જ્યારે શબ્દોની કુંપણો ફુટી હતી ત્યારે આ વાર્તા લખવા માટે પ્રયત્ન કર્યો હતો. સુંદર રીતે આલેખવાનો પ્રયાસ કર્યો છે. લેખનની શરુઆત જ પ્રેમથી થાઈ છે અને પછી બીજાં વિષયોમાં રસ કેળવાતો જાઈ છે.
" વન્સ અગેઇન " એક સત્ય ઘટના પર આધારિત છે. ધ્રુવ અને શ્રેયા એ કહાનીના પાત્રો છે. એની જ વાતને, પ્રેમમાં એક નવો રંગ આપવામાં આવ્યો છે. આપણું પ્રિય પાત્ર મળે એ દરેક કિસ્સામાં નથી થતું પછી એ ધર્મ હોઇ, જાતિ ભેદ કે પછી બીજાં અનેક કારણો હોઈ એના માટે.
દરેક પ્રેમીઓ એના પ્રેમ માટે લડે છે ફરી આ સમાજ સામે નતમસ્તક થવું પળે છે.
તમે વાર્તા અંત સુધી વાંચસો એટલે સમજાઈ જશે કે " વન્સ અગેઇન (one's again ) " કેમ રાખ્યું છે
- અક્ષય વનરા
ભાગ - 1
ધ્રુવ અને શ્રેયા
નાનકડા ગામમાં ધ્રુવ અને સેવુ એટલે ધ્રુવની બાળપણની ભેરુ શ્રેવા !
એ બંને એક જ ગામમાં રહેતા અને એ બંનેનાં ફળિયાં જુદાં પણ શ્રેયાના ઘરની બાજુની ખાલી જગ્યામાં ધ્રુવના પાપાએ મકાન બાંધેલું અને ત્યાર પછી ધ્રુવ અને એનો ભાઈ અને મા-બાપુ સાથે ત્યાં જ રહેવા આવી ગયાં.
એ બંને જોડે જ રમતાં અને જોડે ભણતાં ક્યારે મોટાં થયાં તેની ખબર ના પડી. એની લાલ રિબન બાંધેલા બે ચોટલા ખેંચતો ખેંચતો ક્યારે ધ્રુવ એના ચોટલાની ગૂંથણીમાં ગૂંથાઈ ગયો તેની ખબર ના પડી. ખબર પડી તો ત્યારે પડી જ્યારે અે બંને હૃદય ચોટલાના અવગૂંથનની જેમ ગૂંથાઈ ગયા અને પ્રેમની રંગબેરંગી રિબનમાં એ સજતા રહ્યા.
હવે તો શ્રેયાને જોઈને ધ્રુવનો દિવસ ઊગે અને શ્રેયાને જોઈને દિવસ આથમે. અને રાતે પણ શ્રેયા તો ધ્રુવની પાંપણોના ટોડલે આવીને બેસી જતી… અને ધ્રુવ સ્વપ્નવત શ્રેયાને પાંપણોને ટોડલે ખિલખિલાટ હસતી-રમતી ટહુકતી જોતી રહેતો.
શ્રેયાને ધ્રુવની અને ધ્રુવને શ્રેયાની એટલી આદત પડી હતી એના કારણે ધ્રુવ કોઈ દિવસ મોસાળે ભાઈ અને મા જોડે જતો નહીં.
આમ ને આમ એ બંનેની હાઈસ્કૂલ પૂરી થઈ. શ્રેયા હાઈસ્કૂલથી આગળ ભણવાની નહોતી, કારણ કે અહીં ગામડામાં છોકરીઓ આટલું ભણે તે બહુ કહેવાતું એ જ કારણસર ધ્રુવએ પણ નક્કી કર્યું કે હાઈસ્કૂલથી આગળ ભણવું નથી અને બીજું કારણ એ હતું કે હાઈસ્કૂલથી આગળ ભણવા માટે શહેરમાં જવું પડે… અને શ્રેયાને એકલી મૂકી જવાનું ધ્રુવનું દિલ રાજી ન હતું.
ધીરે-ધીરે ગામમાં બધાને ધ્રુવ અને શ્રેયાના પ્રેમની જાણ થવા લાગી અને અમે સાથે જીવન જીવવાનાં સપનાં જોઈતા એ ચર્ચા પણ થવા લાગી.
બસ ! એ પછી તો અે બંને ઉપર જાણે આભ તૂટી પડ્યું. એ બંને ને સાથે ફરવું મળવું બધું જ અચાનક બંધ થઈ ગયું. દરરોજ મળતા બે જીવો એકબીજા માટે તરસવા લાગ્યા છતાંય લાગ જોઈ ચોરીછૂપીથી મળી લેતા. અંતે અે બંનેએ નક્કી કર્યું હવે ભાગી જઈશું તો જ આપણે એક છત નીચે જીવી શકીશું… નહીંતર ધરતી અને આભની જેમ એકબીજા માટે તરસતાં રહીશું.
પણ કિસ્મતની બલિહારી કંઈક અલગ ખેલ ખેલતી હતી. જેને ધ્રુવએ એનો ખાસ ભાઈબંધ ગણતો હતો એના જ પેટમાં ધ્રુવના પ્રેમની વાત રહી નહીં અને વાત ગામ આખામાં ફેલાઈ ગઈ અને ખાસ કરીને પ્રેમના મામલામાં અને છોકરીઓના ખાનગી જીવનની વાતોમાં ગામ લોકોને બહુ રસ પડે. વરસોથી ચાલી આવતી પરંપરા મુજબ પંચાયત બોલાવવામાં આવી… જાણે ધ્રુવ અને શ્રેયા કોઈ ગુનેગાર હોઈએ એ રીતે, બંને પ્રેમીઓને જીવનભરની જુદાઈ સજા ફરમાવવામાં આવી.
ક્રમશ...
તમારા પ્રતિભાવની પ્રતીક્ષામાં....!
- અક્ષય વનરા