નંદિતા - ૫ Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નંદિતા - ૫

"નંદિતા" ભાગ-૫... અનુરાગ અને નંદિતા નો પ્રેમ અને જીવન માં આવેલો નવો વળાંક.*****

અનુરાગ અને નંદિતા ની વાત... અનુરાગ ની ડાયરી માં થી.......અતીત ની યાદો... અનુરાગ નંદીની માં નંદિતા જ જોતો હતો.. નંદિતા પ્રત્યે નો પ્રેમ અને નંદીની નો પ્રેમ ભાવ જોઈ ને અનુરાગ પણ.. પ્રેમ વિભોર થઇ ને નંદીની ના ગાલે ચુંબન કર્યું.. બંને એ રાત્રે પ્રેમ વિભોર થઇ ગયા.. ... હવે આગળ.....** થોડી વારમાં નંદીની ઉભી થઇ અને બોલી," હું પાણી પીવા જ ઉ છું તમારા માટે પણ લાવું છું.. ત્યાં સુધી બેબી નું ધ્યાન રાખજો... નંદીની અનુરાગ માટે પાણી લાવી અને પ્રેમ થી અનુરાગ ને ગાલે ચુંબન કર્યું. અને બોલી," મને તો હવે ઉંઘ આવે છે.તમે પાણી પી ને સુવાનો પ્રયત્ન કરજો ". .. થોડી વારમાં નંદીની ઉંઘી ગઈ... અનુરાગ ફરી થી અતીત માં ગયો.. છેલ્લે નંદિતા એ રેહાના ને ગુંડા ઓ થી બચાવી ત્યારે અનુરાગ નો મોબાઈલ નંબર લીધો.અનુરાગ ને બાય બાય કરી..ફરી થી મલીશુ....... અનુરાગ અને નંદિતા બીજી વાર રીવરફ્રન્ટ પર મલ્યા..એ પ્રસંગે એક બીજા ની થોડા નજીક આવ્યા.બંને એ ફોટા,અને સેલ્ફી ફોટા પાડ્યા.. એમાં નો એક નંદિતા નો ફોટો નંદીની લેમીનેશન કરાવી લાવી હતી.. અનુરાગ ઉભો થયો અને એ નંદિતા ના ફોટા ને એક નજરે જોવા લાગ્યો..એની આંખ માં થી આંસુ આવી ગયા.. મનમાં બબડ્યો.. નંદિતા..જો એ વખતે તું અમદાવાદ એ જગ્યા એ ના આવી હોત તો.અને મેં તને ના રોકી હોત..તો.... તું આજે હયાત હોત....અતીત માં ગયેલો અનુરાગ ને નંદિતા ને ગુમાવવા નો અફસોસ થાય છે.... મોડી રાત થઈ હતી..અનુરાગ ને હવે થોડું ઝોકું આવી ગયું... હાય.. અનુરાગ..આ અવાજ સાથે અનુરાગ ઝબકી ગયો..એને લાગ્યું કે નંદિતા એને બોલાવે છે... અનુરાગ પાછો એ જુની યાદો માં ગયો....... એક દિવસ એ ઓફિસ જવા તૈયાર થઈ ને ઘર ની બહાર જતો જ હતો એ વખતે... બારણે અવાજ આવ્યો.. 'હાય.. અનુરાગ.... ' આ સાંભળી ને અનુરાગ ચમક્યો.. જોયું તો નંદિતા સાદા ડ્રેસમાં હતી.. "ઓફિસ જાય છે અનુરાગ?.. તૈયાર થયો છે ને..બહુ હેન્ડસમ લાગે છે. ક્યાંક મારી નજર ના લાગે!" "આવ.. નંદિતા આ ગરીબ ની ઝુંપડી માં..પ્રથમ વખત પ્રવેશ માટે.પણ...તારે એક લીટી નું ગીત ગાવું પડશે....." નંદિતા અનુરાગ ના ઘર માં પ્રથમ વખત આવી.. નંદિતા બોલી... "અંગ્રેજી મેં કહતે હૈ કિ આઈ લવ યુ... ગુજરાતી માં બોલે.તને પ્રેમ કરું છું.. છું.. છું...". " બસ બસ નંદિતા તારી ફિલીંગ હું સમજી ગયો..મારી સ્થિતિ પણ તારી જેવી જ છે. " નંદિતા બેસી ને બોલી," અનુરાગ આજે રજા રાખ. મેં પણ એક દિવસ ની રજા રાખી છે ..ખાસ તને મલવા માટે.. ઓફિસ જાય એ પહેલાં હું આવી ગઈ.". "ના.ના..આજે તો મારે ઓફીસ માં અગત્ય નું કામ છે... " નંદિતા બોલી," મારા થી પણ અગત્ય નું! તો પછી હું જતી રહું છું..ક્યારે મલીશુ..એ હવે ના કહી શકું. " "ઓહોહો... રીસાઈ ગઈ!..આ ખુબસુરત .........હસે ત્યારે ખંજન પડે..બહુ મીઠડી લાગે છે..સારું ત્યારે હું ફોન કરી ને ઓફિસે કહી દઉ કે આજે આવી શકાશે નહીં." અનુરાગે ઓફિસ માં ફોન કરી ને રજા લીધી.... નંદિતા બોલી," અનુરાગ રજા નું કારણ શું આપ્યું?". "બસ એજ કે મહેમાન આવ્યા છે.".... "એમ... હું મહેમાન છું! બીજું કંઈ નહીં..". આ સાંભળી ને અનુરાગ નંદિતા ની પાસે આવ્યો..અને બોલ્યો," તું તો મારા માટે વિશેષ છે.." એમ બોલી ને નંદિતા ના ગાલે એક ચુંબન કર્યું.નંદિતા ના ગાલ ના ખંજન હસી પડ્યા.. નંદિતા બોલી,"....બસ... રહેવાયું નહીં ને! લાભ તો તેં એકલા એ જ લીધો.".................. ...એમ બોલી ને નંદિતા અનુરાગ ના ગળે હાથ રાખી ને અનુરાગ ના ગાલે એક દીર્ઘ ચુંબન કર્યું. .અને અનુરાગ ના બાહુપાશ માં સમાઈ ગઈ...બે પ્રેમી ઓ એ પોતાના પ્રેમ ને વ્યક્ત કર્યો... થોડી વારમાં નંદિતા બોલી.,"... હવે તો વધુ છુટછાટ લેવાય નહીં.. જલ્દી આપણા ગોળ ધાણા થાય એ માટે પપ્પા મમ્મી ને વાત કરૂં..તારા વગર રહેવાય એમ નથી..." " નંદિતા હું પણ મારા પપ્પા મમ્મી ને તારા વિશે વાત કરીશ..માનશે જ..પણ જો ના માને તો આપણે કોર્ટ મેરેજ કરીશું.." એ પછી ના રવિવારે નંદિતા એના માતા-પિતા સાથે અનુરાગ ના ગામડે આવ્યા.રમણકાકા પોતાની બહેન,બનેવી અને નંદિતા ને લઈ ને અનુરાગ ના ઘરે આવ્યા. નંદિતા ના માં બાપે અનુરાગ ના માં બાપ સાથે અનુરાગ અને નંદિતા વિશે કહ્યું.. બંને ના પ્રેમ ની વાત હવે બધા જાણતા થયા હતા.. અનુરાગ અને નંદિતા ની સંમતિ લઈ ને વડીલો એ ગોળ ધાણા ખાઈ ને બંને ની સગાઇ નક્કી કરી..... લગ્ન બે મહિના પછી રાખવાનું નક્કી કર્યું.જેથી બંને પક્ષો લગ્ન ની તૈયારી કરી શકે. એક અઠવાડિયા પછી અનુરાગ પર નંદિતા નો ફોન આવ્યો. "હાય અનુરાગ.. હું કાલે અમદાવાદ આવું છું." "એમ.. હું તારા જ ફોન ની રાહ જોતો હતો કે ક્યારે તું અમદાવાદ આવે." "જો અનુરાગ, હું એકલી અમદાવાદ આવતી નથી પણ સાથે મારી બહેન નંદીની પણ આવવાની છે... લગ્ન ની ખરીદી.. માટે સાથે સાથે નંદીની ના કપડા લેવાના છે." " ઓકે નંદિતા વેલ કમ.." બીજા દિવસે નંદિતા અને નંદીની અમદાવાદ માં અનુરાગ ના ઘરે આવ્યા... અનુરાગ નંદિતા અને નંદીની ને જોતો જ રહ્યો.. બંને બહેનો લગભગ સરખા જ લાગે છે.ફરક એક છે.. નંદિતા ના ગાલે ખંજન પડે છે..અને નંદીની ના ગાલે તલ છે... નંદીની બહુ જ હસમુખી લાગી...વાતો માં નંદીની એ નંદિતા ને પુછ્યુ કે ..જીજુ ને કોઈ એમના જેવો ભાઈ છે... નંદિતા હસી ને બોલી," કેમ આવું પુછે છે?" નંદીની: અરે.જીજુ નો સ્વભાવ બહુ સરસ છે તને ખૂબ જ પ્રેમ કરે છે..જો જીજુ ને કોઈ ભાઈ હોય તો...તો.. " " કેમ અટકી ગઈ..નંદીની.." અનુરાગ બોલ્યો. " બસ ખાલી જ"... "ના ના.. તું કહે...તો.. શું..." "જુઓ જીજુ તમારે કોઈ ભાઈ હોય તો હું પણ એની સાથે ગોઠવાઈ જવા માગું છું." હસતી હસતી નંદીની બોલી..બસ...આ તો ખાલી મજાક કરું છું... અનુરાગ બોલ્યો.. ,"મારે કોઈ ભાઈ નથી. તું અન લક્કી છે...હા.જો.. તું નંદિતા કરતા પહેલી મલી હોત..તો વાત જુદી જ હોત... નંદિતા હું તો મજાક કરું છું.".. અનુરાગ હસતા હસતા બોલ્યો... બપોરે ત્રણેય જણ શહેરમાં ખરીદી કરવા ગયા.. નંદિતા અને નંદીની ના પસંદગી ના કપડા અને બીજી ખરીદી કરી .. સાંજે ઘરે પાછા આવ્યા.. અનુરાગે બંને ને વધુ એક દિવસ માટે રોકી લીધા.... રાત્રી ના સમયે ત્રણેય જણ રીવરફ્રન્ટ ની મજા માણવા ગયા... નંદીની એ એની દીદી નો અનુરાગ પ્રત્યે નો પ્રેમ જોયો.. ... બંને ને એકાંત મલે એટલે નંદીની બોલી," દીદી હું થોડો આંટો મારી ને આવું છું." "હા.પણ..આઘી પાછી થતી નહીં..બહુ દૂર જતી નહીં." નંદીની રીવરફ્રન્ટ પર થોડે ક જ આગળ ગઈ હતી ત્યારે એણે બે વ્યક્તિ ને વાત ચીત કરતા સાંભળ્યા..કે આજે તો કામ તમામ કરી દેવું છે..એ લેડી ઇન્સ્પેક્ટર નું... આ સાંભળી ને નંદીની ગભરાઈ ગઈ.. એણે જોયું તો નંદિતા અને અનુરાગ વાતો કરતા ચાલતા હતા... નંદીની ઝડપી નંદિતા પાસે જવા જતી જ હતી..એ વખતે એ બે ગુંડા ઓ નંદિતા અને અનુરાગ ની પાસે પહોંચી ગયા હતા.. નંદીની એ મોટે થી બુમ પાડી.. નંદિતા દીદી............. નંદિતા કંઈ સમજે એ પહેલા તો એ બંને બદમાશો એ એસીડ ની બોટલ કાઢી અને નંદિતા પર એસીડ ફેકી ને ભાગવા માંડ્યા... એસીડ પડતા જ નંદિતા એ મોટે થી રાડ પાડી.. અને ત્યાં ને ત્યાં ફસડાઈ ગઈ.. . ********અનુરાગ અને નંદિતા નો પ્રેમ અને જીવન માં આવેલો નવો વળાંક.*****વધુ નવા ભાગ માં.......

અનુરાગ અને નંદિતા ની વાત... અનુરાગ ની ડાયરી માં થી.......અતીત ની યાદો... @કૌશિક દવે. ****. મિત્રો..આ વાર્તા વાંચી ને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે....જય શ્રી કૃષ્ણ.. 🙏🌹🙏