Nandita - 2 books and stories free download online pdf in Gujarati

નંદિતા ભાગ - ૨

" નંદિતા " ભાગ -૨. નંદિતા ભાગ-૧ માં આપણે જોયું કે અનુરાગ ને ઉંઘ આવતી નહોતી તેથી એ એની ડાયરી ને લ ઈ ને ભૂતકાળ ની યાદ માં ગયો હતો..... હવે આગળ....... ડાયરી બાજુ માં મુકી ને અનુરાગ સુવા નો પ્રયત્ન કરવા લાગ્યો.... ઉંઘ આવતી નહોતી... ઉચાટમાં પડખા ફેરવવા લાગ્યો.. .. અનુરાગ પાછો ભૂતકાળ માં સરી ગયો... પપ્પા એ મને શહેરમાં જ્ઞાતિ ની હોસ્ટેલ માં દાખલ કર્યો.. નજીક ની સ્કુલ માં એડમીશન લીધું... જેમ તેમ કરીને ધોરણ પાચ થી સાત સેકન્ડ ક્લાસ પાસ થયો.. ભણતર માં બહુ ચિત્ત રહેતું નહોતું. વેકેશન માં ગામડે ઘરે જતો ત્યારે પપ્પા ના મિત્ર રમણ કાકા ના ઘરે આંટો મારી આવતો..પણ પુછવાની હિંમત નહોતી કે નંદિતા આવે છે કે નહીં? મારી મમ્મી કહેતી એક વાર એ આવી હતી અને અનુરાગ તારા વિશે પુછતી હતી. મને થયું ..બસ.. પતી ગયું.. મારી અને નંદિતા ને મલવાની હવે કોઈ આશા રહી નહીં......... ધોરણ સાત માં સેકન્ડ ક્લાસ આવ્યો એટલે પપ્પા એ મને ખુબ સલાહો આપી.. મમ્મી એ મને વ્હાલ થી સમજાવ્યું... મને થયું હવે તો સારા ટકા લાવવા જ છે.તોફાન મસ્તી બંધ....... પણ........ પપ્પા એ મને આઠમા ધોરણમાં શહેર ની એક સારી સ્કુલમાં દાખલ કર્યો..... અહીં થી મારા જીવન નો બીજો અધ્યાય શરૂ થયો.. હાઈસ્કુલ નો એ પહેલો દિવસ હજુ યાદ છે. ધોરણ આઠમા માં હતો. એ વખતે હું સાવ સીધો સાદો થયો હતો.. સ્કુલ માં પહેલા દિવસે ક્લાસ માં જવા જતો હતો ત્યારે ત્રણ ચાર વિદ્યાર્થીઓ માં નો એક બોલ્યો ..લો..... હવે તો આપણી સ્કુલ માં ગામડિયો પણ આવી ગયો... બીજો બોલ્યો...અરે.. આના માથા ના વાળ તો જુઓ.. કેટલું બધું તેલ.. અહીં સુધી વાસ..આવે છે..એ સાથે એ બધા ખડખડાટ હસ્યા.... મને બહુ ગુસ્સો આવ્યો.. થયું .. અહીં ને અહીં આ બધા ને કુટી નાખું...ગામડા નું ઘી.. ખાધું છે..એનો પરચો બતાવું.... પણ પછી થયું... પપ્પા એ સલાહ આપી હતી તોફાન, મારામારી કરવી નહીં.. હું સમસમી ને રહી ગયો... એટલામાં એક બોલ્યો.....આ તો મણી ભાઈ છે..આજ થી આપણે એને મણી ભાઈ કહીશું.!!. હું શાંતિ થી જવા જતો હતો.ત્યારે એક છોકરા એ પગ વચ્ચે રાખી ને મને પાડી દીધો... હું ઉભા થવાનો જ પ્રયત્ન કરતો હતો ત્યારે એક કોમળ હાથ મારા તરફ લંબાયો.. અવાજ આવ્યો, મારો હાથ પકડી ને ઉભો થા. હું આ બધા ને સબક શીખવાડું છું... મેં જોયું એક ખુબસુરત છોકરી હતી સાથે એની સખી હતી. હું ધીમે થી ઉભો થયો..એ છોકરીએ... એ વિદ્યાર્થી ઓ ની સ્કુલ માં ફરિયાદ કરી.... બપોર ની રીસેષ માં એ બે છોકરીઓ મલી... જેણે મદદ કરી હતી એ છોકરી એ એની ઓળખ આપી.... મારૂં નામ અનિતા..અને આ મારી ખાસ સખી રેહાના... શું તું મારી ફ્રેન્ડ શીપ સ્વિકારીશ.!!. ... ધડામ લઈને કીચન માં થી અવાજ આવ્યો.. પાછો હું ભૂતકાળ માં થી પાછો આવી ગયો... બિલાડી નો અવાજ સંભળાયો... હું કીચન માં ગયો.. બારી થોડી ખુલ્લી રહી ગઈ હતી.. મને જોઈ ને બિલ્લી ભાગી ગઈ. કીચન માં થોડી ચીજ પડી ગઈ હતી..એ સાફસફાઈ કરી ને બારી બરાબર બંધ કરી...પાછો હું બેડ રૂમ માં આવી ને સુવાનો પ્રયત્ન કરતો હતો...... ધીમે ધીમે રાત વધતી હતી..મને પાણી નો શોષ પડવા માંડ્યો.. ઉભો થઇ ને પાણી પીધું. મને નંદિતા પાછી યાદ આવી ગઈ..એ માસુમ ચહેરો...... મને બેચેની કેમ થતી હશે? તરત મને યાદ આવ્યું અરે...આવતી કાલે તો નંદિતા ની પુણ્યતિથી છે... એટલામાં બેબી રડતી ઉભી થઇ ગઈ... મમ્મી.. મમ્મી.. પપ્પા.. પપ્પા.. મારી પત્ની નંદીની જાગી ગઈ. મેં વ્હાલ થી બેબી ને ખોળામાં લીધી.. નંદીની બોલી.. લાવો બેબી ને એને પાણી આપું અને સુવાડી દ ઉ....પણ તમને હજી ઉંઘ આવતી નથી?. હા..હા.. હવે યાદ આવ્યું તમે બેચેની અનુભવો છો! . થોડું પાણી પીવાથી સારું લાગશે..જો ચા પીવી હોય તો બનાવી આપું. અરે.. આવતી કાલે તો મારી દીદી ની પુણ્યતિથી છે.. નંદીની એ બેબી ને પાણી આપ્યું.. વ્હાલ કરી ને પીઠ ઉપર થપથપાવી ને સુવાડી દીધી. નંદીની પણ ઉંઘ આવતી નહોતી..એ ધીમે ધીમે બોલી... કાલે દીદી ની પુણ્યતિથી છે..દીદી નો નવો ફોટો લેમિનેશન કરાવ્યો છે..એ પણ તમે એનો જે પહેલો ફોટો પડ્યો હતો એ જ... હું ફુલહાર પણ લાવી છું..કાલે જમવામાં શું બનાવીશું?. આ સાંભળી ને હું ગમગીન થઇ ગયો.મને થયું બંને બહેનો નો પ્રેમ અદભૂત છે... નંદીની પણ નંદિતા જેવી જ દેખાય છે..બસ નંદીની ને ગાલે તલ છે...અને નંદિતા ના ગાલે ખંજન પડતા હતા... અનુરાગ બોલ્યો.. નંદિતા ને ખીર બહુ ભાવતી હતી. નંદીની બોલી ,"બેબી પણ એ જ કહેતી હતી કે મમ્મી ખીર બનાવજે! સાથે પુરી અને ચણા નું શાક..જે નંદિતા ને બહુ ભાવતું હતું.દાળ અને ભાત,પાપડ સાથે અથાણું.. હા...ગાય ને ખવડાવવા તમારે જવું પડશે.ગાય ને ઘાસ તેમજ ચકલા ને મિક્ષ દાણા ખવડાવજો. " અનુરાગ બોલ્યો ," નંદિતા ને ટિડોળા નું શાક બહુ ભાવતું હતું."અનુરાગ ના મુખ પર ની બેચેની ઓછી થઈ ગઈ... નંદીની બોલી," બેબી કહેતી હતી કે બટાટા ની સુકી ભાજી બનાવજે મમ્મી..તો એ પણ બનાવું?.". અનુરાગ બોલ્યો..લો ..આ બટાટા ની સુકી ભાજી તો નંદિતા ની પ્રિય હતી.... નંદીની બોલી.. હા..મને ખબર છે .. નંદિતા અને બેબી ની ઘણી પસંદગીઓ સરખી આવતી જાય છે..... બેબી ને તો હવે ગાયત્રી મંત્ર પણ મોઢે યાદ રહી ગયો છે.દીદી તો રોજ 'માં ' ગાયત્રી ના પાઠ નિયમિત કરતી હતી...પણ કુદરત નો ખેલ હજુ મને સમજાતો નથી.... હવે બહુ રાત થઈ છે..મને તો ઉંઘ આવે છે કાલે પાછું વહેલા ઉઠી ને નાહી ને દીવો કર્યા પછી જ જમવાનું બનાવવાનું છે...તમે પણ થાકી ગયા છો.. તમારા ફેસ પર થાક દેખાય છે... ઓકે ગુડ નાઈટ....@ કૌશિક દવે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED