વન્સ અગેઇન - 2 Akshay Vanra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અગેઇન - 2

પંચાયતમાં જાહેર ફરમાન કરવામાં આવ્યું કે જો શ્રેયા સાથે ધ્રુવનો ખાનગીમાં કે જાહેરમાં કોઈ પણ રીતે સંબંધ ચાલુ રહેશે તો… પંચાયત નિયમ મુજબ ગામ તરફથી ધ્રુવના પરિવારને મળતા તમામ હુક્કાપાણી બંધ થઈ જશે અને કોઈ પણ જાતના આર્થિક કે સામાજિક વહેવાર રાખવામાં આવશે નહીં.

વરસોથી ચાલી આવતી પરંપરા સામે ધ્રુવના બા અને બાપુનું પણ કંઈ ન ચાલ્યું… અને હુક્કાપાણી બંધ થાય તો ધ્રુવના પરિવારને ભૂખે મરવાનો વારો આવે. સમાજમાં ધ્રુવ ના પરિવારની પ્રતિષ્ઠા મરી પરવારે… મા-બાપની લાચાર આંખો સામે ધ્રુવનો પ્રેમ એની અક્કડતા દેખાડી ના શક્યો અને અંતે મા-બાપની આંખોનાં લાચારી ભર્યાં આંસુની આગમાં ધ્રુવ અને શ્રેયાના પ્રેમનું બીડું હોમી દેવામાં આવ્યું.

સાવ લગોલગ રહેવા છતાં ધ્રુવ એની વ્હાલી શ્રેયાને ક્યારેક અલપઝલપ જોઈ શકતો હતો, પણ તેની સાથે બોલી શકતો ન હતો. જે પોતાની જાતથી વધુ ચાહતો, એની લાચારી પણ ધ્રુવ સમજી શકતો હતો.

ક્યારેક ક્યારેક એની સહેલી સાથે શ્રેયા પોતાના હાથે લખેલ પત્રો મોકલતી… પણ પત્ર ખોલે ત્યારે ધ્રુવ શું વાંચે ?

અક્ષરો પર શ્રેયાનાં આંસુની બુંદાબાંદીના ફોરાઓની લથબથ ભીનાશ અને વેદનાઓની ભીનાશે અક્ષરોને પણ વાંચવા લાયક ન રહેવા દીધા હોય… બસ શ્રેયાની અકથ્ય વેદનાને સાંત્વન આપવા ધ્રુવ એના કાગળને છાતીએ લગાડી દેતો હતો. અને જેવો એ કાગળ છાતીએ લગાડતો… ધ્રુવની આંખોની સરવાણીમાં શ્રેયાનો કાગળ ફરી ભીંજાય જતો હતો.

એવામાં શ્રેયાની સખીએ ધ્રુવને આવીને ખબર આપ્યા કે શ્રેયાનાં લગ્ન ચાર ગામ છેટેના ગામમાં નક્કી થયા છે… અને આજે રાતે શ્રેયા તને મળવા આવશે. તારા ઘરના પાછળના ભાગમાં રાતના બાર વાગ્યા પછી.

અંધકારને ચીરતો એક ઓરળો રાતની શાંતિ ખલેલ ન થાય એ રીતે લગોલગ આવીને ધ્રુવ ઊભો રહી ગયો… શ્રેયાએ માથેથી શાલ હટાવી… અને સામે ધ્રુવની વ્હાલીનું મુખાધ્રુવંદ પૂનમના ચાંદની જેમ કાળીડિબાંગ રાતમાં ચમકી ઊઠ્યું.

એ જ શ્રેયા… જે ધ્રુવને પોતાના જીવથી વ્હાલી… ધ્રુવના કલેજાનો ટુકડો… ધ્રુવના સાત જન્મની તરસ ધ્રુવને જોઈને હીબકે ચડી… થોડી વાર બસ ધ્રુવએ એને બાથમાં લઈને રડતી જ રહી અને ધ્રુવની છાતી પર એના ગરમાગરમ આંસુઓનો દરિયો ઊછળવા લાગ્યો.

એના વાહા પર ધ્રુવનો હાથ સતત ફરતો રહ્યો અને થોડી ધરપત થતાં શ્રેયાને બોલવાના હોંશ આવ્યો.

‘ધ્રુવ… હું તારા સિવાય કોઈનું પાનેતર પહેરી નહીં શકું. હું લગ્નની વેદી પર જ મારી જાન આપી દઈશ.’ એટલુ શ્રેયા બોલી ત્યાં,
ધ્રુવએ એના ભીના-મુલાયમ હોઠ ઉપર ધ્રુવએ હાથ રાખતાં કહ્યું, ‘શ્રેયા, આ જનમમાં હું તારું મોત મારી પહેલાં નહીં જોઈ શકું. એના કરતાં મારું મરી જવું બહેતર છે.’

શ્રેયાએ એનો હાથ ધ્રુવના હોઠ પર મૂકી દીધો… પણ ઘરની અને સમાજની લાચારી સામે ધ્રુવ બસ એટલું જ કહી શક્યો.

શ્રેયા… ભલે આ જનમમાં આપણું મળવું હવે શક્ય નથી લાગતું… બસ તું સુખી રહેજે અને બની શકે તો મને ભૂલી જવાની કોશિશ કરજે.’

પણ શ્રેયા… જે ધ્રુવને એની જાતથી વધારે પ્રેમ કરતી હતી. આંસુ લૂછી અને એકદમ સ્વસ્થતા સાથે બોલી, ‘મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. આપણું આ જન્મમાં મળવાનું નક્કી જ છે… અને એ સમય મારો દ્વારકાનો નાથ નક્કી કરશે… પછી કોઈની મજાલ નથી કે એ પળને રોકી શકે. ધ્રુવ, આ લગન મારા માટે કોઈ બંધન નથી. એ મારા પ્રેમની પરીક્ષાનો એક ભાગ છે, જે રીતે તું તારા પ્રેમની પરીક્ષા માટે બલિદાન આપી રહ્યો છે.’

થોડા દિવસોમાં શ્રેયાની જાન ગામમાંથી વાજતેગાજતે વિદાય થઈ. ગામને પાદરેથી જાન વિદાય થઈ. જાણે ધ્રુવ નો જીવ એ જાન સાથે જતો હતો એવું લાગતું હતું. ધબૂકા લેતો ઢોલ ધ્રુવના કાળજાને છૂંદતો હતો. શ્રેયાના જવાથી જીવવાનું આકરું લાગતાં ઘરમાં કોઈને કહ્યા વિના જીવન ધ્રુવ સન્યાસના પાઠ ભણવા બે ગામ છેટા હરિબાપુના આશ્રમમાં ચાલ્યો ગયો.


ક્રમશ....

Email address : akshayvanra781@gmail.com