જીવનને પ્રેમપત્ર Aakanksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનને પ્રેમપત્ર

04/07/2020
પ્રિય,
જીવન


આજ સુધી મેં તારા અસ્તિત્વને જાણ્યું જ નથી, અને સ્વાર્થી બનીને જ્યારે પણ મારા પર સંકટ આવ્યું છે, ત્યારે મે તને યાદ કર્યું છે. આજ સુધી મેં કરેલી બધી જ ભૂલ માટે તને જવાબદાર ઠેરવ્યું છે, પરંતુ ભૂલ તો મારી જ કરેલી છે એટલે દોષી પણ હું જ છું. હું હંમેશા કોઈ પણ વાતનું ખરાબ બનાવીને મનમાં દુઃખ અનુભવ્યા કરતી હતી અને તને દુઃખી કરતી હતી... એ જાણતી હોવા છતાં કે હું દુઃખી હોઈશ તો તું પણ હોઈશ જ....ખરેખર તો તને જ નહિ બીજા પણ ઘણાં બધાં ને હું દુઃખ પહોંચાડતી હતી, પણ બીજા બધાનું છોડીને ફકત તારું અને મારું જ વિચારવાનું છે.

ખબર જ ના પડી નહિ...??!!....કે આપણા સાથને ૧૭ વર્ષ પૂર્ણ થઇ ગયાં. ઘણાં ઉતાર - ચઢાવ આપણે બંનેએ સાથે જોયા છે. ઘણાં દુઃખ - સુખ આપણે બંને સાથે જોયા છે. હજી આ તો શરૂઆત છે , આપણે બંનેએ સાથે હજી ઘણી સફળતા - નિષ્ફળતા અને બીજા ઘણાં બધાં અનુભવો કરવાનાં બાકી છે.

અરે હા..એક વાત જણાવી દઉં કે જ્યારે પણ હું સફળતા પ્રાપ્ત કરું ત્યારે ભલે નાની હોય કે મોટી પરંતુ તું મને યાદ આપવજે કે મારે ' Down To Earth' રહેવાનું છે, અને જો મને નિષ્ફળતા મળે ત્યારે પણ તારે મને હોંસલો આપવાનો છે તથા હું નિષ્ફળતા ને સફળતામાં પરિવર્તિત કરી શકું તેની પ્રેરણા આપવાની છે. હું જ્યારે પણ ખૂબ જ પરેશાન હોઉં છું ત્યારે તારો જ અભિપ્રાય માંગુ છું. આજ સુધી તે મને સાચો જ અભિપ્રાય આપ્યો છે એટલે આગળ પણ આપતું રહે તેવી મારી આશા છે.


મને ખબર છે તું મારાથી ગુસ્સે હોઈશ કારણકે મેં તને મારી 'Top Priorities' માંથી હટાવી દીધું છે. તારી ખુશીનુ હું ખૂબ જ ઓછું વિચારું છું , પરંતુ આજે હું તને 'Promise' કરું છું કે આજથી હું તારી ખુશી વિશે વિચારવાનું ચાલુ કરીશ. અરે...ફક્ત વિચારવાનું જ નહિ....હું તેની પર અમલ પણ કરીશ. તું ખુશ રહે તેની માટે હું મારાથી બનતા તમામ પ્રયત્નો હું કરીશ. કારણ, કે તું ખુશ રહીશ તો જ હું ખુશ રહીશ ને...
આજથી હવે હું દરરોજ તારી સાથે વાત કરીશ તને ક્યારે પણ એકલું નહિ પાડવા દઉં. દરરોજનાં મારા કરેલાં કાર્યોની તારી સાથે વાત કરીશ. અને વર્ષમાં એક વખત આપણે બંને એકલા જ હોઈએ તેવી જગ્યા એ જઈશું. જ્યાં તારા અને મારા સિવાય કોઈ જ ના હોય. ફકત હું અને તું જ હોઈશું. ત્યારે આપણે બંને એકબીજામાં ખોવાઈ જઈશું. તે સમયે ફકત તારો અને મારો જ હશે.

મને માફ કરજે તને આટલાં બધાં કાર્યો આપું છું , જ્યારે મારે તો ફક્ત એક જ કાર્ય છે..... તને ખુશ રાખવાનું. પરંતુ મારું આ એક જ કાર્ય હું સંપૂર્ણ નિષ્ઠાથી કરીશ. ક્યારેય તને ફરિયાદનો મોકો નહી આપું. જ્યારે પણ હું મુંઝવણમાં હોઈશ ત્યારે હું તારી વાત માનીશ. મને આશા છે કે તું મને સાચો ઉકેલ આપીશ.....

તનેં થયું હશે કે આજે કેમ હું તને યાદ કરું છું, કારણ , કે આજે તારો અને મારો બંનેનો જન્મદિવસ છે. આજથી ૧૭ વર્ષ પેહલા આપણા સાથની શરૂઆત થઇ હતી. મને આશા છે કે ૧૭ વર્ષ જેવી રીતે તે સાથ આપ્યો તેમ જ આગળ પણ આપતું રહીશ..... આજે મારી સાથે - સાથે તારો પણ જન્મદિવસ ગણાય એટલે...."Happy Birthday Too you Also"

- લિ.તારી પ્રિય,
ઈશુ