ek vedna maa ni books and stories free download online pdf in Gujarati

એક વેદના માં ની.....

એક વેદના માં ની... !
અણધાર્યા સમયે આવનાર ધોધમાર વરસાદ અને જોરદાર ફૂંકાતા પવન સામે ઘાસના તણખલાની જેમ ઓફિસથી વિરલ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. વરસાદ આવતો હોવાથી કોઈ રીક્ષા પણ નોતી મળતી. તેથી તે ચાલીને આવી રહ્યો હતો. હાથમાં છત્રી હોવા છતાં તે આખો ભીંજાય ગયો હતો. કારણકે પવન વારંવાર તે છત્રીને કાગડો બનાવીને વિરુદ્ધ દિશામાં લઇ જઈ રહી હતી. તે બસ હવે પોતાના ઘરથી 10 મિનિટ ની દુરી પર હતો.ઘર આવ્યું ત્યારે ઘરના આગણામાં છત્રી રાખી ને ઘરમાં પ્રવેશ કરતા પેહલા પડતા ઓરડા સામે આવીને ના જાણે કેમ પણ એકાએક તે બોલી ઉઠ્યો...

" માં આજે હું ખુબ જ થાકી ગયો છું એટલે પ્લીઝ એમ ના કેતા કે અહીં આવ
અને બેસ... મને ભૂખ પણ લાગી છે સવાર ની કંઈ જ નઈ ખાધું... ! " - વિરલ પોતાના ભીના કપડાં ને ઝંઝોડતો બોલ્યો....

તે જોરથી બોલ્યો હતો તેથી રસોડામાં પણ કામ કરતી મીરાં બહાર આવી, અને વંદુ પણ હર્ષને રમાડતી તેના ભાઈ સામું જોઈ રહી..અને પોતે એવુ બોલ્યો પછી એને ખ્યાલ આવ્યો કે એ શું બોલ્યો છે ? ......અને તે ત્યાં એ ઓરડા સામે ઉભો રહ્યો... એની આંખમાંથી દળદળ આંશુ પડવા મંડ્યા.અને એ થોડો સ્વસ્થ થઈને એ ઓરડામાં જવા જતો હતો ત્યાં..

" રેવાદો...ભાઈ..! અત્યારે પણ ના જાવ.. તમારી પાસે સમય નહીં હોય. અને એમ પણ હવે આંશુ પાડવાથી શું કામ છે? અને હવે એ ઓરડામાં જવાથી પણ શું કામ છે? જયારે જવાનુ હતુ ત્યારે તો...... " - વંદુ કટાક્ષમાં એના ભાઈને કહી દીધુ અને એટલું કહીને વાત અટકાવી દીધી. અને પોતે હર્ષને લઈને
પોતાના રૂમમાં જતી રહી.

આમ તો એ આ ઘટના પછી એના ભાઈને બોલાવતી નહીં, પણ ક્યારેક આવા કટાક્ષ કરતી. અને એ તો અહીં રહેવા પણ નોહોતી ઇચ્છતી અને જમાઈ એને તેડવાં પણ આવેલા પણ મીરાભાભીના આગ્રહથી તે અહીં જ રોકાઈ ગઈ હતી.અને એ વધારે સમય ભાઈનો દીકરો હર્ષની સાથે રહેતી. ભાભીને એકલું ના લાગે એટલે થોડીવાર એમને પણ હસાવતી.
....

વંદુ આવું બોલી એટલે એને લાગ્યું કે એને કેટલું ખોટું કર્યું છે. પછી તે એ ઓરડામાં ગયો, એને તો યાદ પણ નથી કે છેલ્લે ક્યારે પોતે આ ઓરડામાં આવ્યો હશે, ઓરડાના દરવાજાની સામે જ માં નો ખાટલો હતો, એની ડાબી બાજુ પાણી ભરેલું માટલું અને એની બાજુમાં એક ટેબલ પર એક પર એક એમ તેમના બે પટારા ગોઠવાયેલા હતા, અને એ દીવાલ પર એના આખા પરિવારના ફોટોસ હતા, દરવાજાની બાજુની દીવાલ પર વિરલની એના બાળપણ માં એના માટે બનાવેલી બધી જ વસ્તુ હતી, ખાટલા ની જમણી બાજુ નાનું મંદિર હતુ, તેમાં માતાજી અને નીચે ઘોડી અને તેના પર વાંચવામાં અધૂરી રહેલી રામાયણ, તે ખાટલા પાસે આવે છે, ખાટલામાં માળા, ડાબલા જેવા ચશ્માં, બઝરની ડાબલી અને તે ખાટલા પાસે નીચે બેસે છે, અને જોર જોર થો રડવા લાગે છે. ઘણા દિવસે એ આજે રડ્યો હતો, એનું ભૂલનું એને ભાન થયું હતુ.

તેના રડવાનો અવાજ સાંભળીને મીરાં તરત જ દોડતી આવી, અને વિરલને આમ રડતા જોઈને તેની આંખમાં આંશુ આવી ગયા. તે વિરલ પાસે આવે છે. અને એના ખંભા પર હાથ મૂકે છે.

" મી.....રાં....... મીરાં, મીરાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ! મને ક્યારેય માં માફ નઈ કરે ને..? " - વિરલ રડતા રડતા બોલે છે.

" ના...ના......એવુ ના વિચારો જે થવાનું હતુ એ થઈ ગયું, અને માં ક્યારેય એના સંતાનોથી નારાઝ ના રહે તો એતો તમને માફ કરીદે જ... ! "- મીરાં વિરલને સાંત્વના આપતી બોલે છે.

" ના...મીરાં ના....... . મે ક્યારેય એમની કદર જ ના કરી........ !" - વિરલ એટલું બોલતા વધુ રડવા લાગ્યો...

એને અહેસાસ થઈ ગયો હતો એને શું ગુમાવ્યું છે.

" મીરાં... જો માં મને માફ કરી દેને... તો પણ હું ક્યારેય મને માફ નહીં કરું શકું.... બહુ તકલીફ આપી એને મે... નાનપણથી એમને ફક્ત મારી ખુશી માટે બધું જ કર્યું... અને અમેરિકા ભણવા જવા બાબતે પણ એમને પાપા ની ઘણી વાતો સાંભળી હતી.... અને હું...... " - વિરલ

થોડીવાર તે આમને આમ રડતો રહ્યો, મીરાંને પણ થયું કે ઘણા દિવસે મનની વાત નીકળી છે એને અટકાવવી એ યોગ્ય નથી.થોડીવાર બાદ તે સ્વસ્થ થયો.

" મીરાં... તું અને વંદુ જમીલો, મને ભૂખ નથી હું અહીં જ છું અને આજે હું અહીં જ શૂઈ જઈશ, તું જા અને વંદુ અને હર્ષને જમાડી લે.. " - વિરલ આંશુ લુછતા બોલે છે.

" તમે પણ થોડુંક જમીલોને, સવારનું તમે પણ કંઈ જ નઈ જમ્યા..તો... " - મીરાં

" નઈ મીરાં ભૂખ નથી મને... પ્લીઝ..... હું નઈ જમી શકું.... " - વિરલ

પછી મીરાં કંઈ બોલી નહીં, અને વંદુ અને હર્ષને જમાડવા ત્યાંથી નીકળી ગઈ. તેને થયું કે શાયદ અત્યારે આમને થોડોક સમય એકાંતની જરૂર છે. એટલે એ જતી રહી. વિરલ ત્યાં જ રહ્યો અને એ માં ના ખાટલા પાસે જ બેઠો રહ્યો. એની આગળ જાણે નાનપણની પગલી પડતો વિરલ સામે આવી ગયો. અને એનાથી એક પછી એક બધી જ વાતોએ જાણે થપ્પો કરીને એને પોતાની હાજરી આપતી હોય એમ આપવા લાગી. તે ભૂતકાળમાં જતો રહ્યો.......
.....

" વિરલ... વીરુ.... પડી જઈશ... બેટા... પેલા જમીલે ચાલ... " - માં 4 વર્ષના વિરલને કહી રહી છે. ( વિરલના મમ્મી )

" ના... માં.. તમે. છો ને.. એતે ( એટલે ) હું ના પડું.. અને માલે ( મારે ) નઈ જમું ( જમવું )... " - વિરલ

" જો... ચાલો વીરુને તો નઈ જમવું, તો કોણ જમશે ....? . જવાદો.. આલે બાવ તું જમીલે વીરુનું જમવાનું... આલે.. મીઠુ મીઠુ છે " - માં બીજી બાજુ જોતા બોલે છે.

" ના.. ના... માં હું જમીશ.. બાવ નઈ.. માલુ ( મારું ) જમાનું ( જમવાનું ) છે. ! "- વિરલ

અને માં હસે છે... અને એને ગળે મળે છે.

એમ એક પછી એક વાતો યાદ આવે છે....

" માં... ત્યાં બધા બોલાવશે મને...? " - વિરલ પેહેલીવાર સ્કૂલે જાય છે. તો તેની મમ્મીને પૂછે છે.

" હા... બોલાવે જ ને... ! અને તને ખબર છે ત્યાં તારા ઘણા બધા ફ્રેન્ડસ પણ બનશે... ! તને મજા આવશે... સાથે ભણવાનું, રમવાનું, જમવાનું અને નવું નવું જાણવાનું.. ! "-

" માં.. ત્યાં કોઈ મને માલસે ( મારશે ) તો નઈ ને? એમ કે કોઈ ખીજાશે તો નઈ ને? " - વિરલ યુનિફોર્મ પેહેરીને તૈયાર હોય છે અને સ્કૂલબેગને પટ્ટાને ખેંચતા બોલે છે.

" ઓહ... ના... વીરુ ત્યાં તને કોઈના ખીજાય... હું છું ને ! "- માં

" માં મને બહુ બીક લાગે છે...માં હું ના... જાવ તો... તું મને ભણાવજેને... ! "- વિરલ

" જો વીરુ, જીવનમાં દરેક નવા પગલે તને થોડીક બીક લાગશે તો તું શું એ કામ નઈ કરે? તારે આજ બીકને દૂર કારવાની છે. તું જઈશ તો તને શીખવા મળશે નહીં જાય તો નહીં મળે. અને કંઈ પણ થાય હું તારી સાથે જ છું, પણ આગળ તો તારે જ વધવાનું છે ને ! બીક રાખીસ તો તને બીક લાગશે, નહીં રાખ તો તને મજા આવશે ! "- માં.

" હા... માં.. તમાર સાચું કહો છો, હું જઈશ તો મને શીખવા મળશે. ભલે માં હું સ્કૂલે જઈશ ! " - વિરલ

પહેલીવાર સ્કૂલે જતા કેટલી બીક લગતી હતી, પણ માં એ તરત જ બીક કાઢી નાખી...

" અરે આવી ગયો.. મારું વીરુ, સ્કૂલેથી....! ભૂખ લાગી હશેને? ચાલ તારો મનપસંદ નાસ્તો બનાવ્યો છે. ચાલ... " - માં

" અરે શું થયું? કેમ ગુસ્સામાં છો? " - માં વીરુની પાસે આવીને બોલે છે.

" ઓહ.... હવે સમજી ફરી તારા ફ્રેન્ડ સાથે તારો ઝઘડો થયોને? " - માં

" હા.... માં.... પણ આ વખતે તો એનો જ વાંક છે. એટલે તમે એમ ના કેહેતા કે હું પણ એને સોરી કહું.. અને આ વખતે તો હું બોલવાનો જ નથી. " - વિરલ

" ઠીક છે. પણ એને ગુસ્સો તું તારા મનપસંદ નાસ્તા પર ઉતારીસ? ભલે વાંધો નઈ, તારો ઝઘડો થયો છે, તું તો જમીશ નઈને. સારુ તો હું એ બાજુમાં આપી આવું. "- માં

" ના...ના... હું તો કરીશ નાસ્તો... ! "- વિરલ

" એમ તું કરીશ ? ભલે સારુ ચાલ આપું. "- માં

" વાહ.. માં... બહુજ મસ્ત છે.. "- વિરલ p નાસ્તો કરતા કરતા બોલે છે.

" માં તમને ખબર છે. રોહને પેલા મેહુલને રમવા બોલાવ્યો. મને નઈ...એટલે હવે હું એની સાથે નઈ બોલું. "- વીરુ નાસ્તો કરતા કરતા બોલ્યો.

" ઓહ ! તો તો એને બહુ જ ખોટું કર્યું નઈ... હા... એણે તને ના બોલાવ્યો રમવા ના બોલાવ્યો.. તું હોય તો બોલાવત એને બરાબરને... પણ એ તું નથી ને. "- માં

" માં... સોરી... મે પણ ના બોલાવ્યો... એને... હું ખોટો ઝઘડ્યો.. સોરી માં... હું હમણાં જ જાવ છું એને બોલાવવા " - વિરલ નાસ્તો કરતા કરતા રમવા જાય છે.

" પણ નાસ્તો... તો.. ! "- માં

" કરી લીધો... હું જાવ હો રમવા "- વિરલ

કેટલી સરળતાથી માં મારા બધી જ પ્રોબલમ દૂર કરી દેતી હતી. અને હું....આઈ એમ સોરી માં... એટલું વિચારતો હતો ત્યાં એક બીજી યાદે થપ્પો કરીને હાજરી આપી.

" માં.... માં..... પાપાને કોને તમે મારે ટ્રીપ પર જવું છે. મારા બધા જ ફ્રેન્ડસ જાય છે.. પ્લીઝ.... પ્લીઝ.... " - વિરલ સ્કૂલેથી આવીને બોલે છે.

" હા.. સારુ પણ કઈ જગ્યા પર જવાનુ છે ? " - માં

" માં, એ મું.....બ.....ઈ..... ! " - વિરલ

" હા.... શું? મુંબઈ..? તારા પપ્પા ક્યારેય નઈ માને ! " - માં

" હા.. માં.... પ્લીઝ માં મારા બધા જ ફ્રેન્ડસ જવાના છે. માં મારું બહુજ મન છે.તું પપ્પાને કહીશને એટલે પપ્પા હા પાડી દેશે... માં.. પ્લીઝ.... મારે જવું છે... પછી પછીના વર્ષમાં તો મારું 9 std ચાલુ થઈ જશે પછી ક્યાં જવા મળશે.... માં પ્લીઝ..... " - વિરલ

" પણ તારા પપ્પા ના માને, આટલી દૂર જવા માટે. " - માં

" સારુ, બસ નઈ જવું મારે હવે ક્યાંય.. " - વિરલ હોલના સોફા પર અદપ વારીનર બેસતા બોલે છે.

" અરે..." - માં

" તારું મન છે ત્યાં જવાનુ ? " - માં તેની પાસે આવીને બોલે છે.

" હા... બહુજ...! " - વિરલ

" ઠીક છે ! હું તારા પપ્પા સાથે વાત કરીશ... ! "- માં

" ઓહ... થૅન્ક યુ...માં.... ! તમે દુનિયાna સૌથી બેસ્ટ માં છો !... થૅન્ક યુ.. થૅન્ક યુ.... થૅન્ક યુ..... " - વિરલ માં ને ગળે મળતા કહે છે.

" ઓહ.... ચાલ હવે આ તારી મનપસંદ કચોરી બનાવી છે જમીલે.. ! " - માં

" ના... માં... હું મારા બધા ફ્રેન્ડસ ને કહી દવ... કે હું પણ આવુ છું એમ.. !" - વિરલ

દરવખતે માં મારી બધી ઈચ્છા પુરી કરવા પપ્પા સાથે વાત કરતી... અને મારે જે જોઈએ તે અપાવી આપતી. અને હું... હું..મારામાં જ રહીને એમને ઇગ્નોર કરતો... તે દિવસે પણ માં મારા માટે પ્રેમથી કચોરી બનાવી હતી, ને એની સામું પણ ના જોયું...... છતાં હું ના જમું ત્યાં સુધી તે પણ ના જમતી......આ વિચારી ફરી એ રડવા લાગ્યો.....અને ત્યાં જ એક બીજી યાદે થપ્પો કર્યો...અને એની આંખ સામે એક પછી એક તસ્વીર આવવા લાગી....

" જોવો.... જોવો... ! તામારા લાડીલાના પરાક્રમ જુવો ! " - પપ્પા

" કેમ શું થયું? તમે થોડા ગુસ્સામાં લાગો છો ! શું કર્યું વીરુએ? "- માં

" શું કર્યું છે? અરે એ એક્ષામમાં ફેલ થયો છે... ફેલ.. ! "- પપ્પા ગુસ્સામાં

" ફે.....લ.... " - માં એ વીરુ સામું જોતા બોલ્યા...

" હા... આ વર્ષે ફેલ થયો અને આવતા વર્ષે આને બોર્ડ છે. શું કરશે આ? મે તને કહ્યું હતુ ને કે આને નાથી જવા દેવો એના ભણવામાં અસર થશે !.. કહ્યું હતુ ને? પણ ઘરમાં મારું સાંભળે છે કોણ? જ્યાર થી મુંબઈની ટ્રીપ પરથી આવ્યો છે ત્યારથી સાહેબને દરરોજ કંઈક ને કંઈક નવી વસ્તુ જોઈએ જ ! અને હમણાં જ તમારા કહેવાથી મે એણે ફોન લઇ આપ્યો.. એટલે પત્યું ! ભણવામાં ક્યાંથી ધ્યાન રહે.. ! "- પપ્પા ગુસ્સામાં

" એ... નાનો છે હજુ.. !" - માં

" હા... હા.... હજુ એનું જ ઉપરાણુ લેવું છે તારે... ! " - પપ્પા

" હવે આવુ નઈ થાય, એ મહેનત કરશે, ! "- માં વીરુ પાસે જતા બોલે છે.

" અરે હવે તો કરે જ ને ! અને ના કરેને તો બેસાડી દવ છું હોસ્ટેલમાં.પછી ખબર પડશે..." - પપ્પા

" ના... ના... હવે હું કહું છું ને ફરીવાર આવુ નઈ થાય ! એ નાનો છે અને હોસ્ટેલમાં જવા તૈયાર નથી હજુ એ.. ! " - માં

" હા, માં અને દીકરો લઇલો હવે જીવ મારો ! "- પપ્પા ગુસ્સામાં એટલું કહીને રૂમની અંદર જતા રહ્યા.

વિરલ રડવા લાગ્યો...

" માં, મે જાણી જોઈને નથી કર્યું ! મે મહેનત કરી હતી માં... માં મારે હોસ્ટેલમાં નથી જવું... પપ્પાને કહે ને હું વધારે મહેનત કરીશ હવે... 10 std માં તો ખુબ મહેનત કરીશ, ફોન પણ તું રાખ... પણ માં હોસ્ટેલમાં નઈ જવું ! " - વિરલ ની આંખોમાં દળદળ આંશુ પાડવા લાગ્યા

" ના.....બેટા... ના.... રડીશ નઈ.. ! એતો તને ખાલી કહે છે તું મહેનત કરને એટલે.. તું તારા પપ્પાનો સ્વભાવ જાણશ જ ને ! અને એ પણ તારા માટે જ કહે છે ને.. તું ભણીગણીને આગળ વધ એ જ એમને જોઈએ, અને તું નાપાસ થયો એટલે એમને પણ ખોટું લાગ્યું હોય ને ! બસ.. બીજું કંઈક નથી, એતો હમણાં ઠીક થઈ જશે. તું બીજો કોઈ વિચાર કર્યા વગર હવે તારા ભણવામાં ખાસ ધ્યાન આપજે, અને મને ખબર છે આ વખતે તું સારા માર્કે પાસ થઈ જઈશ. " - માં વિરલને ગળે લગાવીને બોલે છે.

" હા માં, સોરી માં... ! "- વિરલ

" ભલે, હવે જે થયું એ જવાદે, તારા આવતા કાલ માટે તૈયાર રેજે, અને ચાલ હવે થોડુંક ખાઈલે.. " - માં

" ના... માં... મને ભૂખ નથી, ! "- વિરલ

" થોડુંક... થોડુંક ખાઈ લે, ! " - માં

" સારુ... " - વિરલ

પહેલીવાર ફેલ થયો હતો પપ્પા કેટલા ગુસ્સે થયાં હતા, પણ માં એ બધુ જ સાંભળી લીધું હતુ.

" હવે કાલે વાચી લેજે... ! " - માં

" કેમ બહુ બાકી છે? દૂધ લાવું? "- માં

" ના.. માં આટલુ જ બાકી છે, પછી સુઈ જ જાવ છું. ! " - વિરલ

" સારુ, ચાલ વાચીને સુઈ જજે ! " - માં

" આલે દૂધ પીલે પેલા, પછી વાંચ શાંતિથી " - માં

" અરે.. માં " - વિરલ

" અરે.. માં કંઈ જ નઈ પેલા પીલે.. પછી વાંચીને શાંતિથી સુઈ જજે સુઈજા કાલે વેહલું પણ ઉઠવાનું છે ને ! " - માં

" સારુ, અને હવે તમે પણ સુઈ જાવ! થાકી ગયા હસો ! "- વિરલ દૂધપી ને બોલે છે.

" ના, તું શાંતિથી વાંચીલે, પછી સુઈજા પછી હું સુઈ જઈશ ! " - માં

" અરે.. પણ.. હું સુઈ જઈશ. એટલે તમે હવે આરામ કરો ! " - વિરલ

" તું સુઈજા પછી જ મને નિંદર આવે, ત્યા સુધી ના આવે ! એટલે તું વાંચીલે ! "- માં

" માં... તમે દુનિયાના સૌથી બેસ્ટ માં છો ! " - વિરલ માં ને ગળે લગતા બોલે છે.

" બસ...બસ હવે ! બધા માં એવા જ હોય એના બાળકો માટે જીવતા હોય છે ! "- માં

" ના... મારા માં જ બેસ્ટ છે ! "- વિરલ

" હા.. બસ... તારું સાચું.. હવર વાંચવા માંડ " - માં

" હા... માં.. ! "- વિરલ

માં હંમેશા બધી જ એક્ષામમાં કર સ્કૂલમાં હોમવર્ક કર પ્રોજેક્ટમાં આમ જ મારી મદદ કરતા, હું સુવ પછી જ સુતા, વાંચતો હોય ત્યારે દૂધ લાવતા, એક્ષામમાં સપોર્ટ પણ એજ કરતા, પ્રેરણા પણ એજ આપતા.અને એ પછી એમના જ કારણે બોર્ડમાં સારા માર્કે પાસ થયો હતો. અને એ કેટલા ખુશ થયાં હતા. તોય હું...એમને ક્યારેય ના સમજ્યો... એમની કદર ના કરી....... માં.... આઈ એમ સોરી... માં.... એ એમ વિચારોમાં જ બોલી ઉઠે છે. અને ફરી બીજી યાદોનું વમળ એણે ઘેરી વળે છે.

" માં... મારે પપ્પા કહે છે એ યુનિવર્સિટીમાં નહીં, પણ મારા ફ્રેન્ડ્સ જે યુનિવર્સિટીમાં જાય છે ને એ યુનિવર્સિટી બેસ્ટ છે.એમાં જવું છે. પાપા કેમ નઈ સમજતા? " વિરલ પગ પછાડીને બોલે છે..

" પણ, તારા પપ્પા કહે છે એ યુનિવર્સિટી સારી છે બેટા, અને ત્યાંના પ્રોફેસર તારા પપ્પાના ખાસ મિત્ર છે. અને તું તો એણે ઓળખે જ છે. એ સ્કૂલ સારી છે તારા માટે તો જ તારા પપ્પા કહેતા હોય ને ! "- માં

" હા.. તો માં.. હું ખુદ શું મારું ખરાબ વિચારું એમ?. માં હવે હું નાનો નથી.. હું મારા નિર્ણયો જાતે લઇ શકું છું ! વાતવાતમાં કંઈ હવે મારે પપ્પા કે તમારા નિર્ણયોણી રાહ જોવાની ના હોય. આ મારી લાઈફ છે અને હું નિર્ણયો લઇ શકું છું. અને એ પપ્પાના મિત્ર રહ્યા તો શું? મારે એમના મુજબ ચાલવાનું.. મારી કોઈ લાઈફ જ નઈ? ઘરમાં ઉઠવાથી માંડીને સુવા સુધી પપ્પા કહે એમ જ કરવાનું, તો શું મારા કોઈ શોખ જ નઈ? ઓહ હું તો ભુલી ગયો હતો.. કે આ ઘરમાં કયા દિવસે મારું કહેવું માન્યું છે જો આજે માનસે? "- વિરલ એટલું બોલીને પગ પછાળતો-પછાળતો પોતાના રૂમમાં જતો રહે છે.

માં ત્યારે કંઈ જ ના બોલી શક્યા,....એ ત્યા જ સોફા પર જ બેસી ગયા.. આંખમાં આંશુ પણ આવવા લાગ્યા. અને દરવાજે એના પપ્પા બધુજ જ સાંભળી ગયા હતા. એ આવ્યા એની પાસે બેઠા.

" મને વિશ્વાસ નથી થતો, આપણો વિરલ આવુ બોલી શકે? ઘરમાં ચાલતું નથી... શું ખોટ રહી ગાઈ મારી પર્વરીસમાં? મે કંઈક વાતમાં એનો સાથ નથી દીધો? તમારી ના હોવા છતાં દરવખતે તમને માનવીને એની બધી જ ઈચ્છા પુરી કરી છે? છતાં છેલ્લે તો આજ સાંભળવા મળ્યું? શું મે એના કોઈ શોખ બાકી રાખ્યા ખરા?... " માં એટલું બોલતા બોલતા રડવા લાગ્યા..

" ના.. તારી પર્વરીશમાં કંઈક જ ખોટ નથી ! પણ આપણો દીકરો હવે મોટો થઈ ગયો છે ! " - માં ના ખંભા પર હાથ મુકતા અને સાંત્વના આપતા વિરલના પપ્પા કહે છે.

" તો શું હવે આપણો કોઈ જ હક નઈ... કોઈ જ અધિકાર નઈ...? " - માં

" હવે એ મોટો થઈ ગયો છે, હવે આપણે સમજવાનું ! અને આલે ફી માટેના પૈસા એને જે કોલેજમાં જવું હોય એને જવા દેજે, મારી હા છે. રોકતી નઈ એને.." - પપ્પા

" પણ... ! "- માં

" પણ-બણ કંઈ નઈ, હવે તું વધારે વિચારના કરીશ.છોકરા મોટા થાય એટલે માં-બાપ કહે એ ખોટું જ લાગે. આપણે જો એની મુજબની યુનિવર્સિટીમાં નઈ જવા દઈએ તો એને એમ થશે કે આપણે એને આગળ વધતા રોકીએ છીએ, એના કરતા એને જ્યાં ભણવું હોય ત્યાં જવા દેજે. અને વીરુએ કંઈક ખાધું એને ખવડાવી તું પણ ખાઈ લેજે ! મે ઓફસમાં ખાઈ લીધું છે. "- પપ્પા રૂમમાં જતા જતા બોલે છે.

" ભલે.. ! " - માં આંશુ લુછતા બોલે છે.

" વીરુ... બેટા તે સવારનું કંઈ ખાધું નથી... આલે તારા માટે તારું મનપસંદ સેવ - ટામેટાનું શાક,ફાડા લાપસી, રોટલી ચાલ જમીલે... "- માં

" માં, રેવાદો મને ભૂખ નઈ. તમે જમીલો " - વિરલ

" આલે ફી. તારે જે કોલેજમાં જવું હોય એ છૂટ છે. હું કે તારા પપ્પા તને નઈ રોકીએ, તારે જે કોલેજમાં જવું હોય એમાં તું જઈ શકે છે. હવે ચાલ જમીલે " - માં

" સાચે માં, ઓહ થૅન્ક યુ..... " - વિરલ

" ચાલ, જમીલે હવે ! "- માં

" માં, તમે જમીલો હું પછી જમીશ, હું મારા ફ્રેન્ડસને કહી દવ.. ! "- વિરલ

" ભલે.. ! "- માં

એક કોલેજમાં જવા માટે માં ને કેટલું બધુ બોલી ગયો હતો. માં ને કેટલું ખોટું લાગ્યું હશે, જયારે માં એ તો મારા માટે કેટલું કર્યું અને મે જ એમ કીધુકે તમે મારા માટે કર્યું છે શું? .... માં મને માફ કરી દેજે...... એટલું બોલીને ફરી યાદમાં ઘેરાય જાય છે.

" પણ, તું કેમ ત્યાં જવાનુ કહે છે? શું તને અહીં નહીં ફાવે? આ તારું ઘર, આપણો પરિવાર... એ બધુ તને નહીં યાદ આવે? "- માં

" માં, તમે સમજો ! મારે મારી લાઈફ બનાવવાની છે બગાડવાની નથી ! મારે આગળના ફયુચર માટે અમેરિકા જવું જ પડશે, અને અહીં છે જ શું? અહીં તો યોગ્યતા પ્રમાણે સેલેરી પણ નહીં મળતી ! " - વિરલ

" બેટા, તું ચાહે ને તો તારી પોતાની કંપની ખોલી શકે છે.. હું તને... " - પપ્પા

" ઓહ પપ્પા ! પોતાની કંપની ખોલવા કેટલી વાર લાગે અને ઓમેય કેટલા પૈસા જોઈએ એની ખબર છે તમને ! એના કરતા અમેરિકાની જ કંપનીમાં જોઇન થઈ જવું વધુ સારુ. એટલે જ મને રજા આપો મારે જવું જ છે અમેરિકા " - વિરલ એના પપ્પાની વાતને અટકાવતા બોલે છે.

" પણ, તું એટલે દૂર જઈશ તો.. " - માં

" તો... તો શું માં? મારે ક્યાંય જવાનું જ નઈ.? તો તમે શું ઈચ્છો છો કે હું મારી આખી જિંદગી આમ તમારી સામે જ વિતાવું એમ? અરે તમારે તો ખુશ થવું જોઈએ કે મને આટલી મોટી તક મળે છે. માં હવે તો મને મારા મનનું કરવા દો ! નાનપણથી તમે કીધુ એજ કર્યું છે ! હવે તો મારે મારી લાઈફ જીવવી કે નઈ..? મારે મારા માટે વિચારવું કે નઈ? કે પછી આખી જિંદગી એમ જૂનાગઢ રીતરિવાજો અને ગામડાની ઢબ મુજબ જીવવું.. ! " - વિરલ માં ની વાતને પણ અટકાવીને બોલે છે.

" ભલે, અમે તને નઈ રોકીયે તારે જવું છે ને તું જા... ઓમેય તે તારી અત્યાર સુધીની જિંદગી અમારા કહેવા પર જ ચલાવી છે ને ! તો હવે તું તારી જિંદગી જીવી શકે છે.. અમે તને નઈ રોકીયે ! " - માં

" સારુ આવતા વીકમાં જ જવાનો છું ! "- વિરલ એટલું બોલીને પોતાના રૂમમાં જતો રહે છે.

" મારી જ પર્વરીશમાં કંઈક ખોટ રહી ગઈ, જે વીરુ કાલ સુધી મારા વગર જમતો પણ નઈ એ વીરુ આજે મારાથી સાત સમુંદર દૂર જવા તૈયાર થઈ ગયો ! " - માં

" અરે એ જાય છે. પણ પછી તો અહીં જ આવશે ને ! તું ચિંતા ના કરીશ બધુજ સારુ થઈ જશે એ એકવાર એનું ભાવિને સફળ બનાવીલે પછી એ અહીં જ રહેશે આપણી પાસે ! "- પપ્પા.

" હા... ! "- માં

હું ગયો પછી માં અને પપ્પાનું શું થયું હશે? મે એકવાર પણ સામેથી ફોન નથી કર્યો... એમને મારી સાથે વાત કરવા કેટલીવાર કોશિશ કરી.. પણ મે...
એની આંખમાં આંશુ આવી ગયા... અને એના પપ્પાની યાદ પણ...

" હેલો.... હેલો.... બેટા તારી માં ને બહુ જ મજા નથી રહેતી તું આવી જાને એકવાર " - પપ્પા

" હેલો પપ્પા, મે માં ના ઈલાજ માટે પૈસા મોકલી દીધા છે, કાલ સાંજ સુધીમાં પહોંચી જશે " - વિરલ

" બેટા પૈસાની કોઈ ચિંતા નથી, પણ એ તને બોલાવે છે તું આવ એટલે બધુજ કે સારુ થઈ જશે.. ! "- પપ્પા

" પપ્પા હું પણ આવી જઈશ.. અત્યારે મારે એક મિટિંગમાં જવાનુ છે.. હું જાવ છું પછી વાત કરું હોં પપ્પા " - વિરલ

" પણ વીરુ.... ! "- પપ્પા .

ફોન કટ થાય છે... પપ્પા એક નિસાસો નાખીને ફોન મૂકીદે છે.

" ના.. જાણે નારાયણ ! હવે વીરુ ક્યારે ઘરે આવશે.. જ્યારેથી ગયો છે ત્યારથી એકવાર પણ એને જોયો નથી.. 2 વર્ષ થઈ ગયા.. " - માં

જયારે હું આવ્યો ત્યારે માં કેટલી ખુશ થઈ હતી... હજુ પણ એજ ચહેરો યાદ છે મને.. માં......

" માં.....પપ્પા... ! " - વિરલ

" અરે વીરુ.. તું આવી ગયો બેટા " પપ્પા

" વીરુ......... મારો વીરુ... આવી ગયો.... કેટલા દિવસે જોયો... તને ! "-માં વિરલને ગળે મળતા બોલે છે.

" હા... માં.. તમે જ કેતા હતા ક્યારના કે આવી જા આવી જા.. તો જોવો આવી ગયો... ! "- વિરલ

" હા.... " - માં

" માં, પપ્પા ! આમને મળો આ છે મીરાં.જે મારી સાથે અમેરિકામાં કામ કરે છે. અને અહીં ખાસ તમને બેયને જ મળવા આવી છે. " - વિરલ

" અરે.. મીરાંબેટા અંદર આવતીરે કેમ બહાર ઉભી છે.? અંદર આવતી રે " - માં

" હા... આંટી. નમસ્તે આંટી, નમસ્તે અંકલ ! " મીરાં માં અને પપ્પાને પગે લગતા બોલે છે.

" કેટલો પાતળો થઈ ગયો છે. ત્યા સરખો નઈ જમતો તું? "- માં

" અરે માં ત્યા ટાઈમ જ કોને હોય છે. ! "- વિરલ

" બાય ધ વે, માં તમને કેમ છે? તમારા માટે જ અહીં આવ્યો છું.. અને હા એતો પોસિબલ જ ના થાત પણ આ મીરાં છે ને એને જ કહ્યું મને કે તારે જવું જોઈએ અને અહીં આવવાનો પ્લાન પણ એનો જ હતો. પછી મે જ એને કીધુ કે તું પણ ચાલ " - વિરલ

" આભાર બેટા તારો. ! આખરે તારા કારણે મારા દીકરો આટલા વર્ષે ઘરે આવ્યો.. ! "- માં

" અરે તું એમને ત્યા જ બધી વાત કરી દઈશ, કે કંઈક જમાડીશ ! અરે એ બંને થાકીને આવ્યા હશે તું જમવાનું બનાવ ! "- પપ્પા

" અરે હા... હું ભૂલી ગઈ.. સારુ તમે બેય ફ્રેશ થઈ જાવ ! હું તમારા બેય માટે જમવાનું બનાવું છું હોં ! "- માં..

" આંટી હું પણ તમારી મદદ કરું.. ! " - મીરાં..

" તું થાકી ગાઈ હશે.. હું બનવું છું ને તું બેસ.. ! "- માં

" કંઈક નઈ થાકી આંટી ! અને મને પણ ઇન્ડિયનડીશ શીખવા મળશે.. ! "- મીરાં

" માં, આ તમને નઈ કરવા દે કામ.. એ કરી લેશે... કરવા દો એને ! "- વિરલ

" ભલે.. સારુ ચાલ તું પણ મદદ કરજે ! "- માં

" વાહ ! આંટી બહુ જ સરસ બનાવી છે રસોઈ ! "- મીરાં

" એમને તને ભાવિ ! " - માં

" અરે બહુજ.. ! "- મીરાં

" સારુ.. બેટા તારા મમ્મી -પાપા શું કરે એ પણ ઇન્ડિયામાં પણ રહે છે? "- માં

" માં.. મીરાંના મમ્મી -પાપા નથી... ! એ નાની હતી ત્યારે જ.... " - વિરલ

" ઓહ.. માફ કરીદે... મને નોતી ખબર "- માં

" અરે એમાં શું આંટી? તમે તો છો ને ! "- મીરાં

" હા... તું મને માં કહી શકે છે ! "- માં

" thanks viral ! તું મને અહીં આવવાનું ના કહેત ને તો મને એટલો બધો પ્રેમના મળ્યો હોત ! "- મીરાં

" ઓહ... હવે જમવા માંડ .. ! "- વિરલ

બધાએ જમી લીધું.. વિરલ એકલો પોતાના ઘરના આગણા માં બેઠો હતો. ત્યાં માં આવ્યા..

" અરે ! તમે હજુ નથી સુતા..? " - વિરલ ઉભો થતા થતા બોલે છે.

" ના... અરે બેસ બેસ... તું ! હું તારી સાથે જ બેસવા આવી છું ! "- માં

" માં... હું તમને કંઈક કહેવા જ અહીં આવ્યો છું. મારે તમને કંઈક કહેવું છે.. અને એટલે જ તો હું મી.. " - વિરલ

" મને ખબર છે તું શું કહેવા માંગે છે ! " - માં વિરલને અટકાવતા બોલે છે.

" શું...? " - વિરલ

" મીરાં સારી નથી, પણ બહુજ સારી,સરળ, સમજુ અને તરત બધામાં ભળી જાય એવી છોકરી છે. મારી અને તારા પપ્પા ની હા જ છે.. ! " - માં

" માં. તમને કેવીરીતે રીતે ખબર પડી કે.... " - વિરલ

" દીકરા હું તારી માં છું. તારી સામું જોવને એટલે મને ખબર પડી જાય કે તું શું કહેવા માંગે છે ! " - માં

" ઓહ થૅન્ક યુ... માં.. ! "- વિરલ

" બસ.. બસ હવે પણ તે મીરાંને આ વિશે વાત કરી કંઈ...? " માં..

" ના.. માં ! હજી સુધી એને મે નથી કીધુ, પણ મને એમ લાગે છે કે એને પણ હા જ હશે... ! "- વિરલ

" સારુ.. તો તું એને પૂછી જ લેજે ! "- માં

વિરલ મીરાંને પૂછે છે મીરાંની પણ હા જ હોય છે. અને બે મહિનામાં જ બંનેના મેરીજ પણ થઈ જાય છે. અને પછી 2 વર્ષમાં એના પપ્પાના ગયા પછી વીરલ પછી અમેરિકાના જઈ શક્યો. અને એ અમેરિકાની એક બ્રાન્ચ ઇન્ડિયામાં પણ હોય છે તેથી તે ત્યા જ કામ કરી રહ્યો હોય છે.

" વીરુ, આવી ગયો તું... ! " - માં

" હા માં, ! "- વિરલ

" સારુ, વીરુ તને ખબર છે આજે હું તારા નાનપણના ફોટોસ અને યાદી મીરાંને બતાવતી હતી.. જો.. તું પણ જો " - માં

" માં, અતયારે કંઈ નઈ ! મારે નથી જોવું..થાકી ગયો છું હું ખાઈને સુઈ જઈશ " - વિરલ

" મીરાં, ચાલ જમવાનું કાઢ હું આવુ છું " - વિરલ

" હા... માં તમે પણ ચાલો ! " - મીરાં

" તું જા હું આવુ છું ! "- માં

" માં, તમે જાણો જ છો કે વિરલ કામના કારણે એવુ વર્તન.. તમે ખોટું નઈ લગાડતાં ! "- મીરાં

" અરે હા બેટા ! મને ખોટું ના લાગે, મને ખબર છે તું ચિંતા ના કર.. "- માં

મારા આવા વર્તનથી માં ને કેટલું ખોટું લાગ્યું હશે... માં... તારી બહુજ યાદ આવે છે માં... મને માફ કરી દેજે... ત્યા બીજી યાદ તેની આંખો સામે તારી આવે છે.

મીરાં, માં અને વિરલ જમવા બેઠા હોય છે.

" કેમ બેટા આજે મોડું થઈ ગયું? બહુજ કામ હોય છે.? " - માં

" માં થઈ ગયું મોડું હોય છે કામ... ત્યા બેસવા તો નહીં જતો ને હું. ! ત્યા કામ અને અહીં તમારા હજારો સવાલો... કંટાળી ગયો છું હું.. હવે ! "- વિરલ ઉભો થઈને જેટલું રહે છે.

" વિરલ, આંશુ હતુ નીચે? આવી રીતે વાત કરાય? જાણું છે કે પપ્પાના ગયા પછી તમારાં પર કામ નો વધારે ભાર છે. ઘરનો ભાર છે પણ એનો મતલબ એવો તો નહીને કે તમે ગમે તેમ વાત કરો ! "- મીરાં પહેલી વાર વિરલ સામું આવી રીતે બોલે છે.

" તને પણ હું જ ખોટો લાગુ છું? " - વિરલ

" સાચા કે ખોટાની વાત નથી વિરલ ! વાત સમજવાની છે. માં એ તો ખાલી તમને પૂછ્યું અને તમે કેમ હવે આવા થઈ ગયા છો ! નાની નાની વાત પર ગુસ્સે કેમ થાવ છો? " - મીરાં

" કંઈ જ નઈ મીરાં ! કંઈ જ નઈ ! " - વિરલ

" જાણો છો માં ને કેટલું ખોટું લાગ્યું હશે ! " - મીરાં

" સોરી બસ... હવે હું સુઈ શકું? કે એ પણ નઈ.. "- વિરલ

પપ્પાના ગયા પછી વિરલ વધુ ગુસ્સો કરતો ત્યારે મીરાં અને માં બંને ને એમ જ થતું કે પપ્પા ગયા એટલે એને થોડો સમય લાગશે પણ હવે તો સાવ ચીડિયો થઈ ગયો હતો. નાની નાની વાતમાં ગુસ્સે થવું, મીરાં વિચારતી વિચારતી સુઈ જાય છે.

" મીરાં....મીરાં... જલ્દી મારો બેગ પેક કર ! " - વિરલ ઓફિસેથી આવતો બોલે છે.

" હા... પણ કેમ અચાનક ? " - મીરાં રસોડામાંથી આવતી આવતી બોલે છે.

" કેમ વીરુ, અચાનક ક્યાં જવાનુ થયું? અને કેટલા દિવસ માટે ! "- માં..

" માં, મારે કાલે જ અમેરિકા જવાનુ થશે. ! "- વિરલ

" અમેરિકા કેમ? અને પાછુ આવવાનું? " - માં

" માં હવે ત્યા જઈને જ ખબર પડશે કે પાછુ ક્યારે આવવાનું. " - વિરલ

" સારુ..ધ્યાન રાખીને જજે હોં..અને ટિકિટ બુક કરાવી તે " - માં

" હા... માં.. હું કંઈક પહેલી વરસાદ થોડીને જાવ છું..હા ટિકિટ કંપની એ જ મારવી આપી. . " - વિરલ

" સારુ પેલા જમી લો ! "- મીરાં

" હા... ! " - વિરલ

ત્યારે હું નીકળી ગયો પછી પાછો જ ના આવ્યો... કાસ આવી ગયો હોત... માં કેટલી રાહ જોતા હતા મારી....

" મીરાં, વિરલને કર્યો હતો ફોન? આવ્યો હતો એનો ફોન? કંઈ કીધુ એને? " - માં.

" ના માં... હજુ સુધી એમનો મેસેજ કે ફોન નથી આવ્યો ! "- મીરાં

ત્યા જ ફોનની રિંગ વાગી... મીરાંએ ફોન ઉપાડ્યો..

" હેલો મીરાં.. મારે હવે અહીં જ 3 મહિના રહેવાનું છે. તું માં અને તારુ ધ્યાન રાખજે. અને જેમ બંનેને તો હું આવવાનું કરીશ. " - વિરલ

" હા... આલો માં સાથે વાત કરો ! "- મીરાં

" ના ના... મીરાં હું પછી ફોન કરીશ આતો તમને જાણ ખાતર જ ફોન કર્યો હતો ઓહકે ચાલ બાય હોં " - વિરલ

" માં વિરલનો ફોન હતો કહ્યું છે કે 3 મહિના ત્યા જ રોકાવું પડશે.. ! "- મીરાં

" 3 મહિના... કંઈક વાંધો નઈ મીરાં હમણાં આવી જશે... " - માં મીરાંને સમજાવતા બોલે છે.

..

" હેલો.....વિરલ માંની તબિયત બહુજ ખરાબ છે તમે આવી જાવને... એ તમારી બહુજ રાહ જોવે છે.. ! "- મીરાંની આંખમાં આંશુ આવી જાય છે.

" હું આવી જઈશ પણ અહીં કામ છે મીરાં... " - વિરલ

" સારુ તું માં ને ફોન દે ! "- વિરલ

" હા... " - મીરાં

" હેલો.. માં... " - વિરલ..

વિરલ બોલે એ પેલા ફોન સ્વીટ્ચ ઑફ થઈ જાય છે. વિરલના ફોનની બેટરી પુરી થઈ ગઈ હોય છે. વિરલને થાય છે કે કાલે વાત કરી લઇસ.

" મીરાં ફોન તો કટ થઈ ગયો... ! " - માં

" લાવો હું ફરી કરી આપુ " - મીરાં

મીરાં ફરી ટ્રાય કરે છે પણ ફોન સ્વીટ્ચ ઑફ આવતો હોય છે.

" માં.. ફોન નથી લાગતો... ! " - મીરાં

" કંઈ નઈ એને કામ હશે ! "- માં

...

" વિરલ..... તમે આવો હવે.... માં હોસ્પિટલમાં છે. હવે તો આવી જાવ.. ! " - મીરાંથી રોવાઇ ગયું..

" હું આવવાનું કરીશ.. તું ચિંતાના કરીશ.. માં ને કંઈ જ નહીં થાય.. ! "- વિરલ

"વિરલ આવુ તો કેવું કામ કે તમે એકવાર પણ નઈ આવી શકતા? .. તમારા માં બીમાર છે હોસ્પિટલમાં છે ! " - મીરાં

" મીરાં હું પરમદિવસે જ આવી જઈસ. હવે કામ છે મારે તું ફોન મૂક " - વિરલ

" પણ વિરલ..... ! "- મીરાં..

...
ઓહ માં....... એ વાત યાદ આવીને એ ખુબ રડવા લાગ્યો. કેમકે એ આવ્યો હતો ત્યા સુધી માં....

" તમે કેમ વેલા ના આવ્યા... કેટલી રાહ જોતા હતા તમારી.... માં ! "- મીરાં ખુબ રડે છે...

" માં.... ! "- વિરલ એટલું જ બોલી ઉઠ્યો....

.......................................
જય માતાજી 🙏

મારી આ સ્ટોરી માંથી હું એજ જણાવવા માંગુ છું કે મમ્મી અને પપ્પા હંમેશા આપણી ખુશી માટે ઘણું બધુ કરે છે. મમ્મી અને પપ્પા આપણી એક એક અને નાનામાં નાની વાત નું ધ્યાન રાખે છે. અને આપણી નાની -નાની ખુશી માટે એ બધુજ જ કરે છે. જયારે આપણે કંઈ જ કરી શકતા નથી. આપણે એમનું ઋણ તો ક્યારેય ના ચૂકવી શકીયે પણ એમના ચહેરા પર એક સરસ મજાની સ્માઈલ તો લાવી શકીએ ને ! જેમ નાનપણમાં નાની નાની બાબતે આપણે મમ્મી પાપાની જરૂર પડતી હતી. એમ આપણે પણ મમ્મી પાપાની નાની નાની ખુશી માટે કંઈક કરીયે.

આભાર

- Ayushiba jadeja

એક વેદના માં ની

બીજા રસપ્રદ વિકલ્પો