Imagination world: Secret of the Megical biography - 26 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 26

અધ્યાય 26 " મહાકાય વીંછી"


ત્રણેય આગળ વધ્યા અને વનવિહાર ના દરવાજે આવીને ઊભા હતા.ત્યાં વૃદ્ધ ચોકીદાર દાદા અંદર ઓરડી માં હતા.ત્રાટકે નજર ચોરી ને ભાગતા કરતા તેમને કહીને જવું જ ઠીક સમજાયું. તેણે દરવાજા આગળ જઈને ઉભો રહી ગયો જયારે વૃદ્ધ દાદા ઊંધા ફરીને બેઠા હતા તે કંઇક રેડીઓ જેવું રીપેર કરી રહ્યા હતા.ત્રાટકે પાછળ થી તેમના ખભે હાથ મુક્યો અને વૃદ્ધદાદા એક દમ ચોકી ગયા.

વૃદ્ધ દાદા બોલ્યા " આપ જરૂર મિસ્ટર ત્રાટક છો?"

ત્રાટક: " હા,આપને યાદ છે તે જાણીને મને અત્યંત આનંદ થયો."

વૃદ્ધ: "મને યાદ કેવી રીતે ના રહે. જેણે મને મારા દોસ્ત વિશે સારા સમાચાર આપ્યા હતા.તો શું આજે પણ તમારી પાસે તેમની વિશે કંઈક સારા સમાચાર છે."

ત્રાટક: " આજે હું તમારા દોસ્ત ને લેવા જઈ રહ્યો છું. તેથી આજે હું થોડી જલ્દી માં છું.તેથી આજે મને રોકતા નહીં ના તો કોઈ સવાલ પૂછતાં."

વૃદ્ધ દાદા બોલ્યા "ઠીક છે,પણ તે છે ક્યાં અને તમે તેમને ક્યાં લેવા જાઓ છો."

ત્રાટકે તેમના બંને ખભા ઉપર હાથ મુકયો અને તેમને વિશ્વાસ દેવડાવતા હોય તેમ કહ્યું "હું થોડિક વાર રહીને તમારા દરેક સવાલો ના જવાબ આપી દઈશ અને મારી પર વિશ્વાસ રાખો હું તેમને સહી સલામત તમારી પાસે લઈ આવીશ. તેથી આજે મને રોકતા નહીં.

વૃદ્ધ દાદા એ કહ્યું "ઠીક છે."

ત્રાટક અર્થ અને કાયરા ત્રણે વનવિહાર માં દાદાને મળીને આગળ વધ્યા અને ઝડપ થી ત્યાં પહોંચી ગયા જ્યાં નવશીંગા નું પાંજરું હતું.નવશીંગો આરામ થી સુઈ રહ્યો હતો અને તેના પાંજરા માં બહુ ઉંચે નાનકડી લાઈટ ઝબુકી રહી હતી.નવશીંગો દેખાવમાં બહુજ વિકરાળ લાગતો હતો પણ જોવા જઈએ તો તે તેટલો પણ ખતરનાખ હતો નહીં જ્યાં સુધી તેને કોઈ હેરાન કરે નહીં. નવશીંગા ના પાંજરા માં જવું બહુજ સહેલું હતું કારણકે બીજા બધા પ્રાણીઓ ની સાપેક્ષ માં નવશીંગાનું પાંજરું બહુ મોટું હતું અને પાંજરાના દરેક સળિયા વચ્ચે એક માણસ આવી જાય તેટલી જગ્યા હતી.જોકે ડર તે જાગીને ધમાચકડી કરે તે વાતનો હતો.

ત્રાટક આગળ આગળ ચાલતો હતો જયારે પાછળ થોડાક ડર ના માર્યા અર્થ અને કાયરા એકબીજા નો હાથ પકડી ને ચાલતા હતા.

ત્રાટક સૌ પ્રથમ પાંજરાની અંદર ગયો જ્યારે અર્થ અને કાયરા બંને પાછળ આવ્યા.નવશીંગો હજી સૂતો જ હતો.ત્રાટક આગળ વધ્યો અને ધીમા પગલે જ્યાં નવશીંગો સૂતો હતો તેના પગ વટી ને પાછળ ની દિવાલ પાસે ગયા જ્યાં અર્થે કીધું હતું તેમ એક કુંડી એટલેકે પાણીની ભૂગર્ભ ટાંકી જેવુ જ કંઈક હતું.પણ ત્યાં ત્રાટક ને એક દમ એક નસકોરા નો અવાજ જે ક્યારનો આવતો હતો તે બંધ થઈ ગયો હોય તેમ લાગ્યું.ત્રાટક અર્થ અને કાયરા એ ત્રણે એક સાથે નવશીંગા ની સામે જોયું અને જોતાજ ત્રણેય ની આંખો પહોળી થઇ ગયી અને બીજી જ સેકન્ડે નવશીંગાએ જોર થી ત્રાડ નાખી અને તે ત્રાડ એટલી ભયાનક હતી કે કોઈ ઠીલા પોચા હદય વાડા તો ત્યાં જ બેહોશ થઈ જાય. તે ત્રાડ સાંભળીને વૃદ્ધ દાદા પણ ગભરાઈ ગયા.પણ જ્યાં ત્રાડ પાડી ત્યાંજ ત્રાટક અર્થ અને કાયરા તે ભૂગર્ભ ટાંકી માં ઘુસી ગયા.જ્યાં બહુ અંધારું હતું ત્રાટકે પોતાની ટ્ટોર્ચ કાઢી જેથી આગળ નો રસ્તો દેખાઈ શકે.પાંચેક ડગલાં ચાલ્યા બાદ એક નાની સીડી હતી ત્રાટક અર્થ અને કાયરા સાચવી ને સીડી ઉતર્યા અને તે પાંજરા ની પાછળ ની બાજુ પહોંચી ગયા ત્યારે એક સાથે બહુ બધા પક્ષીઓ ઉડી ને સામે આવ્યા કદાચ તે પક્ષીઓ

ચામાંચીડિયા હતા. ત્રાટક અર્થ અને કાયરા નીચે નમી ગયા. ત્રણે આગળ ધીમા પગલે આગળ વધતા જતા હતા.ત્યાં એક વાવ હતી બહુ જૂની ખંડર જેવી ડરામણી ત્રાટકે અંદર ડોકિયું કર્યું.નીચે ખૂબ ઊંડી વાવ હતી અંધારાને કારણે નીચે બરોબર દેખાતું ના હતું પણ ત્યાં જ ત્રાટકે ટોર્ચ ની મદદ થી તેમાં પ્રકાશ પાડ્યો. ત્યારે તેને ખબર પડી કે વાવ માં તો પાણી જ ન હતું તેથી નીચે ઉતરવું શક્ય હતું.

ત્રાટક,અર્થ અને કાયરા નીચે ઉતર્યા અને ધીમા પગલે આગળ વધતા જતા હતા.મન માં ચિંતાની ફળક હતી કે આગળ નો રસ્તો શું નવું લઈને આવશે?, થોડીક વાર બાદ તે વાવ માં ખાસુ નીચે ઉતરી ગયા હતા. કદાચ અહીંયાંથી પાછું જવું પણ અશક્ય લાગતું હતું.જો કે પાછો જવાનો સવાલ જ ઉત્પન્ન થતો ના હતો.આગળ વધવું તે જ તેમનો ધ્યેય હતો. ત્રાટક સૌથી આગળ ચાલતો હતો તેથી તે જાણતો હતો કે તળિયું હવે નજીક છે ઉપરાંત તેની પાસે ટોર્ચ પણ હતી તે વાવ ના તળિયે પહોંચી ગયા અને ત્યાં પાણી સહેજ પણ ના હતું એટલે સ્વપ્નછત એ દર્શાવ્યો પ્રમાણે તેને ભૂગર્ભ ટાંકી જે ત્યાં વાવને તળિયે હતી, તે શોધવાનો પ્રયાસ ચાલુ કર્યો ત્રણે જુદી જુદી દિશામાં તે ભૂગર્ભ ટાંકી ને શોધતા હતા.જમીન પર ધૂળ ના સ્તર ના કારણે ક્યાંય ભૂગર્ભ ટાંકી દેખાતી ના હતી અને વાવ ની નીચે અંદર ગરમી પણ બહુજ હતી.ત્રાટક અર્થ અને કાયરા ત્રણે ખૂબ થાકી ગયા હતા.ગરમી ના કારણે ગળું પણ બહુજ સુકાતું હતું. અર્થે વિચારીને પાણી ની એક બોટલ બેગ માં રાખી હતી.તે નસીબની વાત હતી કારણકે અર્થ ના બેગ માં જગ્યા નો અભાવ હોવાથી તે બોટલ લેવાનો જ ન હતો.ત્યાંજ કાયરા થાકી ને બેસી ગઈ અને અર્થે પાણી ની બોટલ કાઢી બે બહુ નાની હતી પણ ત્રણે ની તરસ છીપાવે તેટલી તો હતી. અર્થે અને ત્રાટકે પાણી પીધું અને તે કાયરા ને બોટલ આપવા જતો હતો ત્યાંજ બોટલ હાથ માંથી છટકી અને પાણી ઢડાયું જમીન પર પણ તેમણે જોયું તે ચમત્કાર હતો.પાણી ઢડાયું તે જગ્યા એ કાયરા બેઠી હતી ત્યાંજ નીચે ભૂગર્ભ ટાંકી નો રસ્તો હતો પણ ધૂળ ના કારણે તે દેખાય તેવો ના હતો.

ત્રાટક થી ખુશી માં ચિત્કાર નીકળી ગયો.તે અર્થ ને ભેટી પડ્યો.

કાયરા પણ બોલી "અરે વાહ…"

ત્રાટકે જલ્દી થી ધૂળ હટાવી અને તે ભુગર્ભ ટાંકી ખોલી અને જોયું તો તેમાં બહુજ પાણી હતું.

અર્થ જોઈને બોલ્યો "કાયરા તારે જેટલું પાણી પીવું હોય તેટલું પીલે."

કાયરા અને ત્રાટક બંને હસવા માંડ્યા.તે જાણતા હતા એ વાત હસવા જેવી સહેજ પણ ના હતી પણ મોટી મોટી તકલીફો માં નાની નાની બાબતો પર હસી નાખવું જોઈએ તેજ શીખવે છે જીવન.

હવે તો તે તકલીફ હતી કે શ્વાસ રોકીને તે ભુગર્ભ ટાંકી માં દરવાજા ને અડકવું.આ બહુજ મોટી તકલીફ હતી કારણકે પાણીમાં શ્વાસ રોકવો તે બહુજ અઘરી વસ્તુ હતી અને તે ભુગર્ભ ટાંકી ની ઊંડાઈ કેટલી હતી અને તેમાં કેટલું પાણી હતું તે બધું તો તેમાં પડી ને જ જાણી શકાય. ત્રાટક માથું ખંજવાળ તો હતો. થોડી વાર બાદ અર્થ ને એક વિચાર આવ્યો કે કોઈ એક સૌ પ્રથમ તે ભૂગર્ભ ટાંકી માં કુદી ને જોઈ લે ત્યાર બાદ કોઈ બીજું જાય તે સરળ રહેશે.

ત્રાટક અંકલ બોલ્યા" ઠીક છે,તો હું જાઉં છું તમે અહીંયા જ રહેશો."

અર્થ અને કાયરા કહ્યું "ઠીક છે."

ત્રાટક એ પાણી ની ભૂગર્ભ ટાંકી સામે જોયું અને પછી એક ઊંડો શ્વાસ લઈને અંદર કુદયો ટોર્ચ ત્રાટક લઈ ગયો હતો અર્થે એક જૂનું લાકડું લીધું અને પછી તે લાકડું ઝડપથી સળગાવ્યું જેથી પ્રકાશ ચારે તરફ ફેલાયો.

અર્થે નીચે ટાંકી માં બૂમ મારી "ત્રાટક અંકલ ટાંકી કેટલી ઊંડી છે?"

ત્રાટક એ પાણી ની બહાર ડોકું કાઢ્યું “ટાંકી સામાન્ય કરતા કંઈક વધુ મોટી છે પણ મને દરવાજો વ્યવસ્થિત દેખાતો નથી.”

ત્રાટકે વધુ ઊંડે ગયો અને આગળ જઈને દરવાજો શોધવાનો પ્રયાસ કરતો હતો પણ ના દેખાયો એટલે શ્વાસ લેવા ઉપર આવ્યો

તેણે શ્વાસ લઈને ફરી પાછી ઊંડી છલાંગ મારી પાણી માં અને આ વખતે તેને વધારે સમય અંદર રહેવાનું નક્કી કર્યું તે આજુ બાજુ જોતો હતો ત્યાંજ તેની સામે એક દરવાજા જેવું કંઈક દેખાયું તેની ઉપર એક હાથ ના પંજા નું નિશાન હતું કદાચ તેની ઉપર હાથ મૂકીને જ દરવાજો ખોલવાનો હતો જેથી પાણી ઝડપથી ગાયબ થઇ જાય અને દરવાજો ખુલી જાય.

ત્રાટકે ફરી એક વાર પાણી ની ઉપર શ્વાસ લેવા આવ્યો અને જોરથી બોલ્યો "દરવાજો મળી ગયો છે હું કહું એટલે તમે નીચે આવજો."

આટલું બોલ્યા બાદ તે ફરીવાર નીચે ગયો અને દરવાજા તરફ આગળ વધતો હતો ત્યાંજ તેણે નીચે જોયું એક બહુ મોટો વીંછી નીચે તે દરવાજા નું રક્ષણ કરતો હતો. હવે ત્રાટકની પરીક્ષા હતી તે તેને કોઈ પણ ભોગે તે વીંછી ને હરાવવાનો જ હતો ત્યાંજ વીંછી તેની સામે તેને ડંખ મારવા આવ્યો વીંછી ના બને બાજુના હાથ કહી શકાય તેમ તે હાથ બહુજ પહોળા હતા.આ વીંછી સામાન્ય કરતા કંઈક વધુજ મોટો હતો.તેને ડંખ મારવા નો પ્રયાસ કર્યો ત્રાટક પાછળની તરફ જતો રહ્યો જેથી તે બચી ગયો. હવે ત્રાટક બીજી વાર શ્વાસ લઈને જોરથી ગમે તેમ કરીને દરવાજે પહોંચી સૌ પ્રથમ દરવાજો ખોલવાનું વિચારતો હતો એક વાર પાણી નીકળી ગયા પછી તેને હરાવો થોડુંક સહેલું થઈ જાત.ત્રાટકે એક યુક્તિ વિચારી તે પાણી ની અંદર વીંછી ને લલચાવીને એક ખૂણામાં લઈ આવવા માંડ્યો વીંછી પણ તેને ડંખ મારવા આગળ વધવા માંડ્યો ત્યાંજ તે મોકો શોધીને વીંછીને ચકમો દીધો અને તે આગળ નીકળી ગયો અને દરવાજે હાથ મૂકી દીધો જેથી તે બધું પાણી ધીમે ધીમે થોડીકજ વારની અંદર વહી ગયું અને દરવાજો ખુલી ગયો.પણ મોટો કાળો વીંછી હજી જીવતો હતો.અર્થે જોયું કે પાણી તોબધું જતું રહ્યું છે. તેથી દરવાજો ખુલી ગયો લાગે છે પણ ત્રાટક અંકલ કેમ કંઈ બોલતા નથી તે તેમને બૂમ મારતો જ હતો ત્યાં જ ત્રાટકની બૂમ સંભળાઈ "હજી અંદર આવતા નહીં જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી અંદર ના આવતા."

અર્થ અને કાયરા એક બીજા ની સામે જોયા સિવાય કંઈ ચારો જ હતો.

ત્રાટક નીચે વીંછી સામે ઝઝુમી રહ્યો હતો.અર્થને ઉપર થી કંઈજ દેખાતું ના હતું.

વીંછી એ સામે ચાલીને એક વાર તો ત્રાટકને ડંખ માર્યો જેથી ત્રાટકને અસહ્ય પીડા થઈ અને તેમના મોઢા માંથી રાડ નીકળી ગઈ.અર્થ ને થયું નક્કી કંઈક તો ગડબડ છે.

તે બોલ્યો "કાયરા હું નીચે જાઉં છું.જયાં સુધી કહું નહીં ત્યાંસુધી અંદર ના આવતી."

કાયરા બોલી "નહીં અર્થ હું આવું છું."

અર્થે સમજાવતા કહ્યું " તારું અહીંયા રહેવું બહુ જરૂરી છે.તું સમજી શકે છે."

અર્થ તેટલું કહી નીચે ઊતર્યો અને તેના હાથમાં તે અગ્નિ થી પ્રગટાવેલું લાકડું હતું તે નીચે ઉતર્યો ત્યારે તેને જોયું કે ત્રાટક બહુ ખરાબ રીતે ઘવાયેલો છે અને વીંછી તેની ઉપર વાર કરવા જઈ રહ્યો છે ત્યાંજ અર્થે પાછળ થી તે અગ્નિ વાળું લાકડા થી તેની ઉપર એકધાર્યો ત્રણ થી ચાર વખત પ્રહાર કર્યો અને તે મોટા વીંછીને મારી નાખ્યો તેને જોયું અને તે તરતજ ત્રાટક ની પાસે ગયો અને જોરથી બૂમ મારી "કાયરા તું નીચે આવી શકે છે."

કાયરા પણ નીચે આવી અને તેને પણ ત્રાટકની ખરાબ હાલત જોઈ

ત્રાટકે અર્થ ને તથા કાયરા ને કહ્યું "તમે જલ્દી થી અંદર જતા રહો હું અહીંયા રહું છું કારણકે મારા એક પગ માં વીંછી ના ડંખ ના કારણે મને અસહ્ય પીડા થાય છે.તમે જલ્દી થી અહીંયાંથી અંદર પ્રોફેસર ને જેલ માંથી છોડાવીને આવો પછી આપણે ઘરે જવા નીકળી જશું "

અર્થે કહ્યું "પણ ત્રાટક અંકલ તમને આવી આવી પીડા છોડી ને અમે અંદર કંઈ રીતે જઈ શકીયે."

ત્રાટક બોલ્યો "તમે મારી ચિંતા ના કરો હું મારુ ધ્યાન રાખી લઈશ અને ચિંતા ની વાત નથી હું આ ઝેર કાઢવાનો પ્રયાસ કરું છું.મને કંઈ નહીં થાય.તમે બંને બહુ બહાદુર છો મને વિશ્વાસ છે તમે પ્રોફેસર અનંત ને જરૂર છોડાવી લાવશો."

અર્થ અને કાયરા ત્રાટકની આંખમાં આંખ પરોવીને બોલ્યા " અમે તેમને જરૂર થી છોડાવી લઈશું,બસ તમે તમારું ધ્યાન રાખજો"

અર્થ અને કાયરા બંને ધીમા પગલે અંદર ગયા.


નાનકડી એક ગુફાના રસ્તા જેવો જ અંદર રસ્તો હતો તેની ઉપર અર્થ અને કાયરા ચાલી રહ્યા અને રસ્તો પત્યો ત્યારે સામે જ એક જેલ દેખાઈ જ્યાં બહુ બધી જેલ હતી અને દરેક રૂમ માં એક જણ ને રાખેલ હતા.પણ ઘોર અંધારું હતું એટલે ત્યાં કશુંજ જ દેખાતું નહતું.જયારે ગુફાનો રસ્તો પતાવીને તેમણે આગળ ચાલવાનું શરૂ કર્યું અને પહેલી વાર થોડોક નશીબે પણ સાથ આપ્યો કારણકે ત્યાં પહેરેદારી માટે કોઈ ન હતું તે આગળ ચાલતા હતા ત્યાં વચ્ચે પહોળો રસ્તો હતો અને જેની બંને બાજુ જેલ હતી.અને તેવીજ જેલ ઉપર હતી ટૂંક માં બે માળ ની જેલ હતી અને ઉપર ચડવાનો દરવાજો આગળ થી હતો.જેલ બહુજ અંધારી અને તેની દીવાલો પણ કાળી મેલી હતી તથા જેલ માંથી ખરાબ કચરાની વાસ મારી રહી હતી.અર્થ અને કાયરાને મુશ્કેલી તે હતી કે પ્રોફેસર અનંત ને ક્યાં ગોતવા કારણકે જેલ બહુ બધી હતી શરૂઆત ની કોઈ જેલ માં કેદી દેખાતા નહતા.તે જેમ જેમ આગળ વધ્યા ત્યારે સૌથી છેલ્લે ની હરોળ માં એક કેદી દેખાયો,તે જેલ ઉપર ચડવાની સીડી થી નજીક હતી.

અર્થે તે કેદી ને પૂછવાનું વિચાર્યું પણ તે તેમની વિરૂદ્ધ દિશા માં માથું રાખીને સુઈ રહ્યો હતો.

અર્થે તે જેલ ની પાસે જઈને અવાજ કર્યો અને કહ્યું " શું તમે જાગી રહ્યા છો."

થોડોક અવાજ સાંભળીને તે કેદી એ સામે વળીને સામે જોયું તે કેદીને મન માં એવું થયું કે અહીંયા આટલી વિનમ્રતા થી મને કોણ બોલી રહ્યું છે.

તે કેદી ઉભો થયો અને જેલ ના સળિયા ની પાસે આવ્યો તે ધીમા અવાજે બોલયો "કોણ છો તમે લોકો ?"

તેના કપડાં માંથી ખરાબ વાસ આવતી હતી અને તે ઘણા દિવસો થી પોતાના શરીરની સફાઈ ના કરી હોય તેવો લાગતો હતો.તેના મોં માંથી પણ ખરાબ વાસ આવી રહી હતી.

અર્થ બોલ્યો "શુ તમે જાણો છો કે પ્રોફેસર અનંત ક્યાં છે?"

તે કેદીએ આંગળી થી ઉપર તરફ ઈશારો કર્યો

અર્થ અને કાયરા ઉપર તરફ ચાલવા માંડ્યા તેમણે તે કેદી ના પ્રશ્નનો ઉત્તર આપ્યો નહીં, ઉપરની જેલ પણ સરખીજ હતી પણ તફાવત એટલો હતો કે ઉપરની જેલ કેદી થી ભરેલી હતી.દરેક જેલ માં એક કેદી હતો.બીજા એક કેદી ને પૂછ્યા બાદ ખબર પડી કે પ્રોફેસર અનંત છેલ્લી જેલના પાંજરા માં છે. તે ખુશ થઈ ગયા અને તે આગળ ચાલવા માંડ્યા.

બધા જ કેદી ખૂબ ખરાબ વસ્ત્ર પહેરેલા અને રોગિષ્ટ જેવા જ દેખાતા હતા.

અર્થ અને કાયરા આખરે ત્યાં પહોંચીજ ગયા જ્યાં તેમની મંજિલ હતી.તે પ્રોફેસર અનંત ના જેલ ની સામે ઊભા હતા.

પ્રોફેસર અનંત સુતા હતા અર્થે બહાર થી નાનકડી બૂમ પાડી પણ પ્રોફેસર અનંત એ સાંભળી નહીં એટલે અર્થે નાનકડો પથ્થર લીધો અને પ્રોફેસર અનંત ને પગ ઉપર માર્યો જેથી પ્રોફેસર અનંત સફાળા બેઠા થઈ ગયા તેમને જેલ ની બહાર તરફ જોયું.

ક્રમશ...

જો આપને આ વાર્તા પસંદ આવી હોય તો આપ આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂરથી મોકલી આપો.


આપ આપના પ્રતિભાવ મને ઇન્સ્ટાગ્રામ માં પણ આપી શકો છો મારી સાથે જોડાઈ શકો છો.@kuldeepsompura1.2

પર.

મારો વોટ્સએપ નંબર ૭૫૬૭૭૩૫૨૫૦ છે.આપ મને મેસેજ કે કોલ કરીને આપના પ્રતિભાવ જણાવી શકો છો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED