સફળતા માટેના દરેક કદમ જ્યારે નિર્ણાયક સાબિત થતો હોય એવા સમયે કરવામાં આવેલી એક ભૂલ ભવિષ્ય ખેદાન મેદાન કરી નાખે છે.
~ અમદાવાદ શહેર માં નોકરી ની શોધ માં આવે છે આદિત્ય ...આદિત્ય અભ્યાસ પૂરો કરી ને નોકરી માટે પૂરતો પ્રયાસ કરે છે પણ કોઈ સારી જગ્યા એ ઠેકાણું પડતું નથી...પણ એક દિવસ તે સુધીરભાઈ ના સંપર્ક માં આવે છે અને તેની આવડત થી પ્રભાવિત થઈ ને તેને પોતાની સાથે રાખી લે છે...સુધીરભાઈ એક મોટા અને જાણીતા બિલ્ડર છે..હવે ધીરે ધીરે આદિત્ય એ તેમની સાથે ખૂબ જ સારા સંબંધો બનાવી લીધા હતા..અને તેના હુન્નર ની તો વાત જ શુ કરવી..આલીશાન મકાન ઓછા સમયમાં બનાવી આપતો હતો કારીગર ની કારીગરી અદભૂત હતી...વર્ષો વીતતા ગયા આદિત્ય ના લગ્ન થઈ ગયા... તેને નાની સુંદર પરી જેવી દીકરી હતી..બસ આ બધું જ ચાલતું જ હતું..વર્ષો વીતતા વાર જ ક્યાં લાગે છે..સુધીરભાઈ સાથે કામ કરતા કરતાં 30 વર્ષ થઈ ગયા.. આ બાજુ આદિત્ય જેમની પોતાની ઉમર 55 થઈ ચૂકી હતી..એટલે વિચાર્યું કે હવે પોતે Retirement લઈ ને પોતાના પરિવાર સાથે સમય પસાર કરે એટલે તેમણે સુધીરભાઈ ને કહ્યું કે હવે હું Retirement ઇચ્છુ છુ ત્યારે તેમણે કહ્યું હા હું તમને પરવાનગી આપું છું પરંતુ જતા પહેલા એક છેલ્લું મકાન બનાવી ને જાવો..(આદિત્ય મનમાં આ બોસ લોકો આવા જ હોય છે છેલ્લે જતી વખતે પણ નથી છોડતા.. અત્યારે એમનું એવું હતું કે સાંજે એમ્પ્લોયર ને ઘરે જવાની જલ્દી હોય અને કંઈક કામ સોંપી દે તો ઉતાવળ માં ગોટાળા જ મારે જેવું)
તેમણે મકાન નું કામ ચાલુ કરાવી દીધું અને 3-4 મહિનામાં બધું કામ પૂરું કરી દીધું..એટલે સુધીરભાઈ ને જાણ કરી..તે આવ્યા તેમને આ વખતે મકાન જોઈ ને આશ્ચર્ય થયું કે આ શું..કોઈ પણ ઢાંચો જ નઈ આડું અવળું ..અત્યાર સુધીમાં એક થી એક આલિશાન મકાન બનાવ્યા હતા..સુધીરભાઈ એ મકાન ની ચાવી આપતા કહ્યું આ છેલ્લે તમારા માટે મકાન બનાવડાવ્યું હતું...(આદિત્ય મનમાં જો આ પહેલા ખબર હોત તો આગળ ના બધા મકાન જેવું આલિશાન બનાવતા)..
ઘણી વાર કોઈ કામ માટે બહુ જ મહેનત કરીએ છીએ અને સફળતા ના નામે કઈ જ હાથમાં આવતું નથી અને એ પણ સમજાતું નથી કે શેના કારણે અટકી રહ્યું છે..
બસ આ જ તો વાત છે કે આ મકાન ની જેમ આપણે પણ આપણા ભવિષ્ય સાથે આ જ કરીએ જ છીએ એ આપણું જ છે રોજ એક ઈંટ એના ઉપર બીજી બસ જોયા વગર લગાવ્યા જ રાખીએ છીએ..બેમન થી કામ કરવાનું છોડી ને દિલ થી કામ કરવું જોઈએ..
ઘણી વાર એવા સમયે કામ મૂકી દઈએ છીએ જ્યારે સફળતા થી એક જ કદમ દૂર હતાં.સફળતા એ હજારો કદમોની નિષફળતા પછી નો આખરી મુકામ છે....જીવનમાં સફળતા દરરોજ મળશે એવું જરૂરી નથી પણ દરરોજ ના કદમ એક દિવસ અપાવશે સફળતા ના શિખરો.. જરૂરી છે દરેક કદમ..દરેેકે
बस चल रहे थे, चले जा रहे थे।।
मंजिल की ओर पर कुछ हांसिल ना हुआ ,
कुछ भी नही।।
फैसला कर लिया बस रूक जाने का।।
दिल से आवाज आई तभी ...
शायद... शायद...आखरी कदम हो
मंजिल मिलने से पहले का ...
करना क्या है चलते चलो..चलते चलो
बढ़ते रहो..।✨
🌟Difficult doesn't mean impossible ..It simply means that you have to work hard.
Try your Bestest🌟
~M@nsi G@ndhi🌺'સરનામું અનકહી વાતોનું'