લવ બ્લડ - પ્રકરણ-18 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-18

લવ બ્લડ
પ્રકરણ-18
રીપ્તાએ નુપુરને બાઇક પર બેસી જવા માટે મનાવી લીધી અને નુપુર બેસી ગઇ. દેબુએ નુપુરનો દુપટ્ટો ફરીથી ગળામાં નાંખી દીધો અને બેગ નુપુરને આપી દીધી બોલ્યો બેગ બેક પર નહીં રખાય નહીંતર તું બહુ જ દૂર બેઠી લાગશે. એટલે તારી બેગ સાથે મારી બેગ પણ તારાં શોલ્ડર પર રાખી દે ખાસ વજન પણ નથી અને જે વજન હતું એ મેં મારાં ગળે રાખી દીધુ છે અને હસી પડ્યો.
રીપ્તા બંન્નેને જતાં જોઇ રહી... કાબુ કરી રાખેલા અશ્રુ સરી પડ્યાં અને બોલી ઉઠ્યાં "દેબુ આઇ લવ યુ બટ માય મીશન માય ગોલ ઇઝ ડીફરન્ટ.. બટ આઇ લવ યુ.
રીપ્તાએ સાયકલ લીધી અને ધીમે ધીમે ચલાવતી રોડ પર એનો સમય કાઢી રહી અને એનો મોબાઇલ રણક્યો અને એ બાઇસીકલ બાજુમાં મૂકી ઉભી રહી મોબાઇલમાં વાત કરવા માંડી.
દેબુની બાઇક નુપુર વળગી બેઠાં પછી હવા સાથે વાતો કરવા માંડી આગળ ટર્ન લઇને દેબુએ બાઇક જંગલ અને પહાડો તરફનો રસ્તો પકડ્યો. નુપુર વળગીને ચૂસ્ત બેઠી હતી. બંન્ને જણાં એક બીજાનો સ્પર્શ લઇ રહેલાં અનહદ આનંદ ઉઠાવી રહેલાં.

દેબુએ કહ્યું "બેગ ના રાખી સાચુ કર્યુ નહીતર દીવાલ બનત અત્યારે કેવું સારું લાગે છે મારી પીઠ પર બે પાંચો પોચાં ફળ દબાય છે અને હું આનંદ માણી રહ્યો છું.
નુપુરની આંખો બંધ હતી એ ચૂસ્ત વળગીને બેઠી હતી પવન ફૂંકાતો હતો એનાં વાળનાં જુલ્ફો ઉડી રહ્યાં હતાં દેબુ શું બોલી રહ્યો છે એને પવનમાં સંભળાતુ જ નહીં. દેબુને પૂરજોરથી કહ્યું "નુપુર હું પહાડ અને જંગલ તરફ લઇ જઊ છું.
નુપુરે કહ્યું "મને થોડું સંભળાયુ થોડું નહીં હું તો આંખો મીંચીને બેઠી છું રાઇડની મજા લઊં છું જ્યાં જવુ હોય ત્યાં બસ સમયનો અને રીપ્તાનો ખ્યાલ કરજો અને લૂચ્ચાઇઓ ના કરીશ હજી તો..
દેબુએ કહ્યું "એય મજનૂની લૈલા... જરા આંખ ખોલીને જોને કુદરતનો નજારો વાહ સોળે કળાએ ખીલી છે વાદળો ઘેરાયાં છે આકાશ આખું રંગબેરંગી લાગી રહ્યું છે જાણે પ્રણયની વસંત ખીલી અને હવે વર્ષાની હેલી આવશે જોને નુપુર આવો નજારો વારે વારે નહીં આવે. અને એણે પહાડની ટોચ પરથી પસાર થતાં રસ્તાની બાજુમાં મોટી શીલા જેવું આવ્યું ત્યાં બાઇક ઉભી રાખી અને એ અને નુપુર બંન્ને નીચે ઉતર્યા. નુપુરે ઉતરીને જોયુ તો ઊંચાઇ થી નીચે ખીણ જેવો પ્રર્દશ કેટલો સુંદર લાગી રહેલો અને વાદળો તો જાણે સ્પર્શી સ્પર્શીને જઇ રહેલાં એટલો ધાઢ ધુમ્મસ હતો કે દૂર સુધી જોવું તકલીફ પડતી હતી થોડીવાર ધુમ્મસ રહે પાછું ચોક્ખું થાય એમ ચાલી રહેલું.
નુપુરે હાથ પહોચવા કરીને બોલી ઉઠી " હે કુદરતે હું તમને માણવાં માંગુ છું મને તમારી બાહોમાં લઇ લો મને સુખ આનંદ આપો એની બોલતાં બોલતાં આંખો બંધ થઇ ગઇ.
દેબાન્સુ એની સામે જોઇ જ રહ્યો. કેટલો રૂપાળો આકર્ષક ચહેરો કેવી સુદર આંખો એને હાથ ફેલાવેલી ઉભી જોઇને એ નુપુરને હાથ ફેલાવીને વળગી ગયો ચૂસ્ત ભીંસ આપીને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.
નુપુર પણ એને સહર્ષ સ્વીકારીને દેબુને વળગી ગઇ અને અને હોઠથી હોઠનાં ચુંબન માણી રહ્યાં હતાં. ક્યાંય સુધી વળગીને એકબીજાને ચૂમતાં જ રહ્યાં અને બંન્ને દેહ એકબીજાને વળગી પડેલાં હતાં.
થોડીવારમાં વાદળ ચઢી આવેલાં વરસાદ વરસવો ચાલુ થઇ ગયો અને બંન્ને ઇશ્વરનો પ્રસાદ સમજીને પલળી રહ્યા એકમેકમાં વધુ ચૂસ્ત પરોવાઇ ગયાં. ચુંબનની જુગલબંધી ખૂબ લાંબી ચાલી પછી નુપુરે કહ્યું દેબુ આઇ લવ યુ. દેબાન્સુએ કહ્યું "આજ સાંભળવા મારાં કાન તરસતાં હતાં. આઇ લવ યુ માય ડાર્લીંગ ડોલ. આઇ લવ યુ માય નુપુર અને બંન્ને જણાં ફરીથી વળગીને ચૂમતાં રહ્યાં.
નુપુરે કહ્યું "આપણે નીકળીએ રીપ્તા ખબર નહીં ક્યા પહોંચી હશે એ એકલી છે વરસાદ પડ્યો છે પ્લીઝ દેબુ નીકળીએ. દેબુએ કહ્યું "ઓકે ચાલ તારી વાત સાચી છે રીપ્તાએ જ આ તક આપી છે અને બંન્ને જણાં બાઇક પર બેઠાં અને આવ્યાં હતાં એજ રસ્તેથી પાછા જવા નીકળી ગયાં અને જંગલનાં ટર્ન પાસેજ રીપ્તા એક જગ્યાએ બેઠેલી જોઇ.
દેબુ અને નુપુરને આવતા જોઇને રીપ્તા ઉભી થઇને એ લોકો તરફ જ આવી અને દેબુએ એની પાસે જ બાઇક ઉભી રાખી. રીપ્તા એ જોયું બંન્ને જણાં પલળી ગયાં છે. એણે ક્હ્યુ અહીં વાદળ છે પણ વરસાદ નથી તમે લોકો તો વરસાદ માણીને આવ્યાં છો ચલો સરસ...
નુપુરની સામે જોયું અને એક નજરમાં રીપ્તા બધુ જ પામી ગઇ. નુપુરનાં હોઠ લાલ લાલ અને ખૂણે લોહીની ટશર ફૂટેલી એને સમજતાં વાર ના લાગી એણે કહ્યુ કંઇ નહીં નુપુર અહીં પણ હવે વરસાદ આવશે તું ઘરે પહોંચ તારાં ઘરે ચિંતા કરે ને સામાં આવે એ પહેલાં પહોંચ તો ભવિષ્યે પણ તને કોઇ તકલીફ ના રહે.
નુપુરે થેંક્સ કહીને સાયકલ લીધી અને દેબુની સામે એક નજર મિલાવીને આંખોમાં પ્રેમનો ઉભરો આવી ગયો એ શમાવતી સાયકલ ચલાવીને આગળ નીકળી ગઇ. એને જતી દેબુ જોઇ રહ્યો... રીપ્તા જોઇ રહી...
નુપુરનાં ગયાં પછી દેબુને રીપ્તાને કહ્યું "થેંક્સ રીપ્તા તારાં કારણે જ આજે શક્ય બન્યુ તું મારી સાચી જ મિત્ર છે તારી કદર કરુ એટલી ઓછી છે... એક સાચાં મિત્ર તરીકે આઇ લવ યું. આઇ લાઇક યુ. બટ વેરી ઓનેસ્ટ માય હાર્ટ બીટ્સ ફોર નુપુર....
રીપ્તાએ કહ્યું "તારે એવી બધી ચોખવટ કરવાની ક્યાં જરૂર છે ? હું પણ માણસ છું મારે પણ ધબકતું અ લાગણીથી ભરપુર દીલ છે જ પણ હું કંઇ પણ હક્કથી માંગુ દયાથી નહીં જ અને મારું મીશન પણ જુદુ જ છે નાનપણથી એટલે તને પ્રેમ કરું છું એ સત્ય છે પણ કંઇ માંગીશ નહીં આપીશ નહીં એટલી પાત્રતા જરૂર રાખીશ.
અહીં વાદળ ઘેરાયેલાં ખૂબ... પણ અહીં વરસ્યો નહીં મેહૂલ કેમકે પ્રેમનો પ્રતિભાવ નહોતો તમે ગયાં ત્યાં વાદળ ઘેરાઇને અનરાધાર વરસ્યા કારણકે પ્રેમની ભૂખ અને અણ બંન્ને બાજુ હતી.. બેસ્ટ લક દેબુ...
આવું કહીને સીટ પર અંતર રાખીને કાયમની જેમ રીપ્તા બેસી ગઇ ફરી આંસુ આંખની કોર સુધી આવ્યાં અને એણે પાછાં વાળી દીધાં...
દેબુ બધુ જ સમજતો હતો પણ એ માત્ર નુપુરને પ્રેમ કરતો હતો રીપ્તા એક ફ્રેન્ડ તરીકે પસંદ હતી બાકી બધી રીતે જુદી હતી અને દેબુની કલ્પનાની નાર.. પ્રિયતમાએ અસલ નુપુરમાં હતી.
બાઇક ચલાવતાં ચલાવતાં રીપ્તા અને દેબુ બંન્ને પોતપોતાનાં વિચારોમાં હતાં અને બંન્ને સાવ મૌન હતાં. ભક્તિનગરનું બોર્ડ આવ્યું અને રીપ્તા બોલી "મને અહીં ઉતારી દે હું અહીંથી ઘરે જતી રહીશ. થેંક્સ.
દેબુએ બાઇક ઉભી ના રાખી એણે ક્યુ નાં થોડુક જ છે હું તને ઘરે જ ઉતારીશ. અને એ સીધો જ રીપ્તાનાં ઘર આંગણે પહોંચ્યો.
દેબુએ બાઇક ઉભી રાખી અને રીપ્તા ઉતરી ગઇ ત્યાં જ રીપ્તાનાં આંગણે કંઇક મોટેથી બોલવાનો અવાજ આવ્યો અને રીપ્તાની આંખો શરમથી નીચે થઇ ગઇ દેબુએ કહ્યું શું થયું કોણ બોલે છે ? આવી રીતે ? અને એણે બાઇક પાર્ક કરીને નીચે ઉતર્યો.
રીપ્તાએ કહ્યું "દેબુ તું જા પ્લીઝ કંઇ નથી આતો ચાલ્યા કરે.. અને રીપ્તાએ કોઇને મોબાઇલ લગાવ્યો અને પછી ફોનમાં વાત કરી મૂકી દીધો. રીપ્તાએ જવા કહ્યું પણ દેબુએ કહ્યું ના અંદર સુધી મૂકવા આવું છું આવુ કોણ તારાં ઘરમાં બોલે છે ?
દેબુ રીપ્તાની ના હોવા છતાં અંદર ગયો તો જોયું એનાં પાપા ખૂબ પીધેલાં હતાં અને એની મોમને ગમે તે બોલતાં હતાં. રીપ્તાને શરમ આવી રહી હતી દેબુએ આંખનાં ઇશારે સાંત્વન આપ્યુ અને ત્યાંજ કોઇક બાઇક આવીને એમાંથી મીલીટ્રી ઓફીસર જેવો માણસ ઉતર્યો એણે રીપ્તાને પપ્પાને કહ્યું. ચાલો તમે અંદર જાવ...રોજ રોજ શું આ માંડયું છે. ઘરમાં જુવાન છોકરી છે કંઇ સમજ નથી પડતી ? અને રીપ્તાનાં ફાધરની નજર દેબુ પર પડી અને એકદમ શાંત થઇને અંદર જતાં રહ્યાં. રીપ્તાને આ જોઇને નવાઇ લાગી.. રીપ્તાની માં અંકલ બધાં જ આશ્ચર્ય પામ્યા. દેબુએ કહ્યું હું જાઊં અને નીકળી ગયો.
વધુ આવતા અંકે - પ્રકરણ-19