santano ne kaik to kaheva do books and stories free download online pdf in Gujarati

સંતાનો ને કૈક તો કહેવા દો

આપણે ક્યારેય વિચાર જ નથી કરતા કે આપણું સંતાન એ ફક્ત આપણું સંતાન જ નહિ એક સ્વતંત્ર વ્યક્તિ પણ છે. એને પણ પોતાના સ્વતંત્ર વિચારો, ગમા અને અણગમા હોય છે. પણ આપણને એવું વિચારવાની ફુરસદ ક્યાં હોય છે? આપણે તો બસ આપણા સંતાન ને એક હોડ માં મૂકવું છે. એને સર્વશ્રેષ્ટ બનાવવું છે.

વિચારો આપણે જયારે શાળા એ જતા ત્યારે હસતા કુદતા જતા. એક મજા હતી દોસ્તો ને મળવાની અને દોસ્તો સાથે જીવવાની. અને આજના બાળકો ને શાળા એ જતા જોઈએ ત્યારે એ પરાણે જતા હોય એવું લાગે. દફતર નો પાંચ કિલો નો ભાર ખભા પર હોય, આખું બાળક એ ભાર થી વાંકુ વળી ગયું હોય અને આંખો માં કાં તો ડેઇલી ટેસ્ટ નું ટેંશન હોય અથવા તો હોમવર્ક પૂરું ના થયા ની ચિંતા. અને બાળક કરે પણ કેટલું. એક તો આપણે બધા એને માતૃભાષા થી વિરુદ્ધ ઇંગલિશ મીડીયમ માં ભણવા બેસાડીએ. એને ટીચર શું બોલે છે એ જ પૂરું સમજાતું ના હોય ત્યાં એ લખી કે સમજી શું શકે? અને ના આવડે કે ઓછા માર્ક્સ આવે એટલે વળી આપણે ટ્યુશન માં મોકલીએ એટલે વળી એને ૨ કલાક વધારે ભણવાનું અને એનું હોમવર્ક. અરે હજુ તો સ્કૂલ નું પૂરું નથી થતું ત્યાં ટ્યુશન નું આવે. એ પણ પાછા બંને જગ્યા ની મેથડ અલગ અને ચેપટર પણ અલગ ચાલતા હોય. એમાં એ ક્યાં કોન્સન્ટ્રેટ કરે. હજુ અધૂરું હોય એમ આજના વાલીઓ તો વળી એવું વિચારે કે કૈક એક્સટ્રા ક્લાસ કરાવીએ જેથી ભણવામાં પાછો પડે તો એમાં કરિયર બનાવી શકે. તો વળી ક્રિકેટ, સ્કેટિંગ, મ્યુઝિક કે ડાન્સ ના રેગ્યુલર ક્લાસ કરાવે.

હે વાલીઓ, એ તમારું બાળક છે કોઈ રોબોટ નહિ કે તમારી ઈચ્છા પ્રમાણે જ કરાવો. તમારા માતા પિતા એ આટલું કરાવ્યું હતું ?? નહિ ને, છતાં તમે આજે કોઈ ને કોઈ ક્ષેત્ર માં સફળ છો જ ને?? તો તમારું બાળક પણ થશે. એને માટે બધું તમે જ નક્કી કરશો તો એની વિચારવાની ક્ષમતા શૂન્ય થઇ જશે. એને વિચારવા તો દો, એને બોલવા તો દો કે એને શું ગમે છે? એને શું કરવું છે? એનું બાળપણ તો માણવા દો. શું ફેર પડે છે ઓછા માર્ક્સ આવ્યા તો? અરે દરેક વિદ્યાર્થી થોડો ક્લાસ માં ફર્સ્ટ આવી શકે? અને કોઈ એક બાળક દરેક ક્ષેત્ર માં તો અવ્વલ ના જ રહી શકે ને!! હે વાલીઓ તમારા બાળકો ને ફેલિયોર નો સામનો કરતા પણ શીખવો જેથી કરીને ભવિષ્ય માં ક્યારેય અસફળતા નો સામનો કરવાનો વારો આવે તો એ પોતાની જાત ને ફરી પ્રયત્ન કરવા માટે તૈયાર કરી શકે. બાકી આપણે જોઈ જ છીએ કે ટીન એજર્સ માં આત્મહત્યા ના પ્રસંગો દિવસે ને દિવસે વધતા જાય છે. અને એ એટલે જ કે એ બાળકો અસફળતા નો સામનો નથી કરી શકતા. આમ તો એની પાછળ એક બીજું પણ કારણ જવાબદાર છે અને એ કે આપણે આપણા બાળકો ને સાંભળતા નથી. ઘણા એવા વાલીઓ જોયા છે કે જયારે પોતાનું બાળક કૈક કહેવાનો પ્રયત્ન કરે ત્યારે એને “તને ના ખબર પડે” કહી ને ચૂપ કરાવી દેતા હોય છે. આવા બાળકો પાસે વિચારવાની શક્તિ એમની ઉમર પ્રમાણે લિમિટેડ હોય છે અને એ લોકો કૈક એવી મુશ્કેલી માં મુકાય કે એમને એનો ઉકેલ ના મળે અને પેરન્ટ્સ ને પણ એમને સાંભળવાનો સમય ના હોય ત્યારે તેઓ આવું પગલું ભરી બેસે છે. એમાં પણ જેમના માતા પિતા બંને વર્કિંગ પરસન હોય ત્યારે એમના માટે બાળકો ને સાંભળવું અને એમના વિચારો જાણવા ખુબ જરૂરી બની જતા હોય છે કારણકે આખો દિવસ બાળક એકલું ઘરે રહેતું હોય ત્યારે માતા પિતા એમને સાંજે થોડો સમય આપે એ બહુ જરૂરી હોય છે.

અત્યાર ના જનરેશન ની રીતે તમે બાળક ને સમજો એ સુ કેવા માગે છે એ.તમારું બાળક તમને ગમે તે પરિસ્થિતિ માં ગમે તે વાત કઈ સકે એ મુજબ તમે તમારા બાળક સાથે રો.મે કેટલા માતા પિતા ને એમ કહેતા જોયા છે કે "અત્યારે તું મારા પૈસા બગડે છે.એટલે હું કવ એમજ થશે તું જ્યારે પૈસા લાવે ત્યારે જેમ કરવું હોય એમ કરજે,"હવે તમ જ વિચારો કે આવડું બાળક ક્યાંથી પૈસા લાવે અને જો ના લાવે તો સુ આને એની મરજી મુજબ કરવાં નું જ નય.

હમણાં જ મેં એક વર્કિંગ વુમન અને એના બાળક વચ્ચે નો સંવાદ સાંભળ્યો.

બાળક: “મમ્મી મારે વેકેશન છે તો હું મારા ફ્રેન્ડ ના ઘરે રમવા જાવ? હું એકલો ઘરે કંટાળી જાવ છું.”

મમ્મી:”બેટા, મારે ઓફિસ નું મોડું થાય છે. તને ત્યાં લેવા મુકવા કોણ આવશે?”

બાળક: ” મમ્મી તો હું મારા પાંચ છ ફ્રેન્ડ્સ ને અહીંયા બોલાવું?”

મમ્મી: “ના હો, મારે ઘર માં પથારા નથી કરવા. એ બધા આવે એટલે ઘર વેર વિખેર કરી નાખે. તું શાંતિ થી ટીવી જો”

હવે તમે જ કયો, બાળક પોતાનું વેકેશન કઈ રીતે માણે?”

બે બાળકો વાત કરતા હતા, ” યાર આ વેકેશન પડવું જ ના જોઈએ , ચાલુ સ્કૂલે આપણે બધા મળી ને વાતો તો કરી શકીએ, બ્રેક માં રમી શકીએ, આ વેકેશન માં તો ઘર માં પુરાઈ ને ટીવી, મોબાઈલ જોયા કરવાના અથવા ના ગમે તો પણ કોઈ મેથ્સ કે ઇંગલિશ ના ક્લાસ માં ફરજીયાત જવાનું. યાર મને તો આ વેકેશન માં ભણવું જરા પણ નથી ગમતું પણ મારી મમ્મી ને કોણ સમજાવે, એને કઈ કહીએ તો લાબું લાબું લેક્ચર આપે એના કરતા તો ક્લાસ માં બેસી ને ઊંઘવું સારું”મિત્રો, મેં અત્યાર ની રિયાલિટી નું ચિત્ર તમારી સમક્ષ રજુ કર્યું છે હવે તમારે તમારા બાળક સાથે કેમ વર્તવું એ તમારા પર છે પણ એક વાત યાદ રાખજો મિત્રો દરેક બાળક કઈ ને કઈ ખાસિયત સાથે જન્મે છે પણ એ પોટેન્શિયલ બહાર ત્યારે જ આવશે જયારે એ ખુશ હશે, ફ્રેશ હશે અને એને વિચારવાનો થોડો પર્સનલ ટાઈમ મળશે પણ જો તમે હંમેશા એને એક સાયકલ માં ફેરવશો કે બાંધી ને રાકશો તો એની બધી ક્ષમતા ઝીરો થઇ જશે.બીજા રસપ્રદ વિકલ્પો