી થઇ એમ કવ તો ચાલે. હવે પ્રવૃતિઓ માં જોડાવા લાગી, સેમિનાર માં જતી થઇ, કેમ્પ માં, પરેડ માં ભાગ લેતી થઇ.. અને બોલવાનું ઓછું ને વિચારવાનું શરૂ કર્યું. અને આ 3વર્ષ ના સમય દરમિયાન ફ્રેડશિપ માં કરવામાં ઓછો રસ રહ્યો.. હજી એ છોકરા છોકરી વચ્ચે રહેલા સબન્ધો ને સમજતી નહોતી. એટલે છોકરા ઓ માં ફક્ત એક ને જ દોસ્ત બનાયો અને સમય જતા રાખડી પણ બાંધી દીધી હતી. એને કોઈ કોઈપણ કરવાનું ના કહે તો એ ક્યારેય નહીં કરે.અને એ ધીમે ધીમે વાતાવરણ સાથે તાલ મેલ કરવાની કોશિશ હમ્મેશા કરતી રહતી. કોઈ જાણી જ નહીં શકતું કે એના મનમાં શુ ચાલી રહ્યું છે. અને સંજોગો કંઈક એવા બન્યા કે એને કૉલેજ ની L.R બનાવવા માં આવી. પોતે ના સમજ હતી ને જવાબદારી કેવી રીતે લેશે એ ડર એને સતત રહેતો,.એની હિંમત વધારવામાં એના દોસ્તો નો ઘણો મોટો ફાળો છે. મંત્રી મંડળ બનાવવું, કામ ની વહેંચણી કરવી, ઘણી બાબતો માં મેડમ નો પણ સહયોગ મળતો એને. એટલે હવે આત્મવિશ્વાસ આવવા લાગ્યો. પોતાની જાત ને વધુ સારી બનાવવાની કોશિશ કરતી અને એને સફળતા પણ મળતી. હવે સાવ એવુ પણ નથી કે એને કાંઈ ઇન્જોય પણ ના કર્યું હોય.... લેકચર બઁક કર્યા, પ્રવાસ જતી, પણ એક વાત તો હતી એનામા એના મનમાં ઇન્જોય ની પરિભાષા અલગ હતી. આમ એના સ્વભાવ માં પરિવર્તન આવવા લાગ્યું હતું. હજી એણે પોતાને બધામાં ભળી જવાનાં પ્રયત્નો જ કરતી હતી ને કૉલેજ ના છેલ્લા દિવસો આવી ગયા... હવે આગળ કૉલેજ પછી શુ? એ વિચાર વિમર્શ શરૂ થયાં બધાં પોતાના મન્તવ્ય જણાવતા. પણ કોઈ ક્યારેય એને નઈ પૂછતું કે તારે શુ કરવું છે, તારે શુ બનવું છે, અને કોઈ પૂછે તો પણ સાંભળવા તૈયાર જ ના હોય... એટલે કોઈ ને કશુ કેહતી નઈ. ક્યારેય ના 'કહેતા શીખી નઈ એનું પરિણામ છે મનની વાત મનમાં જ રહી જતી. પણ એ ખુશ રહતી. અને એમ ને એમ gvp માં એડમિસન લઇ ને અમદાવાદ આવી ગઈ.. ઘણા સપના લઇ ને આવી હોય છે.હોસ્ટેલ માં રહીશ, બહાર ભણીશ, પત્ર લખીશ, નવા દોસ્તો બનાવીશ..... એમ એ આવી ગઈ. વાતાવરણ અલગ જ હતું. સાદાઈ, શ્રમ કાર્ય, અને સ્વછતા ની ઓળખ અહીં થઇ અને મહત્વ પણ અહીં જ સમજાયું. નીતિ નિયમો જળવાય તેનું ખાસ ધ્યાન રાખે, . ઘરે થી દૂર રહેવા ટેવાયેલી હતી એટલે ખાસ કોઈ મુશ્કેલી નઈ આવી. બસ ક્યારેક એકલા રડી લેવાની આદત પડી ગઈ હતી. પણ અહીં એકલું લાગવા લાગ્યું. કોઈ ને પણ ના ઓળખે. કોની જોડે દોસ્તી કરવી એ પણ સમજાતું નઈ. અને પછી એક દિવસ જોડે જ ભણતી એક frds બને છે બન્ને પાક્કી દોસ્ત જેવી જ બની ગઈ.. અને હવે એ એના જોડે રૂમ માં રહેવા પણ જતી રહી. આ પછી ક્લાસ માં ઘણા દોસ્તો બન્યા, લગભગ તો પૂરો કલાસ અને બીજા ડિપાર્ટમેન્ટ વાળા પણ હવે તો. કેમ કે શ્રમ કાર્ય દરમિયાન કોઈ પણ ડિપાર્ટમેન્ટ માંથી સહકાર માટે મુકતા. આમ નવા વાતાવરણ માં ઘણી સમસ્યાઓ વચ્ચે એ પોતાને ઓળખતી જતી હતી. ઘણા પરિવર્તન એણે પોતાના માં અનુભવ્યું હતા. આમ બહાર ફરવા જવુ, નવા સ્થળ મુલાકાત કરવું, નવા લોકો જોડે વાર્તાલાપ કરવી, આ બધું એમના અભ્યાસ નો જ ભાગ હતો. અને આજ બાબતો એ એને વધુ ગંભીર અને વિચારશીલ બનાવી હતી.
આમ જયારે એ અમદાવાદ ભણવા ના, સપનાઓ પુરા કરવાનાં અરમાનો સાથે આગળ વધી રહી હતી. એના જીવન માં અચાનક જ વળાંક આવ્યો . એને ઘણા સમય પછી ફોન અપાય છે. ઘરેથી દૂર એટલે. અને એની ખુશી નો કોઈ પાર જ નહોતો. એ એની લાઈફ ની અવર્ણનીય ખુશી હતી. એ જીવ ની જેમ સાચવતી કમકે એના કારણે એ પરિવાર સાથે જોડાયેલી રહતી. જ્યારે ફોન નહોતો ત્યારે દોસ્તો પાસેથી અઠવાડિયા માં એક બે વાર વાત કરી લેતી. એકલા જ રહેવા લગતી છોકરી ને ફોન હાથમા આવતા દર રોજ ઘરે, દોસ્તો સાથે વાત કરવા લાગી. તે ફોન માં સોશ્યિલ મીડિયા પર એકટીવ રહેવા લાગી. Watsup, ઇન્સ્ટા, hike.... જુના. નવા દોસ્તો એને મળવા લાગ્યા... આમ ધીમે ધીમે એ ક્યાં busy થઈ ગઈ એને પોતાને જ ખબર ના પડી. નવરાશ ની પળો માં લાઈબ્રેરી જઈ વાંચતી છોકરી આજે સોશ્યિલ મીડિયા પર સમય પસાર કરવા લાગી. આમ એ ને એક એવુ પ્લેટફોર્મ મળી ગયું કે જ્યાં એ એના મનની વાત બીજા ને કોઈ પણડર વગર કરતી થઇ. આમ ને આમ એના જીવન માં એક અલગ જ વળાંક આવે છે. એની દોસ્તી વંશ નામના એક છોકરા જોડે થાય છે. એમ તો ઘણા છોકરા ઓ જોડે દોસ્તી હતી પણ આ કંઈક વધારે....
આ છોકરો એની બહેન નો દોસ્ત હતો એટલે દોસ્તી સ્વીકારી. પણ વાતો કરવાથી ડરતી.' કોઈ વ્યક્તિ ની અવગણના એટલી પણ ના કરવી કે એને પોતાની માનહાની થતી લાગે '.એવા વિચાર ધરાવતી એને દોસ્તી સ્વીકારી. એ હવે વંશ જોડે વાતો માં વ્યસ્ત થવા લાગી. મસેજ ના દરરોજ રિપ્લાય ના આપતી પણ અચાનક જ એને કોઈ એવુ વ્યક્તિ મળી ચૂક્યું હતું જે એને સમજવા માં દિલચસ્પ ધરાવતુ હોય. બસ હવે એમ ને એમ શુ કયુ, ક્યાં છે, કેમ .... આવા નાના નાના સવાલો થી દિવસ ની શરૂઆત થતી ને રાત્રે પુરી થતી વાતો. પરંતુ હવે એને લાગવા લાગ્યું હતું કે પોતે કંઈક ખોટું કરી રહી છે શા માટે વંશ જોડે વાત કરે છે. આવા ઘણા સવાલો થતા અને પછી એને ચોખ્ખી વાત કરવાની ના પાડી દીધી. આજ પછી મસેજ ના કરશો. 'અને એ છોકરા એ મસેજ કર્યા પણ નહિ. અને એમ ઘણા દિવસ પછી અચાનક છોકરાનો મસેજ આવે છે અને એ પણ રાત્રે 3:00વાગે. રિપ્લાય ના આપવા ઇચ્છતી છતાં...
:આટલી રાત્રે કોણ મસેજ કરે?
હું કરું..
કેમ ના કરાય......
આમ વાત શરૂ થઈ ફરી પાછી ત્યાં જ આવી ગઈ. પોતે વંશ વિશે અલગ જ લાગણી ધરાવતી હોવાનો અહેસાસ અનુભવતી. આમ ને આમ મોબાઈલ નંબર પણ આપી દીધા બન્ને એ એક બીજાને. પછી શુ હતું વાતો શરૂઆત થઈ એકબીજાના સપના, ઈચ્છાઓ, રહસ્ય, શોખ એકબીજાને કહેવા લાગ્યા. આટલી શાંત રહેતી, કોઈ ની સાથે વાત કરતા ખચકાતી પોતાના મનની વાતો વંશ સાથે કરતી થઈ ગઈ. હવે એ મનોમન સમજી રહી હતી એના મનની અને દિલ ની વાત. શા માટે વંશ ને બધું કહું છું , કદાચ હું એને..... એમ વિચારતી ઘણી વાતો થી એના વિચારો ને પુષ્ટિ થઈ રહી હતી. હવે ડર પણ એને લાગવા લાગ્યો પોતે કોઈ ખોટા રસ્તે તો નથી ગઈ ને......... એક દિવસ હિંમત જુટઆવી પોતે આ સબન્ધ માં આગળ નઈ વધે એમ કહી દીધું. વંશ એ શાંતિથી કારણ જાણ્યું અને સમજાવી પ્રોમિસ પણ આપી કે એના અભ્યાસ પર કોઈ અસર નહિ થાય. બસ હવે જે જોઈતું એ એને મળી ગયું. વંશ ને પણ લાગી રહ્યું હતું કે તે આને પ્રેમ કરે છે.. અને એના દિલની વાત કહી દીધી... સામે પણ એ જ પરિસ્થિતિ હતી મન માં "હા "હતી પણ એ કહેવા તૈયાર નહતી. ઘણા વિચારો ની વચ્ચે એ સમજી વિચારી ને હા કહી જ દે છે. હવે તો મેડમ આકાશ માં ઉડવા લાગ્યા હતા.. તો સાચું જ ને જે જોઈતું એ મળી ગયું હતું એને... કે જે એને પોતાના પણા નો અહેસાસ કરાવે, સપના પુરા કરવાની હિંમત આપે, એક અલગ જ ખુશી મળતી એને...... ! હજી વાત તો ઓનલાઇન જ થઈ રહી હતી. મળવા નું તો બન્યું જ નઈ. એક દિવસ બન્ને મળવાનું નક્કી કરે છે... પણ ક્યાં જવાનું ક્યાં મળશુ એ ખબર જ નહોતી... વંશ એને મંદિર લઇ જાય છે અને ત્યાંથી રિવરફ્રન્ટ પર બેસે છે થોડી વાર. આ દિવસે જોગા નું જોગ બન્ને લાઈટ પિન્ક કલર માં મેચિંગ માં હોય છે. ખરેખર બન્ને ઘણા જ ખુશ પણ હતા એક જીવનસાથી તરીકે મંદિર થી સબંધ ની શરૂઆત કરવી એક અલગ જ અહેસાસ હતો. પછી તો શુ..... બન્ને મળતા ક્યારેક.... આમ બે વર્ષ વીતી ગયા હવે અભ્યાસ પૂરો થવા આવ્યોબન્ને વચ્ચે બધું બરાબર જ ચાલતું હતું. ખુશ હતા.
હવે આગળ ભણવા નો કોઈ જ પ્લાન નહતો. પોતાના સપના માટે તૈયારી કરવાનો વિચાર હતો. જેના માટે એ અમદાવાદ આવી હતી. પણ પરિવાર માંથી બી. એડ કરવાની વાત મળી .. ના પાડવાની હિંમત તો હતી જ નહીં છતાં પણ મનાવવાની કોશિશ કરી જોઈ પણ એનું કશુ ચાલ્યું જ નહિ. બીજી બાજુ વંશ ને પણ બધું કહ્યું એયે તો ચોખ્ખી ના જ પાડી દીધી.. જો શિક્ષક બનવું જ નથી તો શા માટે બે વર્ષ બગાડવા.. અને પોતાના સપના પર ધ્યાન આપ " પણ વિચાર્યા વગર બી એડ માં ફોર્મ ભરી દીધું અને વંશ ને કીધું પણ નઈ. વંશ એ ચોખ્ખી ના જ પાડી હતી કે જો બી. ed કરીશ તો મને ભૂલી જજે. એના ડર ને કારણે વંશ ને કીધું જ નહીં... હવે વંશ જોડે ઓછી વાત થવા લાગી અને ક્યારેક તો થતી જ નહીં. એક ફિલ્મ જેવું લાગી રહ્યું હતું એનું જીવન :એક બાજુ વંશ તો બીજી બાજુ પરિવાર ની ઈચ્છા ' બન્ને બાજુ થી ફસાઈ. છેવટે બી .એડ માં એડમિશન લઈ લીધું વંશ ને કહેવાની હિંમત જ ના થઈ એટલે ફોન કર્યો પણ નહિ
બી એડ કરીશ તો મને ભૂલી જજે '
'વિચારી ને જવાબ આપજે '
'એકલી એકલી ડિસિઝન લે મને કેવાની શુ જરૂર '
આમ વંશ ના છેલ્લા શબ્દો એને શાંતિથી જીવવા જ નહોતા દેતા. એનો નંબર પણ ડિલિટ કરી દેતી પણ dp જોવાની ઈચ્છા..એક વાર હિંમત કરી ફોન કર્યા પણ વ્યસ્ત આવતા... .. મનમાંથી કેવી રીતે કાઢી નાંખે. શુ કરવું એનું કશુ ખબર જ નહોતી પડતી.ઈચ્છા વગર પણ કૉલેજ જવા લાગી.. એક સમયે ઘણી સમજદાર હોશિયાર, હમ્મેશા ખુશ રહેતી અચાનક બદલાઈ ગઈ. ભલે એ બી એડ કરતી હતી પણ એનું ધ્યાન તો બીજે જ હતું.દરેક દિવસે એક જ વિચાર આવે કે છોડી દવ.અને એક વાર તો છોડી પણ દીધું હતું . સમય ની સાથે એણે ચાલતા શીખી જ લીધું હતું. હવે રેગ્યુલર થવા લાગી. બધા જોડે વાતો કરવા લાગી. અને સૌથી વિશેષ તો એ કે વિચારતી થઈ. વિચારોને શબ્દોમાં પકડી વિચારોને કેદ કરતી થઈ. ધીમે ધીમે ભૂલવા લાગી. કાર્યક્રમ, પ્રવૃતિઓ, સ્પર્ધા માં ભાગ લેતી થઈ. ક્યારેય પોતાની ઈચ્છાઓ ને ન અનુસારતી આજે પોતાના માટે જીવવા તૈયાર થઈ. હવે બસ આગળ પોતાના રસ્તા પર ચાલવાનું મક્કમ મન બનાવી તૈયાર થઈ રહી છે. પોતાને મજબૂત સમજતી છતાં એકાંત ની પળો એને ભૂતકાળની યાદ અપાવતી રહે છે. અને મહત્વ ની વાત તો એ કે એ ભૂલવા જ નથી માંગતી અને યાદ પણ રાખવા નહિ માંગતી. સફળતા ના પ્રયત્નો કરતી, વિચારતી જિંદગી આગળ ના પાટા પર ચાલી રહી છે. હવે જોવાનું એ છે કે એના જીવન માં નવો કયો વળાંક આવવાનો છે..... so lets see ☺️
- નિરાલી પરમાર