Story on the basis of imagination God live with human being in visible form..
એક સમય ની વાત છે જ્યારે ઈશ્વર માણસો સાથે રહે છે દરેક માણસ તેમને જોઈ શકે છે.ઘણા માણસો ની એવી ફરિયાદ છે કે ઈશ્વરે દુનિયા બનાવી છે પરંતુ કેવી રીતે બધું મેનેજમેન્ટ કરવું તેની એમને સમજ નથી..
ક્યારેક અહીં ઘણા બધા વિરોધાભાસ છે જેના કારણે ઈશ્વર પણ વિચારમાં મુકાઈ ગયા છે કે શું કરવું એવું પણ વિચારે છે કે પાછા અદ્રશ્ય થઈ જાય.
એક સમી સાંજે ખેડૂત ઈશ્વર ને પ્રાર્થના કરે છે હે ઈશ્વર કાલે વરસાદ લાવજો કારણ કે મેં ઘણા બધુ વાવેતર કર્યું છે અને મારે કાપણી પણ કરવાની છે.
બીજી બાજુ એક ધોબી એવી પ્રાર્થના કરે છે કે કાલે આખો દિવસ તડકો રાખજો જેથી બધા કપડાં સુકાય જાય... ફરી થી એક મોટી સમસ્યા ઈશ્વર ની કે કોનું સાંભળે બંને વ્યક્તિ પોતાની વાત માં સાચા હતા.. ઈશ્વર હવે આ વિરોધાભાસથી કંટાળી ગયા હતા અને એવું વિચારતા હતા કે મારે અદૃશ્ય થઈ જવું જોઈએ.
એક સવારે ઉઠીને ખેડૂત ઈશ્વર પાસે જાય છે અને કહે છે હે ઈશ્વર તમે દુનિયા બનાવી છે પરંતુ તેને કેવી રીતે મેનેજ કરવી તેની તમને સમજણ નથી. ઈશ્વરે કહ્યું સારું તમારી શી સલાહ છે. ખેડૂતે કહ્યું મારી પાસે એવી શક્તિ હોવી જોઈએ જેથી હું બધું મારા મરજી પ્રમાણે કરી શકું.ઈશ્વરે કહ્યું જા હું તને મારી બધી શક્તિ એક વર્ષ માટે આપું છું તને જેમ તારી મરજી પ્રમાણે ફાવે તેમ કર અને વર્ષ પછી મને મળજે.
(ખેડૂત મનમાં હવે હું તમને સાબિત કરી આપીશ કે તમે કેટલા ખોટા છો)
હવે ખેડૂત પોતાની મરજી પ્રમાણે બીજ પસંદ કરે છે, જમીન ને ફળદ્રુપ બનાવે છે
જયારે તડકો જોઈએ ત્યારે તડકો જ્યારે વરસાદ ની જરૂર હોય ત્યારે વરસાદ બધી જ અનુકૂળ સગવડ પુરી પાડે છે... શ્રેષ્ઠ pH, શ્રેષ્ઠ વાતાવરણ, પવન.. બધું જ પરફેક્ટ..જોરદાર પાક..ઊંચા ઊંચા લહેરાતા ઘઉં.... આ બધું કહેવા માટે ખેડૂત ઈશ્વર પાસે જાય છે અને કહે છે જોવો તમારા કામ અને મારા કામ નો તફાવત..
ઈશ્વર પણ ઈમ્પ્રેસ થઈ જાય છે કહે છે અદ્દભુત કાર્ય..ઈશ્વરે કહ્યું ચાલો હવે તેની ગુણવત્તા તપાસવી જોઈએ... અને ઓહ આ કેવી રીતે શક્ય છે... ઘઉં ના ડુંડા માં દાણ જ નથી...ખેડૂતે પૂછ્યું કોઈ ટ્રીક.. કે કોઈ ચમત્કાર... ઈશ્વરે કહ્યું હજી સુધી બધી શક્તિ તમારી પાસે છે અને તમે જ ઈશ્વર છો અને તમે જ આ પાક નું વાવેતર કર્યું છે.. ખેડૂતે કહ્યું તો શું પ્રોબ્લેમ આવી કંઈ પણ સમજાતું નથી.બધું જ શ્રેષ્ઠ તો હતું..
ત્યારે ઈશ્વરે કહ્યું તમે જે બીજ વાવ્યા હતા તેને વિકસિત થવા માટે સંઘર્ષ તો કરવો પડ્યો જ નથી..
અને વિકાસ માટે સંઘર્ષ તો જરુરી છે એ પછી સામાન્ય જ કેમ ના હોય..બીજ ને પરીક્ષણ માંથી પસાર થતું નથી. ખેડૂત હવે પુરી સ્થિતિ સમજી ગયા હતા તેમણે ઈશ્વર ની માફી માંગી અને બધી શક્તિ પરત કરી..
અને કહ્યું તમે જે કરો છો તે હંમેશા સારું જ કરો છો થોડા સમય માટે અમને મનુષ્ય ને એવું થઈ સકે કે બધું ખોટું થઈ રહ્યું છે પરંતુ તમે હંમેશા શ્રેષ્ઠ જ કરો છો...સમય લાગશે પણ શ્રેષ્ઠ મળશે એ અમારે સમજવાની જરૂર છે.
Moral of the story :One should know how to fall with fall and how to flow with flow.. Surrender to get greater benediction and greater benediction leads to grace.
---
માનસી ગાંધી