horror express - 19 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 19

પોતે કેટલું સુંદર સમય વિતાવ્યો હતો આ શાળામાં અને સમય ની સાથે તેની આગળ જીવંત થઈ ગયું.
તે રૂમમાં પ્રવેશ્યો અને બધા ને મન ભરી ને જોવા લાગ્યો. અચાનક ફરી આ દૃશ્ય બદલાય છે. આ વખતે તે કોઈ રૂમમાં ન હતો અને અંધારા નુ દ્રશ્ય ફરી ભજવાય તેની સાથે કોઈ હતું પણ ક્યાં......
બરોબર તેની પાછળ......
વિજય પાછળ વળીને જોયું અને ભયથી ફફડાટ છૂટી ગયો
"એ તો કેતન હતો."
કેતન તુ અહી શું કરે છે?
વિજય હું તને બચાવવા આવ્યો છું.
પણ કોના કેહાવાથી....
"પહેલા કે તું અહીં શું લેવા આયો છે."
હું તો મારા સાહેબ ને શોધવા આવ્યો છું.
સારું પણ હવે કઈ રીતે જઈશ.
કેમ આવ્યુ હતુ એ રસ્તે અને તું સાંભળ મને બીક લાગતી નથી.
બીક લાગે જ ને ભાઈ કારણકે પેલી અહીંયા છે.
પણ પેલી કોણ.....
પાછુ તે એ બિવડવવા નું ચાલુ કરી દીધું.
તો જોઈ લે.
જો એણે આ રૂમ બહારથી બંધ કરી દીધો છે.
કેતન ની વાત સાંભળીને વિજય જોર થી પોતાનું મુખ ફેરવી નાખ્યું, તેણે જોયું તો દરવાજો સાચી જ બંધ કરી દેવામાં આવ્યું કેમ કે આખા રૂમ માં ક્યાંય પ્રકાશ આવતો ન હતો. આવી તે બંને જણાએ ભયના માર્યા હાથ પકડી લીધા.
કેતન બોલ્યો તું વધારે બીવે એમ તો વધારે બિવડવે આ ભૂત નો સ્વભાવ જ હોય છે બુરી આત્મા પણ આપણને બીવડવે કેતન ની વાત સાંભળીને વિજય માનસિક હતાશ થઈ ગયો. તેના પગ અંધારા માં પડતા હતા.
અંધારામાં જાણે ભેગા મળીને બૂમ પાડી પણ કોઈ સાંભળનાર ન હતું. કેતન તેનો હાથ પકડી ને દરવાજા તરફ ચાલવા લાગ્યો.
વિજય અને કેતન અંધારા માં દોડતા...... દોડતા...... ચાલવા માંડે છે.
આતો દીવાલ નો ખૂણો લાગે છે આપણે ખોટા રસ્તે આવી ગયા.
દરવાજો બીજે ક્યાંક છે.
કેતન રસ્તે ચઢી ગયો હતો.
તે પાછો ફર્યો અને તેની સાથે વિજય પણ આવી જાય છે વિજય હાથ લંબાવ્યો અને દરવાજો હાથમાં આવી ગયો. હાસ હવે આ દરવાજો તોડવાનો છે બસ.
શું ગાડા જેવી વાત કરે છે.
વિજય ની સાચી હતી તેમના માં એટલું જોર હતું કે લાતો મારે તો પણ દરવાજો તૂટી જાય.
તો પછી એક જ વાત કરવી પડે.
શું?
દરવાજો જેણે બંધ કર્યું છે તેને બોલાવો પડે.
વિજય કેતન ની સામે તાકી રહે છે અને ચહેરાના હાવભાવ જોવે છે.
કોણ....
કોની વાત કરે છે તું
એ જ જે તને અહીંયાં લઈ આવી છે.
અલ્યા ભાઈ હું જાતે જ અહીં આવ્યો છું વિજય ની અક્કલમાં તાળું વાગી ગયું હતું તેના હૃદયના ધબકારા તો ઉછાળો મારીને થાકી ગયેલા એ વખતે વિજયને બધું ભયાનક લાગતું.
સારુ ભૂલાય નહીં
વિજય ની સિગ્નલ મળતા જ કેતન ઘેલમાં આવી ગયો.
તેણે બુમ પાડી
અહીંયા આવ.
થોડીવાર શાંતિ રહી એટલી બધી કે જાણે ભૂત આવી ને ઉભો ના હોય બંને જણા રાહ જોઈ રહ્યા હતા કે કોઈક દરવાજો ખોલવા આવે અને થોડીવાર માં તેણે દરવાજાને ધીમેથી ખોલીને બોલાવ્યો.
દરવાજો ખુલતાની સાથે વિજયએ તેને પહેલા પૂછ્યો.
કોણ છે તું ???
તેણે સફેદ ફ્રોક પહેર્યું હતું.
ચાલ વિજય ની સામે હાથ લાંબો કર્યો વિજય પણ કોઈ અજાણી શક્તિ થયા નો અનુભવ થાય છે કેતન તેનો હાથ પકડી બેઠાં
હાથ પકડતા ઠંડીનું લખલખું તેના શરીરમાં દોડી ગઈ. તેના મનમાં ફાળ પડી પહેલી વાર હાથ પકડાઈ ગયો હતો વિજય બહાર નીકળ્યો એવું જ દરવાજો બંધ થઈ ગયું અને કેતન અંદર પુરાઈ ગયો.
એવામાં વિજય પોતાનું ડગલું દરવાજા તરફ ચલાવી માણકી છોકરી એ એનો હાથ ખેંચી રાખ્યો હતો.
તું જા દોસ્ત હું સલામત છું તને આવવા નહિ દે વિજય...... હું સમજી ગયો કે મારે એકલા જ જવાનું છે.
વધુ આવતા અંકે.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED