Modern Tricolour books and stories free download online pdf in Gujarati

આધુનિક તિરંગા

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ત્રણ રંગો અને અશોક ચક્ર થી શોભે છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણી આન,બાન અને શાન છે, રાષ્ટ્રધ્વજ જ આપણી ઓળખાણ છે,

તિરંગાનો પરિચય :

આપણા રાષ્ટ્રધ્યજમાં ત્રણ રંગો રખાયા છે, કેસરી, સફેદ, અને લીલો, તેમજ વચ્ચે એક ચક્ર રખાયું છે,

કેસરી રંગ - સૌથી ઉપર કેસરી રંગ છે, જે સાહસ, શૌર્ય અને શક્તિ આત્મરક્ષા અને બલિદાનનું પ્રતીક છે,

સફેદ રંગ - વચ્ચેનો સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતીક છે.

લીલો રંગ - સૌથી નીચેનો લીલો રંગ હરિયાળી, અને ધરતીની પવિત્રતા નું પ્રતીક છે.

અશોક ચક્ર - સફેદ રંગની વચ્ચે એક બ્લુ રંગનું ચક્ર છે, જે સમ્રાટ અશોકના સારનાથના સ્થંભ માંથી લેવામાં આવ્યું છે, અશોક ચક્રમાં 24 આંકાઓ છે, આ 24 આંકાઓ સતત કાર્યરત અને પ્રગતીશીલ રેહવાનું સુચન કરે છે.

ઉપર મુજબ આપણે આઝાદીના તિરંગાનું મહત્વ જાણ્યું,
હવે હું મુખ્ય વાત જણાવવા માંગુ છું, આધુનિક તિરંગાની.

મિત્રો મારી દ્રષ્ટીએ આધુનિક તિરંગાનુ વર્ણન કરુ તો...

આધુનિક તિરંગામાં પણ ત્રણ રંગો છે, કેસરી, સફેદ અને લીલો, તેમજ વચ્ચે એક ચક્ર છે.

પણ આધુનિક તિરંગાના રંગોના પ્રતીકો અને ભાવાર્થ કઈક જુદા જ છે. આવો જોઈએ કે આધુનિક તિરંગો શું દર્શાવે છે.

કેસરી રંગ - આધુનિક તિરંગાના કેસરી રંગને હું ફિલ્મ જગતનું (બોલીવુડ) પ્રતીક દર્શાવીશ,

ભારતીય ફિલ્મ જગત એ ભારતીય સમાજજીવનનો અરીસો છે, ભારતની ઘણી બધી ફિલ્મો વિશ્વ ખ્યાતી પામી છે, પરંતુ હાલ જે નવી ફિલ્મો આવી રહી છે. તે ફિલ્મોં આઝાદીના કેસરી રંગના પ્રતિકને નીંચવી રહી છે. જેમા શૌર્ય અને સાહસને બદલે દેશના યુવાધનને માયકાંગલા બનાવવામાં આવી રહ્યા છે, એક તરફ દેશ ભક્તિને લગતી ફિલ્મો દેશના યુવા વર્ગને પ્રેરીત કરે છે તો બીજી તરફ "Sexual" અભદ્ર ફિલ્મો યુવાધનને ગેરમાર્ગે દોરે છે, આવી ફિલ્મો સમાજમાં સ્રીનાં સ્થાન ને નીંચુ લાવે છે, લોકો એક બીજાની ભાવનાઓ સાથે રમતો રમેં છે, આ રીતે આધુનિક તિરંગાના કેસરી રંગનુ પ્રતિક નીચેં મુજબ હોય શકે.

આધુનિક તિરંગો - કેસરી રંગ :
માયકાંગલાપણું, કાયરતા, ભણેલા અભણ, ચરિત્રહિંન્તા, અસમાજીક વ્યક્તિત્વ,


સફેદ રંગ - આધુનિક તિરંગાનાં સફેદ રંગને હું રાજકારણ નું પ્રતીક દર્શાવીશ.

ભારતનું બંધારણ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે , પરંતુ ભારતનું રાજકારણ દુનિયાનું સૌથી નબળુ અને અપંગ રાજકારણ છે, રાજકારણ ને લોકો જૂઠાપણાં થી વધું ઓળખે છે. આજના રાજકારણીઓ પેહલાંના લુંટારાઓ અને ડાકુ ઓનું પણ પન્નુ કાંપી નાખ્યું છે, તેમજ આપણી આજની ભણેલી 'અભણ' પ્રજા જોર શોરથી આવા રાજકારણી નેતાને ચુંટે છે અને પ્રજા ખુદ પોતાના પગ પર કુહાડી મારે છે,
આઝાદીના તિરંગામાં સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતીક છે, પરંતુ આધુનિક સમયનું રાજકારણ ની શરૂઆત જ અસત્યથી થાય છે, અને અશાંતિ ફેલાવવા માટે બે ધર્મ વચ્ચે જાત-પાત કરવી અને પ્રજાને ઉસકેરવાનું કાર્ય કરે છે, આ રીતે આધુનિક તિરંગાનું સફેદ રંગનું પ્રતીક નીંચે મુજબ હોય શકે.

આધુનિક તિરંગો - સફેદ રંગ
ધાર્મિક અશાંતિ - અસત્યથી લૂંટફાટ, પ્રજાનું શોષણ, નાંણાની ચોરી, અપંગ અર્થતંત્ર.

લીલો રંગ - આધુનિક તિરંગાનાં લીલા રંગને હું 'આધુનીકીકરણનું' પ્રતીક દર્શાવીશ.

કોઇપણ દેશનું આધુનિકીકરણ થવું ખુબ જરુરી છે, પણ આપણાં દેશમાં 'આંધળું આધુનિકીકરણ' થઈ રહ્યું છે, આપણો દેશમાં માત્ર 10% આધુનિકતા આપણી મેહનતથી લાવ્યાં છીએ, બાકી 90% આધુનિકતા બહારનાં દેશોમાંથી લાવ્યાં છીએ.
આપણાં જીવનમાં આપણે 90% ચીજ-વસ્તુઓ બહારનાં દેશોની અપનાવી છીએ, ભારતનો ખેડૂત દુનિયામાં સૌથી અમીર ખેડૂત માનવાંમા આવતો હતો, અને આજે દુનિયામાં સૌથી વધારે આત્મહત્યાં ભારતમાં થાય છે અને તેમાં પણ 65% આત્મહત્યાં ખેડૂતો કરે છે,
આઝાદીનાં તિરંગામાં લીલા રંગનું પ્રતીક હરીયાળી અને ધરતીની પવિત્રતાં હતું. પણ આધુનિક સમયમાં તો આપણી પવિત્ર ધરતી પર માત્ર વિદેશી ઔદ્યોગોનો પાયો નંખાય છે. જે ખેડુત ધરતીને હરીયાળી બનાવે છે એ ધરતી પર હવે મોટી મોટી કંપનીઓ અનો કારખાંનાઓ દેખાવા લાગ્યાં છે. આ રીતે આધુનિક તિરંગાનું પ્રતીક નીંચે મુજબ જ હોય શકે.

આધુનિક તીરંગો - લીલો રંગ
સુકતી જતી હરીયાળી, લુપ્ત થતો ખેડૂત, સંસ્કૃતિનું પતન.

હવે વાત કરીશું આધુનિક તિરંગાનાં અશોક ચક્રની.
અશોક ચક્ર - આધુનિક તિરંગાનુ અશોક ચક્રનું પ્રતીક 'મીડિયા' છે
સમગ્ર દેશની માહિતી મેળવવાનું ઉત્તમ માધ્યમ એટલે મીડિયા, આપણા આઝાદીનાં અશોક ચક્રમાં દર્શાવ્યું છે કે, 24 કલાક કાર્યરત રેહવું, આ બાબત મીડિયા પર ખુબ લાગું પડે છે, આપણાં દેશનું હાલનું મીડિયા અંદર - બહારથી ખોખલું થઈ ગયું છે, દરેક ચેનલો માત્ર પોતાની TRP ખાતર કાર્ય કરે છે, દેશ કે દેશની પ્રજાની કોઈ ચિંતા નથી આજના મીડિયા માધ્યમને, માત્ર લોકોના મુશ્કેલી સમયે લોકો પાસે આવીને માઇક અને કેમરાં લઈને ઉભા રહીં જાયને અને કહે છે કે, કેવુ લાગી રહ્યુ છે આ મુશ્કેલીમાં તમને. બાકી કેટલાક ચેનલો રાજકારણી મેવા લેતા હોય છે માટે માત્ર સરકારનાં સારા કામો જ ટીવી પર દેખાડશે, અને અન્ય મીડિયા ચેનલોમાં બોલીવુડનાં ચમચાઓ હોય છે, જેમાં ફિલ્મ કલાકારોના બેકાર કામો અને સાવ અકલ્પનીય ખબરો દેખાડતાં રેહશે.
આપણાં મીડિયા પર મારા મત મુજબ એવું કેહવું છે કે, "મીડિયા ધારે તો વ્યક્તિને ઓસામા પણ બનાવી શકે, અને ઓબામા પણ બનાવી શકે છે" ભારતીય મીડિયા એટલું બધું લુચ્ચુ થઈ ગયું છે કે, લુચ્ચા શિયાળને પણ પાછળ રાખી દીધું છે. આ રીતે આધુનિક તિરંગાનાં ચક્રનું પ્રતીક તો નીચે મુજબ હોય શકે.
આધુનિક તિરંગો - અશોક ચક્ર
લુખ્ખુ મીડિયા, લાલચું મીડિયા, ઠગ મીડિયા, અવિશ્વસનીય મીડિયા.

મિત્રો આ આધુનિક તિરંગાની રચના પરથી કંઈક પ્રેરણા, બોધ, સીખ તો મળશે જ, પરંતુ રોજીંદી જીવન પ્રણાલીમાં આ બધી બાબતો તમને જોવા મળતી હોય તો, આધુનિક તિરંગાનાં પ્રતીકો સાચાં નીવળ્યાં એમ માનવું.

- Wr.Messi

બીજા રસપ્રદ વિકલ્પો