Premni pariksha books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરીક્ષા











વાસંતીને આજે નોકરી મળી ગઈ હતી.. !!

હોસ્ટેલમાં બધી ફ્રેન્ડસ સાંજે મળી ચોપાટી પર પાર્ટી કરશે એવું પહેલાથી નક્કી થયું હતું.

સાંજે બધાં મળ્યાં ચોપાટી પર ભેગા થયા ત્યારે વાસંતી ખૂબજ ખૂશ હતી!!!

ગુજરાતના નાનકડા ગામમાં ઉછરેલી વાસંતી માતા-પિતાનું અવસાન થતાં મુંબઈ મહાનગરીમાં
આવી ગઈ હતી..

નાસ્તો કરી લીધા બાદ વાસંતી બીલ આપવા જાય છે ત્યાં પાછળથી અવાજ આવ્યો,

મને પાર્ટી નહીં આપો?

વાસંતી અવાજની દિશામાં જુએ છે.
પાછળ મનિષ સર ઉભા હતા.

વાસંતી ચોંકી ઉઠી!!
અરે સર તમે અહીંયા ક્યાંથી!! વાસંતીએ કહ્યું.

કેમ હું ન આવી શકુ? મનિષે કહ્યું.

હા, હા કેમ નહીં આવોને... વાસંતી બોલી..

મનિષ સ્લમ એરીયા ધારાવીમાં ઊછરેલો હતો..
ઉમર લગભગ 20વર્ષની આજુબાજુ હશે.

તેની માતા કમાઠીપુરામાં દેહ વિક્રયનો વ્યવસાય કરતી હતી...

મનિષનો જન્મ થયો ત્યારે તેણે વિચાર્યું કે પોતાની આખી જિંદગી નર્કમાં વીતી છે..

કમસે કમ મારા બાળકને દલાલ નહીં બનાવું.

તેણે એક સ્કૂલમાં એડમિશન કરાવી દીધુ હતું..

મનિષ એ વાતથી વાકેફ હતો!!
તેણે ઘણી વખત કહ્યું હતું માંને કે હવે તારે કોઈ મજબૂરી નથી હવે આ દોજખની જીંદગી છોડી દે..

માં એની વાતને ટાળી દેતી, કહેતી કે ટાઈમ આવે મૂકી દઈશ..

એ મનિષજ હતો જેણે વાસંતીને નોકરી પર લગાવી હતી.

બીલ ચૂકવાઈ ગયા પછી બધા છૂટા પડ્યા.

મનિષને નાનકડો ઉદ્યોગ હતો પાપડ બનાવવાનો.વાસંતીને ફક્ત દેખરેખ રાખવાની હતી.

મનિષ ક્યારેય વર્કરોને હેરાન ન કરતો,મળતાવડો પણ
ખરો..

વાસંતીને એણે નોકરીમાં રાખી પણ ક્યારેય એવું જાણવા કોશિશ ન કરી કે તે ક્યારે આવે છે?શું કરે છે?

હંમેશા તે કહેતો તમને યોગ્ય લાગે એમ કામ કરજો...

વાસંતી એને સર કહેતી તો પણ એને ન ગમતું..

શ્યામ રંગનો,થોડોક રતુંબડો એનો દેહ, કસાયેલુ શરીર, ઉપરથી મુખમંડળ પર કાયમ હાસ્ય...
જોઇને ગમી જાય તેવો...

એક દીવસ મનિષ આવ્યો પરંતુ કાયમ એના ચહેરા પર જે હાસ્ય રહેતું તે આજે નહોતું.

એનો ચહેરો આજે મુરઝાયેલો લાગતો હતો.

વાસંતીને આટલા સમયમાં એણે પોતાના પરિવાર વિશે કાંઈ કહ્યું નહોતું.

વાસંતી બોલી આજે કેમ તમે રડેલા હોવ એમ લાગે છે?
તમે કેમ ઉદાસ છો?

મનિષ કોઈ જવાબ ન આપી શક્યો.

વાસંતી વ્યાકુળ થઈ ગઈ..

વાસંતી હોસ્ટેલમાં આવી પણ મન બેચેન બની ગયું હતું..
મનિષને દુખી જોઇને એને આટલો અજંપો કેમ થતો હતો એ તેની સમજણની બહાર હતું..

હરણી સમી ઉછળકુદ કરતી વાસંતીમાં આજે પરિવર્તન આવ્યું હતું..

આ ફક્ત લાગણી હતી કે એથી કંઇક વિશેષ એવું એને ખબર ન પડી..

એ રાત્રે એને પૂરતી ઉંઘ ન આવી..

બીજા દિવસે એણે મનિષને એના પરિવારજનો વિશે પૂછ્યું.

મનિષ શું બોલવું એની અવઢવમાં હતો..
તેણે કોઇ જવાબ આપ્યો નહીં..
વાસંતી બોલી ઉઠી તમારે ન કહેવું હોય તો કાંઈ નહી,તમારી મરજી.

એ જતી હતી ત્યાં મનિષ એનો હાથ ઝાલી લીધો..
એની આંખોમાં આંસુ હતા..
મનિષ એ દિવસે ધ્રુસ્કે- ધ્રુસ્કે રડતો રહ્યો કાંઈ બોલી શક્યો નહીં...

વાસંતીને હવે પૂછવું ઉચિત લાગ્યું નહીં...

મનિષના હ્રદયમાં પણ પ્રેમના અંકુરો ફૂટ્યા હતા..
વાસંતી સ્ફટિક સમી, દોડતી,કૂદતી,નાજૂક કળી જેવી, આંખોમાં સ્નેહ,સ્વાભિમાની,કોમળ અવાજ પણ વાણીમાં દ્રઢતા આ બધા ગુણો વાસંતીમાં હતા.

મનિષ થોડીવારમાં સ્વસ્થ થયો પછી એણે પોતાના કુટુંબમાં માં-દીકરો છે એટલું જણાવ્યું..

બન્ને એકબીજાને દિલથી ચાહવા લાગ્યા હતા પણ મનિષને પોતાની માંની વાત નડતી હતી..

આ તરફ વાસંતી સ્ત્રી સહજ શરમના લીધે કશુ બોલી શકતી ન હતી...

બન્નેને એકબીજાનું સાંનિધ્ય ખૂબજ ગમતું હતું..
બન્નેની મૂલાકાતો પણ વધવા લાગી હતી..

એકવખત વાસંતીએ કહ્યું મારે તમારા મમ્મીને મળવું છે..

અચાનકજ જાણે પગ નીચેથી ધરતી ખસી ગઇ હોય એવો આઘાત મનિષ અનુભવ્યો.

પણ ક્યાં સુધી સત્ય સામે નહીં આવે? આજે નહીં તો કાલે ખબર પડવાનીજ હતી...

મનિષ ટેક્સી લઇ આવ્યો ને ટેક્સી કમાઠીપુરમાં આવીને ઊભી રહી....

વાસંતી અવાક બની ગઈ..
અંધારી ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં મદહોશ કરી દેતું
સંગીત વાગતું હતું, ખૂણામાં કોઈ શરાબ પીને એની પત્ની જાણે માણસ ન હોય તેમ ગાળો બકી રહ્યું હતું..

ક્યાંક સિગારેટના કશનો ધૂમાડો અથડાતો હતો..

ભૂખ્યા વધુને પણ શરમાવે તેવા નબીરા, કોઈ નશામાં ગરકાવ થઈ ગયેલા કળિયુગના રામ જોવા મળતા હતા.
એમને જોઈને સીતાને એમણામ ધરતીમાં સમાઈ જવાનું મન થઈ જાય..

જાણે કાચીને કાચી ખાઈ જવા માગતા હોય એવી કામલોલુપ આંખો વાસંતીને ડરાવી રહી હતી...

તે અવાચક બનીને ચાલતી હતી...

કોઈકે અવાજ લગાવ્યો જાનેમન એક રાત કે લિયે કિતના રેટ લોગી?

વાસંતીએ પ્રશ્નસૂચક દ્રષ્ટિએ મનિષ સામે જોયુ.

મનિષે પેલા દૈત્ય જેવા માણસને પેટમાં પાટુ મારીને બેવડો વાળી દીધો.
વાસંતી તેને રોકી લીધો નહીંતર તે હજુ વધારે મારત.

એક બે ગલી વટાવ્યા બાદ 18 નંબર ગલી આવી...

પોલીસ વાળો એક ઔરતને ધમકાવતો હતો:સાલી રોજ બોલતી હો આજ હપ્તા દુંગી કલ દુંગી મગર દેતી નહી હો કુત્તી ચીજ હો.... ચાલે છે દાનાપાની કમ કરના પડેગા...

એક મોટા આલીશાન મકાનમાં આવી મનિષે જમનાબાઈ ને મળવું છે એમ કહીને અંદર ગયા..

ત્યાં કોઈ બાઈ બેઠી હતી.ચાળીસેક વર્ષની ઉંમર હશે. મોઢે પાઉડર,આંખ નીચે ખૂબજ લિપસ્ટિક.વધુ મેકઅપ ને લીધે તેનુ રૂપ થોડુ વરવું લાગતું હતું.

મનિષે બન્નેનો પરિચય કરાવ્યો ..પોતાની માં જમનાબાઈને કહ્યું માં આ એજ છે જેને મારી જીવનસંગિની બનાવવા માગુ છું..

પણ માં હવે આ પાનની દુનિયા મૂકીને મારી સાથે રહેવા આવીજા

વાસંતી ડઘાઈ ગઈ હતી!!!!

આવી માં અને આવો દીકરો!!!
મનીષની માં દેહના સોદા કરાવે છે?

હું આ મનિષને પ્રેમ કરતી હતી?

અસંખ્ય પ્રશ્નોની ઝડી એના મનમાં વરસી ઉઠી.
તેણે લગભગ ચીસ પાડીને કહ્યું માંની કમાણી પર નભતો હતો?

જમનાબાઈએ વાસંતીને શાંત કરી કહ્યું 'હું કામ શોધવા મુંબઈ આવી હતી પણ મૂકાદમ અમને ઊંચા દામ આ બદનામ ગલીમાં વેચીને જતો રહ્યો..આ પૈસાના બદલે શરીરના સોદા અમારી મજબૂરી એ કરવા પડે છે..

આ જીવતી નર્ક છે.. આ એવું દલદલ છે જેમા અમૂકજ પોતાની મરજીથી આવે છે.એકવાર અહીં આવેલી અબળા પોતાની મરજી મુજબ જઈ શકતી નથી...
મારે મનિષને આ દલદલમાં ઉછેરવો નહોતો એને સમાજમાં સારા માણસ વચ્ચે રાખવો હતો.

એ સમજણો થયો ત્યારથી મને આમાથી કાઢવા માગતો હતો પણ એ અહીંયા જેટલી મજબૂરીથી વ્યવસાયમાં જોડાયેલી છે એ તમામને કાઢવા માગે છે. એમનો સામાજિક રીતે સ્વિકાર થાય થાય એવું ઈચ્છે છે..

પણ હવે સમય આવી ગયો છે..

તેમની વાતો ચાલતીજ હતી ત્યાં મુન્નો જેને મનિષ માર્યો હતો તે આવી વાતો સાંભળી જાય છે.

મુન્નો દલાલ હોય છે.

તે પોતાના સાગરિતો સાથે ધસી આવે છે, પરંતુ મનિષ મક્કમતાથી તેમનો મુકાબલો કરે છે..

પરંતુ તેની માંને મુન્નો છરી મારવાની તૈયારીજ કરતો હતો ત્યાં મનિષ બાજુમાં પડેલો હથોડો તેના માથા પર મારી દે છે..
મુન્નો ત્યાંજ ફસડાઈ પડે છે..

લોહીબંબોળ હથોડો લઇ મનિષ જમનાબાઈ અને વાસંતીને ભાગી જવા કહે છે.

જમનાબાઈ પોતાના પુત્રને આ રૂપ જોઈ કેમ ભાગી જાય?
તે માનીને કહે છે તુ ભાગી જા નહીતર આ લોકો ચુપ નથી બેસવાના.

પરંતુ મનિષ તે બન્નેને લઇ બહાર આવે છે,તેનુ રૌદ્ર રૂપ અને બીજી સ્ત્રીઓનો સહકાર તેના નસીબને સાથ આપે છે..
પોલીસ તરત એને ગિરફતાર કરી લેવા માગે છે પણ બધી નારીઓનું રૌદ્ર રૂપ ને બધા માટે કાળ જેવો લાગતા મનિષને જોઈ કંઈ કરી શકતા નથી..

બીજા દિવસે પોલીસ ફરિયાદ દાખલ થઇ બધી સ્ત્રીઓ તેની તરફેણ કરે છે પરંતુ,
મોટા નેતાઓ,બિલ્ડરો ને પોલીસની વગથી આ વ્યવસાય ચાલતો હતો તેને પલભરમાં સામાન્ય માણસ નેસ્તનાબૂદ કરી દે એ એમનાથી ક્યારેય સહન નહીં થાય એ વાત જમનાબાઈ જાણતી હતી..
આ ખૂનના આરોપ બદલ તેને જનમટીપ પડે છે...
વાસંતી આઘાત જીરવી શકે એવી સ્થિતિમાં ન હતી,પરંતુ મહામહેનતે પોતાના આંસુ રોકી રાખે છે.

વાસંતીના જીવનમાં વસંત પહેલાં પાનખર આવી જાય છે...
પરંતુ વાસંતીનો પ્રેમ નિર્મળ હતો. વાસંતી હવે પોતાના મનિષ માટે કાંઈક કરવા માગતી હતી..

તેણે છોડાવેલી સ્ત્રીઓને પાપડફેક્ટરીમાં જૂડો કરાટેની તાલીમ આપવાનું શરુ કર્યુ..
લોકસહયોગ થકી તેણે પાપડફેક્ટરીની સાથે નારી નિકેતન શરૂ કર્યુ...
જમનાબાઈ કમાઠીપુરની ગલીઓથી પરિચિત હતા, તેમણે વાસંતીની મદદથી કાયદાકીય રીતે ઘણી લાચાર સ્ત્રીઓને ત્યાં જતી અટકાવવાનું ભગીરથ કાર્ય આરંભી દીધું...

પોતાના પ્રેમનું બલિદાન એળે ન જવા દીધું...

એક નિર્મળતા તેના મુખમંડળ પર છવાયેલી જોવા મળ્યાનો આનંદ જમનાબાઈને દેખાય છે...

ને એકાંતમાં વાસંતી મનિષની યાદ આવતા તેના કેન્દ્રમાં આત્મનિર્ભર નારીઓને જોઈ બધું વીસરી જાય છે...


બીજા રસપ્રદ વિકલ્પો