The colour of my love - 4 books and stories free download online pdf in Gujarati

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 4

એકબાજુ રિધિમાં આ વિચારી રહી હતી ને નીતિન પોતાના કેબિનમાં કોમ્પ્યુટરમાં કામ કરતો હતો. થોડી વાર થઈ હશે ત્યાં નીતિન રિધિમાંના ડેસ્ક પાસે ગયો અને પૂછવા લાગ્યો કે "કોઈ તકલીફ છે કે કેમ કામ સમજવામાં?" રિધિમાંએ ના પાડી. અને એ પણ નીતિનની સામે જોયા વગર. નીતિનને ખરાબ લાગ્યું અને કઈ બોલ્યા કે પૂછ્યા વગર પોતાની કેબિનમાં પાછો આવી ગયો.

રિધિમાં પોતાના કામમાં ખોવાયેલી હતી. તેને આ વાતનો ખ્યાલ ન આવ્યો કે એણે કોની સાથે આવી રીતે વાત કરી. પણ આ બાજુ નીતિન થોડી થોડી વારે કેબિનના બ્લીન્ડ પ્રકારના પડદામાંથી રિધિમાં પર નજર કરી લેતો. એવું કહી શકાય કે નીતિને જાતે જ રિધિમાંનું ડેસ્ક એવી રીતે નક્કી કર્યું હતું કે તે સીધી નીતિનને કેબિનમાંથી દેખાય.

પ્રથમ દિવસ તો સારી રીતે પસાર થયો. રિધિમાં એના કોઈ પણ સહકર્મચારી સાથે કઇ ખાસ વાત ન કરી શકી. અને અંતે 8 વાગ્યા ને એ પોતાના ટેબલ પરથી ઉભી થઇ. બધા સાથે એ બહાર નીકળતી હતી તે વખતે જ નીતિન આવ્યો અને આજના કામ વિશે એને પૂછ્યું અને એ પણ કે કોઈ તકલીફ તો નથી નડી ને એને. પણ રિધિમાં માત્ર એટલું કીધું કે એ કામ શીખી રહી છે ને ચિંતા કરવાની જરૂર નથી જ્યાં જરૂર પડશે એ મદદ માંગશે. રિધિમાંને ઘરે જવામાં મોડું થઈ રહ્યું હતું. પણ બોસના પ્રશ્નોનો તો જવાબ આપવો જ રહ્યો. આથી તે ત્યાં ઉભી રહી. ખબર નહીં પણ જાણે નીતિન આ વાત સમજી ચુક્યો હતો એટલે એને રિધિમાંને જવા કહ્યું.

રિધિમાં ત્યાંથી તરત નીકળી ગઈ. રસ્તામાં એ પોતાના કામના દિવસ વિશે વિચારતી હતી. ઘરે પહોંચીને એ એટલી થાકી ગઈ હતી. ઘરે આવીને એ કોઈને સાથે વાત કર્યા વગર અને ખાધા વગર જ સુઈ ગઈ.

રિધિમાંની મમ્મીએ આ જોયું અને એમણે પોતાના પતિને આ વિશે વાત કરવા વિચાર્યું. અત્યારે ઘરમાં માત્ર ત્રણ જણ જ હતા અને એમાંથી રિધિમાં સુઈ ગઈ હતી. રિધિમાંની મમ્મી રસોડામાં ગઈ રિધિમાંના પિતાને ત્યાં બોલાવ્યા તેમની સાથે વાત કરવા.
"સાંભળો છો? જુઓ ને આપણી રિધુંનો નોકરીમાં આજે પહેલો જ દિવસ હતો ને એ કેટલી થાકી ગઈ છે જમવા પણ ઉભી નથી થતી. આપણે બંને વધુ મહેનત કરીશું, દિવસ-રાત કામ કરશું, પણ આપણી છોકરીને આટલું હેરાન કરવુ યોગ્ય નથી, તમને નથી લાગતું કે તમે એની સાથે વધુ કડક વર્તન કરી રહ્યા છો?" રિધિમાંની મમ્મીએ કહ્યું.
"જો, તને એમ લાગતું હોય કે મને એના પૈસાની જરૂરિયાત છે તો તું હજી મને સમજી નથી શકી, હું એને સારી રીતે ભણાવી શકું છું અને એની બધી જરૂરત પુરી પણ કરી શકું છું, પણ જાણે છે એની પર આ દબાવ મુકવાનું કારણ? આપણા કુટુંબમાં કોઈ છોકરીને એની મરજી મુજબ જીવવા નથી દેવામાં આવતું, જેવી છોકરી 18 વર્ષની થાય કે એ સાથે જ એના લગ્ન કરાવી દેવામાં આવે છે. મોટાભાઈની દીકરીને જ જો એ હજુ માંડ 20 વર્ષની છે ને એને એક છોકરી પણ થઈ ગઈ. હું નથી ઈચ્છતો કે મારી રિધું સાથે એવું થાય. હું એને એની આઝાદી આપવા માંગુ છું, એને એના હકનો સમય આપવા માંગુ છું અને સૌથી વધારે અગત્યનું હું એને એના પગ પર ઉભી કરવા માગું છું જેથી એ કોઈ પર નિર્ભર ન રહે. કાલ ઉઠી એનું ભવિષ્ય શુ બતાવે? એને ક્યાં લઇ જાય? એ આપણે બન્ને નથી જાણતા, પણ એની પાસે એની કાબેલિયત તો હશે ને! શુ હું ખોટી ઈચ્છા રાખું છું તું મને જવાબ આપ." રિધિમાંના પપ્પાએ કહ્યું.

રિધિમાંની મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા પોતાના પતિની આટલી ઉમદા વિચારસરણી એમના હૃદયને સ્પર્શી ગઈ. "તમારી પર મને ગર્વ છે એક માતા તરીકે મેં માત્ર એની તકલીફ જોઈ અને એક પિતા તરીકે તમે એનું આત્મસન્માન વિચાર્યું. મને ખરેખર આ વિચાર જ ન આવ્યો કે જો એના પણ આ રીતે લગ્ન કરાવવાનું કહેવામાં આવશે અને જો તેને સારા-નરસાની કોઈ સમજ જ નહીં હોય તો આખી ઝીંદગી એ જ વિચારમાં જશે એની કે એના માતા-પિતાએ વાસ્તવિક દુનિયા સાથે એની ઓળખાણ જ નથી કરાવી. જે કામ મારે કરવું જોઈએ એ કામ એક પિતા તરીકે તમે કરી રહ્યા છો! ખરેખર મને ગર્વ છે તમારા પર."

રિધિમાં અચાનક જાગી ગઈ અને પોતાના મમ્મી-પપ્પા વચ્ચે થતી આ આખી વાત સાંભળી ગઈ. એની આંખોમાં પણ આંસુ આવી ગયા.

શૈશવથી જે આંગળી ઝાલી,
તે પપ્પાએ અચાનક છોડી
આંગળી છૂટીને સમજાયું, કે મારું કોઈ નથી
એકલી છું ને એકલી ચાલીશ,
એમ મારા મનને મનાવ્યું
પિતાનું મન ભાંખ્યું તો સમજાયું કે,
મારા જીવનનો આખો ભાર તો એમણે જ ઉપાડ્યો,
એમનો ક્ષીણ હાથ ને ચહેરાની કરચલીઓ,
આજે મને દેખાઈ
એમની વિચારસરણી આજે મને સમજાઈ...

"જે માતા-પિતાને હું ઓછું ભણેલા સમજતી હતી, તે માતા મારા માટે પોતાના જ પતિની વિરુદ્ધ જઇ મારા માટે લડે છે. અને એ પિતા જે મને પોતાના જ કુટુંબ અને સમાજ સામે પડીને મને ખુશી આપવા ઈચ્છે છે ખરેખર આ દુનિયામાં માતા-પિતા જ એક ભગવાનનું સ્વરૂપ છે એ આજે મને સમજાયું અને આવા મમ્મી-પપ્પા પોતાને આપવા બદલ ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર...."

બીજા દિવસથી રિધિમાં વધુ ઉર્જાથી કામ કરવા લાગી. સવારે ઉઠીને એકદમ ખુશમિજાજી બનીને બધું જ કામ કરવા લાગી. એના મમ્મી અને પપ્પા બંનેને આ જોઈ નવાઈ લાગી. પોતાની રિધુંને આમ જોઈ એ બંને પણ બહુ ખુશ થઈ ગયા. રિધિમાં પોતાનું ટિફિન, પોતાના પપ્પાનું ટિફિન અને ઘરનું મોટાભાગનું કામ પતાવી કોલેજ ગઈ. ખૂબ મોટો બદલાવ આવ્યો એનામાં આજે, પોતાના પિતા અને માતાને નિરાશ કરવા માંગતી નહતી અને એ માટે એને બેગણી ઉર્જાથી કામ કરવા લાગી.

આજે એનો ઓફિસમાં બીજો દિવસ હતો. કોલેજ પુરી કરી એ ઓફીસ માટે નીકળી ગઈ. જેવી એને ઓફિસના પગથિયા પર પગ મૂક્યો એની ઉર્જા ત્યાં જ નીતિન વિશે વિચારી ઓછી થઈ ગઈ. અંદર જતા સપના મળી અને સપનાએ આખરે પૂછી જ લીધું કે "શુ જાદુ ચલાવ્યો તમે સર પર કે તમને નોકરી પર લઈ લીધા?"

રિધિમાંને ખૂબ ગુસ્સો આવ્યો પણ એ કઈ પણ બોલ્યા વગર પોતાના ડેસ્ક પાસે પહોંચી. એણે પહેલા તો સપના અને પછી નીતિન પર ખૂબ ગુસ્સો આવ્યો. એને નીતિન એટલો ખરાબ લાગ્યો કે એની સાથે વાત કરવી તો દૂર પણ એની સામે જોવું પણ પોતાના આત્મસન્માનને ઠેસ પહોંચે એવું એને લાગ્યું. એટલામાં એના બાજુમાં બેસેલા એના સહકર્મચારી આદિત્યનું ધ્યાન રિધિમાં પર ગયું અને એ રિધિમાં સાથે વાત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

"હેલો મિસ, તમે ખૂબ ચિંતામાં લાગો છો? કામની ચિંતા કરો છો કે અન્ય?"
"ના, બસ કામનું જ આભાર." રિધિમાંએ કહ્યું.
આદિત્ય "ઓકે, કાઈ પણ સમસ્યા હોય તો આપ મને જણાવી શકો છો, હું ખુશી-ખુશી આપની મદદ કરીશ. અને હા, મારુ નામ આદિત્ય છે, અહીં એક વર્ષથી નોકરી કરું છું. જો આપને મદદ કરી શકીશ તો મને આનન્દ થશે."
આદિત્યનું વ્યક્તિત્વ રિધિમાંને ખૂબ સારું લાગ્યું. એની વાત કરવાની છટા અને એનો સહકાર રિધિમાંને પસંદ આવ્યો.

એમ ન કહી શકાય કે પ્રથમ નજરે પ્રેમ થઈ ગયો, કારણકે એ લાગણી રિધિમાં માત્ર પોતાના માતા-પિતા માટે જ અલાયદી રાખતી. રિધિમાંને એમ લાગ્યું કે એનો સહકાર આપવા માટે કોઈએ તો હાથ આગળ વધાવ્યો. એ ખુશ થઈ પોતાના કામ પર લાગી.

આજે તો લંચ સમયમાં પણ આદિત્યએ જ એને સહકાર આપ્યો. જ્યારે રિધિમાં એકલી બેઠી પોતાનું ટિફિન કાઢી રહી હતી ત્યા આદિત્ય આવી ગયો અને એની સાથે લંચ કરવા બેઠો. રિધિમાંને સારું લાગ્યું, ખૂબ સારું લાગ્યુ. અન્ય છોકરીઓ જ્યાં સપના સાથે બેઠી હતી ત્યારે આદિત્યનું પોતાની પાસે બેસવું સારું લાગ્યું. પછી તો આખો દિવસ આદિત્ય સાથે એને સહકાર મળ્યો.

અહીં રિધિમાં ખુશ હતી અને ત્યાં પેલી બાજુ નીતિન આદિત્યને રિધિમાં સાથે વાત કરતા જોઈને ખૂબ ગુસ્સે થઈ રહ્યો હતો એની માટે અસહ્ય હતું.

બીજા કેટલાક દિવસ પણ આમ જ ચાલ્યું. આદિત્ય અને રિધિમાં વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. દરરોજ રિધિમાં ખૂબ હસ્તી ખૂબ મોજમાં રહેતી અને એનું કારણ આદિત્ય હતો એને આ દોસ્તી ખૂબ ગમવા લાગી હતી અને સામે પક્ષે નીતિન વધુને વધુ ગુસ્સે થઈ રહ્યો હતો.

અને માત્ર પંદર જ દિવસમાં નીતિને રિધિમાં અને આદિત્યનું ડેસ્ક અલગ કરી દીધું. એ દિવસે રિધિમાં જેવી ઓફીસ આવી અને પોતાની ડેસ્ક પર બેઠી અને આદિત્ય બાજુમાં જ બેઠો હતો એવું તરત જ સપના આવી અને કોઈ અન્ય વાત સિવાય સીધું જ આદિત્યને કીધું. "તને નીતિન સરે રૂમના ખૂણાવાળા ડેસ્ક પર બેસવા કહ્યું છે, આજથી અને અત્યારથી જ તારે ત્યાં શિફ્ટ થવાનું છે."

આદિત્યએ રિધિમાં સામે જોયું અને ત્યાંથી ઉભો થઇ છેલ્લા ડેસ્ક પર જતો રહ્યો. રિધિમાંને નીતિન પર ખૂબ ગુસ્સો આવ્યો. એકમાત્ર આદિત્યનો જ સહકાર રિધિમાંને મળ્યો હતો આ ઓફિસમાં અને ત્યાં પણ નીતિનની નજર આ દોસ્તી પર લાગી ગઈ. તેણે નીતિનની કેબીન સામે જોયું.

આ બાજુ નીતિન પોતાની કાચ પરના પડદામાંથી રિધિમાં તરફ જોઈ રહ્યો હતો. રિધિમાંની ગુસ્સાવાળી આંખો પ્રત્યે નીતિનને જાણે પ્રેમ આવી રહ્યો હતો. એને રિધિમાંને આ રીતે ગુસ્સામાં જોઈ અને એના મો પર સ્માઈલ આવી ગઈ.
"સોરી રિધિમાં, પણ તમારી માટે આ જ ઉત્તમ હતું." નીતિન મનમાં બોલ્યો.

(અહીં એ જોવાનું રહ્યું કે રિધિમાં જેના મનમાં નીતિન પ્રત્યે જે નફરત વધી છે તે કઈ રીતે દૂર થશે? અને નીતિન રિધિમાંને કઈ રીતે સમજાવશે?)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED